Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉત્પત્તિ ન થાય ત્યારે પણ “કાષ્ઠાદિ પ્રતિમાયોગ્ય છે? આવો વ્યવહાર રૂઢ છે. તેથી યોગ્યતા જ પ્રતિમાની આક્ષેપક છે.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. ૧૭-૨૩
इदमेव प्रकृते योजयन्नाह
ઉપર જણાવેલી વાતની સંગતિ ચાલુ-પ્રસ્તુત વાતમાં કરાય છે. અર્થાત્ પ્રસ્તુત વાત એ હતી કે દૈવ અને પુરુષકાર બંન્ને સાપેક્ષ રીતે પરસ્પર સમાનપણે ફળની પ્રત્યે કારણ છે અને છેલ્લે એ વાત થઈ છે કે “કર્મ જ પુરુષાર્થનો આક્ષેપક છે' - આ વાત બરાબર નથી. એ વાતને આશ્રયીને પ્રસ્તુત વાત કઈ રીતે સંગત છે, તે જણાવાય છે
कर्मणोऽप्येतदाक्षेपे, दानादौ भावभेदतः ।
फलभेदः कथं नु स्यात्, तथाशास्त्रादिसङ्गतः ? ॥१७-२४॥ कर्मणोऽपीति-कर्मणोऽपि दैवसज्ञितस्य । एतदाक्षेपे फलहेतुपुरुषकाराक्षेपे । दानादौ सुकृतविशेषे विधीयमाने । भावभेदतः परिणामविशेषतस्तत्तारतम्यलक्षणात् । फलस्य भेदः प्रकर्षापकर्षरूपः । कथं नु स्यात् ? न कथञ्चिदित्यर्थः । तथा तथा तेन तेन प्रकारेण शास्त्रादिसङ्गतः शास्त्रलोकसिद्धः । तथाविधपुरुषाकारविकलात् कर्मणः फलाभ्युपगमे न कथञ्चित्तच्चित्रता युज्यते । फलहेतोः कर्मणः पुरुषकारमन्तरेणैकाकारत्वापत्तेरिति परापेक्षमेतद्वितयं प्रतिपत्तव्यमिति ।।१७-२४।।
કર્મ (દેવ), પુરુષકારનું આક્ષેપક હોય તો; દાનાદિ ધર્મ કરાવે છતે ભાવની તરતમતાએ શાસ્ત્રાદિસંગત ફળવિશેષ પણ કઈ રીતે સંગત થશે?” – આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે “કર્મ-દૈવનો ફળની પ્રત્યે કારણભૂત એવા પુરુષકારથી આક્ષેપ થાય છે' - એમ માનવાથી જ તેવીસમા શ્લોકમાં જણાવ્યા મુજબ સકલ કાષ્ઠથી પ્રતિમા થવાનો પ્રસંગ આવે છે, એવું નથી. ઉપર જણાવ્યા મુજબ માનવાથી પણ દોષ છે, તે આ શ્લોકથી જણાવાય છે.
દાનાદિ સુકૃત કરવામાં આવે ત્યારે બાહ્ય અનુષ્ઠાન સરખું હોવા છતાં આંતરિક પરિણામવિશેષની તરતમતાએ ફળમાં જે વિશેષતા વર્તાય છે તે કોઈ પણ રીતે સંગત નહીં થાય. પ્રયત્નના સામ્યથી ફળનું પણ સામ્ય જ હોવું જોઈએ. ફળનો પ્રકર્ષાપકર્ષ સ્વરૂપ વિશેષ, શાસ્ત્રથી અને લોકવ્યવહારથી સંગત છે. તેવા પ્રકારના પુરુષાર્થથી રહિત એવા માત્ર કર્મને જ કારણ માનવામાં આવે તો તે તે ફળમાં વિશેષતા(પ્રકર્ષાપકર્ષસ્વરૂપ વિચિત્રતા) સંગત નહીં થાય. કારણ કે ફળના કારણભૂત કર્મને પુરુષાર્થની અપેક્ષા ન હોય તો ફળની અંદર સમાનતા જ આવશે. તેથી કર્મ અને પુરુષકાર બંને પરસ્પર બીજાની અપેક્ષા છે એમ માનવું જોઇએ.. ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૭-૨૪ો.
દાનાદિ ધર્મ કરતી વખતે જે રીતે ભાવની તરતમતા હોય છે અને તેને લઈને ફળની તરતમતા હોય છે : તે જણાવાય છે–
એક પરિશીલન
૫૯