Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કે રાગદ્વેષની જેમ; શક્તિને છુપાવવાનું પણ ચારિત્ર માટે બાધક છે. રાગ અને દ્વેષ જેમ ચારિત્રનો ઘાત કરે છે તેમ શક્તિને છુપાવવાથી પણ ચારિત્રનો ઘાત થાય છે.
આશય એ છે કે શક્તિ હોવા છતાં શ્રી તીર્થંકર પરમાત્માના વચન મુજબ ધર્મ ન કરીએ તો વીર્યંતરાય કર્મનો બંધ થાય છે, જેના વિપાકમાં આત્માના કોઇ પણ ગુણને પ્રગટ કરવામાં સહેજ પણ ઉલ્લાસ જ આવતો નથી. પરિણામે આત્માને ચારિત્રાદિ કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. એક રીતે વિચારીએ તો સમજાશે કે મોહનીય વગેરે કર્મમાં અંતરાય કર્મ બહુ જ ખરાબ છે. મોહનીયાદિ કર્મના ક્ષયોપશમની આડે આવનારા વર્યાતરાય કર્મના બંધથી સર્વથા દૂર રહેવું જોઇએ. આત્માના અનંતાનંત ગુણોને રોકવાનું કામ આમ જોઈએ તો એકલા વીર્યંતરાયે કર્યું છે. અનાદિકાળથી ગુણ વગરના તો છીએ જ. પરંતુ જ્યારે ગુણથી પરિપૂર્ણ બનવાની સામગ્રી પૂર્ણતાને પામી હોય ત્યારે આ વર્ષીતરાયના વિપાકે એ અવસરને તદન અર્થહીન બનાવ્યો છે. શક્તિનું નિગૂહન (છુપાવવું તે) સમગ્ર ગુણોનું આચ્છાદન છે. માટે ગુણના અર્થી જનોએ શક્તિ છુપાવ્યા વિના શક્તિ પ્રમાણે આગમના વચન મુજબ તેના પાલનમાં પ્રયત્નશીલ બનવું જોઇએ. વીર્યાતરાયકર્મના વિપાકની ભયંકરતા ન સમજાય ત્યાં સુધી ઉપર જણાવેલો અર્થ નહિ સમજાય. જિજ્ઞાસુઓએ અષ્ટક પ્રકરણમાં સાતમા અષ્ટકનું અધ્યયન કરી લેવું જોઈએ. તે અષ્ટકમાં ઉપર જણાવેલી વાત સ્પષ્ટ કરી છે. // ૧-૧૫
આ રીતે કારણે દાન આપવાથી; પૂ. સાધુભગવંતોને વિહિત પ્રવૃત્તિના કારણે પુણ્યબંધ થવા છતાં કોઈ દોષ નથી.' - આ પ્રમાણે માનવામાં દૂષણોત્તર જણાવાય છે –
किं च दानेन भोगाप्तिस्ततो भवपरम्परा ।
धर्माधर्मक्षयान्मुक्ति मुमुक्षो नेष्टमित्यदः ॥१-१६॥ किं चेति-किं च दानेन हेतुना भोगाप्तिर्भवति ततो भवपरम्परा मोहधारावृद्धः । तथा धर्माधर्मयोः पुण्यपापयोः क्षयान्मुक्तिः, इति हेतोरदोऽनुकम्पादानं मुमुक्षोर्नेष्टम् ।।१-१६।।
શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કારણે પણ પૂર્વે જણાવ્યા મુજબ પૂ. સાધુમહાત્માઓ અનુકંપાદાન આપે તો તેમને પુણ્યબંધ થવાથી તેના વિપાકથી ભોગની પ્રાપ્તિ થાય; અને તેથી મોહની ધારા વધવાથી ક્રમે કરી ભવની પરંપરા સર્જાય. કારણ કે ધર્માધર્મસ્વરૂપ પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે. તેથી મુક્તિમાં બાધક એવું આ અનુકંપાદાન મુમુક્ષુ એવા પૂ. મુનિભગવંતો માટે ઉચિત નથી - એ સ્પષ્ટ છે. ||૧-૧૬ll
सिद्धान्तयति
ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરી; પૂ. સાધુભગવંતોએ અનુકંપાદાને કારણે કરવું જોઈએ' - એ વાતનું સમર્થન કરાય છે -
રn
દાન બત્રીશી