Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આપાતરમ્ય સુખના વિષયમાં પહેલી મુદિતાભાવના છે. અપથ્ય એવા આહારના ભક્ષણથી વર્તમાનમાં તૃપ્તિ થાય છે પરંતુ કાલાંતરે પરિણામ સારું નથી આવતું. તેની જેમ તત્કાળ (ભોગકાળ) રમણીય અને પરિણામે અસુંદર એવાં સ્વપરનાં વિષયજન્ય સુખોમાં સંતોષ થવા સ્વરૂપ પ્રથમ મુદિતાભાવના છે. જેના હેતુઓ સુંદર છે એવા સુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે. જેમાં સારી રીતે હિત જોવાયું છે એવા હિતકર અને પરિમિત આહારના પરિભોગથી પ્રાપ્ત થતા મધુરરસના આસ્વાદના સુખ જેવા વિષયસુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે.
અનુબંધ(પરંપરા)યુક્ત સુખના વિષયમાં ત્રીજી મુદિતાભાવના હોય છે. દેવ અને મનુષ્યનાં જન્મોને વિશે ઉત્તરોત્તર અવ્યવચ્છિન્ન(નિરંતર)પણે સુખની પરંપરા સાથે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ સ્વરૂપ આ ભવ અને પરભવ સંબંધી સુખને વિશે સંતોષ પામવાથી ત્રીજી મુદિતાભાવના પ્રાપ્ત થાય છે. પર-પ્રકૃષ્ટ એવા પરમસુખના વિષયમાં ચોથી મુદિતાભાવના હોય છે. સર્વથા મોહક્ષય થયે છતે શ્રી વીતરાગાવસ્થામાં તેમ જ મોહાદિના ઉપશમાદિ થયે છતે અંશતઃ શ્રી વીતરાગતુલ્ય દશામાં જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે, તેમાં સંતોષ થવાથી ચોથી મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સુખમાત્રમાં; સહેતુવાળા સુખમાં; અનુબંધયુક્ત સુખમાં તેમ જ પર (પરમ) સુખમાં અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મુદિતાભાવના હોય છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ છે. ૧૮-પા છેલ્લી ઉપેક્ષાભાવનાનું નિરૂપણ કરાય છે–
करुणातोऽनुबन्धाच्च, निर्वेदात्तत्त्वचिन्तनात् ।
उपेक्षा हहितेऽकाले, सुखेऽसारे च सर्वतः ॥१८-६॥ करुणात इति–उपेक्षा हि माध्यस्थ्यलक्षणा । करुणातोऽहिते विषये भवत्येका, यथातुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्य करुणया तन्निवारणमवधीर्योपेक्षा क्रियते । अपरा चानुबन्धादायत्यालोचनेन कार्यविषयप्रवाहपरिणामादकालेऽनवसरे, यथा कश्चिदालस्यादेरा(व)र्जनादिषु न प्रवर्तते, तं चाप्रवर्तमानं कदाचित्तद्धितार्थी प्रवर्तयति, कदाचित्तु परिणामसुन्दरं कार्यसन्तानमनवेक्षमाणो माध्यस्थ्यमवलम्बत इति । अन्या च निर्वेदाद्भवसुखवैराग्यादसारे बहुतरदुःखानुविद्धत्वेन दुःखानतिविशिष्टे सुखे, यथा सर्वेन्द्रियोत्सवकरं संसारिसुखमनुपश्यतोऽपि योगिनः । इतरा च तत्त्वचिन्तनान्मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो रागद्वेषानुत्पादकत्वस्य स्वापराधस्यैव च मोहादिकर्मविकारसमुत्थस्य भावनात् सर्वतः सर्वत्रैव स्वव्यतिरिक्तस्य कस्यापि सुखदुःखहेतुत्वानाश्रयणात् । तदुक्तं-“करुणानुबन्धनिर्वेदतत्त्वसारा ापेक्षेति” ।।१८-६।।
એક પરિશીલન
૭૩