Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
થઈ જાય છે, એવાં તે ક્રિયાકાશમાત્રથી ઉપરત થયેલાં અનુષ્ઠાનોને ક્ષણિક કર્મ કહેવાય છે. જેનાથી જે કાર્ય થવાનું છે, તે કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વેક્ષણે તે કારણનું અસ્તિત્વ હોવું જોઈએ. ક્ષણિક કર્મોનું એવું સાક્ષાત્ અસ્તિત્વબાધિત હોવાથી સ્વજન્ય અદષ્ટ દ્વારા તેનું અસ્તિત્વ ફળની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વક્ષણે માનવામાં આવે છે. અન્યથા અદષ્ટની કલ્પના કરવામાં ન આવે તો કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ માનવી પડશે. આથી સમજી શકાશે કે અદષ્ટ(ધર્માધમીના અભાવે દેવપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનાત્મક ક્ષણિક કર્મ(કર્યા પછી તુરત જ નષ્ટ થનાર), ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી.
કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણને ભાવસ્વરૂપ વ્યાપાર દ્વારા જ કારણ માનવામાં આવે છે. અર્થાત્ તેવા કારણમાં ભાવવ્યાપારત્વેન વ્યાપકતા (કાર્યનિષ્ઠવ્યાપ્યતાનિરૂપિતવ્યાપકતા) માનવામાં આવે છે. યદ્યપિ કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણના વ્યાપાર તરીકે તેના ધ્વંસને જ માની લેવાથી તાદેશ ધ્વસ દ્વારા પણ કાલાંતરે સ્વર્ગાદિ ફળની ઉત્પત્તિ શક્ય છે. તેથી તે માટે ભાવસ્વરૂપ અદષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે તો સ્મૃતિની પ્રત્યે સંસ્કાર દ્વારા અનુભવને કારણે માનવાની જરૂર નહીં રહે. કારણ કે અનુભવને તેના ધ્વસ દ્વારા જ સ્મૃતિની પ્રત્યે કારણ માનવાથી પણ સ્કૃતિની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સંસ્કારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. આ વાત ન્યાયકુસુમાન્જલિમાં ઉદયનાચાર્યે પણ કરી છે કે “કર્મના અતિશય વિના (દ્વાર વિના) લાંબા કાળથી ધ્વસ્ત થયેલાં કારણ, ફળની ઉત્પત્તિમાં સમર્થ નથી.
ઉપર જણાવ્યા મુજબ ચિરધ્વસ્ત કારણોને ફળની ઉત્પત્તિની પ્રત્યે સ્વધ્વંસ દ્વારા કારણ માનવામાં આવે તો અનુભવને પણ તેના ધ્વસ દ્વારા સ્મૃતિની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવવાથી જે સંસ્કારના ઉચ્છેદનો પ્રસંગ આવે છે તે ઈષ્ટ જ છે - એમ કહેવામાં આવે તો અદષ્ટને ન માનવામાં દૂષણાંતર જણાવાય છે વૈયØ .. ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે જો અદષ્ટાત્મક કર્મ(દેવપ્રધાન) માનવામાં ન આવે તો પ્રાયશ્ચિત્તનું વિધાન નિરર્થક બને છે. અધર્મનો નાશ કરવાથી જ પ્રાયશ્ચિત્તની સફળતા છે. “હિંસાદિના આચરણથી તેના ધ્વસ દ્વારા પ્રાપ્ત થનારાં નરકાદિ દુઃખોનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે.' - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે પ્રાયશ્ચિત્તના વિષયભૂત હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુઃખો પ્રાયશ્ચિત્તના વિધાન વખતે પ્રસિદ્ધ ન હોવાથી તેનો નાશ પ્રાયશ્ચિત્તથી શક્ય નથી. “પ્રાયશ્ચિત્તથી તાદશ દુઃખોનો પ્રાગભાવ થાય છે' - એ કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે તે દુઃખાદિનો પ્રાગભાવ સાધ્ય નથી, અનાદિનો છે. “પ્રાયશ્ચિત્તથી તે નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ થતો નથી, પરંતુ તે જળવાઈ રહે છે. તે સ્વરૂપ જ તેની સાધ્યતા છે. આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તે તે પ્રાગભાવ પોતાના તે તે પ્રતિયોગી(જનો અભાવ હોય છે તે અભાવનો પ્રતિયોગી કહેવાય ૫૨
દેવપુરુષકાર બત્રીશી