________________ આશ્ચર્યની વ્યાખ્યા સમજવાનો પ્રયાસ કરાયો છે, કે આડેધડ શબ્દ પ્રયોગ કરાયો છે ? * એકવાર એકભાઈ મને કહે, “દાદા ભગવાન (!) ના એક ભક્ત મારી પાસે આવ્યા, ઔપચારિક વાતો બાદ પુસ્તકોનો થોકડો મને આપ્યો, મને કહે, વાંચજો, વિચારજો, આ પુસ્તક વાંચનથી તમે આત્માની નિકટ પહોંચશો, તમને સત્યનું જ્ઞાન થશે.” મે કહ્યું, હું ચુસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક છું, પરમાત્માનો ભક્ત છું, પંચ મહાવ્રતધારી ગુરૂનો ઉપાસક છું, મારા ભક્તિભાવનો ભુક્કો બોલાવતા અને વ્યવહાર શૂન્ય શુષ્ક ધ્યાન-ળ્યાનની વાતો કરતા આ પુસ્તકની મારે જરાય જરૂર નથી. અમારા ત્યાગ અને ભક્તિ પ્રધાન શુદ્ધ માર્ગનું મને જ્ઞાન છે અને તમારા પોલપોલ માર્ગથી પણ હું પરિચિત છું. મારે આ પુસ્તકો વાંચી સમય બગાડવો નથી, મારા મનને ભ્રમિત કરવું નથી. | આટલું સ્પષ્ટ કહેવા છતા, તે ભાઈનો જડ આગ્રહ ચાલુ જ રહ્યો, એકવાર તો આ પુસ્તક વાંચો, એકવાર તો દષ્ટિપાત કરો, મે સ્પષ્ટ ઈન્કાર કર્યો, છતા તે ભાઈ, પુસ્તકનો થોકડો મારી પાસે પરાણે મુકી રવાના થઈ ગયા.” ગુલાબની સુવાસ માણવા લોકો સામેથી ખેંચાઈને આવે છે, તેને પ્રચારપ્રસારની જરૂર નથી. સાચો માર્ગ હોય, સાચું જ્ઞાન હોય તો લોકો સહજ આકર્ષાય, આવા જડતાસભર બળાત્કારી પ્રચાર-પ્રસાર કરવાની જરૂર શું છે ? નકલી માલને જ વધુ જાહેરાતની જરૂર છે, મુગ્ધ લોકોને બાય બુક ઓર બાય કુક સત્સંગમાં ખેંચી જવાના પ્રયાસો પણ ઘણી જડતા-ઘણા જ બળાત્કાર પૂર્વક કરવામાં આવતા હોય છે, એ કેટલા અંશે ઉચિત છે? “સંપૂર્ણ વ્યવહારજ્ઞાન જેમના નિમિત્તને પામી નિરાવરણ થયા” આનો અર્થ શું ?... “વ્યવહારજ્ઞાન” નો અર્થ ખ્યાલ છે ? સંપૂર્ણ વ્યવહાર જ્ઞાનની નિરાવરણિતાનું શું ફળ મળે ? કેવું પરિણામ આવે, તેનો ખ્યાલ છે ? કે આંખ મીંચીને ઘસીટે રાખ્યું છે ? “ધામધૂમે ધમાધમ ચલી” જેવી સ્થિતિ છે, ટોળાને આંખ હોતી નથી, ...173...