Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
उक्तभेदानामेतासां मैत्र्यादीनां यथाक्रमं परिणममानानां विशुद्धस्वभावानामेवाध्यात्मोपयोग इति फलद्वारा दर्शयन्नाह
ઉપર જણાવ્યા મુજબના ચાર ચાર ભેદવાળા મૈત્રાદિભાવો, ક્રમાનુસાર આત્મામાં પરિણામ પામતા હોય છે. વિશુદ્ધસ્વભાવવાળા એ ભાવોનો જ અધ્યાત્મમાં ઉપયોગ છે – આ વાત તેના ફળના નિરૂપણ દ્વારા જણાવાય છે
सुखा दुःखितोपेक्षा, पुण्यद्वेषमधर्मिषु ।
रागद्वेषौ त्यजनेता, लब्ध्वाध्यात्म समाश्रयेत् ॥१८-७॥ सुखीति-सुखिष्वीÜ, न तु साध्वेषां सुखित्वमिति मैत्री । दुःखितानामुपेक्षां, न तु कथं नु नामैतेषां दुःखविमुक्तिः स्यादिति कृपां । पुण्ये प्राणिनां सुकृते द्वेषं, न तु तदनुमोदनेन हर्षम् । अधर्मिषु रागद्वेषौ, न तूपेक्षां । त्यजन् परिहरन्नेताः परिणतिशुद्धा मैत्राद्या लब्ध्वा अध्यात्म समाश्रयेत् । निष्पन्नयोगानां हि मैत्र्यादिरहितं सद्बोधमेव स्वभावतः परार्थसारं चित्तं । योगारम्भकाणां त्वभ्यासादेव सुखीर्ष्यादित्यागेन मैत्र्यादिविशुद्धिरिति । तदुक्तं-“एताः खल्वभ्यासात् क्रमेण वचनानुसारिणां पुंसाम् । सद्वृत्तानां सततं शुद्धानां (श्राद्धानां) परिणमन्त्युच्चैः ।।१।।” ततश्च निरपायोऽध्यात्मलाभ इति स्थितम् । पतञ्जलिरप्याह“मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनमिति” [१-३३] ।।१८-७।।
“સુખી જનોને વિશે ઈર્ષ્યા; દુઃખી જનોને વિશે ઉપેક્ષા; પ્રાણીઓના સુકૃત-પુણ્યને વિશે દ્વેષ અને અધર્મી જનોને વિશે રાગદ્વેષનો ત્યાગ કરવા વડે પરિણતિશુદ્ધિ એવી મૈત્રી વગેરે ભાવનાઓને પામીને અધ્યાત્મનો સારી રીતે આશ્રય કરવો જોઇએ.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ કરવો જોઇએ. કહેવાનો આશય એ છે કે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ અનુક્રમે સુખી જનોને વિશે ઈર્ષ્યા અને દુઃખીઓની ઉપેક્ષા વગેરેના પરિહારનું કારણ છે. મૈત્રી વગેરે ભાવનાથી સુખી જનોની ઈર્ષ્યા વગેરેનો ત્યાગ સિદ્ધ થાય છે. અને તેથી મૈત્રી વગેરે ભાવનાઓ આત્મામાં પરિણામ પામે છે. આત્મપરિણત એવી ચાર ભાવનાઓને પ્રાપ્ત કરીને અધ્યાત્મનો સારી રીતે સ્વીકાર કરવો જોઇએ. અધ્યાત્મભાવના સમાશ્રયણ માટે એ મૂળભૂત યોગ્યતા છે.
અધ્યાત્મના અર્થીઓએ સુખી જનોને જોઇને ઈષ્ય ના કરવી જોઈએ. અનાદિકાળના કુસંસ્કારોને લઈને જીવને પ્રાયઃ સુખી જનોને જોઇને ઇર્ષ્યા ઉત્પન્ન થતી હોય છે. કંઈ-કેટલીય જાતિની એ ઇર્ષ્યા છે. અનેક પ્રકારના જીવો છે અને તેમનાં સુખો પણ અનેક પ્રકારનાં છે. એ બધાંમાં ઈર્ષ્યા કરવાથી આપણને કોઈ જ લાભ નથી અને સામી વ્યક્તિને એથી કોઈ જ નુકસાન નથી. જે કોઈ નુકસાન છે, તે આપણને પોતાને છે. એક બાજુ બધાય જીવોના સુખની ભાવના ભાવવી અને બીજી બાજુ સુખીની ઈર્ષ્યા કરવી એ બેનો મેળ કઇ રીતે બેસે ? આવી ભાવના આત્મપરિણત ન બને. મૈત્રીભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા સુખી જનોની ઇર્ષ્યાનો
એક પરિશીલન
૭૫