Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
बोधादुपपत्तिः, सर्वत्र तदापत्तेः । न च भेषजवत्तथोपपत्तिः, ततः साक्षात् सुखादितौल्याद्धातुवैषम्यादेरुत्तरकालत्वादिति । तदिदमुक्तं भाष्यकृता-“जो तुलसाहणाणं फले विसेसो ण सो विणा हेउं । कज्जत्तणओ નયમ ઘઉં બે દે ૩ સે વધ્યું IT” ૦૭-9 |
દષ્ટ એવાં કારણોના સમુદાયથી જ કાર્યની ઉપપત્તિ થતી હોય તો અદષ્ટ એવા દેવને કારણ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણે કેટલાક કહે છે. પરંતુ એકસરખાં કારણો હોવા છતાં ફળમાં વિશેષતા દેખાતી હોવાથી તે કથન અસત છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે તે તે સુખદુઃખાદિ કાર્યોની પ્રત્યે નજરે દેખાતાં તેનાં સાધનોથી જ આ જગતની વ્યવસ્થાનો નિર્વાહ થઈ જાય છે. તેથી તે તે કાર્યોની પ્રત્યે અતીન્દ્રિય-અદૃષ્ટ કર્મને કારણ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણે નાસ્તિક જેવા લોકો કહે છે.
તેમનું કથન એ છે કે વિધાન કરાયેલાં પૂજાદિ કર્મથી અને નિષેધ કરાયેલાં હિંસાદિ કર્મથી ભવાંતરમાં જે સુખ અને દુઃખ વગેરે સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ વખતે તેની અવ્યવહિત પૂર્વેક્ષણે) તે તે પૂજા અને હિંસાદિ સ્વરૂપ કર્મ-અનુષ્ઠાન ન હોવાથી તે અનુષ્ઠાનજન્ય અદષ્ટ(પુણ્ય-પાપ)-કર્મની કલ્પના કરાય છે, જેથી પૂર્વજન્મનાં તે તે અનુષ્ઠાનો પોતાથી જન્ય એવા અદષ્ટ ધર્માધર્મ)-કર્મ દ્વારા પરલોકમાં સુખ-દુઃખાદિનાં જનક બને છે. પરંતુ એ માટે અષ્ટ-દૈવની કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે પૂજાદિ તે તે અનુષ્ઠાનોથી પોતાના ધ્વસ દ્વારા તે તે સુખ-દુઃખાદિ કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. “આ રીતે અદૃષ્ટ કર્મને કારણ માનવામાં આવે નહિ અને તે તે અનુષ્ઠાનના ધ્વસને કારણ માનવામાં આવે તો પૂજાદિ અનુષ્ઠાનોથી, તેનો ધ્વંસ સર્વદા વિદ્યમાન હોવાથી નિરંતર સુખ-દુઃખાદિ ફળ પ્રાપ્ત થયા જ કરશે, ક્યારેય ય તેનો વિરામ નહીં થાય. અદષ્ટને કારણે માનવાથી જ્યારે ચરમ સુખદુઃખાદિના ભોગથી અદષ્ટનો નાશ થશે એટલે ત્યારે ફળનો ઉપરમ થશે. ધ્વંસનો નાશ થતો ન હોવાથી ફળનો ઉપરમ (વિરામ) નહીં થાય. તેથી ફળના ઉપરમની અનુપપત્તિ ન થાય તે માટે અદષ્ટની કલ્પના કરવી જોઇએ.” - આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે અદષ્ટનો સ્વીકાર કર્યા પછી પણ કાલાંતરે જ (વિવલિત કાળે) ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભિન્ન કાળમાં તો અદષ્ટ હોવા છતાં ફળનો વિરામ જ હોય છે. તેમ વૅસની વિદ્યમાનતામાં પણ ફળનો વિરામ શક્ય છે. આ પ્રમાણે કેટલાક લોકોનું કહેવું છે, તેની અયુક્તતાને શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે.
એનો આશય એ છે કે એકસરખા દષ્ટ કારણસ્વરૂપ યત્ન વગેરે હોવા છતાં બે આત્માઓને એકસ્વરૂપ ફળ મળતું નથી. પરંતુ તેમનાં ફળોમાં વિશેષતા હોય છે. એ બંન્ને આત્માઓના અદષ્ટમાં ફરક માન્યા વિના ફળવિશેષની સિદ્ધિ શક્ય નથી. લોકમાં પણ આવું જોવા મળે છે કે એકસરખું જ દુગ્ધપાન હોવા છતાં કોઇને તેનાથી દુઃખ થાય છે અને કોઇને તેથી સુખ થાય છે. આ ફળવિશેષમાં નિયામક, તે તે આત્માનું અદષ્ટવિશેષ જ છે. “કાકડી વગેરેની જેમ કોઈ
૫૦
દેવપુરુષકાર બત્રીશી