Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
पुरुषकारस्तु व्यापारबहुलस्तथा । फलहेतुर्नियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ॥२।। अन्योऽन्यसंश्रयावेवं તીવખેતી વિક્ષો ” રૂા રૂતિ I9૭-99/
“કોઈ કાર્યમાં જેમ કર્મ ઉત્કટ હોય છે તેમ કોઈ કાર્યમાં પ્રયત્ન પણ ઉત્કટ હોય છે. કોઈ વાર વર્તમાનમાં પ્રયત્નની પ્રચુરતા(ઉત્કટતા) જણાતી ન પણ હોય તો તે ઉત્કટ પ્રયત્ન પૂર્વભવનો છે – એ ચોક્કસ છે. આ રીતે ફળની પ્રત્યે દૈવ(કર્મ) અને પુરુષકાર(પ્રયત્ન) બંન્ને પરસ્પર સાપેક્ષપણે પ્રયોજક મનાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે દૈવ પ્રબળ હોય તો ખૂબ જ અલ્પ પ્રયત્ન ચિકાર ફળ પ્રાપ્ત થાય છે અને ચિકાર પ્રયત્ન કરવા છતાં ભાગ્યની મંદતાએ અલ્પ - નહીંએવું ફળ પ્રાપ્ત થાય છે - આવું ઘણીવાર જોવા મળતું હોય છે. આથી એમ જ લાગે કે ફળના ઉત્કર્ષથી દૈવમાં જ ફળપ્રયોજકતા છે અને પુરુષકારમાં તે નથી. પરંતુ આ વાત ઉચિત નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ દૈવની પ્રચુરતાની જેમ કોઈ વાર પ્રયત્નની પણ પ્રચુરતા જોવા મળે છે. જ્યાં પણ દેવાધિજ્ય સ્થળે પ્રયત્નની અલ્પતા જોવા મળે ત્યાં પૂર્વભવસંબંધી પ્રયત્નની અધિકતા માનવાનું આવશ્યક છે. કારણ કે ઉત્કૃષ્ટ પ્રયત્ન વિના ઉત્કૃષ્ટ દૈવની ઉત્પત્તિ શક્ય નથી. આ રીતે યોગની સિદ્ધિ વગેરે સ્વરૂપ ફળના ઉત્કર્ષની પ્રત્યે પ્રયોજક એવા ઉત્કર્ષના આશ્રય તરીકે દૈવ અને પુરુષકાર બંન્ને તે તે ફળને ઉત્પન્ન કરવામાં પરસ્પર અપેક્ષાવાળા છે.
યોગબિંદુમાં આ વાતને જણાવતાં ફરમાવાયું છે કે – “અત્યંત અલ્પ એવા પણ વ્યાપાર(પ્રયત્નોથી જે કર્મ ફળને આપનારું બને છે અને મોટા એવા પણ પુરુષાર્થથી જે કર્મ નિષ્ફળ જાય છે તે દૈવ નામનું શુભાશુભ કર્મ ચિત્ર (અનેક પ્રકારનું) છે. આવી જ રીતે કર્મની અપેક્ષાએ વ્યાપાર-બહુલ (ઉત્કટ) પુરુષકાર પણ ચોક્કસપણે જન્માંતરમાં પણ ફળનું કારણ બને છે - તે સમજી લેવું જોઈએ. આ પ્રમાણે દૈવ અને પુરુષકાર ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ છે - એમ વિદ્વાનોએ કહ્યું છે.”.. (જુઓ યોગબિંદુમાં શ્લો.નં. ૩૨૨, ૩૨૩, ૩૨૪). ૧૭-૧૧TI. આ વિષયમાં સાંખ્યોની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે–
कर्मव बुवते केचित्, कालभेदात् फलप्रदम् ।
तन्नैहिकं यतो यत्नः, कर्म तत्पौर्वदेहिकम् ॥१७-१२॥ कर्मवेति-केचित् साङ्ख्याः कर्मैव कर्म प्रधानापरनामकम् । एवकारेण पुरुषकारव्युदासः । कालभेदात् तत्तत्कालसम्बन्धलक्षणविपाकात् । फलप्रदं तत्तत्कार्यकारि बुवते । तदुक्तं-“अन्यैस्तु कर्मेव केवलं कालभेदत” इति । तन्न, यत ऐहिकं कर्म वाणिज्यराजसेवादि यत्न उच्यते । पौर्वदेहिकं पूर्वदेहजनितं । तद्वासनात्मना तथाविधपुद्गलग्रहणसम्बन्धेन वाऽवस्थितं कर्मोच्यते ।।१७-१२॥
४६
દૈવપુરુષકાર બત્રીશી