Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તો આ રાગ અને દ્વેષ, બંન્નેય અધ્યાત્મભાવની પ્રાપ્તિના અવરોધક જ છે. તેથી તેનો ત્યાગ કરી અધ્યાત્મના અર્થીજનોએ અધર્મી જનોની ઉપેક્ષા જ કરવી જોઇએ. અધર્મી જનો ધર્મમાં સહાયક બનતા નથી અને અધ્યાત્મના અર્થી જનોને સંસારના સુખાદિ માટે સહાયની જરૂર નથી. તેથી ખરી રીતે અધર્મી જનો પ્રત્યે રાગાદિ કરવાનું કોઇ જ કારણ નથી. અનાદિકાળના કુસંસ્કારો આત્માને એ દિશામાં જવા દેતા નથી. તેથી જ અધ્યાત્મભાવની પ્રાપ્તિ પણ થતી નથી. જેની સાથે આપણને કોઇ જ સંબંધ નથી, એવા અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ કરીને ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવી શકાશે નહિ. ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવવા માટે અધર્મી જનોની પ્રત્યે ઉપેક્ષા જ સેવવી જોઇએ.
કરુણા,
આ રીતે સુખી જનોની પ્રત્યે ઇર્ષ્યા, દુઃખિતોની ઉપેક્ષા, પુણ્ય (સુકૃત) પ્રત્યે દ્વેષ અને અધર્મીને વિશે રાગ-દ્વેષ : આ બધાનો પરિહાર કરનાર અધ્યાત્માર્થી પુણ્યાત્મા મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા – આ ચાર આત્મપરિણતિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરી અધ્યાત્મને પ્રાપ્ત કરે. જે પુણ્યાત્માઓને અધ્યાત્મ, ભાવના વગેરે યોગની સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે, એવા નિષ્પન્નયોગીજનોનું ચિત્ત મૈત્રી વગેરે ભાવોથી રહિત હોય છે અને સદ્બોધવાળું સ્વભાવથી જ પરાર્થની નિષ્પત્તિના સા૨વાળું હોય છે. એમની દરેક પ્રવૃત્તિ, બીજાના ઉપકારને સ્વભાવથી જ કરવામાં તત્પર હોય છે. પરંતુ જેમને અધ્યાત્માદિ યોગની સિદ્ધિ થઇ નથી એવા યોગારંભક આત્માઓને યોગના અભ્યાસથી જ સુખી જનોની ઇર્ષ્યા વગેરેના ત્યાગ દ્વારા મૈત્રી વગેરે ભાવોની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં ફ૨માવ્યું છે કે “શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરનારા એવા સતત સદાચારનું આચરણ કરનારા શ્રદ્ધાસંપન્ન આત્માઓને યોગના અભ્યાસથી જ મૈત્રી વગેરે ચાર ભાવનાઓ સારી રીતે પરિણમે છે.” આથી મૈત્ર્યાદિભાવો આત્મામાં પરિણત થવાથી, અપાયથી રહિત એવા અધ્યાત્મનો લાભ થાય છે - એ સિદ્ધ થાય છે. આ વિષયને અનુલક્ષીને પતંજલિમહર્ષિએ પણ યોગસૂત્રમાં ફ૨માવ્યું છે કે “અનુક્રમે સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય વિષયવાળી “મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવનાથી(વારંવાર અભ્યાસથી) ચિત્ત શુદ્ધ(સંક્લેશથી રહિત) બને છે.” ||૧૮-ગા અધ્યાત્મનું ફળ વર્ણવાય છે—
-
अतः पापक्षयः सत्त्वं, शीलं ज्ञानं च शाश्वतम् । तथानुभवसंसिद्धममृतं ह्यद एव नु (तु) ॥१८-८ ॥
अत इति-अतोऽध्यात्मात् । पापक्षयो ज्ञानावरणादिक्लिष्टकर्मप्रलयः । सत्त्वं वीर्योत्कर्षः । शीलं चित्तसमाधिः । ज्ञानं च वस्त्ववबोधरूपं । शाश्वतमप्रतिघं । तथेति वक्तव्यान्तरसमुच्चये । अनुभवसंसिद्धं
એક પરિશીલન
૭૭