Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આ રીતે સામર્થ્યયોગ ફલપર્યવસાયી એવા શાસ્ત્રનો વિષય છે અને તેની શક્તિ પ્રબળ હોવાથી તે શાસ્ત્રના વિષયથી અતિક્રાંત છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની શક્તિ અધિક છે, તે સ્પષ્ટ છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે અને સામર્થ્યયોગથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. ૧૯-પા.
शास्त्रातिक्रान्तविषयत्वमस्य समर्थयन्नाहસામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાંતિવિષયવાળો છે તેનું સમર્થન કરાય છે–
शास्त्रादेव न बुध्यन्ते, सर्वथा सिद्धिहेतवः ।
अन्यथा श्रवणादेव, सर्वज्ञत्वं प्रसज्यते ॥१९-६॥ शास्त्रादिति-सिद्धिहेतवः सर्वे । सर्वथा सर्वैः प्रकारैः । शास्त्रादेव न बुध्यन्ते । अन्यथा शास्त्रादेव सर्वसिद्धिहेतूनां बोधे सर्वज्ञत्वं प्रसज्यते । श्रवणादेव सर्वसिद्धिहेतुज्ञाने सार्वइयसिद्ध्युपधायकोत्कृष्टहेतुज्ञानस्याप्यावश्यकत्वात्, तदुपलम्भाख्यस्वरूपाचरणरूपचारित्रस्यापि विलम्बाभावात्, सर्वसिद्ध्युपायज्ञानस्य सार्वज्ञ्यव्याप्यत्वाच्च । तदिदमुक्तं-“सिद्ध्याख्यपदसम्प्राप्तेर्हेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥१॥ सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा સિદ્ધિ વાણિતઃ III” I99-દ્દા
“મોક્ષનાં કારણોનો બધી રીતે બોધ શાસ્ત્રથી જ થતો નથી. અન્યથા શાસ્ત્રથી જ તેનો બોધ થાય તો શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષના કારણભૂત યોગો અસંખ્ય છે, એ બધા બધી રીતે શાસ્ત્રથી જ જણાતા નથી. કારણ કે શાસ્ત્રનું એટલું સામર્થ્ય નથી. શાસ્ત્રથી જ જો એ બધા સિદ્ધિહેતુઓ જણાય તો શાસ્ત્રના જ્ઞાતાઓ સર્વજ્ઞ જ થઈ જાય. અર્થાત્ તેઓ બધામાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ આવશે.
યદ્યપિ શાસ્ત્રથી જ બધા ય સિદ્ધિહેતુઓને જાણવા છતાંય સર્વજ્ઞત્વની સિદ્ધિને કરી આપનાર ઉત્કૃષ્ટહેતુભૂત જ્ઞાન ન હોવાથી શાસ્ત્રના જ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ નહીં આવે. પરંતુ શાસ્ત્રથી જ સઘળાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થતું હોય તો સર્વજ્ઞત્વની સિદ્ધિના ઉપધાયક ઉત્કૃષ્ટ - હેતુભૂત જ્ઞાન પણ થવું જ જોઇએ અને તેથી માત્ર શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ.
યદ્યપિ સર્વ સિદ્ધિહેતુઓનું શાસ્ત્રથી જ્ઞાન થવા છતાં એ મુજબ સર્વહયોપાદેયની નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ આચરણરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયેલી ન હોવાથી જ માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને વિશે સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. પરંતુ સર્વસિદ્ધિહેતુઓના જ્ઞાનથી હેયોપાદેયના ઉપલંભસ્વરૂપાચરણાત્મક ચારિત્રમાં વિલંબ થવાનું કોઈ જ કારણ નથી. તેથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. આશય એ છે કે હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ સ્વરૂપ ૧૦૮
યોગવિવેક બત્રીશી