Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“શાસ્ર હસ્તસ્પર્શસમાન છે. તેનાથી જ અહીં કથંચિદ્ અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય; ચંદ્ર અને રાહુના સ્પર્શની જેમ થાય છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જ્યારે આંખથી દેખી શકાય એમ ન હોય ત્યારે હાથેથી સ્પર્શ કરીને ઘટાદિ પદાર્થોનો જેમ નિર્ણય કરાય છે તેમ શાસ્ત્ર પણ કથંચિત્ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરાવે છે, તેથી તે તે વસ્તુની ઉપલબ્ધિના કારણભૂત હસ્તસ્પર્શ-જેવું છે.
આ શાસ્ત્રથી જ અહીં છદ્મસ્થ પ્રમાતાને (અર્થને ગ્રહણ કરનારને) કોઇ પણ પ્રકારે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થાય છે. જેમ વર્ધમાનત્વ (વધતી અવસ્થા) અને હીયમાનત્વ (ઘટતી અવસ્થા)... વગેરે વિશેષ સ્વરૂપે ચંદ્ર અને રાહુના તેવા તેવા સંબંધનું જ્ઞાન શાસ્ત્રથી થાય છે અર્થાત્ શાસ્ત્રથી બધા જ વિશેષોનો નિશ્ચય થતો ન હોવા છતાં કોઇ પણ વિશેષ પ્રકારે ચંદ્ર અને રાહુના સંબંધનું જ્ઞાન જેમ થાય છે, તેવી જ રીતે શાસ્રથી બીજી પણ અતીન્દ્રિય વસ્તુ છદ્મસ્થોને જણાય છે. તેથી અતીન્દ્રિય વસ્તુનું નિરૂપણ યોગ્ય છે. ।।૧૬-૨૬।।
ન
ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શસમાન શાસ્ત્ર હોવાથી શાસ્ત્રથી થનારા જ્ઞાનસ્વરૂપ શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા વર્ણવી છે : એ જણાવાય છે—
इत्थं स्पष्टता शाब्दे, प्रोक्ता तत्र विचारणम् । માધ્યસ્થ્યનીતિતો યુ, વ્યાસોઽપ યવો નૌ ॥૧૬-૨૭॥
इत्थं हीति—इत्थमुक्तदृष्टान्तेन हि । शाब्दे ज्ञाने अस्पष्टता प्रोक्ता । तत्रास्पष्टे शाब्दज्ञाने । माध्यस्थ्यनीतितो विचारणं युक्तं । तर्कस्य प्रमाणानुग्राहकत्वात् । तेनैवैदम्पर्यशुद्धेः । तस्याश्च स्पष्टताप्रायत्वात् । यद्यस्माददो वक्ष्यमाणं व्यासोऽपि जगी ।।१६-२७।।
“આ રીતે શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા જણાવી છે. તે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં માધ્યસ્થ્યબુદ્ધિથી વિચારણા કરવી યુક્ત છે. વ્યાસે પણ આ વિષયમાં આ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછી જણાવાશે).” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શાસ્ત્રથી; ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શથી થનારા જ્ઞાનની જેમ અસ્પષ્ટ શાબ્દબોધ થાય છે.
એ અસ્પષ્ટ શાબ્દજ્ઞાન હોય ત્યારે માધ્યસ્થ્યબુદ્ધિથી અનુમાનાદિ દ્વારા વિચારણા કરવી જોઇએ. કારણ કે તર્ક પ્રમાણાનુગ્રાહક છે. પ્રમાણાનુગ્રાહક તર્કથી જ (વિચારણાથી જ) ઐદમ્પર્યની શુદ્ધિ થાય છે, જે સ્પષ્ટતાપ્રાય છે. આ રીતે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં સ્પષ્ટતા થતી હોય છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ એ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછીના શ્લોકમાં જણાવાય છે.) ૧૬-૨૭ના
વ્યાસઋષિએ જે કહ્યું છે : તે જણાવાય છે—
૩૦
ઇશાનુગ્રહવિચાર બત્રીશી