Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अन्येषामिति–अन्येषामपि तीर्थान्तरीयाणां किं पुनरस्माकम् । अयमस्मदुक्तो मार्गो देवतादिगोचरः । मुक्तादिवादिनामविद्यादिवादिनां च मतेन । अभिधानादीनां नामविशेषणादीनां भेदेऽपि तत्त्वनीत्या परमार्थत एकविषयतया व्यवस्थितः प्रतिष्ठितः ।।१६-१७।।
“મુક્તાદિવાદીઓ અને અવિદ્યાદિવાદીઓ એવા બીજા દર્શનકારોએ પણ અમે જણાવેલો માર્ગ નામાદિના ભેદથી વાસ્તવિક રીતે વ્યવસ્થિત કર્યો છે. અર્થાત્ માન્યો છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ સંસારના કારણ તરીકે અવિદ્યા, વાસના, પ્રકૃતિ ઇત્યાદિને અને આ સંસારથી મુક્ત થયેલા એવા આત્માઓને મુક્ત, બુદ્ધ ઇત્યાદિ સ્વરૂપે માનનારા અન્ય દર્શનકારોનો પણ માર્ગ(દેવતાદિસંબંધી માર્ગ) અમે(કાલાતીતે જણાવેલો જ છે. માત્ર નામ અને અંશતઃ સ્વરૂપના ફરકથી તેઓએ અમોએ જણાવેલો માર્ગ પ્રતિષ્ઠિત કર્યો છે. ૫રમાર્થથી તેમનો અને અમારો માર્ગ એક જ છે. માત્ર એમાં નામ અને વિશેષ ધર્મ વગેરેને આશ્રયીને થોડો ફરક છે.
આ વિષયમાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉપર જણાવેલી વિગત સ્પષ્ટપણે સમજી શકાશે. સામાન્ય રીતે આ સંસારની અસારતાદિનો વાસ્તવિક ખ્યાલ જેમને આવ્યો છે; એવા જીવોને ‘આ સંસારનો ઉચ્છેદ કઇ રીતે થશે.' આવી જિજ્ઞાસાવિશેષ ઉત્પન્ન થાય છે. એને લઇને તેઓ પૂ. ગુરુદેવાદિના પરિચયાદિ દ્વારા સંસારનાં કારણો; મોક્ષનું સ્વરૂપ અને તેને(મોક્ષને) પ્રાપ્ત કરવાનો યોગમાર્ગ જાણી લેવાનો પૂરતો પ્રયત્ન કરી લે છે. એ વખતે તેમને સ્પષ્ટ સમજાય છે કે મોક્ષમાર્ગના સંસ્થાપક અને સર્વ દોષોથી સર્વથા રહિત જ પરમાત્મા-દેવ હોય છે. તેઓશ્રીએ ઉપદેશેલા પરમતારક એ માર્ગના પ્રરૂપક અને સર્વસંગથી વિવર્જિત જ ગુરુભગવંત હોય છે અને આ સંસા૨થી પાર ઉતારી મોક્ષે પહોંચાડનારો જ ધર્મ હોય છે. આવું સમજવા છતાં એમને એ વસ્તુ સમજાતી નથી કે દેવ કોણ છે, ગુરુ કોણ છે અને ધર્મ કયો છે. વસ્તુતત્ત્વ કેવું હોય છે એ બરાબર સમજાય છે પણ એ ક્યાં છે ઃ તેનો ખ્યાલ આવતો નથી. આથી તેમનો યોગમાર્ગ અને અમારો યોગમાર્ગ : બંન્ને એક-સમાન હોવા છતાં નામ કે સ્વરૂપનો થોડો ફરક પડે છે. આનો અર્થ એ નથી કે તેથી તેમનો માર્ગ અમારા માર્ગથી તદ્દન જ જુદો છે. ।।૧૬-૧૭ના ઉપર જણાવેલી વાત જ સ્પષ્ટ રીતે જણાવાય છે—
:
मुक्तो बुद्धोऽर्हन्वापि यदैश्वर्येण समन्वितः ।
तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥१६-१८।।
मुक्त इति–मुक्तः परब्रह्मवादिनां । बुद्धो बौद्धानाम् । अर्हन् जैनानां । चापीति समुच्चये । यद्यस्माद् । ऐश्वर्येण ज्ञानाद्यतिशयलक्षणेन । समन्वितो युक्तो वर्तते । तत्तस्मादीश्वरोऽस्मदुक्तः । स एव मुक्तादिः સ્વાત્ । સંજ્ઞામેવો નામનાનાત્વમ્ । ત્રત્ર મુસ્તાવિપ્રજ્ઞાપનામાં વનમ્ ||૧૬-૧૮।।
એક પરિશીલન
૨૧