Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે અનંતોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની એ વિશેષતા છે કે જે, મોક્ષની સાથે આપણા આત્માનો યોગ કરાવી આપે છે. આ પરમતારક શાસનને છોડીને બીજો કોઈ જ યોગ નથી.
આજ સુધી યોગનું નિરૂપણ માત્ર જૈનદર્શને જ કર્યું છે અને બીજાં દર્શનોએ એ કર્યું નથી એવું નથી. પરંતુ બીજા દર્શનકારોએ કરેલા યોગનિરૂપણમાં અને શ્રી જૈનશાસને કરેલા એ નિરૂપણમાં ઘણું મોટું અંતર છે. એ સમજાવવા માટે ગ્રંથકારપરમર્ષિઓએ અનેક રીતે જુદી જુદી દષ્ટિએ યોગનું સ્વરૂપ તે તે ગ્રંથોથી વર્ણવ્યું છે. એના અધ્યયનાદિ દ્વારા મુમુક્ષુ આત્માઓ યોગના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે સમજી શકે છે.
આ “યોગવિવેક બત્રીશીમાં સામાન્ય રીતે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથના આધારે વર્ણન કરતી વખતે શરૂઆતમાં જ ગ્રંથકારશ્રીએ ઇચ્છાયોગના વિષયમાં ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. નિર્ચાન યો વિધી આ પ્રમાણે જણાવીને યોગની સાધના માટેની અનિવાર્ય યોગ્યતા જણાવી છે. ગમે તેટલા આપણે બુદ્ધિશાળી હોઈએ અને અસાધારણ આપણી પ્રતિભા હોય, તોય ઇચ્છાયોગના પ્રસંગે પણ ધર્મની પ્રવૃત્તિ નિષ્કપટભાવે જ કરવાની છે. અન્યથા ઇચ્છાયોગની પણ પ્રાપ્તિ શક્ય નહીં બને.
સામાન્ય રીતે ઇચ્છાના અભાવને છુપાવવા માટે શક્તિના અભાવને આગળ કરીને માયા કરવાની શરૂઆત થતી હોય છે. કામ કરવું ન હોય ત્યારે “ઇચ્છા નથી' એમ કહેવાના બદલે શક્તિ નથી' એમ કહીને આરંભેલી માયા આત્માને ઇચ્છાયોગથી પણ દૂર રાખે છે. દરેક યોગની યોગ્યતા નિવ્યજતાસ્વરૂપ છે. આ બત્રીશીના પ્રથમ શ્લોકથી એ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે વ્યાજ(માયા) સાથે કરાયેલ ધર્મ યોગાભાસસ્વરૂપ છે.
ઇચ્છાયોગનું સ્વરૂપ વર્ણવીને ચોથા શ્લોકથી શાસ્ત્ર-યોગનું વર્ણન કર્યું છે. એનું મુખ્ય બીજ અપ્રમત્તતા છે. વિકથાદિ પ્રમાદના પરિહાર વિના શાસ્ત્રયોગની આરાધના શક્ય નથી. પાંચમા શ્લોકથી સામર્થ્યયોગનું સ્વરૂપ વર્ણવતાં પ્રાતિજજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. ઋતમ્મરાપ્રજ્ઞાદિ સ્વરૂપે અન્ય દર્શનકારોએ સ્વીકારેલ પ્રાતિજજ્ઞાનથી સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. ધર્મસળ્યાસ અને યોગસચ્ચાસ ભેદથી સામર્થ્યયોગ બે પ્રકારનો છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક સ્વરૂપે બે પ્રકારનો ધર્મસગ્યાસયોગ છે, જે; અનુક્રમે ક્ષપકશ્રેણીમાં અને પ્રવ્રજ્યાકાળમાં હોય છે... ઈત્યાદિનું નિરૂપણ કરીને યોગમાત્રના તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદનું નિરૂપણ કર્યું છે. કોઈ પણ નયની અપેક્ષાએ
એક પરિશીલન
૧૦૧