________________ લાડીના મોહમાં રત્નો ગુમાવનારને હોંશીયાર શું કહેવાય ? ક્ષણિક ભોગાનંદ ખાતર શાશ્વત દિવ્યાનંદનો ત્યાગ આત્મઘાતક છે. એક મજુર છે, ચાલીસ વર્ષથી કાળી મજુરી કરે છે. શરીર હાડપિંજર જેવું થઈ ગયું છે. હવે મોઢા ઉપર જીવનનો થાક દેખાય છે. એકવાર એક સંતજનનો ભેટો થયો, સંતને તેની દશા જોઈ દયા આવી, સંત : તને એક એવો કિમિયો બતાઉ કે જેનાથી તારી ચાલીશ વર્ષની કાળી મજુરીનો અંત આવશે, તારી સાત નહી, સિત્તેર નહી, સાતસો પેઢીનું દળદર ફીટી જશે, પણ તેના માટે થોડુ કષ્ટ વેઠવું પડશે. મજુર : બાપુજી ! દળદર દૂર થતુ હોય તો ગમે તે કષ્ટ વેઠવા તૈયાર છું. સંત : આઠ દિવસ સુધી દિવસ-રાત ચાલીને, ફલાણા ગામમાં જવુ. તે ગામની સીમામાં મોટો પહાડ છે તે ચઢવો. પહાડ ઉપર એક ઝુપડું હશે, ઝુપડા પાસે જઈ ચોંકી કરતા દરબારને મારુ નામ આપજે, તને અંદર જવા દેશે. બહારથી દેખાવ ઝુંપડાનો હશે અંદરથી દેવવિમાન જેવો મહેલ છે, ઢગલાબંધ અમૂલ્ય રત્નો છે, અપ્સરાઓ છે. દિવ્ય ખાન-પાન છે. જોઈએ એટલા રત્નો લેવાની છૂટ છે. શરત એટલી જ છે કે એક વ્યક્તિને એક જ વાર અહીં Entry મળે છે, અને સૂર્યાસ્ત થતાં ઝુપડાનું સટર પડી જાય છે. પછી અંદર રહી ગયેલ વ્યક્તિ ક્યારે પણ બહાર નીકળી શકતી નથી. મજુર તો રાજીનો રેડ થઈ ગયો. એજ ઘડીએ રવાના થયો. પગમાં વેગ છે કારણ રત્નોની ગરમી છે. આશાનું પેટ્રોલ ભરેલુ છે. દિવસ-રાત, ભૂખ-તરસ જોયા વિના ચાલતો જ રહ્યો. ચાલતો જ રહ્યો. આઠ દિવસના અંતે તે ગામની સીમામાં પહોંચ્યો. થોડી હાંશ થઈ, પણ ઊંચો પહાડ જોઈ અંધારા આવી ગયા. સતત પરિશ્રમથી લોથપોથ થયેલા શરીરથી પહાડ કેમ ચઢશે ? એ સવાલ હતો, છતાં હૈયામાં હામ ભરી એક એક ડગલુ આગળ વધતો ગયો. શરીર શ્રમથી ભરેલું છે. હૈયુ આશાથી ભરેલું છે. મહામુશ્કેલીએ ઉપર પહોંચ્યો, ઝુંપડુ જોયુ, આનંદનો પાર ન રહ્યો. દરબારને સંતનો સંદેશો આપ્યો. દરબાર કહે, ખુશીથી અંદર ના લુટાય એટલા રત્નો લુટી લેજે, ...176..