Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 184
________________ શરત યાદ રાખજે. રત્નો ભરવા મજૂર મોટી ચાદર લઈ અંદર ગયો. દેવલોક જેવો રાજમહેલ જોઈ મજૂર તો સ્તબ્ધ થઈ ગયો. ચારે બાજુ અબજોની કિંમતના રત્નો ઝગારા મારતા હતા. સ્વાગત માટે દિવ્યાંગનાઓ સ% હતી. ખાનપાનની સ્વાદિષ્ટ વાનગીઓની કોઈ કમીના ન હતી. ચારેકોર ધૂપ દિપ સેંટ અત્તરોની સુવાસથી દિશાઓ મધમધાયમાન હતી. સંગીતની સુરાવલીઓથી વાતાવરણમાં દિવ્યતા પથરાએલી હતી. ભોગવિલાસની સર્વોત્કૃષ્ટ સામગ્રીના ખડકલાઓ જોઈ એક ક્ષણ તો મજૂર ડગાઈ ગયો, અંજાઈ ગયો. આ હું ક્યાં આવી ગયો ? સંતે કેટલો ઉપકાર કર્યો ? હવે વિચારે છે, શું લઉં ને શું ના લઉ ? એક સે બઢકર એક વસ્તુઓ જોવામાં જ સમય પસાર થતો જાય છે. વચ્ચે શરત યાદ આવતા જાતને સંભાળી લે છે, તો પાછો ક્ષણ બે ક્ષણમાં બધુ ભૂલી જાય છે. આમ કરતા પાંચ વાગી ગયા, હવે બધા પ્રલોભનો છોડી મજૂર પોટકા ભરવા લાગ્યો કે, ભરાય ત્યાં સુધી કિંમતી રત્નો ભર્યા. છ વાગ્યાનો સૂર્યાસ્ત છે. 5-45 થઈ ગઈ છે, પોટકા ભરાઈ ગયા છે અને બહાર પણ નિકળી ગયો છે. આનંદની કોઈ અવધી નથી. વિચારે છે, હવે આ રત્નોથી જીવનભર મોજમજા કરીશ. એશઆરામ કરીશ, હવે તો બસ, વગર મહેનતે જલસા જ જલસા છે. પણ, અચાનક કંઈક યાદ આવ્યું. કે સાથે લાવેલ લાકડી તો અંદર જ રહી ગઈ. ચાલીસ વર્ષથી એ લાકડી મારી સાથે છે તેને અહીં મૂકીને કેમ જવાય ? મજૂર લાકડી લેવા અંદર જાય છે. કમભાગ્યે એજ ઘડીએ સૂર્યાસ્ત થઈ જાય છે. સટર પડી જાય છે. રત્નનું પોટલું બહારનુ બહાર જ રહી ગયું. મજૂર અંદર રહી ગયો, ફરી કોઈ કાળે બહાર ના આવી શક્યો. રત્નો તો ગયા. જાન પણ ગયો. લાકડી ખાતર રત્નો અને જાન ગુમાવનાર મજૂર કેટલો અબુજ કહેવાય ? આપણી હાલત આવી કે કદાચ આના કરતા વધુ બદતર છે. અનંતકાળથી આ સંસારમાં ભટકતા આપણે દરેક ભવમાં કાળી મજૂરી કરી. સાંભળતા કે વિચારતા ધ્રુજારી છૂટી જાય એવા દુઃખો, ત્રાસ, યાતનાઓ ભોગવ્યા. પુન્યયોગે કોક પરમસંતનો સમાગમ થયો. તેઓ આપણા દુઃખ ...177...

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186