Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મુક્ત, બુદ્ધ અથવા અર્ધનું પણ, જે કોઈ ઐશ્વર્યથી યુક્ત છે તે ઇશ્વર છે; જે અમે જણાવ્યા છે તે જ તે છે. માત્ર અહીં નામનો જ ભેદ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જ્ઞાનાદિસ્વરૂપ ઐશ્વર્યથી યુક્ત હોવાથી જે ઇશ્વર કહેવાય છે તે અમે જણાવેલા જ છે. પરબ્રહ્મવાદી વેદાંતીઓ જેને મુક્ત કહે છે, બૌદ્ધો જેને બુદ્ધ કહે છે અને જૈનો જેને અહંનું કહે છે; એ પરમાત્મામાં અને અમે જણાવેલા પરમાત્મામાં સામાન્યથી નામાદિનો જ ફરક છે.
તે તે દર્શનકારોએ ઇશ્વરતત્ત્વનું નિરૂપણ કરતી વખતે રાગાદિ દોષોથી રહિત અને સર્વગુણોથી પરિપૂર્ણ સ્વરૂપે ઇશ્વરતત્ત્વને વર્ણવ્યું છે. માત્ર તેઓશ્રીએ નામ જુદાં જુદાં દર્શાવ્યાં છે અને સ્વરૂપમાં સહેજ ફરક પણ વર્ણવ્યો છે. મુક્તાદિસ્વરૂપે અમે દર્શાવેલા સ્વરૂપવાળા ઇશ્વરનો તેઓએ સ્વીકાર કર્યો છે. /૧૬-૧૮
परकल्पितविशेषनिराकरणायाह
અનાદિશુદ્ધ, સાદિઅનંત અને પ્રતિક્ષણભંગુર.. ઇત્યાદિ વિશેષ સ્વરૂપે તે તે દર્શનકારોએ ઈશ્વરનું વર્ણન કર્યું છે. તેથી તે સ્વરૂપે ઈશ્વરની ભિન્નતા હોવાથી તાવ ચા.. ઇત્યાદિ નિરૂપણ અસંગત છે - આ શંકાનું સમાધાન કરતાં, બીજાઓએ માનેલા અનાદિશુદ્ધતાદિસ્વરૂપ વિશેષ ધર્મોનું નિરાકરણ કરાય છે
अनादिशुद्ध इत्यादियों भेदो यस्य कल्प्यते ।
तत्तत्तन्त्रानुसारेण, मन्ये सोऽपि निरर्थकः ॥१६-१९।। अनादीति-अनादिशुद्ध इत्येवंरूप आदिर्यस्य स तथा । तत्रानादिशुद्धः सर्वगतश्च शैवानां । सोऽर्हन्नसर्वगतश्च जैनानां । स एव प्रतिक्षणं भङ्गुरः सौगतानां । यः पुनर्भेदो विशेषो यस्येश्वरस्य कल्प्यते । तस्य तस्य तन्त्रस्य दर्शनस्यानुसारेणानुवृत्त्या । मन्ये प्रतिपद्ये । सोऽपि विशेषः किं पुनः प्रागभिहितः સંજ્ઞામે રૂપિશબ્દાર્થ: I નિરર્થો નિયોનનઃ II9૬-૧૨I.
તે તે દર્શનના અનુસાર અનાદિશુદ્ધ... ઇત્યાદિ સ્વરૂપે જે પરમેશ્વરના વિશેષની કલ્પના કરાય છે તે નિરર્થક છે – એમ હું માનું છું.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તે તે દર્શનકારો ઉપર જણાવ્યા મુજબ ઈશ્વરને માને છે. પરંતુ કેટલાક દર્શનકારો-શૈવો પરમાત્માને અનાદિથી શુદ્ધ અને સર્વગત-વિભુ માને છે. પરમાત્મા અસર્વગત છે પરંતુ વિભુ નથી – એમ જૈનો માને છે અને તે જ પરમાત્મા પ્રતિક્ષણભંગુર છે – એમ બૌદ્ધો માને છે. આ પ્રમાણે ઇશ્વરતત્ત્વમાં તે તે દર્શનકારોએ સ્વરૂપનો ભેદ જણાવ્યો છે.
એ રીતે તે તે દર્શનાનુસારે પરમાત્મા-ઈશ્વરમાં જે વિશેષની કલ્પના કરાય છે, તે પણ નિરર્થક છે અર્થાત્ નામનો ભેદ તો અનિશ્ચિત્કર છે જ પરંતુ ઉપર જણાવ્યા મુજબ જે સ્વરૂપભેદ જણાવ્યો છે, તે પણ નિરર્થક છે એ પ્રમાણે હું માનું છું. /૧૬-૧૭
ઇશાનુગ્રહવિચાર બત્રીશી