________________ કરીશ, પણ હાલ વ્યવસ્થા કરી આપો તો તમારો ઉપકાર જીવનભર નહી ભુલુ.” મને દયા આવી, સંકટ સમયે રૂપિયા કોઈને કામ ના આવે તો એ રૂપિયાને ધોઈ પીવાના ! તુરંત જ દસ હજાર રૂપિયા બાઈના હાથમાં આપ્યા. તેના મોઢામાંથી સહજ શબ્દો સરી પડ્યા “બેટા ! સો વર્ષનો થજે.” પછી તેણીએ છોકરાની ટ્રીટમેન્ટ કરાવી, છોકરો સારો પણ થઈ ગયો. બાઈના આનંદનો પાર ન રહ્યો. તે ઘડીએ તેના અંતરમાંથી મારા માટે જે આશીર્વાદના બે શબ્દો સરી પડ્યા, તેના પ્રભાવે જ મેં સો વર્ષ પૂરા કર્યા છે, એવું મને સ્પષ્ટ લાગે છે. તે પ્રસંગ આજે પણ આંખ સામે એવો ને એવો તરવરે છે. ( પત્રકારો આ વાત સાંભળી આભા બની ગયા. બીજે દિવસે હેડલાઈનમાં આવી ગયું. “આશીર્વાદના બળે સો વર્ષ પૂર્ણ કરતા કર્વે. આ તાકાત છે આશીર્વાદની. આશીર્વાદમાં એવી પ્રચંડ શક્તિ છે કે ભલભલા વિનો હટાવી દે. વણકલ્પી સિદ્ધિઓ અપાવી દે. રૂપિયા કે સોના ચાંદી ભેગા કરવા કરતા આશીર્વાદની મૂડી થાય એટલી ભેગી કરી લેવામાં ડહાપણ છે. લાલબહાદૂર શાસ્ત્રી જેવા રાજનેતાઓ ઘરની બહાર પગ મુકતા પહેલા માતાના આશીર્વાદ લઈને નિકળતા. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના આશીર્વાદ મેળવવા રાતદિવસ ઝખતા હતા. 18 દેશના સમ્રાટ કુમારપાળ મહારાજા ગુરૂ હેમચંદ્રસૂરિ મ.ને સદા કહેતા કે સામ્રાજ્યથી પૂર્ણ ડ્રમ હોવા છતાં તમારા આશિષ માટે સદા ભુખ્યો છું. * શિવાજીએ મોગલ સમ્રાટોનો ખૂડદો બોલાવી નાખ્યો તે માતાના આશીર્વાદનો જ પ્રભાવ હતો. 66....