Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્માની મૂળભૂત અવસ્થા પ્રશમ સ્વરૂપ (કષાયાદિથી રહિત) છે. કર્મપરવશ એ સ્વરૂપ આવૃત્ત છે. કર્મવિપાકે જીવ જો કર્મના વિપાકને આધીન ના બને તો પ્રશર્મકવૃત્તિ પ્રાપ્ત થઈ શકે છે. કર્મબંધાદિને રોકવા માટે પ્રથમવૃત્તિને રાખવાનું ખૂબ જ આવશ્યક છે. વિષયકષાયની પરિણતિનાં નિમિત્તોથી સર્વદા દૂર રહેવાનો પ્રયત્ન કર્યા વિના આત્માની એ વિશુદ્ધ અવસ્થાનો આવિર્ભાવ શક્ય નહિ બને. પ્રથમવૃત્તિની જ પરંપરાથી ધ્યાનની પ્રાપ્તિ થતી હોય છે. વચ્ચે વચ્ચે પ્રશમવૃત્તિ આવવાથી યોગની પ્રાપ્તિ થતી નથી. તેથી પ્રશર્મકવૃત્તિસંતાન(અવિરત પરંપરા)ની આવશ્યકતા છે. તસ્વરૂપ પ્રશાંતવાહિતા છે. તેના અભાવે મન અને ઇન્દ્રિયોની ઉદ્રિતતાથી (નિયંત્રણરહિત અવસ્થાથી) જીવમાં પૂર્વેના દોષોનો આવિર્ભાવ થાય છે. માણસ ગમે તેટલો પ્રાજ્ઞ હોય પરંતુ જ્યારે તે મદથી અવષ્ટબ્ધ(વિવશ) બને છે ત્યારે તેમાં જેમ અવિવેકાદિ દોષોનો ઉદ્દભવ થાય છે, તેમ પ્રશાંતવાહિતાનો અભાવ હોતે છતે આત્મામાં મન વગેરેની ઉદ્રિક્ત અવસ્થાથી મોહજન્ય વિકારાદિ દોષોનું ઉત્થાન થાય છે. તેથી અહીં તાદેશ પ્રશાંતવાહિતાના અભાવ સ્વરૂપ જ ઉત્થાન નામનો ચોથો દોષ છે.
| ઉત્થાનદોષને લઈને જ્યારે પણ યોગની પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે તે પ્રશાંતવાહિતાના અભાવરૂપ દોષના કારણે પરિહાર કરવા માટે જ ઉચિત બને છે. કારણ કે દોષયુક્ત પ્રવૃત્તિથી કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. કથંચિત્ યોગની તે પ્રવૃત્તિ હોવાથી ઉપાદેય હોવાથી તેનો ત્યાગ કરાય નહિ તોપણ તે અત્યાગસ્વરૂપ યોગની પ્રવૃત્તિ તથોદયા નથી. યોગની ઉચિત પ્રવૃત્તિથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે પ્રવૃત્તિને તથોદયા કહેવાય છે. ઉત્થાનદોષથી સહિત જે પ્રવૃત્તિ છે તે તથોદયા નથી. તે પ્રવૃત્તિથી, યોગોચિત પ્રવૃત્તિથી જન્ય એવા વિપાક-ફળનો ઉદય (પ્રાપ્તિ) થતો નથી. કારણ કે આ પ્રવૃત્તિ નિર્વેદથી થયેલી છે. પ્રશાંતવાહિતાસ્વરૂપ એક વૃત્તિનો અહીં ભંગ થયો છે. તેને ખેદસ્વરૂપ નિર્વેદ કહેવાય છે. પ્રવૃત્તિમાં સાતત્ય ન હોય ત્યારે ત્યાં ખેદ-નિર્વેદ હોય જ - એ સમજી શકાય છે. આ વિષયને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – “ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદના કારણે કરાયેલી યોગની પ્રવૃત્તિ અકરણના ફળને સદાને માટે આપનારી બને છે. એ પ્રવૃત્તિ અત્યાચસ્વરૂપ હોવા છતાં ત્યાગને ઉચિત છે - એમ પોતાના આગમમાં પણ જણાવ્યું છે.” ૧૮-૧૬ll. પાંચમા ક્ષેપદોષનું સ્વરૂપ વર્ણવાય છે–
क्षेपोऽन्तरान्तरान्यत्र, चित्तन्यासोऽफलावहः ।
शालेरपि फलं नो यद्, दृष्टमुत्खननेऽसकृत् ॥१८-१७॥ क्षेप इति-अन्तरान्तरा योगकरणकालस्यैव । अन्यत्राधिकृतान्यकर्मणि । चित्तन्यासः क्षेपः । स चाफलावहः फलाजनकः । यद्यस्माच्छालेरपि व्रीहेरपि । असकृद्वारंवारम् । उत्खनने उत्पाटने फलं न
યોગભેદ બત્રીશી
८६