Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નં. ૪માં જણાવ્યા મુજબ દેવ અને પુરુષકાર - બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એમની સાથે બીજાનું અસ્તિત્વ(સંનિધાન) ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે અન્યથાસિદ્ધ છે. આ વિષયમાં અહીં આ શ્લોકથી જણાવ્યું છે કે, તે તે કાર્યમાં જે ભેદ મનાય છે તે પ્રામાણિક હોય તો તે રીતે વિશેષ સ્વરૂપે કારણને (દવાદિને) કાર્યની પ્રત્યે હેતુ માની પણ શકાય. એ મુજબ તાર્ટ વહ્નિ(તૃણવિશેષથી ઉત્પન્ન વિજાતીય વહ્નિ)ની પ્રત્યે તૃણને અને અરણિનિર્મન્થનાદિથી જન્ય વહ્નિની પ્રત્યે અરણિનિર્મથનાદિને કારણ મનાય છે તેમ જ અરણ્યમાં ઉત્પન્ન થનારા આરણ્ય વગેરે વહ્નિવિશેષની પ્રત્યે અરણ્યાદિને કારણ મનાય છે.
પરંતુ એવા પ્રકારનો કાર્યનો ભેદ ન હોય તો એક કારણને લઇને બીજા કારણને અન્યથાસિદ્ધ કહેવાનું ઉચિત નથી. કારણ કે તેમ કરવાથી અન્યત્ર અતિપ્રસંગ આવશે. આશય એ છે કે યોગની સિદ્ધિમાં કોઈ ભેદ ન હોય તો તે તે યોગની સિદ્ધિ પ્રત્યે સ્વતંત્રપણે દૈવને કે પુરુષકારને કારણ માનવામાં આવે અને તેની સાથે રહેનાર પુરુષકારને કે દૈવને અન્યથાસિદ્ધ માનવામાં આવે તો યોગસિદ્ધિને છોડીને બીજે પણ એ અતિપ્રસંગ આવશે. અર્થાત્ ઘટાદિ કાર્યની પ્રત્યે દંડકારણ છે, ચક્ર નહીં.. ઇત્યાદિ કહી શકાય છે. યદ્યપિચક્રથી ઇતર દંડાદિ સકલ સામગ્રી હોતે છતે ચક્ર હોય તો ઘટ થાય છે અને તે ન હોય તો ઘટ થતો નથી. આ સ્વતંત્ર અન્વય અને વ્યતિરેકના કારણે ઘટની પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં... ઈત્યાદિ કહી શકાય એવું નથી. પરંતુ એ રીતે તો દૈવ વગેરે હોતે છતે પુરુષકારથી યોગની સિદ્ધિ થાય છે અને તે ન હોય ત્યારે યોગની સિદ્ધિ થતી નથી... ઇત્યાદિ અન્વય વ્યતિરેક તો અહીં પણ સમાન જ છે. તેથી એકને કારણે માની બીજાને અન્યથાસિદ્ધ માનવાનું ઉચિત નથી – એ સમજી શકાય છે. ૧૭-૧ી.
अथ देवोत्कर्षेण फलोत्कर्षदर्शनात्तदेव फलहेतुर्न यन इत्याशङ्कायामाह
દૈવ(ભાગ્ય) પ્રબળ હોય તો ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; તેથી ફળની પ્રત્યે દેવને જ કારણ માનવામાં આવે છે, પ્રયત્નને નહીં – આ વાત બરાબર નથી, તે જણાવાય છે
क्वचित्कर्मव यत्नोऽपि, व्यापारबहुलः क्वचित् ।
अन्ततः प्राग्भवीयोऽपि, द्वावित्यन्योऽन्यसंश्रयौ ॥१७-११॥ क्वचिदिति-क्वचित्कार्ये कर्मेव यलोऽपि क्वचित्कार्ये व्यापारबहुलः । अन्तत ऐहिकयलप्राचुर्यानुपलम्भे प्राग्भवीयोऽपि स व्यापारबहुल आवश्यकः, उत्कृष्टयत्नं विनोत्कृष्टदैवानुत्पत्तेः, इत्येवं फलविशेषोत्कर्षप्रयोजकोत्कर्षवत्तयापि द्वौ दैवपुरुषकारावन्योऽन्यसंश्रयौ फलजनने परस्परापेक्षौ । यत उक्तं"व्यापारमात्रात् फलदं निष्फलं महतोऽपि च । अतो यत्कर्म तदैवं वित्तं ज्ञेयं हिताहितम् ।।१।। एवं
એક પરિશીલન
૪૫