Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે
અનંતોપકારી શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મોક્ષની પ્રાપ્તિ માટે “યોગની સાધનાનો ઉપદેશ આપી આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ પરમતારક યોગની સિદ્ધિ માત્ર પરમાત્માના અનુગ્રહથી થાય છે એવી માન્યતાનું નિરાકરણ આ પૂર્વેની બત્રીશી દ્વારા કરીને હવે આ સત્તરમી બત્રીશીમાં માત્ર દૈવ(ભાગ્ય-કર્મ)થી અને માત્ર પુરુષકાર(પુરુષાર્થ-પ્રયત્નોથી યોગની સિદ્ધિ થાય છે એવી માન્યતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
કોઈ વાર પુષ્કળ પ્રયત્ન કરવા છતાં દૈવના અભાવે ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી નંદિષણ આદિ મહાત્માઓના દૃષ્ટાંતથી એ સમજી શકાય છે. આથી તદ્દન વિપરીત રીતે કોઈ વાર સાવ જ અલ્પ એવા પ્રયત્ન દૈવયોગે ફળની સિદ્ધિ થતી હોય છે. શ્રી ભરત મહારાજાદિ મહાત્માઓના દષ્ટાંતથી એ સમજી શકાય છે. આવી વિચિત્રતાના કારણે પૂરતો વિચાર કર્યા વિના કેટલાક વિદ્વાનોએ યોગની સિદ્ધિની પ્રત્યે માત્ર દેવને અથવા માત્ર પુરુષાર્થને કારણ માનવાનું ઉચિત માન્યું છે. તેમની એ માન્યતાનું સ્પષ્ટ રીતે વિસ્તારથી નિરાકરણ કરીને દૈવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે યોગની સિદ્ધિમાં કારણ છે – એ આ બત્રીશીમાં મુખ્યપણે જણાવ્યું છે.
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દેવ અને પુરુષકારમાં પરસ્પર સાપેક્ષતા કઈ રીતે સદ્ગત છે : એ અહીં સ્પષ્ટપણે જણાવાયું છે. લોકવ્યવહારથી પ્રસિદ્ધ દૈવાદિની ઉત્કટતાદિનું સમર્થન કરીને કાલભેદે દૈવાદિનું પ્રાધાન્ય વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી પ્રાયઃ દૈવ બાધિત બને છે. એથી સમજી શકાય છે કે યોગની સિદ્ધિમાં પ્રયત્નનું જ પ્રાધાન્ય છે. કોઈ વાર શ્રી નંદિષેણમુનિ આદિના પ્રબળ પુરુષાર્થથી દૈવનો બાધ ન થવા છતાં મોટા ભાગે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ થતો હોય છે. કર્મનો એ રીતે બાધ (ફળ આપવા માટે અસમર્થ બનાવવા સ્વરૂપ અહીં બાધ છે.) ન થાય તો ચરમાવકાળમાં પણ યોગની સિદ્ધિ શક્ય નહીં બને.
ગ્રંથના અંતિમ ભાગમાં ઉત્કટ પ્રયત્નના ફળસ્વરૂપે ગ્રંથિભેદ વર્ણવ્યો છે. અનાદિકાલીન રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ આત્મપરિણામને ગ્રંથિ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુક્તષ સ્વરૂપ યોગની પૂર્વસેવાની પ્રાપ્તિથી ગ્રંથિભેદ થતો હોય છે. તેનાથી ફરી પાછો ઉત્કટ પુરુષાર્થ કરાય છે, જેથી ધર્માદિવિષયમાં ઉચિત પ્રવૃત્તિ થાય છે.
આ રીતે ગ્રંથિભેદથી જ જો ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો ઉચિત પ્રવૃત્તિ માટે શાસ્ત્રમાં જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક છે – આવી શંકાનું સમાધાન કરતાં આ બત્રીશીમાં ફરમાવ્યું છે કે ગુણઠાણાનો
એક પરિશીલન
૩૫