Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચારિત્ર છે. સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોય તો ચારિત્રની ઉત્પત્તિમાં વિલંબ થવાનું કોઇ જ કારણ નથી. જ્ઞાનના પ્રતિભાસિત વિષયો જ આચરણના વિષય હોય છે. જ્ઞાન સંવાદી પ્રવૃત્તિનું જનક હોય છે. એ અપેક્ષાએ જ્ઞાનમાં જેટલી શેયની વર્ત્તના છે, તેટલી ચારિત્રની વર્તના છે. શેયને કૃતિનો વિષય બનાવવાથી ઉપલંભ થતો હોય છે. હેયની નિવૃત્તિ, ઉપાદેયની પ્રવૃત્તિ અને તભિન્ન શેયની ઉપેક્ષા વસ્તુતઃ શેયનો ઉપલંભ છે, તદાત્મક આચરણ સ્વરૂપ ચારિત્ર છે અને એ ચારિત્ર સર્વજ્ઞતાની સિદ્ધિનું ઉપધાયક છે. એના અભાવમાં સર્વજ્ઞતાની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રથી જ જો બધાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થઇ જાય તો તેવા પ્રકારના ચારિત્રની પ્રાપ્તિમાં વિલંબનું કોઇ જ કારણ નહિ હોવાથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ આવશે.
સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોવા છતાં ક્ષાયિકભાવનું ચારિત્ર નહિ હોવાથી સર્વજ્ઞત્વનો પ્રસંગ યદ્યપિ આવતો નથી. પરંતુ જ્યાં જ્યાં સર્વસિદ્ધિ-ઉપાયનું જ્ઞાન છે, ત્યાં ત્યાં સર્વજ્ઞત્વ છે - આ પ્રમાણે સર્વજ્ઞત્વનું વ્યાપ્ય સર્વસિદ્ધિ-ઉપાયનું જ્ઞાન હોવાથી શાસ્ત્રથી જ જો સર્વસિદ્ગુપાયનું જ્ઞાન થતું હોય તો માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવું જ પડશે. કારણ કે જ્યાં વ્યાપ્ય (ધૂમાદિ) હોય ત્યાં વ્યાપક (વનિ વગેરે) હોય જ એ સ્પષ્ટ છે. આ વિષયને જણાવતાં ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં ફ૨માવ્યું છે કે – સિદ્ધિ નામના પદની સમ્પ્રાપ્તિના હેતુવિશેષ સમ્યગ્દર્શન વગેરે, પરમાર્થથી અહીં લોકમાં યોગીઓ વડે સર્વપ્રકારે જ શાસ્ત્રથી જ જાણી શકાતા નથી. કારણ કે તેના અનંત પ્રકારો છે. શાસ્ત્રથી જ વિના વિલંબે ફળ આપવાદિ બધા પ્રકારે મોક્ષપ્રાપ્તિહેતુઓનું જ્ઞાન થવાથી કેવલજ્ઞાનની જેમ સાક્ષાત્કાર થવાના કારણે શ્રોતા એવા યોગીને સર્વજ્ઞપણાની સિદ્ધિ થશે અને તેથી શાસ્ત્રશ્રવણ વખતે મોક્ષપદની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. કારણ કે અયોગિકેવલિત્વના સદ્ભાવનું જ્ઞાન તે વખતે શાસ્રશ્રવણથી જ થયેલું હશે. ૧૯-૬।। ઉપર જણાવેલા પ્રસંગને ઇષ્ટાપત્તિથી નિવારી નહિ શકાય, એનું કારણ જણાવાય છે—
प्रातिभज्ञानगम्यस्तत्सामर्थ्याख्योऽयमिष्यते ।
अरुणोदयकल्पं हि प्राच्यं तत्केवलार्कतः ॥। १९-७।।
प्रातिभेति-तत्तस्मात्प्रातिभज्ञानगम्योऽयं सामर्थ्याख्यो योग उच्यते (इष्यते) । सार्वज्ञ्यहेतुः खल्वयं मार्गानुसारिप्रकृष्टोहस्यैव विषयो न तु वाचां, क्षपकश्रेणिगतस्य धर्मव्यापारस्य स्वानुभवमात्रवेद्यत्वादि भावः । ननु प्रातिभमपि श्रुतज्ञानमेव अन्यथा षष्ठज्ञानप्रसङ्गात्तथा च कथं शास्त्रातिक्रान्तविषयत्वमस्येत्यत आह-तत्प्रातिभं हि केवलार्कतः केवलज्ञानभानुमालिनः प्राच्यं पूर्वकालीनमरुणोदयकल्पम् ||93-૭||
“તેથી પ્રાતિભજ્ઞાનથી જણાતો આ સામર્થ્ય નામનો યોગ કહેવાય છે. કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યના પૂર્વકાળમાં થના૨ અરુણોદય જેવો આ સામર્થ્યયોગ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો
એક પરિશીલન
૧૦૯