________________ જીવન ફૂલની શય્યા નથી, એ તૌ રણસંગ્રામ છે આંખોમાં ઝળહળીયા લાવી દે એવી સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ શહેરની આ સત્ય ઘટના છે. બે મહારાજ બહારથી વિહાર કરીને આવી રહ્યા છે. ટુંકા રસ્તેથી જલ્દી ઉપાશ્રયે પહોંચવા સાંકડી ગલીમાંથી પસાર થઈ રહ્યા છે. વિસ્તાર ઝુપડપટ્ટીનો છે. વસ્તી બેકવર્ડ અને પચરંગી છે. ઉઘાડી ગટરોમાં ગંધાતું પાણી વહી રહ્યું છે. નાક ફાડી નાખે એવી દુર્ગધ ફેલાયેલી છે. પાણી ભરવા માટે હલકી કોમનાં માણસો દેકારો મચાવી રહ્યા છે. ગાળાગાળી કરી રહ્યા છે. ગલી સાંકડી છે. પ્રત્યેક રૂમો નાની ઝુપડા છાપ છે. અંધારપટ્ટથી ભરેલી છે. ક્યાંક નોનવેજ પકાવાઈ રહ્યું છે. તેની દુર્ગધ અસહ્ય છે. નાગાપુગા અને કાળામેસ નાના છોકરા છોકરીઓ ગટરની પાળે રમી રહ્યા છે. ગુંડા છાપ ટપોરીઓનું ટોળુ એક બાજુ તોફાન મચાવી રહ્યું છે. મહાત્માઓને થયું, ટુંકા રસ્તાનાં લોભમાં અહી ક્યાંથી આવી ગયા? ઝુપડા વિસ્તાર જલ્દી પાર કરવા ગતિ સતેજ કરી. મહાત્માઓને જતા જોઈ એક ઘરમાંથી અચાનક એક બહેન બહાર આવ્યા. “મન્થએ વંદામિ' સાહેબજી ! અમારા ઘરે પધારો ને પધારો. ઘરે આવ્યા વગર આપને જવા નહીં દઈએ. મહાત્મા તો દિડ થઈ ગયા. આવા ઝુપડપટ્ટી વિસ્તારમાં જૈનનું ઘર ! તે પણ આટલું ભક્તિ વાળું. પરિસ્થિતિ કેટલી વિકટ હશે ત્યારે જ આ નર્કાગારમાં રહેવાનો વખત આવ્યો હશે ને ? બહેન યુવાન હતા, કપડા સાદા હતા, બે-ચાર ઠેકાણે લાગેલા થીગડાઓ ગરીબીની ચાડી ખાતા હતા. બાળકો તેજસ્વી હતા. પણ કપડા જાડા લઠ જેવા, સાવ સાદા હતા, તે ય ચાર/છ ઠેકાણે રફ કરેલા. આ પછાત વિસ્તારમાં આવા જૈન કુટુંબને જોઈ મહાત્માને પહેલા તો આઘાત લાગ્યો, આમ તો આ વિસ્તાર પાર કરવાની ઉતાવળ હતી, પણ ...106..