Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवावशिष्यते ।
तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ॥१८-३१॥ उपायत्व इति-अत्राध्यात्मादिभेदेषु योगेषु । पूर्वेषामध्यात्मादीनाम् । उपायत्वे योगोपायत्वमात्रे वक्तव्ये । अन्त्य एव वृत्तिक्षय एव योगोऽवशिष्यते । तत्तस्मात्पञ्चमगुणस्थानादर्वाक् पूर्वसेवारूप उपायस्तत आरभ्य तु सानुबन्धयोगप्रवृत्तिरेवेति स्थितिः सत्तन्त्रमर्यादा ।।१८-३१।।
“અધ્યાત્માદિ પૂર્વયોગો જો યોગના ઉપાયભૂત વર્ણવતા હોય તો વૃત્તિસંક્ષય નામનો પાંચમો જ યોગ છે. તેથી પાંચમાં ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય જ હોય છે. આ પ્રમાણે યોગતંત્ર(શાસ્ત્ર)ની મર્યાદા છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અધ્યાત્માદિ પાંચને યોગ તરીકે વર્ણવ્યા છે. પરંતુ પહેલા કે ચોથા ગુણસ્થાનકે વિરતિ ચારિત્ર)નો અભાવ હોવાથી ત્યાં યોગનો સંભવ નથી. તેથી અધ્યાત્માદિને યોગના ઉપાય તરીકે અન્યત્ર વર્ણવ્યા છે. એ મુજબ અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચારને યોગના ઉપાય જ માનવા જોઇએ. વૃત્તિસંક્ષય આ એક જ યોગ છે. વ્યવહારનયને આશ્રયીને કારણમાં કાર્યના ઉપચારે યોગના ઉપાયોને પણ યોગ કહેવાય છે. પરંતુ એવી વિવક્ષાના અભાવમાં અધ્યાત્માદિ ચારને યોગના ઉપાય જ મનાય છે અને વૃત્તિસંક્ષયને જ યોગ મનાય છે. તેથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગના ઉપાય હોય છે. પાંચમા દેશવિરતિગુણસ્થાનકથી આરંભીને સાનુબંધ(ઉત્તરોત્તર વધતી) યોગની પ્રવૃત્તિ જ હોય છે. આ પ્રમાણે વાસ્તવિક યોગશાસ્ત્રની મર્યાદા છે. /૧૮-૩૧ પ્રકરણાર્થનું સમાપન કરતાં યોગનું ફળ વર્ણવાય છે
भगवद्वचनस्थित्या, योगः पञ्चविधोऽप्ययम् ।
સર્વોત્તમ પત્ત વત્ત, પરમાનન્દમફસા //૦૮-રૂરી માહિતિ-નિયાસિદ્ધોડયમ્ ૧૮-૩૨ /
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં સ્થિર થવાથી અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચેય પ્રકારનો આ યોગ સર્વોત્કૃષ્ટ પરમાનંદ સ્વરૂપ મોક્ષફળને શીધ્ર આપે છે. અંતે અધ્યાત્માદિ યોગને આરાધી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા. ૧૮-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगभेदद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।
૧00
યોગભેદ બત્રીશી