Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
कुत इत्याहઉપર જણાવેલી કલ્પનાની નિરર્થકતાનું કારણ છે તે જણાવાય છે–
विशेषस्यापरिज्ञानाद, युक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધતીવ, હનામેતાવ્ય માતઃ 19૬-૨૦
विशेषस्येति-विशेषस्य मुक्तादेर्देवताविशेषगतस्य । अपरिज्ञानादग्दर्शितप्रत्यक्षेण । तथा युक्तीनामनुमानरूपाणां । जातिवादतोऽसिद्ध्यादिहेतुदोषोपघातेनानुमानाभासत्वात् । प्रायो बाहुल्येन । विरोधतश्चैव वेदान्तिबौद्धादियुक्तीनाम् । एकेषां हि नित्य एवात्मा प्रपञ्चाधिष्ठानत्वाद्, अपरेषां चार्थक्रियाकारित्वस्य स्वभावभेदे नियतत्वेनानित्य एवेति । फलस्य क्लेशक्षयलक्षणस्य गुणप्रकर्षविशेषवत्पुरुषाराधनसाध्यस्य क्वचिन्नित्यानित्यत्वादौ विशेषे आराध्यगते सत्यप्यभेदादविशेषाच्च । भावतः परमार्थतः । गुणप्रकर्षविषयस्य बहुमानस्यैव फलदायकत्वात्तस्य सर्वत्र मुक्तादावविशेषादिति ।।१६-२०॥
“મુક્ત, બુદ્ધ વગેરે દેવતાના વિશેષનું જ્ઞાન; પ્રત્યક્ષથી થતું ન હોવાથી, અનુમાનો જાતિવાદના કારણે અનુમાનાભાસસ્વરૂપ થવાથી તેમ જ વેદાંતી અને બૌદ્ધાદિની વાતોમાં પરસ્પર વિરોધ હોવાથી અને ફ્લેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ ભેદ ન હોવાથી દેવતામાં કરેલી વિશેષની કલ્પના નિરર્થક છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે દર્શનકારોએ ઈશ્વરમાં અનાદિશુદ્ધતા, સર્વગતત્વ.. ઈત્યાદિ જે વિશેષની પરિકલ્પના કરી છે, તે નિરર્થક છે. કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી. સ્થૂલ પ્રત્યક્ષથી તેનું જ્ઞાન થતું ન હોવાથી આપણા જેવાને એ વિશેષ જાણવામાં આવતા નથી. અર્થાત્ આપણા જેવાને એ અનુભવગમ્ય થતા નથી. યદ્યપિ તેવા પ્રકારના પ્રત્યક્ષથી દેવતાગત વિશેષનું સંવેદન થતું ન પણ હોય, તોપણ યુક્તિઓ-અનુમાનોથી તે વિશેષને જાણી શકાય છે, પરંતુ એ અનુમાનો અસિદ્ધિ વગેરે દોષોના કારણે અનુમાનાભાસસ્વરૂપ છે તેમ જ બૌદ્ધ અને વેદાંતી વગેરેની યુક્તિઓ બહુલતયા વિરુદ્ધ છે.
વેદાંતીઓના મતે પ્રપંચ(સૃષ્ટિ)નું અધિષ્ઠાન હોવાથી પરમાત્મા એકાંતે નિત્ય છે અને જ્યાં અર્થક્રિયાકારિત્વ હોય છે ત્યાં સ્વભાવભેદ હોય છે, તેથી બૌદ્ધો આત્માને એકાંતે જ અનિત્ય માને છે. પરમાત્માને નિત્ય માનનારાનું કહેવું એ છે કે પરમાત્મા ધમદશના... વગેરે સ્વરૂપ પોતાની અર્થક્રિયા(કાય) પોતાની ઉત્પત્તિના ક્ષણમાં કરે, પોતાની ઉત્પત્તિની પૂર્વે કરે અથવા પોતાની ઉત્પત્તિની પછીના ક્ષણમાં કરેઃ આ ત્રણેય વિકલ્પો આત્માને અનિત્ય માનવાથી સ્વીકાર્ય બનતા નથી. કારણ કે પહેલા વિકલ્પમાં, પોતાની ઉત્પત્તિ અને તે જ વખતે બીજાની પણ પોતાથી ઉત્પત્તિ : એ બન્ને એક કાળમાં શક્ય નથી. બીજા વિકલ્પમાં, પોતે જ જયાં અસત્ છે ત્યાં તે દેશનાદિને કરે એ શક્ય નથી. અન્યથા ભાવી મોરનો ટહૂકો માનવાનો પ્રસંગ આવશે. તેમ જ ત્રીજો વિકલ્પ
એક પરિશીલન
૨૩