Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. તેથી જેમ દંડના નાશથી ઘટની ઉત્પત્તિનો સંભવ નથી, તેમ કર્મની યોગ્યતાના નાશથી તજન્ય ફલોત્પત્તિનો સંભવ નથી. કાષ્ઠ પ્રતિમાનું ઉપાદાનકારણ છે. આ રીતે દૃષ્ટાંત અને દાતમાં વિશેષ છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૭-૨ના
ननु येन कर्मणा फलं न जन्यते, तत्र न तद्योग्यतैव किं यलस्य तद्बाधकत्वेनेत्याशङ्कायामाह
ઉપર જણાવ્યા મુજબ યત્નથી કર્મનો બાધ થયે છતે જો કર્મથી ફળની ઉત્પત્તિ જ થતી ન હોય તો તે કર્મમાં ફળને ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી – એમ માનવું જોઈએ. પ્રયત્નને કર્મના બાધક તરીકે માનવાની આવશ્યકતા નથી... આ શંકાનું સમાધાન કરાય છે
प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा ।
फलस्यानियमेऽप्येवमक्षता कर्मयोग्यता ॥१७-२२॥ प्रतिमाया इति-प्रतिमाया अनियमेऽप्यनैकान्त्येऽपि दादिदले यथा योग्यता प्रतिमाया अक्षता तथा लोकव्यवहारात् फलस्य सुखदुःखादिरूपस्य पुरुषकारबाध्यत्वेनानियमेऽपि एवं कर्मयोग्यताऽक्षता, अध्यवसायविशेषप्रयुक्तरसस्थितिविशेषघटितत्वात्तस्याः प्रामाणिकलोकप्रसिद्धत्वाच्च । फलाभावेऽपि बाध्यकर्मयोग्यता व्यवहारस्येति भावः । तदुक्तं-“नियमात्प्रतिमा नात्र न चातोऽयोग्यतैव हि । तल्लक्षणવિયોકોન પ્રતિવાક્ય વાધવ: 9” રૂત 19૭-૨૨/l
જેમ પ્રતિમાના અનિયમમાં પણ પ્રતિમાની યોગ્યતા અક્ષત હોય છે. તેમ ફળના અનિયમમાં પણ કર્મની યોગ્યતા અક્ષત હોય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દરેક કાષ્ઠથી પ્રતિમા થાય જ છે એવો નિયમ ન હોવાથી દાવદિલમાં (કાઇ, પાષાણાદિ ખંડમાં) પ્રતિમાનું ઐકાન્ય નથી. છતાં જે પણ કાષ્ઠાદિથી પ્રતિમા થઈ નથી તેમાં પ્રતિમાની યોગ્યતા રહેલી જ છે. એવી લોકવ્યવહાર પ્રસિદ્ધ છે. તેવી જ રીતે પુરુષકારથી બાધ્ય થવાથી જે પણ કર્મથી સુખદુઃખાદિ સ્વરૂપ ફળની ઉત્પત્તિ થઈ નથી; એવા પણ કર્મમાં ફળની યોગ્યતા રહેલી જ છે. કર્મમાં રહેલી એ યોગ્યતા કર્મના શુભાશુભ રસ અને સ્થિતિ વિશેષ સ્વરૂપ છે, જે અધ્યવસાયવિશેષથી પ્રયુક્ત છે. આશય એ છે કે તે તે ફળને ઉત્પન્ન કરનારું કર્મ સામાન્ય રીતે સ્થિતિ અને રસને અનુસાર તે તે ફળને આપનારું બને છે. તેવા પ્રકારની સ્થિતિવિશેષ અને તેવા પ્રકારનો રસવિશેષ સ્વરૂપ યોગ્યતા કર્મમાં ન હોય તો તે કર્મ તે તે ફળનું કારણ નહીં બને. કર્મની તેવી યોગ્યતા પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધ છે. ફળના અભાવમાં પણ પ્રયત્નથી બાધ્ય એવા કર્મમાં યોગ્યતાનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
એ પ્રમાણે “યોગબિંદુમાં જણાવ્યું છે કે - અહીં કાષ્ઠ કે પાષાણાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવા છતાં નિયમે કરી પ્રતિમા થાય છે - એવું નથી. છતાં પ્રતિમા ન થવાના કારણે કાષ્ઠાદિમાં અયોગ્યતા જ છે – એમ મનાતું નથી. કારણ કે પ્રતિમા માટે અયોગ્ય એવા જલ વગેરેના લક્ષણ
એક પરિશીલન
૫૭