Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथ प्रारभ्यते दैवपुरुषकारद्वात्रिंशिका । । महेश्वरानुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य दैवादेवेयं पुरुषकारादेव वेयमित्येकान्तमतनिरासायोपक्रमते
પરમાત્માના અનુગ્રહથી જ યોગની સિદ્ધિ થાય છે – આ માન્યતાનું નિરાકરણ કરીને દેવથી જ આ યોગની સિદ્ધિ થાય છે; તેમ જ પુરુષાર્થથી જ યોગની સિદ્ધિ થાય છે – આવી એકાંતે જે માન્યતા છે, તેનું નિરાકરણ કરવા માટે આ બત્રીશીનો પ્રારંભ છે–
दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः ।
निश्चयव्यवहाराभ्यामत्र कुर्मो विचारणाम् ॥१७-१॥ વૈમિતિ–સ્પષ્ટ: 9૭-.
“દૈવ અને પુરુષકાર(પુરુષાર્થ) બંન્ને યોગની સિદ્ધિમાં તાત્ત્વિક રીતે એકસરખા જ ઉપયોગી છે. વ્યવહાર અને નિશ્ચય નયની અપેક્ષાએ તેની અહીં વિચારણા કરાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માનો અનુગ્રહ જ યોગની સિદ્ધિમાં કારણ છે. આવી માન્યતાનું આ પૂર્વે સોળમી બત્રીશીમાં નિરાકરણ કર્યું, કેટલાક લોકો યોગની સિદ્ધિ દેવ(ભાગ્ય)થી જ થાય છે - એમ માને છે અને કેટલાક લોકો પુરુષકાર(પુરુષાર્થ)થી જ યોગની સિદ્ધિ થાય છે - એમ માને છે. આ બંન્ને એકાંત માન્યતાનું આ બત્રીશીમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે તાત્ત્વિક રીતે યોગની સિદ્ધિમાં દૈવ અને પુરુષાર્થ બંન્ને સમાન રીતે જ હેતુ છે. એ વિષયમાં વ્યવહાર અને નિશ્ચય : એ બંન્ને નયની અપેક્ષાએ અહીં વિચારણા કરવામાં આવી છે. ૧૭-૧૫.
દેવ અને પુરુષકારનું સ્વરૂપ વર્ણવીને નિશ્ચયનયની અપેક્ષાએ તેની કારણતાનો વિચાર કરાય છે
दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसज्ञको ।
निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ॥१७-२॥ दैवमिति–दैवं स्वकर्मसञ्ज्ञकं, पुरुषकारश्च स्वोद्यमसञ्ज्ञकः । निश्चयेन निश्चयनयेन । अनयोर्द्वयोः प्रत्येकं स्वकार्यजननेऽन्योन्यनिरपेक्षयोः सिद्धिः ।।१७-२।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે પોતાનું કર્મ અને પોતાનો ઉદ્યમ નામવાળા અનુક્રમે દૈવ અને પુરુષકાર છે. નિશ્ચયનયની અપેક્ષાએ, પોતાથી ઉત્પન્ન થનારા કાર્યમાં (કાર્યની પ્રત્યે) એકબીજાને એકબીજાની અપેક્ષાની આવશ્યકતા નથી. અન્યનિરપેક્ષપણે પોતાના
એક પરિશીલન