________________ જ્યારે પરિપૂર્ણ સ્થિર થાય છે, ત્યારે સમગ્ર અવકાશી સોંદર્ય તેમાં ઉતરી પડે છે. એ જ રીતે મન જ્યાં સુધી ડામાડોળ છે, વિકલ્પોના તરંગથી તરંગિત છે ત્યાં સુધી પૂર્ણતાનું વાસ્તવિક સત્ય તેમાં પ્રતિબિંબિત થતું નથી. | મન જ્યારે પરિપૂર્ણ શાંત બને છે, સ્થિર બને છે, વિકલ્પોથી પર બને છે, ત્યારે સમગ્ર આંતર સોંદર્ય તેમાં ઉતરી પડે છે. અપ્રતિમ આનંદ આપતું કલ્પનાતીત સુખનું સામ્રાજ્ય અવતાર પામે છે. જરૂર છે મનના તરંગોને ઠારવાની. સ્થિર કરવાની... શાંતિની સરિતા સામિપ્યમાં જ છે. છતાં દોડધામો, ચિંતાઓ, આકુળતા, વ્યાકુળતા, ઉકળાટ, આ બધા કીડાઓ મનને એ રીતે કોરી ખાય છે કે શાંતિનું દિવ્ય સંગીત જીવનકાળ દરમ્યાન ક્ષણ બે ક્ષણ પણ માણી શકાતું નથી. વધુ મેળવતા રહેવાની લ્હાયમાં મળેલાની મસ્તી માણી શકાતી નથી. અંદરની અશાંતિના કારણે વસ્તુઓના - ભોગ સામગ્રીઓના ખડકલાઓ હોવા છતાં મન ખાલીપો અને ઉદાસીનતા અનુભવે છે. આંખ સામે મંજીલ નથી. પગ નીચે માર્ગ નથી. એથી જ દોડાદોડીનો અંત નથી. હીટલરને કોકે પુછ્યું.... યુદ્ધ કરી નિર્દોષ મનુષ્યોની નિર્દય હત્યા શા માટે કરો છો ? હિટલર કહે - તે તે દેશોના સમ્રાટ બનવા માટે, આટલા બધા દેશોને જીતીને શું કરશો ? આખા વિશ્વનો સમ્રાટ બનીશ, વિશ્વ સમ્રાટ બન્યા પછી શું કરશો ? પછી વર્ષોના વર્ષોની મહામહેનતે ઉપાર્જન કરેલ વિશ્વની મહાસત્તાને શાંતિથી ભોગવીશ, પેલા પુછનારે માર્મિક સોટ મારતા કહ્યું- તો પછી આજે જ જે છે તે શાંતિથી ભોગવોને. હિટલર તેની સામે જોતો જ રહ્યો, ...18...