Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્મવ્યાપાર (ક્ષયોપશમભાવવિશેષ) ભિન્ન ભિન્ન છે. ક્રમે કરી ઉભયનો એકમાં સમાવેશ થવાથી તેમ જ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી પ્રથમ મનોગતિમાં અધ્યાત્માદિ ચારનો સમાવેશ થાય છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્માદિ પરસ્પર ભિન્ન હોવાથી એક જ મનોગુપ્તિ સ્વરૂપ તે ચાર પ્રકારનું માનવાનું યદ્યપિ શક્ય નથી, પરંતુ ક્રમે કરી એકમાં ભિન્ન ભિન્ન કાળે ઉભયનો સમાવેશ કરી શકાય છે. અધ્યાત્માદિભાવો ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી ક્રમે કરી એક મનોગતિમાં સમાવિષ્ટ થાય છે.
છેલ્લી સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષયસ્વરૂપ પાંચમા યોગભેદ(પ્રકાર)નો સમાવેશ થાય છે. આ રીતે વૃત્તિનિરોધસ્વરૂપ યોગમાં અધ્યાત્માદિ પાંચે ય યોગપ્રકારો સંગત બને છે, એમાં કોઈ દોષ નથી. ૧૮-૨૮ અધ્યાત્માદિ યોગોનો વૃત્તિનિરોધમાં જે રીતે સમાવેશ થાય છે તેનું દિગ્દર્શન કરાય છે–
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
માત્મારા મનતિ (સ્ત) મનોમિસ્ત્રથોવિતા ૧૮-૨૨/ विमुक्तेति-विमुक्तं परित्यक्तं कल्पनाजालं सङ्कल्पविकल्पचक्रं येन तत् । तथा समत्वे सुप्रतिष्ठितं सम्यग्व्यवस्थितम् । आत्मारामं स्वभावप्रतिबद्धं मनस्तज्ज्ञैस्तद्वेदिभिर्मनोगुप्तिस्त्रिधा त्रिभिः प्रकारैरुदिता થતા 19૮-૨૧//
“કલ્પનાચક્રથી મુક્ત, સમતામાં પ્રતિષ્ઠિત અને આત્મરમણતાપ્રતિબદ્ધ મન હોવાથી મનોગુપ્તિ ત્રણ પ્રકારની છે. (તિ ના સ્થાને આવો પાઠ છે. એ મુજબ તાદશ ત્રણ પ્રકારના મનને આશ્રયીને મનોગુપ્તિ તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે.)” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વૃત્તિનિરોધ મનોગુપ્તિસ્વરૂપ છે. એ મનોગુપ્તિને તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે. સંકલ્પ અને વિકલ્પોની કલ્પનાઓની જાળ(ચક્ર)માંથી વિમુક્ત મન બને છે, ત્યારે પહેલી મનોગુપ્તિ થાય છે. મિથ્યાત્વમોહનીય વગેરે કર્મના ઉદયથી સંકલ્પ(અસદ્ ઇચ્છાઓ) અને વિકલ્પ(અવાસ્તવિક જ્ઞાન) થતા હોય છે. મિથ્યાત્વાદિકર્મની મંદતાએ તેમ જ ક્ષયોપશમાદિએ સંકલ્પવિકલ્પથી મુક્ત થવાય છે. તેથી ક્રમે કરી મન સમતામાં સારી રીતે વ્યવસ્થિત થાય છે. સમતામાં પ્રતિષ્ઠિત થયેલા મન વખતે બીજી મનોગુપ્તિ હોય છે. આ રીતે વિષયાદિના વાસ્તવિક જ્ઞાનની પરિણતિથી સમતામાં પ્રતિષ્ઠિત થયેલું મન ક્રમે કરી વિષયાદિની (પુદ્ગલાદિની પર પરિણતિની) ઉપેક્ષા કરીને આત્મામાં રમણતા કરે છે; ત્યારે મન સ્વભાવ પ્રતિબદ્ધ(સ્થિર) બને છે. તે વખતે ત્રીજી મનોગુપ્તિ હોય છે. મનોગુપ્તિના જાણકારોએ આ રીતે મનોગુપ્તિ ત્રણ પ્રકારની વર્ણવી છે. પહેલી મનોગુપ્તિમાં
૯૮
યોગભેદ બત્રીશી