Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તે તાત્ત્વિક યોગ છે અને જે તેવા પ્રકારના ફળને પ્રાપ્ત કરાવતો નથી, પરંતુ યોગને ઉચિતવેષાદિના કારણે યોગ જેવો જણાય છે તે અતાત્ત્વિક યોગ છે.
વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ અનુક્રમે અપુનર્બન્ધકાદિ આત્માને અને ચારિત્રવન્ત આત્માને તાત્ત્વિક યોગ હોય છે તેમ જ અતાત્ત્વિક યોગ સક્રબન્ધકાદિ જીવોને હોય છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદથી જેમ યોગના બે પ્રકાર છે તેમ સાનુબન્ધ-નિરનુબંધ અને સાશ્રવ - અનાશ્રવ ભેદથી પણ યોગના બે પ્રકાર છે, જેનું સ્વરૂપ સત્તરમા અને અઢારમા શ્લોકમાં વર્ણવ્યું છે. ત્યારબાદ યોગના અધિકારી તરીકે યોગી જનોના પ્રકારોનું વર્ણન કરાયું છે. કુલયોગી, ગોત્રયોગી, પ્રવૃત્તચયોગી અને નિષ્પન્નયોગી – આ ચાર પ્રકારના યોગી જનોનું વર્ણન અહીં સ્પષ્ટપણે કર્યું છે. એ પ્રસંગે ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકારના યોગને આશ્રયીને અહિંસા, સત્ય વગેરે યમોનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે.
અંતે અવચ્ચક્યોગત્રયનું વર્ણન કરી આ બત્રીશી પૂર્ણ કરી છે. યોગબિન્દુ' અને ‘યોગદષ્ટિ સમુચ્ચય'માંના કેટલાક પદાર્થોને લઈને રચાયેલી આ બત્રીશીના અધ્યયનથી યોગવિવેકના જ્ઞાનને પ્રાપ્ત કરવા દ્વારા તેને પ્રાપ્ત કરી આપણે સૌ પરમાનંદના પાત્ર બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
૧૦૨
યોગવિવેક બત્રીશી