Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
(સ્વરૂપ)નો કાષ્ઠાદિમાં અભાવ હોવાથી લોકમાં એમ મનાય છે. તેથી પ્રતિમાની ઉત્પત્તિથી કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતાનો જેમ બાધ થાય છે, તેમ પુરુષકાર કર્મની યોગ્યતાનો બાધક બને છે. જેમ કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાનો વ્યવહાર ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી પ્રતિમાનું કાર્ય કરાતું હોય છે. કાર્ય ઉત્પન્ન થયા પછી તો સર્વત્ર કારણ, અકારણભૂત તરીકે વ્યવહારનો વિષય બને છે. આવી જ રીતે જ્યાં સુધી પુરુષકારથી, ભિન્ન પરિણતિ સ્વરૂપ વિક્રિયાને કર્મ પ્રાપ્ત કરાતું નથી, ત્યાં સુધી તે કર્મ અબાધિતસ્વરૂપે જ રહે છે. પરંતુ પુરુષકાર પ્રવૃત્ત થયે છતે કર્મ અને પુરુષકારનો બાધ્યબાધકભાવ થાય છે... ઇત્યાદિ વિચારવું. /૧૭-રરા
ननु योग्यतैव प्रतिमामाक्षेप्स्यति किं तद्बाधकेन पुरुषकारेणेत्याशङ्क्याह
કાષ્ઠ વગેરેમાં રહેલી પ્રતિમાની યોગ્યતા જ પ્રતિમાસ્વરૂપ કાર્યને ખેંચી લાવે છે. “પ્રતિમા, તેની યોગ્યતાનો બાધ કરે છે એમ માનવાની જરૂર નથી. તેથી કર્મ જ પુરુષાર્થનું આક્ષેપક છે એમ માનવું જોઇએ, કર્મના બાધક તરીકે પુરુષકારને માનવાની જરૂર નથી - આ શંકાનું સમાધાન કરાય છે–
दार्वादेः प्रतिमाक्षेपे, तद्भावः सर्वतो धुवः । योग्यस्याऽयोग्यता वेति, न चैषा लोकसिद्धितः ॥१७-२३॥
दादेरिति-दार्वादेर्दलस्य स्वयोग्यतयैव प्रतिमानिष्पत्त्या तद्भावः प्रतिमाभावः । सर्वतः सर्वस्मात् । धुवो निश्चितः प्रसज्येत । योग्यस्य दार्वादेरेव अयोग्यता प्रतिमानाक्षेपे वेत्येतत्प्रसज्येत । न च न पुनरेषाऽयोग्यता लोकप्रसिद्धितः । न हि दादीनि प्रतिमानिष्पत्त्यभावेऽपि अयोग्यानीति प्रसिद्धिरस्ति, तदापि योग्यतयैव तेषां रूढत्वादिति ।।१७-२३।।
કાષ્ઠ વગેરે પોતામાં રહેલી પ્રતિમાની યોગ્યતાના કારણે જ પ્રતિમાની ઉત્પત્તિના આક્ષેપક થતા હોય તો દરેક કાર્ડ વગેરેથી નિશ્ચિતપણે પ્રતિમાની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. અથવા યોગ્ય એવા કાષ્ઠાદિથી પ્રતિમાની ઉત્પત્તિનો આક્ષેપ ન થાય તો પ્રતિમા માટે કાષ્ઠાદિને અયોગ્ય માનવાનો પ્રસંગ આવશે. એ પ્રસંગ લોકપ્રસિદ્ધ નથી.” – આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ જ છે કે દરેક કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવાથી તે પ્રતિમાની આક્ષેપક હોય તો દરેક કાષ્ઠથી પ્રતિમા ચોક્કસ જ થવી જોઇએ. પરંતુ એમ બનતું નથી. અમુક જ કાષ્ઠાદિથી પ્રતિમા થાય છે. એ મુજબ અમુક કાષ્ઠાદિથી પ્રતિમા થતી ન હોવાથી યોગ્ય એવાં પણ તે કાષ્ઠ વગેરેને પ્રતિમા માટે અયોગ્ય માનવાં પડશે. યદ્યપિ આ રીતે પ્રતિમાની ઉત્પત્તિ જે કાષ્ઠાદિથી થતી નથી એવાં કાષ્ઠાદિને યોગ્ય માનવાની જરૂર જ નથી, જેથી યોગ્યને અયોગ્ય માનવાનો પ્રસંગ નહીં આવે, પરંતુ આવી અયોગ્યતા લોકમાં સિદ્ધ નથી. પ્રતિમાની ઉત્પત્તિ ન થવા છતાં પણ કાષ્ઠાદિ, પ્રતિમા માટે અયોગ્ય છે - આવો વ્યવહાર પ્રસિદ્ધ નથી. પ્રતિમાની ૫૮
દેવપુરુષકાર બત્રીશી