Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ફળસ્વરૂપે પરમપદ પ્રાપ્ત થાય છે. તેથી અશરીરીપણામાં કાયાદિકર્મનો સર્વથા અભાવ થાય छ. ॥१८-११॥ ઉપર જણાવેલા ધર્મસંન્યાસાદિ યોગ ક્યારે હોય છે – તે જણાવાય છે–
द्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् ।
आयोज्यकरणादूर्ध्वं, द्वितीय इति तद्विदः ॥१९-१२॥ द्वितीयेति-द्वितीयापूर्वकरण इति ग्रन्थिभेदनिबन्धनप्रथमापूर्वकरणव्यवच्छेदार्थं द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्ययोगासिद्धेः । अपूर्वकरणस्य तु तत्रासञ्जातपूर्वग्रन्थिभेदादिफलेनाभिधानाद् यथाप्राधान्यमयमुपन्यासः । चारुश्च पश्चानुपूर्येति समयविदः । ततो द्वितीयेऽस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसङ्ख्येयसागरोपमातिक्रमभाविनि प्रथमो धर्मसन्न्याससज्ञितः सामर्थ्ययोगस्तात्त्विकः-पारमार्थिको भवेत् । क्षपकश्रेणियोगिनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः । अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति, प्रवृत्तिलक्षणधर्मसन्न्यासायाः प्रव्रज्याया ज्ञानयोगप्रतिपत्तिरूपत्वाद् । अत एवास्या भवविरक्त एवाधिकार्युक्तः । यथोक्तम्-“अथ प्रव्रज्याहः । आर्यदेशोत्पन्नो विशिष्टजातिकुलान्वितः । क्षीणप्रायकर्ममलबुद्धिः । 'दुर्लभं मानुष्यं, जन्ममरणनिमित्तं, सम्पदश्चलाः, विषया दुःखहेतवः, संयोगो वियोगान्तः, प्रतिक्षणं मरणं, दारुणो विपाक,' इत्यवगतसंसारनैर्गुण्यस्तत एव तद्विरक्तः, प्रतनुकषायोऽल्पहास्यादिः, कृतज्ञो, विनीतः प्रागपि राजामात्यपौरजनबहुमतोऽद्रोहकारी, कल्याणाङ्गः, श्राद्धः समुपसम्पन्नश्चेति” । न ह्यनीदृशो ज्ञानयोगमाराधयति, न चेदृशो नाराधयतीति भावनीयं, सर्वज्ञवचनमागमस्तत्रायमनिरूपितार्थ इति । आयोज्यकरणं केवलाभोगेनाचिन्त्यवीर्यतया भवोपग्राहिकर्माणि तथा व्यवस्थाप्य तत्क्षपणव्यापारणं शैलेश्यवस्थाफलं तत ऊर्ध्वं द्वितीयो योगसन्याससज्ञित इति तद्विदोऽभिदधति शैलेश्यवस्थायां कायादियोगानां सन्यासेनायोगाख्यस्य सर्वसन्न्यासलक्षणस्य सर्वोत्तमस्य योगस्य प्राप्तेरिति ।।१९-१२।।
“પ્રથમ-ધર્મસંન્યાસયોગ બીજા અપૂર્વકરણ વખતે તાત્ત્વિક રીતે હોય છે અને બીજો યોગસંન્યાસયોગ આયોજયકરણ પછી તાત્ત્વિક રીતે હોય છે – એ પ્રમાણે સામર્થ્યયોગના જાણકારો કહે છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગમાં પ્રથમ જે ધર્મસંન્યાસ સ્વરૂપ સામર્થ્યયોગ છે તે દ્વિતીય અપૂર્વકરણ વખતે તાત્ત્વિક રીતે હોય છે.
આત્માનો શુદ્ધપરિણામવિશેષ અપૂર્વકરણ છે. રાગ-દ્વેષના તીવ્ર પરિણામ સ્વરૂપ ગ્રંથિના ભેદનો કારણભૂત આત્મપરિણામ(અધ્યવસાય) પ્રથમ અપૂર્વકરણ છે. તે પરિણામ વખતે તાત્વિક રીતે ધર્મસંન્યાસયોગ પ્રાપ્ત થતો ન હોવાથી અહીં દ્વિતીય અપૂર્વકરણનું ગ્રહણ કર્યું છે. પ્રથમ અપૂર્વકરણનો વ્યવચ્છેદ કર્યો છે. કારણ કે પહેલા અપૂર્વકરણમાં તાત્ત્વિક સામયોગની
१. द्वितीयापूर्वकरणकालीनधर्मसन्यासः ।
૧૧૪.
યોગવિવેક બત્રીશી