Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે, તેમ જ જેઓ તેમના ધર્મની પ્રવૃત્તિને કરનારા છે, તેમને કુલયોગી કહેવાય છે. બીજા ગોત્રવંતો પણ, કુલયોગી કહેવાતા નથી.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેઓ યોગીજનોના કુળમાં જન્મ પામ્યા છે, તેમ જ જેઓ સ્વભાવથી તેવા ન હોવા છતાં યોગીજનોના ધર્મનું અનુસરણ કરે છે, તેમને કુલયોગી કહેવાય છે. દ્રવ્યથી અને ભાવથી તેઓ કુલયોગી છે. ગોત્રવંતો અર્થાત્ સામાન્યથી કર્મની અપેક્ષાએ ભવ્ય હોવા છતાં જેઓ યોગીજનોના ધર્મનું અનુસરણ કરતા નથી, તેઓને કુલયોગી તરીકે માનતા નથી. આ શ્લોકની ટીકામાં વર્મભૂમિમવ્યા વિ... આ પાઠ છે, તેના સ્થાને યોગદૃષ્ટિસમુચ્ચયમાં શ્લો.નં. ૨૧૦ની ટીકામાં ભૂમિમવ્યા પિ... આવો પાઠ છે. અર્થથી બંન્ને એક છે. ૧૯-૨૧॥
કુલયોગીનાં વિશેષ લક્ષણો જણાવાય છે–
सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः ।
दयालो विनीताश्च, बोधवन्तो जितेन्द्रियाः ।।१९-२२।।
सर्वत्रेति एते च तथाविधाग्रहाभावेन सर्वत्राद्वेषिणः । तथा धर्मप्रभावाद्यथास्वाचारं गुर्वादिप्रियाः । तथा प्रकृत्या क्लिष्टपापाभावेन दयालवः । विनीताश्च । कुशलानुबन्धिभव्यतया बोधवन्तो ग्रन्थिभेदेन નિતેન્દ્રિયાશ્ચારિત્રમાવેન ||9૬-૨૨।।
“સર્વત્ર દ્વેષરહિત, ગુરુદેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા દયાળુ, વિનીત, બોધવંત અને જિતેન્દ્રિય કુલયોગીઓ હોય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કુલયોગીઓને ક્યાંય પણ દ્વેષ હોતો નથી. કારણ કે કોઇ પણ સ્થાને તેમને તેવા પ્રકારનો આગ્રહ હોતો નથી. મુખ્યપણે દ્વેષનું કારણ આગ્રહ હોય છે. ‘આપણી ઇચ્છા મુજબ જ થવું જોઇએ’ એવો આગ્રહ ન હોય તો ક્યારે ય કોઇ પણ સ્થાને દ્વેષ નહિ થાય. કુલયોગીને તેવા પ્રકારનો આગ્રહ ન હોવાથી સર્વત્ર અદ્વેષ જ હોય છે.
ધર્મના પ્રભાવથી પોતાના આચાર મુજબ કુલયોગીને ગુરુદેવ અને બ્રાહ્મણ પ્રિય હોય છે. ધર્મપ્રિય હોવાથી, ધર્મના પ્રરૂપક ગુરુ, ધર્મમાં સહાયક દેવ અને ધર્મક્રિયામાં તત્પર દ્વિજ-બ્રાહ્મણ, પ્રિય બને એ સમજી શકાય છે. પોતપોતાના આચારનું ઉલ્લંઘન કર્યા વિના ગુર્વાદિ ધર્મમાં સ્થિર હોવાથી કુલયોગીને તેઓ પ્રિય બને છે.
કુલયોગીઓ સ્વભાવથી જ ક્લિષ્ટ પાપકર્મથી રહિત હોવાથી દયાળુ હોય છે. ક્લિષ્ટ પાપકર્મના યોગે માણસને દયાનો પરિણામ આવતો નથી. ‘બીજાને ગમે તેટલું દુઃખ પડે તો પણ પોતાને દુઃખ આવવું ના જોઇએ.’ - આવો પરિણામ ક્લિષ્ટ પાપકર્મના ઉદયથી આવતો હોય છે, જેથી આત્માનો પરિણામ દયાહીન બને છે. કુલયોગી એવા હોતા નથી. પોતાને દુઃખ
એક પરિશીલન
૧૨૩