________________ કર્મસત્તાના ભેદી ચાલને સમજી લેવા જેવી છે. નોકરને અચાનક રૂા. દસ હજાર ની જરૂર પડી, શેઠ પાસે માગ્યા, ઉદારદિલ છતાં થોડા મગજના કેક એવા શેઠે રૂા. દસ હજાર આપી દીધા. થોડા દિવસ બાદ નોકરે બાકી રહેલો એક મહિનાનો પગાર માંગ્યો, શેઠ કહે, ‘હાલ સગવડ નથી. ચાર-છ દિ પછી લઈ જજે.' ત્યાર પછી ગમે તે કારણે નોકરે નોકરીએ આવવાનું બંધ કરી દીધું. પંદર દિવસ બાદ શેઠ અને તેના મિત્ર ઓફિસ જઈ રહ્યા હતા. સામેથી તે નોકર મળ્યો, શેઠ જાણે ગભરાઈ ગયા હોય એમ ઝડપથી બાજુની ગલીમાં ઘુસી ગયાં. મિત્ર પુછે છે કેમ ગભરાઓ છો ? તમારા પગ કેમ થથરે છે ? શેઠ કહે, સામેથી પેલો નોકર આવે છે એટલે. પણ તમે તેનું શું બગાડ્યું છે ? શેઠ કહે, મારી તેની પાસે દસ હજાર ની લોન છે. લોન લીધા પછી મોટું બતાવવા ય આવ્યો નથી. - મિત્ર કહે, પણ એમાં તો એણે તમારાથી ગભરાવવાનું હોય, તમે કેમ થથરો છો ? શેઠ કહે, મારે એક મહિનાનો રૂા. ત્રણ હજારનો પગાર ચુકવવાનો બાકી છે. મને જોશે તો માંગણી કરશે. એટલે લપાઈ ગયો છું. મિત્ર તો શેઠની દુર્દશા જોતો જ રહ્યો. દસ હજાર ગયા તે દેખાતા નથી. ત્રણ હજાર પગારના બચી ગયા તેનો શેઠને આનંદ છે. શેઠને પાગલ કહો કે કેક કહો, અબુજ કહો કે ઉલ્લુ કહો જે કહેવું હોય તે કહો, આપણે પણ આવા અબુજ છીએ. થોડું આપી ઘણું ઝુંટવી લેવાની કર્મસત્તાની મેલી રાજરમત છે. ...32...