Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ प्रारभ्यते योगविवेकद्वात्रिंशिका ।।
अध्यात्मादीन् योगभेदानुपदर्थ्य तदवान्तरनानाभेदप्रदर्शनेन तद्विवेकमेवाह
અધ્યાત્માદિ યોગના પ્રકારોને વર્ણવીને તેના અવાંતર ભેદોને જણાવવા દ્વારા યોગનો વિવેક પૃથકતા) જણાવાય છે
इच्छां शास्त्रं च सामर्थ्यमाश्रित्य त्रिविधोऽप्ययम् ।
गीयते योगशास्त्रज्ञैर्निर्व्याजं यो विधीयते ॥१९-१॥ इच्छामिति-इच्छां शास्त्र सामर्थ्य चाश्रित्य त्रिविधोऽप्ययं योगो योगशास्त्रज्ञैर्गीयते, इच्छायोगः शास्त्रयोगः सामर्थ्ययोगश्चेति । यो निर्व्याजं निष्कपटं विधीयते । सव्याजस्तु योगाभासो गणनायामेव નાવતરતીતિ |9૧-||
“યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઇચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ત્રણ પ્રકારનો યોગ વર્ણવ્યો છે, જે નિષ્કપટભાવે વિહિત છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અઢારમી બત્રીશીથી અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું વર્ણન કર્યું છે. આ બત્રીશીથી યોગના બીજા ભેદોનું નિરૂપણ કરાય છે. બીજી રીતે યોગના અનેક ભેદોનું એ રીતે વર્ણન કરવાથી યોગનું વિવિક્ત જ્ઞાન થાય છે. અસંકીર્ણ સ્વરૂપે તેનું જ્ઞાન થવાથી યોગનું સુસ્પષ્ટજ્ઞાન થાય છે.
યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઇચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગ વર્ણવ્યા છે. માત્ર શરત એટલી જ છે કે તે નિષ્કપટભાવે આરાધાય. કપટભાવે જો યોગનું વિધાન(આચરણ) કરવામાં આવે તો તે યોગાભાસસ્વરૂપ હોવાથી તેની ગણના જ થતી નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષસાધક અસંખ્ય યોગના પ્રકારોને ઇચ્છાયોગાદિ ત્રણ પ્રકારમાં સમાવીને યોગશાસ્ત્રના જાણકારોએ યોગનું વર્ણન કર્યું છે. એ યોગની આરાધના નિષ્કપટભાવે થાય તો જ તે યોગરૂપ મનાય છે. અન્યથા કપટભાવે(માયાપૂર્વક) કરેલા યોગો વસ્તુતઃ યોગાભાસ છે. તેથી તેની કોઈ ગણતરી જ કરાતી નથી. અર્થાત્ મોક્ષની સાધનામાં તેનું કોઇ જ મૂલ્ય નથી.
શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં સામાન્ય રીતે ઋજુ અને જડ; ઋજુ અને પ્રાજ્ઞ તેમ જ વક્ર અને જડ : એમ ત્રણ પ્રકારના જીવો છે. તેમાં વક્ર જીવોને ધર્મારાધના દુષ્કર છે. કારણ કે માયાની અધિકતાથી એવા જીવો ધર્મની આરાધના સરળતાથી કરી શકતા નથી. પગમાં શલ્ય હોય તો માર્ગગમન કેટલું દુષ્કર બને છે - એનો આપણને પૂરતો અનુભવ છે. પરંતુ મોક્ષની
એક પરિશીલન
૧૦૩