Page #1
--------------------------------------------------------------------------
________________ આ નક્ષનું મ આચાર્ય 1 હિજ્ય કલ્યાણબોધિસૂરિ
Page #2
--------------------------------------------------------------------------
________________ અાનંદનું ઉGT વિશ્વવત્સલ ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ શિશુ આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
Page #3
--------------------------------------------------------------------------
________________ સ્વર્ગીય સહયોગ : પ.પૂ. મુનિરાજશ્રી ધર્મપ્રેમવિજયજી મ.સા. સ્મરણીય સહ્યોગ : શ્રી વિમલભાઈ બી. પટેલ (શ્રીપાર્થ કોમ્યુટર્સ) 2015, 1st Edition 1000 copies Rs. 40.00/ પ્રાપ્તિસ્થાન :* અક્ષય શાહ (ઘર) 506, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન મંદિર કે પાસ, સર્વોદય નગર, મુલુંડ (વે). મુંબઈ-૪૦૦ 080, (ઓ) અહમ્ એન્ટરપ્રાઈઝ, 20-48, જય મહાલ એસ્ટેટ, 7-9, દુસરા માલા, બાદશાહ કોલ્ડ્રીંગ કે પાસ, લોહાર ચાલ, મુંબઈ-૪૦૦ ૦૦ર મો. 8652555554. >> જૈમિન જૈન પ્રેમકુંજ, એપોલો હોસ્પિટલ સિટી સેન્ટર પાસે, તુલસી બાગ સોસાયટી, હીરાબાગ ક્રોસિંગ, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ 006. (મો.) 9879028702
Page #4
--------------------------------------------------------------------------
________________ ચિંતનની આ ચિંતામણિ પ્રસન્નતાનું આ પીયૂષ અને આહલાદનો આ ઉપહાર આપના માટે તથા આપના પરિવાર માટે સપ્રેમ. લાભાથી.... ... .. પુષ્પાબેન કુટરમલ જૈન - ઈર્લાબ્રીજ.
Page #5
--------------------------------------------------------------------------
________________ વ વિહાર માટી જ્યાં ફૂલ બનીને મહેંક છે, વાસ જ્યાં સુવાસ સાથે રાસડા લે છે, હૈયું જ્યાં હેલે ને હિલોળે ચડે છે અને મન જ્યાં મહારાજા બનીને મ્હાલે છે, એ છે આનંદનું ઉપવન. ચાલો, કિલ્લોલ કરીએ. - હેમશિશુ આ. કલ્યાણબોધિસૂરિ
Page #6
--------------------------------------------------------------------------
________________ જ અનુક્રમણિકા જ ......... ..... .......... કર્મ નચાવે તિમ હી નાચત....... કર્મ નાચ નચાવે તેમ બધાએ નાચવું પડે છે ....... દોષોના સડા દૂર થતા જીવન મૂલ્યવાન બને છે ............. હાથ હલાવ્યા વિના તરતા શિખો !!! .......... દિવ્ય જ્યોતિનું દર્શન ક્યારે ? .............. પરમની સમીપે. સત્તાનું સિંહાસન ગુણસમૃદ્ધિથી શોભે ..................... અવસ્થાઓને નહી, આત્માને નજર સામે રાખો........................ રાજા અને રાજગુરૂની યુતિનો ફલોય .......... કર્મસત્તાના ભેદી ચાલને સમજી લેવા જેવી છે.................... મન સ્થિર થતા સિદ્ધિઓ સામે ચાલીને આવે છે ................ વિદ્યા વિનયથી શોભે છે ........... રાખ મેં જબ મીલ ગયે ................................... કપટ રહિત થઈ આતમ અર્પણા .......................... સુખ સમૃદ્ધિનો મૂલાધાર છે “આશીર્વાદ” ........... ............. કલ્પનાઓના આકાશમાં ઉડનારાઓ દુઃખી થાય છે. ............ તમામ ગુલામીઓથી મુક્ત જીવન એજ સાચુ મહારાણીપણુ..૭૦ સ્ત્રી માટે સોનેરી શણગાર “શીલ' જ છે ............ સાચો શિક્ષિત તે જે આવી પડેલા સંયોગોનો સહર્ષ સ્વીકાર કરે......૭૬ સંસારીમાં રહી વૈરાગ્યનો દિવડો ટગમગતો રાખે તે મહામાનવ ............79 જે શૂલ્ય બને છે તે પૂર્ણ બને છે........ દ્રષ્ટિ વિશાળ તો વિશ્વ વિશાળ.. ................ ............ ..................93 .............
Page #7
--------------------------------------------------------------------------
________________ 3 ....... 09 ............ .. 114 .. 118 . 123 30 33 ક્ષેત્ર કોઈ પણ હોય, વિકાસનો મંત્ર છે વફાદારી . ........... બુદ્ધિનો ભ્રમ કરાવે ભવનું ભ્રમણ ...... મર્યાદા એ બંધન નથી ... તગડો બોડો વહેલો મરે . .............. જીવન ફૂલની શય્યા નથી, એ તો રણસંગ્રામ છે ................... હૃદય ભળે તો સાધના ફળે............. અહંકારની આગ જીવનના બાગને ખાખ કરી નાંખે છે ...... મોતનું સ્મરણ માણસને સદા જાગૃત રાખે છે...................... True Seekers Are Rare.... ................ અંદરના ઉકળાટને શાંત કરતા એરકંડીસનની શોધમાં .............. શીલની સુરક્ષા એ જ સ્ત્રીનું કિંમતી આભુષણ છે ............ ઉત્તમ સ્થાન ઉત્તમ કાર્યોથી શોભે છે......... ........... ક્યાં રે જવું હતું ને ક્યાં જઈ ચઢ્યા........ બુદ્ધિ, કિંમતી છે તો સાથે જોખમી પણ છે........................... નવા વરસની નવલી વાત... .......... 146 સંસ્કારોના અગ્નિ સંસ્કાર કરતું આજનું શિક્ષણ ........ .... સાચા સુખની શોધમાં......... ................ મુરખનો સંગ મોતનો રંગ........... ................1 4 આચાર વિચારની એકરૂપતા જીવન ઉત્થાનનો પાયો છે.........૧૬૬ લાકડીના મોહમાં રત્નો ગુમાવનારને હોંશીયાર શું કહેવાય ?........176 138 1YO .................. 142 144 150 .159 * * * *
Page #8
--------------------------------------------------------------------------
________________ કર્મ નાચ નચાવે તેમ બધાએ નાચવું પડે છે પરમાત્મા મહાવીરના મામા હતા ચેડા મહારાજા. તેમને સાત દિકરીઓ હતી. એકનું નામ હતુ સુષ્ઠા . વિધાતાએ નવરાસના સમયે તેનું નિર્માણ કરેલ. અપ્સરાઓને ઝાંખપ લાગે એવા રૂપની તે સ્વામીની હતી. યૌવનની મદમસ્તી પૂરબહારમાં ખીલી ઉઠી હતી. શરીરમાંથી લવણીમાના ફુવારાઓ ઉછળતા હતા. રૂપસામ્રાજ્ઞી સુજ્યેષ્ઠાની પ્રતિકૃતિ મગધસમ્રાટ શ્રેણિકના હાથમાં આવી. ચિત્રમાં કંડારેલી સુજ્યષ્ઠાના દર્શને જ શ્રેણિક સજ્જડ થઈ ગયા. પુતળાની જેમ મૂર્તિમંત બની જકડાઈ ગયા. રૂપલવણીમાનો મધુરરસ પીતા હૈયુ તૃમ થતું નથી. નયન બીજે ઢળવા તૈયાર નથી. હાથમાંની પ્રતિકૃતિ છુટતી નથી. કામદેવના તિક્ષ્ણ બાણથી ઘવાઈ ગયા. અંતરમાં સુષ્ઠાના નામનો, તેના મિલનનો રણકાર જાગ્યો. શ્રેણિક મનોમન વિચારી રહ્યા શું આ માનવીય યૌવના છે કે દેવી અપ્સરા ? શું આ કમલાક્ષી પાતાલવાસીની હશે કે ભુતલવાસીની ? શું આ ગૌરાંગી પરિણિત હશે કે અપરિણિત ? ત્રણ ભુવનમાં લલામભુત આ રૂપસ્વામીની જો મને ના મળે તો મારા મગધના સામ્રાજ્યમાં ધૂળ પડે. આ કોમલાંગી મારી જીવનસંગાથીની ના બને તો જીવન વ્યર્થ છે. આ અપ્સરા સાથે સમાગમ ના થાય તો મળેલી તમામ ભોગસામગ્રી નકામી છે. આ તો મૂર્તિમંત રતિ છે. તેના મિલન વિના હવે જીવવું અસહ્ય છે, અશક્ય છે. શ્રેણિકના મગજના એક એક સેલનો કબજો સુયેષ્ઠાએ લઈ લીધો. સુષ્ઠિા સામે બીજી તમામ સ્ત્રીઓ-પત્નીઓ પીપળના પાકા પાન જેવી ફીકી લાગી. રાજકાજમાંથી મનડાએ પીછેહટ કરી. કામદેવ અંગેઅંગમાં વ્યાપ્ત થયો. હમણાને હમણાં સુષ્ઠાને મહારાણી બનાવવા થનગની રહ્યા. મિલનોત્સુક શ્રેણિકે અંગત રાજદૂતને પોતાની પ્રતિકૃતિ અને ગુપ્ત સંદેશા સાથે સુયેષ્ઠા પાસે મોકલ્યો.
Page #9
--------------------------------------------------------------------------
________________ ખરેખર કામ અજેય છે. હરિ, હર અને બ્રહ્મા જેવા પણ તેનાથી પરાજીત થયા છે. ખરેખર, કામ દુદત છે. ગુફાઓમાં વર્ષો સુધી મૌન અને એકાંતની સાધના કરનારા મહર્ષિઓ પણ સ્ત્રીથી clean-bold થઈ ગયા છે. દરિયાના પેટાળમાં સાધના કરનારાઓ પણ આ કામબાણથી હાંફી ગયા છે. એકલપંડે હજારોને હરાવનારા સહયોધ્ધાઓ પણ સ્ત્રીઓના મામુલી કટાક્ષથી મહાત થઈ ગયા છે. આજે શ્રેણિકની દશા પણ આવી હતી. ગુપ્તચર સુયેષ્ઠા પાસે પહોંચ્યો. પત્ર, પ્રતિકૃતિ સાથે શ્રેણિકની મનોદશા પણ જણાવી. જલ બીન મછલીની જેમ તમારા વિના શ્રેણિક તરફડે છે. હે સુયેષ્ઠા ! તારા વિશાળ હૃદયના કોક ખૂણામાં અમારા નાથને સ્થાન આપવાની હા પાડી દે, તો જ તેમનામાં નવચેતનાનો સંચાર થશે. જે ક્ષણે તમારી પ્રતિકૃતિ નિહાળી છે ત્યારથી તેઓ બેચેન છે. વિહળ છે. વ્યથિત છે. અમારા સ્વામીના કામાગ્નિને ઠારવા તમારે પાણીની ગરજ સારવી જ પડશે. ગુપ્તચરના શબ્દો પાછળ છુપાએલી શ્રેણિકની મનોવ્યથાનો તાગ પામતા સુજ્યેષ્ઠાને વાર ના લાગી. આખરે તો તે પણ એક સ્ત્રી છે. પાત્ર પતિદેવમાં સમાઈ જવાના અદમ્ય કોડ તેને પણ છે જ. સાચુ તત્વ સમજનારી સુજ્ઞ સમકિતદ્રષ્ટિ નારી છે. પણ સંસારને લાત મારી સાધના કરવાનું સત્વ નહી હોય.. તેથી જ, શ્રેણિકની પ્રતિકૃતિ પત્ર અને શબ્દદેહમાં પ્રગટ થતા પ્રેમને પામી તે પણ રોમાંચિત થઈ ગઈ. મગધનો નાથ પતિ તરીકે મળે તેના જેવું સૌભાગ્ય બીજુ શું ? સુજ્યેષ્ઠાના હૃદયમાં શ્રેણિકે સ્થાન જમાવી દીધું. પણ સવાલ એ હતો કે પિતા ચેડા મહારાજા લગ્નની સંમતિ આપશે ? ચેડારાજા ચુસ્ત જેન છે. પરમાત્માના ઉપાસક છે. શુદ્ધ સમ્યગ્દર્શનના ધારક છે. શ્રેણિક હજી જૈન થયા નથી અને પિતા પોતાની કન્યા જૈનેતરને સોપે એ કોઈ કાળે બનવાનું નથી. સુષ્ઠા આ વાત બહુ સારી રીતે જાણતી
Page #10
--------------------------------------------------------------------------
________________ હતી. સંમતિ મળે એમ નથી તો શ્રેણિક સિવાય બીજાને વરવાની તૈયારી નથી. એટલે વચલો માર્ગ મનમાં ઘડી નાખ્યો. મનના ભાવો ગુપ્તચરને જણાવી દીધા. ગુપ્તસંકેતો થઈ ગયા. વાત જાણી શ્રેણિકનો મનમોરલો નાચી ઉઠ્યો. સુષ્ઠાને અપહરણ કરી લાવવાની યોજના ઘડાઈ ગઈ. સુરંગ ખોદાઈ ગઈ. મિલનના સ્થળ અને સમયનો સંકેત થઈ ગયો. સુજ્યેષ્ઠા પણ સંમત જ હતી. આ સઘળી વાતોથી સુષ્ઠાએ પોતાની બહેન ચેલણાને વાકેફ કરી હતી. નિયત સમયે બહેન ચેલણા સાથે સુયેષ્ઠા Before time આવી પહોચે છે. આતુરતાપૂર્વક શ્રેણિકના આગમનની રાહ જોવાય છે. રાત્રીની નિરવ શાંતિમાં પક્ષીઓના મંદ-મીઠા કલરવો મિલનભાવમાં અધિરાઈ પેદા કરી રહ્યા છે. અહીં એક મહત્વની બીના બને છે. ક્ષણ ક્ષણ શ્રેણિકને યાદ કરતી સુરેખાના મનમાં વિચાર આવે છે, “અરે ! જીવનભર જીવની જેમ જતન કરીને જાળવેલો રત્નનો દાબડો તો ઉતાવળમાં ઘરે જ રહી ગયો. તેના વિના ચેન નહીં પડે. કિંમતિ રત્નાલંકારોની ઉણપ સદા સાલતી રહેશે. લાવ, હજી સમય છે. શ્રેણિક આવ્યા નથી ત્યાં સુધી લઈ આવું.” એક અતિ મહત્વના કાર્યમાં દાગીના યાદ આવી ગયા, જો કે દાગીના યાદ ના આવે તો સ્ત્રી કેમ કહેવાય ? મગધસમ્રાટ પતિ તરીકે મળે છે. શું તેની તિજોરીમાં રત્નોની, અલંકારોની કમી હશે ? ના... પણ કર્મ જ ભાન ભુલાવે છે. ભવિતવ્યતા અન્યથા કરવી અશક્ય છે. દાગીનાનું આકર્ષણ વધ્યું. શાન-ભાન ભુલી દાબડો લેવા સુયેષ્ઠા દોડી ગઈ. ચેલણાને સંકેત સ્થળે જ રાખી. સુષ્ઠાનું ગમન થતાં જ શ્રેણિકનું આગમન થયું. ચલણા પણ રૂપમાં ઓછી ઉતરે એવી ન હતી. રાત્રીનો સમય હતો. નિરવ એકાંત હતો. સંકેતની ભાષામાં જ આગળ વધવાનું હતુ. ચેલણા બોલવા જાય તે પહેલા જ શ્રેણિકે તેને રથમાં બેસાડી દીધી.
Page #11
--------------------------------------------------------------------------
________________ બેય સગી બહેનો હતી. એક બીબામાંથી ઢળેલી હતી. એટલે વિશિષ્ટ રૂપભેદ ન હતો. ચેલણાને સુયેષ્ઠા સમજી લઈ શ્રેણિક રવાના થઈ ગયા. શ્રેણિકનું ગમન થતા જ સુજ્યેષ્ઠાનું આગમન થઈ ગયુ. ન મળે ચેલણા કે ન મળે શ્રેણિક, હૃદયના ધબકારા વધી ગયા. શ્વાસ અધ્ધર થઈ ગયા. આંખે અંધારા આવ્યા. દુનિયા ફરતી લાગી. જીવનનું સર્વસ્વ લુંટાઈ ગયાનો ધ્રાસકો પડ્યો. ખ્યાલ આવી ગયો કે ખેલ ખતમ થઈ ગયો છે. રામનું સ્વપ્ન ભરતને ફળી ગયું છે. થોડી ક્ષણ ભારે વજાઘાત અનુભવ્યો. હા દેવ ! તે આ શું કર્યું? હો કર્મ ! તને આ શું સુજ્યુ? ઓ બુદ્ધિ ! લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોઢુ ધોવા જવાની શિખામણ તે ક્યાં આપી ? આવા મહાન પતિ મળ્યા પછી એક રત્નનો દાબડો મળે કે ના મળે શું ફેર પડવાનો હતો ? શ્રેણિકના દરબારમાં રત્નોની ક્યાં કમી હતી ? હવે ક્યાં જઉં ? કોને વિતક કહું ? કોને દોષ દઉં ? શું હજી બાજી સુધરશે ? ઘટસ્ફોટ થશે ? શું શ્રેણિક મને ફરી લેવા આવશે ? માની લો કે ના આવે તો ? આજીવન સતિ બનીને રહું કે બીજાને સ્વીકારી લઉ ? ના..ના... એક વખત મનથી પણ જેને પતિ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું તે સ્થાને હવે બીજાને તો સ્થાપન ના જ કરાય. આર્યદેશની અમૂલ્ય મર્યાદા છે, તેને કલંકિત ન જ કરાય. અસ્તુ, જે થયુ તે, કર્મને મંજુર હોય તે જ થાય છે. આપણી ધારણાઓ સફળ થાય એટલું પુન્ય પણ જોઈએ ને ? નિયતિને કોણ નાથી શક્યું છે ? | દોષ પણ કોને દેવો ? સિવાય કે મારા કર્મ, કર્મની આ કેવી મેલી રમત ? કેવો વિશ્વાસઘાત ? કેટલી નિર્દયતા ? હવે આ કર્મનો વધુ વિશ્વાસ ના થાય. તેને જડમૂળથી સાફ કરી નાખવામાં જ બહાદૂરી છે. ન જોઈએ હવે સંસાર, ન ખપે હવે સંસારના ભ્રામક સુખો, ન રૂચે હવે બીજો નાથ. હવે તો સાધનાની ધૂણી ધખાવી દગાબાજ કર્મોની હોળી ,,, ,,,
Page #12
--------------------------------------------------------------------------
________________ કરવી છે. હવે તો ત્રણ લોકના સમ્રાટ પરમાત્માને પતિ તરીકે હૃદયમાં સ્થાન આપવું છે. હવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રના રત્નાલંકારોથી સજજ થવું છે. હવે તો આત્મસમૃદ્ધિનો રસાસ્વાદ માણવો છે. આ ભવ્યવિચારધારાના પ્રવાહમાં શ્રેણિક પ્રત્યેનો પ્રેમરાગ ધોવાઈ ગયો. પરમાત્મા પ્રત્યે ગુણરાગ પ્રગટ થયો. કર્મે કરેલા કારમાં વિશ્વાસઘાત સુજ્યેષ્ઠાના જીવનમાં ગેબી Change આવી ગયો. શુભભાવનાના પ્રભાવે ચારિત્રમાં બાધક બનતા કર્મો દૂર થયા. મગધની સ્વામીની બનવા જતી સુજ્યેષ્ઠા પરમાત્માની ચરણોની સદા માટેની ઉપાસિકા બની ગઈ. નિર્મળ ચારિત્રની અખંડ સાધના કરી સુચેષ્ઠાએ હૃદયને શુદ્ધ કર્યું. મનને પવિત્ર કર્યું. જીવનને સફળ કર્યું. નાની કથાનો અર્ક અમૂલ્ય છે. નાનો લાભ જતો ન કરવાની તૈયારી ક્યારેક મોટી સિદ્ધિઓ અને સફળતાઓ દૂર ધકેલી દે છે. મહાન કાર્યની સાધના સમયે નાના કાર્યો તરફનો દ્રષ્ટિપાત મહાવિઘાતક પૂરવાર થઈ શકે છે. પુન્ય-નસિબ-કર્મ ઉપર વધુ પડતો વિશ્વાસ ક્યારેક કિનારે આવેલી નાવને ડુબાડી દે છે. અંતે - Positive thinking is not about expecting the best to happen, it is about accepting that whatever has happened is the best. ..........
Page #13
--------------------------------------------------------------------------
________________ દોષોના સડા દૂર થતા જીવન મૂલ્યવાન બને છે ખાણમાં પડેલા હિરાની કિંમત કોડીની, કો'ક ઝવેરીના હાથમાં આવી જાય. તેને પેલ આપે, અંદરના ડાઘો દૂર કરે ત્યારે તે જ હિરાની કિંમત કરોડોની થઈ જાય. પહાડમાં પડેલા પત્થરની કિંમત કોડીની, પણ કો'ક શિલ્પીના હાથમાં આવી જાય, તેને ઘાટ આપે, પત્થરના ડાઘાઓ-ખામીઓ દૂર કરે, પરમાત્માનો આકાર આપે, ત્યારે તે જ પત્થરની કિંમત અમૂલ્ય થઈ જાય. નાગરવેલના પાનના અમુક ભાગ સડી ગયા હોય ત્યારે, નવરાશના સમયમાં પાનવાળો સડેલા ભાગને કાપવાનું કામ જ કરતો હોય છે. જો તે ભાગ Remove ન કરે તો આખુ પાન સડી જાય. કેરીનો સડેલો ભાગ પણ તુરંત કાઢી નાંખવો પડે. અન્યથા તે કેરી તો સડે, સાથે આખો ટોપલો કિડાઓથી ખદબદી ઉઠે. - શરીરનો અમુક ભાગ સડી ગયો હોય તેને પણ ઓપરેશન દ્વારા કાપી નાંખવો પડતો હોય છે. અન્યથા તેનું ઝેર આખા શરીરમાં પ્રસરી જાય. મોત આવી જાય. તે સડો દૂર થઈ જતા બાકીનું શરીર સડામુક્ત બની સ્વસ્થ રહી શકે છે. હીરામાંથી ડાઘાઓ દૂર કરાય, પત્થરમાંથી દોષો દૂર કરાય, પાન/ કેરી કે શરીરમાંથી સડો દૂર કરાય તો જ તેની કિંમત થાય, આપણો આત્મા અનંતકાળથી ચોર્યાસી લાખ યોનીની ખાણમાં ઘરબાએલો છે. ત્યાં તેની ફટ્ટી કોડીની Value નથી, પણ માનવ ખોળીયુ મળે. ધર્મ શાસનનું Field મળે, ઝવેરી કે શિલ્પી જેવા સદ્ગુરૂનો ભેટો થાય, તેઓ અંતરમાં પડેલા દોષોને Remove કરે, આપણા સડાને દૂર કરાવે તો આપણી કિંમત અમૂલ્ય થઈ જાય. ડોક્ટરનું એક જ કામ છે, યોગ્ય દર્દીઓના દર્દીને સીફતપૂર્વક દૂર કરવા. ધર્મ કે ધર્મગુરૂઓનું એક જ કાર્ય છે યોગ્ય આત્માઓના દોષોને, 6.**
Page #14
--------------------------------------------------------------------------
________________ સડાઓને દૂર કરી તેના આત્માને શુદ્ધ-બુદ્ધ કરવો. દોષો ગયા એટલે જીવન ગુણોના સૌંદર્યથી મધમધાયમાન થવાનું જ. પ્રકાશ થતા અંધકારને ગયે જ છુટકો છે. ગુણોનું આવાગમન થતા દોષોને ગયે જ છુટકો છે. | દોષોના સડાઓનું વિસર્જન થાય તો જ જીવનની સાર્થકતા કહી શકાય. સાધુ થયા પછી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્રોધાદિ દોષો પીછો ના છોડતા હોય તો જીવનભરના સાધુપણાની કિંમત કેટલી ? ઘરડા થયા પછી પણ ભોગવાસના જો છૂટતી ના હોય તો ધર્મસાધનાનો અર્થ શો ? ગુણો અર્જન કરવા અને દોષોને દફનાવવા એજ જીવનનું પરમ કર્તવ્ય છે. ધર્મ અને સદ્ગુરૂ જ આ કાર્યમાં પરમ સહાયક થઈ શકે છે, શરત એટલી છે કે તેમની પાસે જવું પડે, નિઃસંકોચપણે સતાવતા સડાઓનું કથન કરવું પડે, પછી તેમણે આપેલા પ્રાયશ્ચિતના રસાયણનું પાન કરવું પડે, દોષોના સડાઓ દૂર થતા આત્મા અલમસ્ત થઈ જશે, પરંપરાએ પેદા થનારા દુઃખોમાંથી સહજ મુક્તિ થઈ જશે, પણ, જો સડાઓને સલામત રાખ્યા, ગુરૂ આગળ કહેવામાં ક્ષોભ સંકોચ રાખ્યા, તો તે દોષો અનેક ગણા થઈ આત્મામાં એવા પ્રસરી જશે કે પછી ઓપરેશન કરવાનો પણ અર્થ નહીં રહે, અનંત મરણ માટે તૈયાર જ રહેવું પડશે. દોષોના ગંધાતા ઉકરડાઓને બહાર કાઢી આત્માના ઉદ્યાનમાં ગુણોના પુષ્પોને ખીલવવાના છે. તે માટે ધર્મગુરૂ સ્વરૂપ અનુભવી માળીનું શરણું સ્વીકારવાનું છે. બસ, પછી બધી માવજત કરવાની જવાબદારી તેમની જ રહેશે, આપણું કાર્ય એટલું જ કે મૌનપણે તેમને સંપૂર્ણ સમર્પિત રહેવાનું, તેમના દ્વારા કરાતી માવજતમાં આનાકાની નહીં કરવાની, સહર્ષ સ્વીકાર કરી સહાયક બનવાનું. આટલું જ થયું તો જીવનના અંતભાગ સુધીમાં આપણા દેદાર સંપૂર્ણ ફરી ગયા હશે એ એક નિઃસંદેહ વાત છે. અંતે તમૈ શ્રી ગુરવે નમઃ
Page #15
--------------------------------------------------------------------------
________________ હાથ હલાવ્યા વિના તરતા શિખો ! ધર્મ એટલે શુભ પ્રવૃત્તિ, ધર્મ એટલે શુદ્ધ પ્રવૃત્તિ. જેનાથી જીવન ઉર્ધ્વગામી બને, મનના કચરાઓ દૂર થાય, પવિત્રતાની વૃદ્ધિ થાય, સદાચારની સુવાસ ફેલાય તેનું નામ ધર્મ. ધર્મ મનની મેલાસ દૂર કરીને મોક્ષ સુધી પહોંચાડે છે. તમામ સુખો, પ્રસન્નતા અને શાંતિનું કારણ ધર્મ જ છે. ધર્મને સમજવાની જરૂર છે. ધર્મ માત્ર ચર્ચાનો વિષય નથી. ધર્મ ધ્યાનનો વિષય નથી. ધર્મ વિચારણાનો વિષય નથી. ધર્મ પ્રવૃત્તિરૂપ છે. આચરણનો વિષય છે. મન વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ દ્વારા ધર્મ આરાધવાનો છે. આજે ચર્ચાઓ પરિસંવાદો-લેખો-વાર્તાઓ અને વ્યાખ્યાનમાળાઓના માધ્યમે ધર્મ અને ધર્માને તોલવાની ભ્રામકતાનો વ્યાપ વધતો જાય છે. શુદ્ધ આચારથી, શુદ્ધ ચારિત્રથી ધર્મી બનાય છે. Character શુદ્ધ હોય તેજ બીજાને સુધારવાની લાયકાત ધરાવે છે. કોકે સુંદર કહ્યું છે કે Great teachers teach not by mear words but by force of character, કૂવામાં ન હોય તો હવાડામાં શું આવે ? Beggar cannot help another beggar, સ્વયં ચારિત્રભ્રષ્ટ બીજાને શું સુધારવાના ? આજે એસ આરામથી ધર્મ કરવો છે. તમામ ભોગોને ભોગવવા સાથે ધર્મ કરવો છે. શરીર કે સંપત્તિના ઘસારા વિના ધર્મ કરવો છે. આચરણની ઠેકડી ઉડાવી ધર્મની વાતો કરવા માત્રથી ધર્મ કરવો છે. આ તો ધર્મ કર્યા વગર ધર્મી દેખાવાના ગોરખધંધાનો એક પ્રકાર છે. ધર્મ કરવાનો છે. ધર્મ આચરવાનો છે. ધર્મ માટે શરીર અને સમયનો ઘસારો વેઠવાનો છે. તો જ આ ધર્મ પચે. તો જ ધર્મનું સાચું ફળ મળે. એક ભાઈ સાધક પાસે ગયા, ગુરૂદેવ ! મારે મોક્ષમાં જવું છે. શક્ય એટલુ જલ્દી જવું છે. આજ થતી હોય તો કાલ નથી કરવી, મને straight
Page #16
--------------------------------------------------------------------------
________________ way બતાવો, short cut બતાવો, જેથી વિના વિલંબે, વિના વિદને, સીધો જ મોક્ષમાં પહોંચી જાઉં, લીફ્ટની ચાપ દાબીએ અને સીધા ઉપર પહોંચી જઈએ એ રીતે. ગુરૂએ તેની મોક્ષ માટેની તાલાવેલી પારખી લીધી, જવાબમાં કહ્યું, અઠવાડીયા પછી આવજે, અઠવાડિયા બાદ પુનઃ એજ પૃચ્છા, અને ગુરૂનો પણ એજ જવાબ, આમ ત્રણ-ચાર અઠવાડિયા બાદ પેલા ભાઈની અકળામણ વધી, તેને થયું, આ સાધુ મોક્ષમાર્ગના અજાણ લાગે છે, ભોઠ લાગે છે, એટલે ખોટા ધક્કાઓ ખવડાવે છે. હવે તો final ફેંસલો લાવવો પડશે, ગુરૂદેવ ! તમે મોક્ષમાર્ગ જાણતા હોવ તો બતાવો, મુદતો પાડવાનો અર્થ નથી. ના જાણતા હોય તો સ્પષ્ટ ના પાડી દો, તો બીજા ગુરૂ પાસે જઈએ, ગુરૂદેવ : વત્સ ! મોક્ષનો ઉપાય મારી હથેળીમાં છે, પણ તે માટે તારે મારી સાથે રહેવું પડશે, જિજ્ઞાસુ ? મોક્ષ મળતો હોય તો મારે તમારી સાથે રહેવામાં કોઈ જ હરકત નથી. આજથી જ તમારી સાથે ગોઠવાઈ જાઉં છું ઘરે જવાની પણ જરૂર નથી. તે સાધુ સાથે રહી ગયો, બીજા દિવસની સવાર પડી, ગુરૂજી કહે, વત્સ ! આશ્રમમાં ઝાડૂ વાળવાનું છે. કૂવેથી ચાર ઘડા પાણી ભરી લાવવાનું છે. જંગલમાંથી લાકડાની ભારી લાવવાની છે. ઘંટીમાં ઘઉં દળવાના છે. રસોઈ કરવાની છે. ઢોરોને નીર નાખવાનું છે, લીંપણ કરવાનું છે, ઢોરા ચરાવવા લઈ જવાના છે, આ બધુ કામ તું પતાવતો જા, એટલામાં હું જંગલ જઈ આવું છું. મોક્ષાર્થી સાધક તો સાંભળતો જ રહ્યો, એક ક્ષણ તો ડઘાઈ ગયો. તરત જ રોકડો જવાબ આપી દીધો, કે “ગુરુજી, હું મોક્ષ માટે આવ્યો છું, મજુરી કરવા નહી.”
Page #17
--------------------------------------------------------------------------
________________ બીજી મિનિટે ઉભી પૂછડીએ ત્યાંથી ભાગી છૂટ્યો, કથાનો ઉપનય ગંભીરતા પૂર્ણ છે, આપણા બધાની મનોદશા પણ આવી જ છે. પૈસા આપો અને ચોકલેટ મળે એટલી સહજતાથી મોક્ષ મેળવવો છે. સિદ્ધિ જોઈએ છે પણ સાધના કરવી નથી. ગુરૂ દ્વારા શક્તિપાત કરાવવો છે પણ ગુરૂસેવા કરવી નથી. પરમાત્માની કૃપાદૃષ્ટિ દ્વારા ચમત્કારોના સર્જન કરવા છે પણ પ્રભુ ભક્તિ કરવી નથી. સાધના કરવી હોય તો સેવા કરવી પડે, ભોગ આપવો પડે, ઈચ્છાઓ કચડવી પડે, આજ્ઞાને શિરોમાન્ય કરવી પડે. તારકતત્ત્વોને પામવા શરીર ઘસી નાંખવું પડે, મનને મારવું પડે, ભોગોને તિલાંજલી આપવી પડે, ભુખ-તાપ-તડકાઓ વેઠવા પડે, “મોક્ષ' “મોક્ષ' નો પોપટીયો પાઠ કરવાથી “મોક્ષ' ના મળે. વાતો મોક્ષની હોય અને ધંધાઓ નરકમાં ધકેલે એવા હોય. આવા દંભીઓનો આજના કાળે તોટો નથી. આચાર વિચારની ઐક્યતા જોઈએ, સિદ્ધિ માટે સાધનાનું સાતત્ય જોઈએ, અભ્યાસ જોઈએ. અંગ્રેજીમાં સુંદર કહેવત છે Victory goes to the one who practices drama. અભ્યાસ વિના નાટક ભજવનારનો ફિયાસ્કો જ થાય, અભ્યાસ વિના સાધના કરનારનો ધબડકો જ વળે, સારાંશ એ છે કે, “મોક્ષ' વિ. પરમ તત્વની પ્રાપ્તિ માટે નાની નાની સાધનાઓ-યોગો-અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત રહેવું. કોઈને કોઈ શુભ સાધના કરતા જ રહેવું. નાની નાની સાધનાનો સરવાળો એક દિવસ વિરાટકાય બની “મોક્ષ” ના દ્વાર અવશ્ય ખટખટાવશે. અંતે गीरे वो ही जो सहजवार बनकर चले वो क्या गीरे जो घुटनोके बल पर चले ? * * * * * .10...
Page #18
--------------------------------------------------------------------------
________________ દિવ્ય જ્યોતિનું દર્શન ક્યારે ? * ઘટાદાર વૃક્ષ ચોમેર વિકસીત છે. ફળો લચી પડ્યા છે. પાંદડાઓ લીલાછમ છે. પુષ્પ અને મંજરીઓ ખીલી ઉઠી છે. પક્ષીઓના કલરવથી વાતાવરણમાં દિવ્યતા વ્યાયી છે. ટાય ડિત મુસાફર છટામાં બેસી હશકારો અનુભવે છે. મનોમન વૃક્ષની પ્રશંસા કરે છે. કેવું ઘટાદાર વૃક્ષ ! કેવી ઠંડક ! કેવી છાયા ! પણ તેને ખબર નથી આ બધો જ પ્રભાવ છે ધરતીમાં ઊંડે ઊંડે ધરબાએલા બીજનો.. બીજ અદશ્ય છે છતાં તેનો પ્રભાવ દૃશ્ય છે. બીજ નાનું છે છતાં તેનું પરિણામ વિરાટ છે. વૃક્ષના અપ્રતિમ સૌંદર્યની સાચી કદર ત્યારે જ કહેવાય જ્યારે ધરતીના પેટાળમાં છુપાએલા એ નિસ્પૃહબીજનું દર્શન થાય. તે માટે ધરાના એક એક પડલોને ભેદવા પડે, પરસેવો પાડવો પડે, અખૂટ ધીરજ રાખવી પડે, પછી દર્શન થાય, જરૂર દર્શન થાય. કારણ બીજ ત્યાં હયાત છે જ... શોધો એટલે મળે જ. * વિશ્વના ખૂણે ખૂણે પ્રકાશનો મહાસાગર ફેલાય છે. ઉંધતા જનો જાગૃત બને છે. વનરાજી વિકસિત થાય છે. ચોરો અદશ્ય થાય છે. નર્તચરો ભાગી જાય છે. આ બધો પ્રભાવ છે ગગનના સમ્રાટ સૂરજનો. ભલે તે વાદળોની ઘટાઓથી હાલ ઘેરાયેલો છે, માટે અદશ્ય છે. તેના દર્શન માટે વાદળોના પટલ ભેદવા પડે. * ઘુઘવતા મહાસાગરમાં શું નથી ? આખી દુનિયાના મળ મૂત્ર ત્યાં ઠલવાય છે. કચરા અને ઉકરડા ત્યાં ઠલવાય છે. મડદાઓ પણ ઠલવાય છે. શંખો છે, છીપલાઓ છે, કોડાઓ છે, વડવાનલ છે. જાતજાતના અને ભાતભાતના અગણિત નાના મોટા જીવજંતુ છે. અસંખ્ય નદીઓનું શુભગ મિલન છે. ખારાશ તો સ્વભાવગત વણાયેલી છે. - આ બધું હોવા છતાં તેને કહેવાય છે “રત્નાકર”. કારણ તેમાં બહુમૂલ્ય રત્નોનો અખૂટ ખજાનો છે. તેને મેળવવા તમામ નેગેટીવ પાસાઓ પરત્વે *..11...
Page #19
--------------------------------------------------------------------------
________________ આંખ આડા કાન કરવા પડે. પાણીના ગહન પડલો ભેદવા પડે, ભરતીઓની થપાટ ખાવી પડે. જાનના જોખમે સાહસ ખેડવા પડે. તો રત્નો મળે, નિશ્ચિત મળે. કારણ તેમાં રત્નો છે જ... મૂળને શોધવા ધરતીના પડલો ભેદવા પડે. સૂરજને શોધવા વાદળના પડલો ભેદવા પડે. રત્નોને શોધવા પાણીના પડલો ભેદવા પડે. તેમ... આત્માના અનુત્તર સુખને શોધવા અજ્ઞાનતાના પડલો ભેદવા પડે, અહંકારના પડલો ભેદવા પડે. અજાગૃતિના પડલો ભેદવા પડે. એક ગહન તત્વ અંદર છુપાએલું છે. જેના પ્રભાવની સીમા નથી. જેના સુખની કમીના નથી. જેના પ્રકાશનો અંત નથી. આજે આ મૂળતત્વ અજ્ઞાનતાની ધરતીમાં ધરબાઈ ગયુ છે. આજે આ પ્રકાશપુંજ અહંકારના વાદળોમાં દટાઈ ગયો છે. આજે આ કિંમતી રત્ન અજાગૃતિના વમળમાં ફસાઈ ગયું છે. અજ્ઞાનતા, અહંકાર અને અજાગૃતિ આ ત્રણ દોષ સાધનાપથમાં પત્થર સમાન છે. અંધકાર, વાદળ, કચરા-ઉકરડાઓ, પહાડો, ખડકો, નદીનાળાઓ, ધૂમાડાઓ આ બધુ ઉલેચવાનું છે. ધીમે ધીમે સદ્ગુરૂની કૃપા પામી અજ્ઞાનતાના થરો ભેદવા પડશે. "I am Nothing" ની અનુભૂતિ પામી અહંકારના વાદળો વિખેરવા પડશે, પળેપળની જાગૃતિ કેળવી બેભાનપણાના જલથરો પાછા ઠેલવા પડશે તો જ અંદરના એ ગહન તત્વને પામી શકાશે. આત્મા છે. એક દિવ્ય જ્યોતિ અંદર ઝળહળે છે. જેને પામવા હિંમત જોઈશે. સાહસ જોઈશે, ધીરજ જોઈશે. ...12...
Page #20
--------------------------------------------------------------------------
________________ ભયભીત હોય તે તળીયાથી આગળ વધી ના શકે... મૂળ સુધી પહોંચવાની તો વાત જ ક્યાં ? કાયર હોય તે પાંદડું ય હલાવી ના શકે તો વિકરાળ વાદળો હડશેલવાની વાત જ ક્યાં ? અબ ઘડી જ રીઝલ્ટ ઝંખતા અધીરીયાઓ સપાટીથી આગળ વધી ના શકે. પાતાળ તળીએ પહોંચવાની વાત જ ક્યાં ? - હિંમત, સાહસ અને ધીરજ આ ત્રિગુણની શૃંખલા લઈ અંતઃતત્વની ખોજમાં ઝંપલાવવાનું છે. વિચારોની ઘટમાળ, ચિંતા ટેન્શનના ડુંગરાઓ, અહંકારના ખડકો, માયા પ્રપંચોની ગીચ જાળીઓ, ભોગસુખની લાલશાઓના ઘોડાપૂર નદીનાળાઓ, આ બધા તત્વથી માર્ગ અવરોધાયેલો છે. ટગમગતી દિવ્ય જ્યોતિની અનુભૂતિ થતી નથી. Glimps નો ચળકાટ દેખાતો નથી. છતાં નિરાશ થવાની જરૂર નથી. એકાંત વાતાવરણમાં મનને શાંત પ્રશાંત કરી, વિચારોના તરંગોને સ્થિર કરી, ધ્યાનની પ્રક્રિયાઓથી આગળ વધતા શુદ્ધ ચૈતન્યનો વિકાસ થશે. આ વિકાસની તીવ્ર શક્તિ બાધક તત્વોના અભેદ એવા પણ પડલોને ભેદવા સમર્થ થશે. એક દિવસ આ પૂર્ણ ચૈતન્યસ્વરૂપ જ્યોતિનો સાક્ષાત્કાર થશે. એક વખત સાક્ષાત્કૃત થએલી આ જ્યોતિ દાવાનળનું એવું વરવું સ્વરૂપ ધારણ કરશે કે કોઈ વંટોળીયા તેને બુઝાવી ના શકે, અત્યાર સુધીનું આપણું અંશાત્મક અસ્તિત્વ પૂર્ણતામાં વિલિન થઈ જશે. સમગ્રતામાં ભળી જશે. પછી વૈત નહી રહે, અદ્વૈત રહેશે, દૂધ પાણી જેમ એકમેક થઈ જાય, લોઢું અને અગ્નિ જેમ એકમેક થઈ જાય, એક નાના દિવાની જ્યોતિ પરમ જ્યોતમાં સમાઈ જાય, તેમ. ઝાકળનું એક બિંદુ સમુદ્રમાં ભળી જતા અક્ષય બની જાય છે. પછી નથી તેને જુદા પડવાનો ભય કે નથી મરવાનો ભય. ...13...
Page #21
--------------------------------------------------------------------------
________________ વિરાટમાં અંશાત્મક અસ્તિત્વ સમગ્રતયા ભળી જતા બિંદુ પણ સિંધુ થઈ જાય. વામન પણ વિરાટ થઈ જાય. અણુ પણ અનંત થઈ જાય. ગુણાત્મક વ્યક્તિત્વનો વ્યાપ વધારવો, અશુદ્ધને શુદ્ધ કરવું, અણુને પૂર્ણ કરવું એ જ સાધનાનું કાર્ય છે. હવે મોતનો ભય નથી. હવે અંધકારનો ભય નથી. હવે પરિભ્રમણનો ભય નથી. અપ્રતિમ આનંદવેદન, પ્રતિક્ષણ યથાવસ્થિત વિશ્વસ્વરૂપનું દર્શન, પૂર્ણ જાગૃતિ, શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ, આ છે જ્યોતિના સાક્ષાત્કારનું અંતિમફળ... ચાલો, સાધનાનો દિવો લઈ અંધકાર ઉલેચીએ, જાગૃતિનો કુહાડો લઈ, મૂળ શોધીએ. ધ્યાનનું Waterproof બખ્તર પહેરી, રત્નો મેળવીએ... આ જ જીવન સાર્થક્યની પારાશીશી છે. આ જ ધર્મનો અંતિમ દિવ્ય સંદેશ છે. * * * * * ...14.,
Page #22
--------------------------------------------------------------------------
________________ પરમની સમીપે એક રાજા છે. શિકારાર્થે જંગલ તરફ જઈ રહ્યો છે, નસીબનું પાનુ વકરે છે. સૈનિકો રક્ષકો વિખૂટા પડી જાય છે. ઘોડો થાકી જવાથી પલાણ ઉપરથી રાજાને ફેંકી દે છે, અડાબીડ જંગલમાં વાવાઝોડું ત્રાટકે છે. કોઈ રક્ષક નથી. કોઈ માર્ગદર્શક નથી. એકલી-અટુલો રાજા, આઠ આઠ દિવસથી ભુખ્યોને તરસ્યો, ખાવા અન્નનો દાણો નથી, પીવા પાણીનું ટીપુ નથી. માર્ગની શોધમાં ખાબડખૂબડ રસ્તે ચાલી ચાલીને પગ લાકડા જેવા થઈ ગયા છે. ગળું સુકાય છે. પાણી વગર પ્રાણ ટકવા અશક્ય છે. મનમાં પાણીના મહાસાગરો છલકાય છે. આંખની સામે એક ટીપાના દર્શન પણ દુર્લભ છે. તમામ શક્તિ કામે લગાડી મોતની સામે ઝઝૂમતો આ રાજમાનવ કો'ક તળાવ કે ખાબોચીયાની શોધમાં લથડતે પગે બાજુમાં એક પહાડી શિખર ઉપર ચઢવાનો અંતિમ પ્રયાસ કરે છે. શિખરની ટોચેથી ઉંડી ગએલી આંખે દશે દિશામાં ફેરવે છે. પ્રબળ ઈચ્છા એક જ કે ક્યાંક બે ચાર ગ્લાસ પાણી મળી જાય અને જીવમાં જીવ આવી જાય, પણ કર્મ વિફરે ત્યારે છોતરા કાઢી નાખે છે. ભુખ તરસના ત્રાસથી લથડીયા ખાતા રાજાના પગ ડગમગી જાય છે. બેલેન્સ ગુમાવે છે અને ધડ ધડ ધડ કરતો રાજા વિના પ્રયત્ન શિખરેથી તળેટી આવી જાય છે. શરીર લોહી લુહાણ છે. માથે મોત ભમે છે. બચવાની કોઈ જ આશા નથી, હાથ પગ હલાવવા કે પડખુ ફેરવવા જેટલી પણ શક્તિ હવે બચી નથી, એટલે કોઈ પણ પ્રયત્ન હવે કરવાના નથી, હસતે મોઢે મોતને વહાલું કરવાનું છે. પથ્થરની શીલાને માથુ ટેકવી રાજા મોતની પ્રતિક્ષા કરી રહ્યો છે. મન શાંત છે. વિચારોનું વાવાઝોડુ શમી ગયુ છે. શરીર પણ સ્થિર છેઅખો બંધ છે,
Page #23
--------------------------------------------------------------------------
________________ આ સમયે સૃષ્ટિના દિવ્ય સંગીતનો કર્ણપ્રિય નાદ સંભળાય છે. મન તે દિશામાં ખેંચાય છે. અરે, આ ઘનઘોર જંગલમાં આ મધુર ધ્વની ક્યાંથી? શેનો શૂર હશે આ ? કુદરતના ઈશારે એક તાલે ગુંજતું આ સંગીતનું ઝરણું આ અજ્ઞાત પ્રદેશમાં ક્યાંથી ? ધ્યાનથી સાંભળતા ખ્યાલ આવ્યો કે નિકટમાં જ કો'ક સરીતા ખળખળ વહી રહી લાગે છે. તેનો જ આ સૂર હોવો જોઈએ. મોતના અંધકારમાં જીવનનું એક આશાકિરણ પ્રકાશિત થયુ. જીવમાં જીવ આવ્યો. શિથિલ શરીરમાં પાણીની આશાએ નવચેતનાનો સંચાર થયો. લથડતે શરીરે તે દિશા ભણી પહોંચ્યો, કલકલ વહેતા નદીના પ્રવાહમાં હાથની પ્યાલીથી પાણી પીધુ. પેટ ભરીને પીધુ. મન ભરીને પીધુ, શરીર સ્કુરાયમાન થયું. નવજીવન મળ્યું. આ સમયે રાજાના મનમાં એક વિચાર સ્કુરાયમાન થયો, “શીતળમધુર જળનો આટલો કુદરતી પ્રવાહ મારી નિકટમાં જ વહેતો હતો અને પાણીના ટીપા ટીપા માટે મેં દશે દિશામાં કેટલા વ્યર્થ વલખા માર્યા ? " કથા જેટલી રોચક છે તેનો સાર એટલો જ બોધક છે. સુખના મહાસાગરો અંતરમાં છલકે છે અને તેના માટે આખી જીંદગી બહારની દુનિયામાં આપણે વ્યર્થ ફાફા મારીએ છીએ. શાંતિના રત્નો અંતરના પેટાળમાં જ ધરબાએલા છે અને તેના માટે વિશ્વના ખૂણેખૂણા ફેંદવાનો ફોગટ પ્રયત્ન આપણે કરીએ છીએ. પ્રસન્નતાનું ઝરણું અંતરના સામિપ્યમાંજ વહી રહ્યું છે અને તેના માટે દૂર-દૂરના ડુંગરો ફેંદવા આપણે મથી રહ્યા છીએ. બધાને જોઈએ છે સુખ શાંતિ અને પ્રસન્નતા, તે માટે આખી જીંદગી હોડમાં મુકી દેવાય છે. લોહીનું બુંદબુંદ સુકાઈ જાય અને હાડકાના કણે કણ ખખડી જાય ત્યાં સુધી કાળી મજુરી કરાય છે. છતા અંતે હાથમાં આવે છે દુઃખ, હતાશા, નિરાશા, અશાંતિ અને અજંપો. ...16.,
Page #24
--------------------------------------------------------------------------
________________ અહીં બે તત્વ મહત્વની ભૂમિકા અદા કરે છે. એક અજ્ઞાનતા અને બીજુ અધિરાઈ, એક બાજુ, સુખ શાંતિ ક્યાં છે ? કેવી રીતે મળે ? એનુ વાસ્તવિક જ્ઞાન નથી, અને બીજી બાજુ આખી દુનિયાના સુખ શાંતિ આજે ને આજે સર કરી લેવા છે. કમાવાની આવડત ના હોય અને આજેને આજે કરોડપતિ થવાના કોડ હોય તેની હાલત કેવી થાય ? એવી આપણી દશા છે. અજ્ઞાનના અંધકારમાં સુખની દિશા મળતી નથી. અધીરાઈના ઉકળાટમાં નૈસર્ગિક સુખના દિવ્ય સંગીતનું શ્રવણ થતું નથી. જીવનનો સૂરજ અસ્તાચલ ઉપર ઢળવાની તૈયારીમાં હોય છે. માંદગી કે મોતના બિછાના ઉપર શરીર પોઢેલું હોય છે ત્યારે ભૂતકાળ આંખ સામેથી સરકતો જાય છે. ત્યારે આનુભવિક જ્ઞાનચક્ષુનો ઉઘાડ થતો જાય છે, અને સમજાય છે કે જેની માટે આખી જીંદગી કાળી મજૂરી કરી છતાં આજે હાથમાં કશુંજ નથી. એટલે મારો માર્ગ જ અવળો હતો. જે શાંતિની ઝંખના હતી તે વગર મહેનતે આજે મોતના બિછાને સામે ચડીને આવી ઉભી છે. કારણ આજે મનમાં ઉકળાટ નથી. અંધકાર હોય ત્યાં માર્ગ મળે નહી. અધિરાઈ હોય ત્યાં માર્ગ સુઝે નહી, અંધકાર મંઝિલને દેખવા ન દે, અધિરાઈ મંઝીલ ને પામવા ન દે, રાજાના મનમાં અધિરાઈ હતી. અજંપો હતો, મન Disturb હતું. એટલે બાજુમાં જ વહેતી નદીનો અવાજ કર્ણપટ સુધી પહોચી ના શક્યો. મન તોફાની છે. ઘોંઘાટીયુ છે. શાંતિ સાથે તેને જન્મજાત શત્રુતા છે. We live in the mind, and the mind is so noisy that it does not allow us to hear the still. સરોવરનું જળ જ્યાં સુધી ડહોળાએલું છે, પવનના તરંગોથી તરંગીત હોય છે, ત્યાં સુધી ચંદ્રનું-તારાઓનું પ્રતિબિબ તેમાં અવતરતુ નથી. જલ ...17...
Page #25
--------------------------------------------------------------------------
________________ જ્યારે પરિપૂર્ણ સ્થિર થાય છે, ત્યારે સમગ્ર અવકાશી સોંદર્ય તેમાં ઉતરી પડે છે. એ જ રીતે મન જ્યાં સુધી ડામાડોળ છે, વિકલ્પોના તરંગથી તરંગિત છે ત્યાં સુધી પૂર્ણતાનું વાસ્તવિક સત્ય તેમાં પ્રતિબિંબિત થતું નથી. | મન જ્યારે પરિપૂર્ણ શાંત બને છે, સ્થિર બને છે, વિકલ્પોથી પર બને છે, ત્યારે સમગ્ર આંતર સોંદર્ય તેમાં ઉતરી પડે છે. અપ્રતિમ આનંદ આપતું કલ્પનાતીત સુખનું સામ્રાજ્ય અવતાર પામે છે. જરૂર છે મનના તરંગોને ઠારવાની. સ્થિર કરવાની... શાંતિની સરિતા સામિપ્યમાં જ છે. છતાં દોડધામો, ચિંતાઓ, આકુળતા, વ્યાકુળતા, ઉકળાટ, આ બધા કીડાઓ મનને એ રીતે કોરી ખાય છે કે શાંતિનું દિવ્ય સંગીત જીવનકાળ દરમ્યાન ક્ષણ બે ક્ષણ પણ માણી શકાતું નથી. વધુ મેળવતા રહેવાની લ્હાયમાં મળેલાની મસ્તી માણી શકાતી નથી. અંદરની અશાંતિના કારણે વસ્તુઓના - ભોગ સામગ્રીઓના ખડકલાઓ હોવા છતાં મન ખાલીપો અને ઉદાસીનતા અનુભવે છે. આંખ સામે મંજીલ નથી. પગ નીચે માર્ગ નથી. એથી જ દોડાદોડીનો અંત નથી. હીટલરને કોકે પુછ્યું.... યુદ્ધ કરી નિર્દોષ મનુષ્યોની નિર્દય હત્યા શા માટે કરો છો ? હિટલર કહે - તે તે દેશોના સમ્રાટ બનવા માટે, આટલા બધા દેશોને જીતીને શું કરશો ? આખા વિશ્વનો સમ્રાટ બનીશ, વિશ્વ સમ્રાટ બન્યા પછી શું કરશો ? પછી વર્ષોના વર્ષોની મહામહેનતે ઉપાર્જન કરેલ વિશ્વની મહાસત્તાને શાંતિથી ભોગવીશ, પેલા પુછનારે માર્મિક સોટ મારતા કહ્યું- તો પછી આજે જ જે છે તે શાંતિથી ભોગવોને. હિટલર તેની સામે જોતો જ રહ્યો, ...18...
Page #26
--------------------------------------------------------------------------
________________ આજે હિટલર જીવંત નથી. પણ હિટલરીવૃત્તિ જનજનમાં- મનમનમાં વ્યાપ્ત છે. ભેગુ કરવાના સમયે ભોગવી શકાતું નથી. કારણ દોડાદોડીની Daynight સર્વિસમાં ભોગવવાનો સમય જ મળતો નથી. ભેગુ કરી લીધા પછી પણ ભોગવી શકાતું નથી. કારણ કે તે સમયે ભોગવવાની શારીરિક-માનસિક ક્ષમતા હોતી નથી... આફતો અને આપત્તિઓની ઠોકર ખાધા પછી સીધા થવા કરતા જીવનમાં જ્ઞાનનો ઉજાશ કરીએ, મનમાંથી અધિરાઈને દૂર કરીએ, પછી જ્યાં જઈએ ત્યાં શાંતિ હશે, સુખ જ સુખ હશે, મસ્તી જ મસ્તી હશે. અંતે એવું નથી કે રસ્તો બહુ લાંબો મળ્યો છે. થોડી જ જગ્યામાં ઘણો ચકરાવો મળ્યો છે. * * * * * .19,,,
Page #27
--------------------------------------------------------------------------
________________ સત્તાનું સિંહાસન ગુણરામદ્ધિથી શોભે આજે સત્તાની-ખુરશીની બોલબાલા છે. સેવાનો આદર્શ લગભગ લુમ થઈ ગયો છે. સેવાના નામે સત્તા મેળવી સમૃદ્ધ થવાની એકમાત્ર લગન સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે. પછી તે રાજકીય સંસ્થા હોય, સામાજીક સંસ્થા હોય કે ધાર્મિક સંસ્થા હોય. આપણે નિસ્વાર્થ સેવાના આદર્શને પુનર્જીવિત કરવાનો છે. સમૃદ્ધિ કે સ્વાર્થકંદ્રિત સત્તા ક્ષણજીવી હોય છે. સેવાલક્ષી સત્તા જ ચિરસ્થાયી બને છે. સ્વાર્થલક્ષી સત્તાના મૂળમાં માયા પ્રપંચ કાવાદાવા હોય છે. પરાર્થલક્ષી સત્તાના મૂળમાં નિર્ભેળ પ્રેમ અને કરૂણા વણાએલી હોય છે. સ્વાર્થપરાયણ સત્તાથી લાકડાના સિંહાસન ઉપર સ્થાન મળી જાય પણ સેવા પરાયણ સત્તાથી લોકોના હૃદય સિંહાસન ઉપર સ્થાન મળી જાય છે. સેવાના પૂજારીને સત્તા સર કરવા લોકોના વોટની ભિખ માંગવાની જરૂર નથી કે નથી જરૂર નોટની થોકડીઓ ફેકી લોકોને આકર્ષિત કરવાની. સેવા એ સેવા છે. સેવક એ સેવક છે. સ્વાર્થની બદબુથી ગંધાતી સત્તા રાજા અને પ્રજા ઉભયનું નિકંદન કાઢી નાંખે છે, જ્યારે નિઃસ્વાર્થ સેવાની સુવાસથી મધમધાયમાન સત્તા રાજા અને પ્રજા બંનેનું ઉત્થાન કરે છે. આપણે લાકડાના ડગમગતા સિંહાસન ઉપર નહી પણ લોકોના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન થઈ સામ્રાજ્ય ચલાવવાનું છે. * તે માટે, ભયંકર હાલાકી ભોગવતી પ્રજાના દુઃખમાં સહભાગી થવુ પડે. * તે માટે, ગરીબોની આંખમાંથી વરસતા ઊના ઊના આંસુઓ લુસવા પડે. * તે માટે, ભુખમરાથી કણસતા ને ફુટપાથ ઉપર સુતા ભુખ્યાજનોના જઠ્ઠરાગ્નિને ઠારવા પડે. ...ર૦...
Page #28
--------------------------------------------------------------------------
________________ * તે માટે, અપોષણની પીડાથી હાડપિંજર બનેલા ભારતમાતાના બાળકોના મોઢામાં કોળીયાઓ નાંખવા પડે, * તે માટે, પાણીમાં લોટ નાખી દૂધ બનાવી બાળકને પાતી માતાઓની આંતરડી ઠારવી પડે. * તે માટે, નરપીશાચ માફીયાઓની જાળમાં ફસાતી આર્યનારીઓના શીલ-સૌંદર્યની રક્ષા કરવી પડે. * તે માટે, વ્યભિચાર અને દૂરાચારના માતેલા સાંઢને કાબુમાં રાખવા પડે. એક વાત યાદ રહે કે, પ્રજાની હાય-વ્હાય રાજાનું ધનોતપનોત કાઢી નાંખે છે. પ્રજાની પ્રસન્નતા રાજાને આબાદ કરી દે છે. પ્રજાની હારાકીરી રાજા માટે અભિશાપ છે. પ્રજાની સુખ શાંતિ રાજા માટે આશીર્વાદ છે. પૂર્વકાળના રાજા મહારાજાઓ રાત્રીની નિરવ શાંતિમાં વેશ પલ્ટો કરીને નગરચર્યા નિહાળવા નિકળતા, ગુણવેષે પ્રજાની સારી નરસી પરિસ્થિતિનો તાગ મેળવતા, બારી પાછળ સંતાઈ જતા, પ્રજાજનોના સંવાદો સાંભળી તેમના સુખ દુઃખમાં સહભાગી થતા. | દીન દુઃખીયાઓની અકળામણો સાંભળી તેમનું હૃદય દ્રવિત થઈ જતું. બીજે જ દિવસે આ દીન-દુઃખીયાને દરબારમાં બોલાવી તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં આવતી. રાજા પ્રજા વચ્ચેનો કેવો પ્રેમપૂર્ણ સંબંધ કહેવાય ! પ્રજાના હૃદયમાં કાયમી સ્થાન અંકિત કરવા નોટ કે વોટના સંબંધો નહી ચાલે, પ્રેમ અને પરાર્થના સંબંધો જોઈએ. લાગવગ કે માંગણીઓના સેતુ નહી ચાલે, લાગણીઓના ભીના સંબંધો જોઈએ. પુત્ર ઉપર હોય એવા આત્મિય સ્નેહ તંતુઓના જોડાણ પ્રજા સાથે થવા જોઈએ. હૈયુ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવું જોઈએ. રાજા અને રૈયત વચ્ચે પિતા-પુત્રનો ધરોબો બંધાય તો જ રાજ્ય આબાદ બને. પ્રજાની આબાદી જોઈ રાજાનો આનંદ હીલોળે ચઢે, અને આપત્તિ જોઇ હૃદય વ્યથીત થઈ જાય, તે જ સાચી આત્મિય કહેવાય. ...ર૧...
Page #29
--------------------------------------------------------------------------
________________ * રાજા સંપ્રતિ આજે પણ ઈતિહાસમાં અમર છે. 0 સમ્રાટ અશોકના ગુણગાન આજે પણ ગવાય છે. રામરાજ્યના વખાણ કરતા આજે પણ જીભ થાકતી નથી. મહારાજા કુમારપાળને હજાર વર્ષ વીતવા છતા હરપળ સ્મૃતિપથમાં અવતરે છે. * બાદશાહ અકબર જેવા મોગલ સમ્રાટો પણ આજે લોકહૃદયમાં જીવંત છે. કારણ ?.. સમૃદ્ધિનો વ્યાપ કે સામ્રાજ્યનો વિસ્તાર કારણ નથી. કારણ છે... * પ્રજા પ્રત્યેનો તેમનો વાત્સલ્ય ભાવ. * જાત ઘસીને પણ પ્રજાને આબાદ કરવાના તેમના પ્રયત્નો. * તેઓનું ગુણપ્રધાન વ્યક્તિત્વ. 0 તેઓની ઉદાત્ત અને ઉમદા લોક કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ 0 સજજનોને સન્માન અને દુષ્ટોને શિક્ષાની ન્યાયપૂર્ણ નિતિનું સ્વચ્છ પાલન. 0 ધાર્મિક અભિગમ અપનાવી અનિષ્ટ પ્રવૃત્તિઓ અટકાવવાની ખેવના, * ધર્મસ્થાનો અને ધર્મગુરૂઓના ઔચિત્યપૂર્ણ સન્માન. આ બધા ગુણસભર વૈભવથી જ તેઓ ચીરસ્મરણીય બન્યા છે. સત્તાના સિંહાસન ઉપર આરૂઢ થતા આ ગુણવૈભવ આવી જાય તો સત્તાનું સૌંદર્ય કંઈક ઓર જ વિકસી જાય. બાકી તો વાંચી લો આ વ્યંગવૈભવ.... पुत्रको डींग हांकते देख पिताने कहा, इस तरह अनवरत तुं झुठ बोलता जायेगा / सच कहता हुं एक दिन देशका महान नेता बन जाएगा / * * * * * ...22...
Page #30
--------------------------------------------------------------------------
________________ અવસ્થાઓને નહી, આત્માને નજર સામે રાખો યાત્રા આપણી આજકાલની નથી અનંતની છે. આનું અવલોકન કરવુ હોય તો આંતરદ્રષ્ટિ ઉઘાડવી પડે. બાહ્ય ચિત્રાવલોકમાંથી પર થઈ અંદર ડુબકી મારવી પડે. વર્તમાન અવસ્થા ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પરાવર્તન પામતી છે. કાચના દુરબીનમાં પળે પળે બદલાતા ચિત્રો જોઈ બાળકો ભૂ૪ તેમ સંસારના નાટકમાં પ્રતિક્ષણ પરિસ્થિતિઓ પલટાતી રહે છે. ન ધારેલું થઈ જાય. ધારેલું લાખ પ્રયત્ન કરવા છતાં ના થાય. બાહ્ય અસ્તિત્વ ક્ષણિક છે. ભ્રામક છે. હું રાજા છું. પ્રાઈમ મિનિસ્ટર છું. પ્રધાન છું. કોર્પોરેટર છું. નેતા છું. આ બધા પર્યાયો ક્ષણજીવી છે. શાશ્વત પર્યાય છે કે - હું આત્મા છું. ભૂત-ભાવીની પલટાતી અવસ્થાઓ વચ્ચે છુપાએલો હું શુદ્ધ આત્મા છું. સારા નરસા કાર્યોને અનુરૂપ સુખ-દુઃખનો ભોક્તા હું આત્મા છું. પરિસ્થિતિઓ પલટાય છે આત્મા અચલ છે, તો સ્થિર એવા આત્માની ઉપાસના છોડી અસ્થિર એવી બાહ્ય અવસ્થાઓને શા માટે મહત્ત્વ આપવું? નાનકડી જીંદગીમાં અરમાનોના મિનારા ઉભા કરીએ છીએ, મોટા પ્લાનો અને જાયન્ટ પ્રોજેક્ટો ઉભા કરીએ છીએ. સાત પેઢી સુધી ખાતા ખૂટે નહીં એટલું ભેગુ કરી લેવાની ગાંડી ભૂતાવળના ભોગ બન્યા છીએ. પણ કર્મસત્તા કે કુદરત આશાઓના આ મિનારાઓને એક ક્ષણમાં જમીનદોસ્ત કરી નાંખે છે. વર્ષોની મહેનતે તૈયાર થએલા અદ્ભૂત Paintings ઉપર કોક ગાંડ્યો કલરની પીંછી ફેરવી દે તો ચિત્રકારની હાલત કેવી થાય ? કર્મસત્તા ગાંડ્યા જેવી છે. આપણી કલ્પનાઓના ચિત્રામણ ઉપર કલરનો ડબ્બો ઢોળી દેવામાં તેને આનંદ આવે છે, એટલે જ વર્તમાનનો વિચાર છોડી અનંતને નજર સમક્ષ લાવવાની જરૂર છે. અવસ્થાઓનો વિચાર છોડી આત્માને નજર સમક્ષ લાવવાની જરૂર છે. ...23...
Page #31
--------------------------------------------------------------------------
________________ આપણી આંખ સામે છે ઈંદીરા ગાંધીની કરપીણ હત્યા, આંખ સામે છે ફડચે ફડચા બોલાઈ ગએલો રાજીવ ગાંધીનો પાર્થીવ દેહ, આંખ સામે છે Bomb blast માં ઘડીના છઠ્ઠા ભાગમાં હતુ ન હતુ થઈ ગયેલ પંજાબના પ્રાઈમ મિનિસ્ટરનું અસ્તિત્વ. ન અબજો રૂપિયા તેમને બચાવી શક્યા, ન સ્ટેનગનધારી Z કેટેગરીના બોડીગાર્ડો તેમની રક્ષા કરી શક્યા, ન તેમના હિતેચ્છુઓ કશુ કરી શક્યા, શું સાથે લઈ ગયા ? સામ્રાજ્ય ગયુ, સત્તા ગઈ, કાગળની નોટો બેંકોમાં રહી ગઈ, યાવત્ શરીર પણ છુટી ગયું. સત્તા, સમૃદ્ધિ, સામ્રાજ્ય, સન્માનો સુરા અને સુંદરીઓ આ બધી ઝાકઝમાળોમાં અંજાઈ જવા જેવું નથી. આ બધું આપણું નથી, પારકું છે. આ બધું આજે છે ને કાલે નથી. સત્તાની સાઠમારીઓ અને સમૃદ્ધિના ઢગલા ઉભા કરવાની ભ્રામક પ્રવૃત્તિને મહત્વ ના આપવું. અનંત ભવિષ્યકાળમાં પાથેય બની સાથ આપે એવો આત્મલક્ષી અભિગમ અપનાવવો. * આચાર્ય જિતેન્દ્રસૂરિ મ. કહે - મને બધા સાથે રહેવુ ફાવે. પછી ભલેને તે ભડભડતો ક્રોધનો અંગારો કેમ ન હોય, તાડના ઝાડ જેવો અક્કડ કેમ ન હોય, સાપણ જેવો વક્ર કેમ ન હોય કે સાગર જેવો દુપુર કેમ ન હોય. એક દિવસ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તેમને કહે, તમે આ સાધુ સાથે ચાતુર્માસ જશો ? (તે સાધુનો સ્વભાવ ક્રોધબહુલ હતો. સ્વભાવદોષના કારણે કોઈ પણ સાધુને તેમની સાથે લગભગ Seting થતુ નહી) જિતેન્દ્રસૂરી : ખુશીથી જઈશ. સાહેબજી : ફાવશે ? તેમનો સ્વભાવદોષ જાણો છો ને ? જિતેન્દ્રસૂરિ : નહી કેમ ફાવે ? ભલે હું મોટો હોઉં, પણ તેઓ જેમ કહેશે તેમ હું કરીશ, તેમ હું રહીશ, તેમને મોટા ભા કરીશ. તેમનો પડતો બોલ ઝીલીશ. તેમને અનુકૂળ થઈને રહીશ. પછી કેમ ન ફાવે? આ રીતે રહેવામાં મારૂ શું લુંટાઈ જવાનું છે ? સાહેબજી તો સાંભળતા *..24..
Page #32
--------------------------------------------------------------------------
________________ જ રહ્યા, બંનેને ચોમાસુ મોકલ્યા, અને લેશમાત્ર સંઘર્ષ વિના ખૂબ પ્રેમથી ચાતુર્માસ સફળ કરી આવ્યા. આપણા સ્વભાવ અને માન્યતા મુજબ બીજાને કેળવવાના હોય ત્યાં સંઘર્ષ થયા વિના રહેતા નથી. બીજાના સ્વભાવ અને માન્યતા મુજબ આપણી જાતને કેળવવામાં સંઘર્ષ થાય એ કોઈ કાળે શક્ય નથી. બીજી એક મહત્વની વાત, બાહ્ય પરિસ્થિતિનો સ્વીકાર હજી સરળ છે. બીજાની મનસ્થિતિનો આવકાર ઘણો કઠણ છે. * વૈશાખ મહિનાની 45/46 ડીગ્રી બહારની ગરમી હજી સહી શકાય પણ બીજાના મનની ગરમીને સહેવી ઘણી કઠણ છે. * પોષ મહિનાની કડકડતી ઠંડીમાં સમતા રાખી શકાય પણ બીજાના કાર્યની ઢીલાશમાં સમતા કઠણ છે. * વરસતા વરસાદમાં ચાર મહિના એકસ્થાને બેસી શકાય. પણ સામેથી વાચ્છાણો કે ગાળોનો વરસાદ થતો હોય ત્યારે Keep-mum કઠણ હોય છે. ઊંચા નીચા ખાડા ટેકરાવાળા ઝુંપડામાં રહી શકાશે પણ બીજાના ઊંચા નીચા બરછટ વર્તનનો સામનો કર્યા વગર નહી રહેવાય. * સાંકડા મકાનમાં અનેકની વચ્ચે રહી શકાશે. સાંકડા મનવાળાને અંતરમાં સમાવી નહી શકાય. * આકરા તપથી શરીર કસી શકાશે. બીજાના આકરા તાપથી મન કરવું કપરૂ છે. પંદર કલાકનો સ્વાધ્યાય થઈ શકશે પણ વિશિષ્ટગુણીયલ વ્યક્તિની પ્રશંસા સાંભળી અંતર બળી જતુ અટકાવી નહીં શકાય. એટલે બીજાના મનને અનુકૂળ થવું એ મોટી સાધના છે. જીવનસંગાથીઓ સાથે નિર્ભેળ અને નિસ્વાર્થ લાગણીસભર પ્રેમભાવથી રહેવું એ મોટી સાધના છે.
Page #33
--------------------------------------------------------------------------
________________ સાર એટલો જ છે કે, જીવનને સાચા અર્થમાં દીક્ષિત બનાવવું હોય તો બે સૂત્ર અપનાવી લો, અજમાવી લો. બહારની પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર... બીજાની મનસ્થિતિનો સહર્ષ આવકાર.... અંતે ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા... ***26...
Page #34
--------------------------------------------------------------------------
________________ રાજા અને રાજગુરૂની યુતિનો ફલોધ્ય પંદરમી-સોળમી સદીનો ઈતિહાસ વિજય હીરસૂરિની યશોગાથાથી છલોછલ છે, હીરસૂરિ મ.ના એક એક પ્રભાવક કાર્યો જૈન ધર્મ માટે તો યશકલગીરૂપ છે જ, પણ વિશ્વસમાજ માટે પણ આદર્શરૂપ છે. સ્તુત્ય છે. વિશ્વના ઈતિહાસમાં હીરસૂરિ મ.ની અમરતા તેમના ગુણગૌરવને આભારી છે. ગુણવાનનું વ્યક્તિત્વ ચિરપ્રભાવીત બની રહે છે. હીરસૂરિ મ.માત્ર જૈનોના જ નહી પણ જગતના ગુરૂ હતા. જગ—રૂની આ પદવી પણ અકબર બાદશાહે તેમને આપેલી. | ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા. ચોરે ને ચૌટે ચંપાની ચર્ચાઓ ચાલી. છેક અકબરના દરબારમાં વાત પહોંચી, સત્યતા પૂરવાર કરવા ચંપાને દરબારમાં બોલાવી, સત્ય હકીકત જાણી પૂછ્યું, “ચંપા ! સુકલકડી કાયાથી છ મહિનાના ઉપવાસ પાછળ કોનો પ્રભાવ છે ?'' “ગુરૂકૃપાનો !" “તારા ગુરૂ કોણ ?'' “વિજય હીરસૂરિ મ.” “હાલ તેઓ ક્યાં છે ?" “ગંધાર,” હમણાં જ સૂરિજીને અહીં તેડાવો, જેની શિષ્યા આવી મહાન તપસ્વીની હોય તે ગુરૂ કેવા હશે?” સૂરિજીને લેવા સૈનિકો દોડ્યા, પાલખીમાં બેસી ફતેહપુર પધારવા જણાવાયું. સૂરિ : અમે પાદવિહારી, ફક્કડ ગિરધારી. પાલખીઓની બાદશાહી અમને ના શોભે, ચાલતા આવીશું. મહાન જૈનાચાર્યની આચારચુસ્તતા જોઈ પ્રધાન અબુલ ફજલ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. શાહી આમંત્રણ સ્વીકારી, ભાવીના ભવ્ય લાભોનું આર્ષદર્શન કરી, સૂરિજી સિકરી પધાર્યા, શાહી સન્માન સાથે સામૈયુ થયું. ...27...
Page #35
--------------------------------------------------------------------------
________________ એક મુસલમાન બાદશાહ જૈન સાધુનું શાહી સન્માન કરે એ કેવો કોમી એકતાનો આદર્શ કહેવાય ! | દરબારમાં પ્રવેશ તો કર્યો. પણ લાલ જાજમ ઉપર ચાલવાનો સૂરિજીએ નિષેધ કર્યો. બાદશાહે મજાકમાં કહ્યું, શું જાજમ નીચે કીડા-મકોડા છે ? રોજ સફાઈ થાય છે. સૂરિજી : કીડા મકોડા હોય કે ન હોય, અમારો આ આચાર છે. આંખે દેખાતી જમીન ઉપર ચલાય, જાજમ ઉપર નહી, કીડી હોઈ પણ શકે. કુતૂહલથી જાજમ ઊપડાવતા કીડીઓની લંગાર જોવામાં આવી. અકબર તો આભો જ થઈ ગયો. શું જૈનસાધુઓ ! શું જેનસાધુઓના સૂક્ષ્મ આચારો ! શું જેનસાધુઓની practical સૂક્ષ્મ દયાભાવના ! આવા મહાન જૈનાચાર્યની કેટલી સૂક્ષ્મ આચારચુસ્તતા અને આત્મ જાગૃતિ, આ સૂક્ષ્મક્રિયા પરત્વેની જાગૃતિ જોઈ અકબર આચાર્ય ઉપર ફીદા ફીદા થઈ ગયો. મનોમન સૂરિજીને ગુરૂપદે સ્થાપી દીધા. પછી તો રોજેરોજની ધર્મચર્ચા દ્વારા આચાર્યશ્રીએ અકબરને ધર્મભાવનાથી પ્લાવીત-ભાવીત કરી દીધો. રોજની 500 ચકલીની જીભ ખાનાર, તીવ્ર કામાસક્ત, લાખો માનવોની નિર્દય કલ કરનાર, સ્ત્રી, બ્રાહ્મણો અને જાનવરોની નિર્મમ હત્યા કરનાર અકબર બાદશાહ અહિંસક બન્યો, સજ્જન બન્યો, ધાર્મિક બન્યો, તે સૂરિજીના તપોમય તેજપૂર્ણ સત્સંગનો જ પ્રભાવ હતો. હવે જૈન કે મુસલમાનપણાની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી. ગુરૂ શિષ્યપણાનો ભાવ પ્રસ્થાપિત થયો હતો. વાતે વાતે રાજ્યના તમામ કાર્યોમાં અકબર સૂરિજીની સલાહ માંગતો, સૂરિજી પણ ધર્મમર્યાદાની અખંડિતતા જાળવી પ્રજાની ઉન્નતિ અને આબાદિ થાય, પરિણામે ઘર-ઘરમાં ધાર્મિકતા વણાઈ જાય, એવી સલાહ-સુચનો ...28...
Page #36
--------------------------------------------------------------------------
________________ આપતા રહેતા. આમ, પાછલા બારણે આખુ દિલ્હીનું રાજ એક જૈનાચાર્યના આંખના ઈશારે ચાલતું. ન ભય, ન ભ્રષ્ટાચાર, ન કૌભાંડો, ન કાવાદાવા, ન સત્તાભૂખ, ન ટાંટીયાખેંચ, પ્રજા પણ નિર્ભય અને નિશ્ચિત, સુખ શાંતિમાં મહાલતી પ્રજાને નિહાળી રાજા પણ ખુશખુશાલ. બધુ જ પરિણામ હતુ સૂરિજીની કુનેહ બુદ્ધિનું. સૂરિજી નિસ્પૃહી હતા, તો સમ્રાટ શ્રદ્ધાળુ હતો. અકબર દ્વારા ભેટ રૂપે અપાતી સાહિત્યગ્રંથ પણ હીરસૂરિજીને પરિગ્રહ રૂપ લાગતો હોઈ ન સ્વીકાર્યો. આવી પરાકાષ્ટાની નિરિહતા જોઈને જ અકબરે તેમને “જગ_રૂ' નું બિરૂદ આપ્યું હતું. કેવો એ સુવર્ણકાળ હશે ! રાજાની પ્રસન્નતાનો પાર ન હતો, કારણ હીરસૂરિ જેવા ગુરૂ મળ્યા હતા. સૂરિ પણ આનંદિત હતા, કારણ અકબર જેવો આજ્ઞાંકિત શિષ્ય મળ્યો હતો. આવા સૂરિ અને સમ્રાટ જે પ્રજાને મળ્યા હોય તે પ્રજા કેટલી ખૂશખૂશાલ હોય ! કેટલી ધન્ય હોય ! અહીં વ્યક્તિભેદ-જાતિભેદ ભૂંસાઈ ગયો હતો, ધર્મભેદનો વિચાર પણ ગોત્યો જડે તેમ ન હતો. બે ગુણિયલ વ્યક્તિનો સંગમ હતો. રાજસત્તા અને ધર્મસત્તાનું સુભગ મિલન હતું. એક મુસ્લિમ રાજાના માથે જૈનધર્મગુરૂના અઢળક આશિષ હતા. સાથે રાજાના શાસન ઉપર ધર્મગુરૂનું અનુશાસન હતું. તેથી જ પર્યુષણના દિવસોમાં અહિંસાના ફરમાનો બહાર પડી શકતા, તેથી જ બકરી ઈદના દિવસે થતી ઘોર હિંસાઓ ઉપર મુસ્લિમ રાજમાં પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઈ જતો. ધર્મ વિહોણા રાજ્યનું પરિણામ બરબાદી સિવાય શું હોઈ શકે? ધર્મગુરૂની છત્રછાયા વિહોણા રાજાનું પરિણામ પણ “પતન” સિવાય શું હોઈ શકે ? અસંખ્યકાળનો ઈતિહાસ પણ કહે છે કે, રાજાના માથે ધર્મગુરૂ જોઈએ જ, જો રાજા મર્યાદા ચુકે તો ધર્મગુરૂ તેને ઠેકાણે લાવી શકે અને પ્રજાની બરબાદી અટકાવી શકે. ...29...
Page #37
--------------------------------------------------------------------------
________________ એક મુદ્દાની આ અમુલ્ય વાત જો આજના કાળે સમજાઈ જાય તો રાજા સુરાજા બને, રાજ્ય સુરાજ્ય બને, પ્રજા આબાદ બને, સ્થિરતાઅખંડિતતા-બિનસાંપ્રદાયિકતા-નિર્ભયતા બધુ જ સહજ થઈ જાય, શરત એટલી છે ધર્મગુરૂ પરાર્થ રસિક અને નિઃસ્પૃહી જોઈએ, અને રાજા પ્રજારસિક અને આજ્ઞાંકિત જોઈએ. સમ્રાટોના માનપાનમાં અને મિલનોમાં જ ગળગળા થઈ જાય તે સાચા અર્થમાં સંત નથી. સમ્રાટોની ચાપલૂસી-કાકલૂદી કરનાર સાચા અર્થમાં સંત નથી. સમ્રાટોના પરિચય માત્રથી સ્વપ્રસિદ્ધિનો ડંકો વગાડનાર સાચા અર્થમાં સંત નથી. સંત અલિપ્ત હોય, નિરાળો હોય, સત્યશોધક અને આચારપ્રેમી હોય. * અકબરે એકવાર હીરસૂરિજીને પૂછેલ કે, મારે મીન રાશીમાં શનિની પનોતી બેઠી છે. તેમાંથી ઉગરવાની કોઈ જડીબુટ્ટી બતાવો, સમ્રાટ અને પરમભક્ત એવા અકબરની લેશમાત્ર શેહ-શરમ રાખ્યા વિના સૂરિજીએ સણસણતો જવાબ આપી દીધો કે “અમે સાધુ છીએ-જોષી નહી, “ધર્મચર્ચા અમારો વિષય છે, કર્મચર્ચા નહી, ધર્મ મર્યાદાના પગથીયા અમે ચુકીએ તો પતનની ઊંડી ખાઈમાં અમારે પણ ધરબાઈ જવું પડે.” ' સૂરિજીનો મર્યાદાપ્રેમ જોઈ અકબર અતિપ્રભાવિત થઈ ગયો, વણમાંગે પ્રધાનોની સામે મુતના ખડકલા કરતા સાધુઓને આ પ્રસંગ ઘણી શીખ આપી જાય છે. રાજા અને ગુરૂનો સંબંધ સ્વાર્થ નહી પણ પરાર્થ અને શ્રદ્ધાના તાંતણે બંધાએલો હોવો જરૂરી છે. હા, એમાં પણ અનેકાંત છે. ક્યારેક રાજાના રક્ષણાર્થે કોઈ પ્રયત્ન કરવા પણ પડે, અકબરને માથુ ફાડી નાખે એવી શિરો વેદના થઈ ત્યારે ભાનુચંદ્રમુનિએ મંત્રોના સ્મરણ પૂર્વક કપાળ ઉપર હાથ ફેરવ્યો અને એક ક્ષણમાં અસાધ્ય વેદના ગાયબ થઈ ગઈ. આ છે અનેકાંત, ક્યાંય સ્વાર્થની ગંધ ન જોઈએ. ..30...
Page #38
--------------------------------------------------------------------------
________________ આટલા મહાન જૈનાચાર્ય અને સમ્રાટ અકબરના ગુરૂ માટે આશ્ચર્ય પમાડે એવી એક બીના એ છે કે અંત સમયે મૃત્યુ નજીક આવતા તેમણે કોઈપણ પ્રકારની દવા-ચિકિત્સા ન કરવાનો દઢ સંકલ્પ કર્યો હતો. - વિશ્વ પ્રત્યેની કોમળતા અને જાત પ્રત્યેની કઠોરતાનું આ સૂચક હતું. એક મહાન ગુરૂ અને આજ્ઞાંકિત શિષ્યના સમાગમે પંદરમી-સોળમી સદીના ઈતિહાસને જાજરમાન કરી દીધો. વિજય હીરસૂરિના ગુણો ગાવાની ક્ષમતા આપણી ક્યાંથી ? આ પ્રસંગે સમ્રાટ અકબર જેવા રાજા અને વિજય હીરસૂરિ જેવા ગુરૂ ભારતવર્ષની પ્રજાને મળતા રહે એવી ભાવપૂર્ણ અપેક્ષા-પ્રાર્થના. * * * * * ..31...
Page #39
--------------------------------------------------------------------------
________________ કર્મસત્તાના ભેદી ચાલને સમજી લેવા જેવી છે. નોકરને અચાનક રૂા. દસ હજાર ની જરૂર પડી, શેઠ પાસે માગ્યા, ઉદારદિલ છતાં થોડા મગજના કેક એવા શેઠે રૂા. દસ હજાર આપી દીધા. થોડા દિવસ બાદ નોકરે બાકી રહેલો એક મહિનાનો પગાર માંગ્યો, શેઠ કહે, ‘હાલ સગવડ નથી. ચાર-છ દિ પછી લઈ જજે.' ત્યાર પછી ગમે તે કારણે નોકરે નોકરીએ આવવાનું બંધ કરી દીધું. પંદર દિવસ બાદ શેઠ અને તેના મિત્ર ઓફિસ જઈ રહ્યા હતા. સામેથી તે નોકર મળ્યો, શેઠ જાણે ગભરાઈ ગયા હોય એમ ઝડપથી બાજુની ગલીમાં ઘુસી ગયાં. મિત્ર પુછે છે કેમ ગભરાઓ છો ? તમારા પગ કેમ થથરે છે ? શેઠ કહે, સામેથી પેલો નોકર આવે છે એટલે. પણ તમે તેનું શું બગાડ્યું છે ? શેઠ કહે, મારી તેની પાસે દસ હજાર ની લોન છે. લોન લીધા પછી મોટું બતાવવા ય આવ્યો નથી. - મિત્ર કહે, પણ એમાં તો એણે તમારાથી ગભરાવવાનું હોય, તમે કેમ થથરો છો ? શેઠ કહે, મારે એક મહિનાનો રૂા. ત્રણ હજારનો પગાર ચુકવવાનો બાકી છે. મને જોશે તો માંગણી કરશે. એટલે લપાઈ ગયો છું. મિત્ર તો શેઠની દુર્દશા જોતો જ રહ્યો. દસ હજાર ગયા તે દેખાતા નથી. ત્રણ હજાર પગારના બચી ગયા તેનો શેઠને આનંદ છે. શેઠને પાગલ કહો કે કેક કહો, અબુજ કહો કે ઉલ્લુ કહો જે કહેવું હોય તે કહો, આપણે પણ આવા અબુજ છીએ. થોડું આપી ઘણું ઝુંટવી લેવાની કર્મસત્તાની મેલી રાજરમત છે. ...32...
Page #40
--------------------------------------------------------------------------
________________ જેના victim આપણે બન્યા છીએ. સારૂ શરીર અને થોડું સારું ખાવાનું આપી આપણા નિરાહારીપણાને ઝુંટવી લીધું છે. એકાદ સ્ત્રીના થોડા સુખ આપી ને આપણી પરબ્રહ્મસ્વરૂપ અવસ્થાને લુંટી લીધી છે. - થોડી બુદ્ધિ કે જ્ઞાન આપી આપણા અનંત જ્ઞાનને આવરી લીધું છે. થોડા બહારના વિલાસ વૈભવ આપી અંદરની અપાર સમૃદ્ધિ ખુંચવી લીધી છે. - થોડું મળી જવાથી રાજી થવાની મુર્ખામી કરવા જેવી નથી, કેટલું લુંટાયું છે ? તેના તરફ દૃષ્ટિપાત કરવાનો છે. આપણે માત્ર વર્તમાન અવસ્થામાં જીવી રહ્યા છીએ, ભૂતકાળની કોઈ યાદ નથી, ભાવીની કોઈ ચિંતા નથી, એટલે જ આ લુંટનું ભાન નથી. વર્તમાનમાં મળતા થોડા સુખમાં એવા લીન થઈ જઈએ છીએ કે ભાવીના અનંત દુઃખોની કોઈ કલ્પના, કોઈ વિચાર જ નથી. બીલાડીને માત્ર દુધ જ દેખાય છે, પાછળ રહેલી સોટી દેખાતી નથી, તેવી દશા આપણી છે. માત્ર ક્ષણીક સુખો જ દેખાય છે. કર્મનું કામ છે આંગળી આપી પોચું પકડવાનું, થોડું આપીને ઘણું ઝબ્બે કરવાનું. - પૂર્વ કાળમાં ચાના બગીચામાં ગુલામો કામ કરતા હતા. શેઠીયાઓ તેમની પાસે રાત-દિવસ કાળી મજુરી કરાવતા, બદલામાં આપે શું ? રોટલો અને મરચું, મામુલી પગાર, મજુરીનો પાર નહીં, વળતરનું નામ નહીં, કર્મ સત્તા આવા જ કામ કરે છે, આપે થોડું કઢાવે ઘણું. આપણે બીલાડીના દુધ જેવા સુખમાં એવા આસક્ત થઈ જઈએ છીએ કે વેદનાઓના ફટકા દેખાતા જ નથી. જળો નામનું એક જાનવર છે. શરીરનું અશુદ્ધ લોહી બહાર કાઢવા આ ...33...
Page #41
--------------------------------------------------------------------------
________________ પૂર્વકાળના વૈદ્યો આ જળોનો ઉપયોગ કરતા હતા. દર્દીના અશુદ્ધ લોહી ઉપર જળોને બેસાડી દેવામાં આવે, તે અશુદ્ધ લોહીને ચુસી લે, તે લોહી જળોના શરીરમાં આવવાથી તે ઋષ્ટ-પુષ્ટ થઈ જાય છે. પછી તેના શરીરમાંથી લોહી કાઢવા માટે તેના શરીરને નિચોવવામાં આવે છે, ત્યારે તેની પીડા અસહ્ય હોય છે. જોનારને કમકમાટી છૂટી જાય એવી દયનીય તેની દશા હોય છે. લોહી પીવાના થોડા આનંદનું પરિણામ કેવું ભયંકર છે ? જોયું ને! જે પુષ્ટ થતો નથી તેને પીડા નથી. પુષ્ટ થાય તેને પીડા ભોગવ્યા વિના છુટકારો નથી. પુષ્ટનો અર્થ સમજી ગયા ને ? માત્ર શરીરથી જ પુષ્ટ નહીં, શરીરથી, ભોગથી, સમૃદ્ધિથી, માન સન્માનથી તમામ ક્ષેત્રે જે પુષ્ટ થાય છે, તે બધા માટે આ વાત સમજવી. શાસ્ત્રમાં અઍકારી ભટ્ટા નામની સ્ત્રીની પણ આવી જ કથા આવે છે. લગ્ન પૂર્વે જ પતિ સાથે તે શરત મુકે છે કે, “હું કહું તેમ તમારે કરવું પડશે. તો જ પરણું.” પતિ તેના રૂપમાં મોહિત હોઈ શરત માન્ય કરે છે. સ્ત્રી ગર્વિષ્ટ છે. અહંકારી છે. રૂપાળી છે પણ સ્વભાવની કર્કશ છે. કોઈ તેની સામે ચૂં કે ચા કરી શકે નહી, એટલે જ એનું નામ “અચ્યકારી ભટ્ટા' પડી ગયું હતું. લગ્ન બાદ ભટ્ટા કહે, તમારે નવ વાગ્યા પહેલા ઘેર આવી જવું. પતિએ આ વાત કબુલી, વર્ષોના વહાણા વિત્યા, રોજ બીકનો માર્યો પતિ સમયસર હાજર થઈ જતો. એકદા રાજના કામમાં રોકાયેલ હોવાથી મોડું થઈ ગયું. પત્નિ અકળાઈ ગઈ, પોતાનું વચન ન પાળ્યાનો ભયંકર રોષ પતિ ઉપર ઉતાર્યો, આગળ પાછળનો કોઈપણ વિચાર કર્યા વિના ઘરમાંથી નિકળી ગઈ. ખુબ રખડી, ખુબ હેરાન થઈ ગઈ, ખુબ ભુખ-તાપ-તડકા વેક્યા. ...34...
Page #42
--------------------------------------------------------------------------
________________ એકદા ચોરોની પલ્લીમાં ફસાઈ ગઈ, તે રૂપાળી હોઈ ચોરોએ તેના લોહીનો વેપાર કરવાનો વિચાર કર્યો, અંધકારભર્યા ભંડારીયામાં તેને પુરી દીધી. તેના શરીરનું લોહી નીચોવી નીચોવીને કાઢવા લાગ્યા, લોહીના અભાવે શરીર હાડપિંજર જેવું દુબળું અને નિસ્તેજ થઈ ગયું. ત્રણ-ચાર મહિના તેને સારા સારા માલ મલિદાઓ ખવડાવવામાં આવે, શરીર ફરી ઋષ્ટ-પુષ્ટ થાય, ફરી નિચોવી નિચોવીને લોહી કાઢવામાં આવે, લોહી કાઢતી વખતે તેની વેદના, તેની કંપારીઓ, તેની ચીસાચીસો કરૂણા ઉપજાવે તેવી હોય. ખવડાવવાનું સારું, પણ લોહી કાઢવા માટે, શું આવા સમયે તે ભટ્ટાને માલમલિદાઓ ખાવાનો આનંદ હોય ખરો ? શું તે મજેથી ખાઈ શકે ? નહીં, હરગિજ નહીં, ખાઈને ઋષ્ટ થયા પછીના દુઃખદ અંજામો, કારમી વ્યથા તે જાણે છે. મજા થોડી અને સજાનો પાર નહીં, એટલે મીઠાઈઓ ખાતા પણ આનંદને બદલે ખેદ હોય. મીઠાઈના ભોજન ભલે ના મળે પણ યાતનામાંથી ક્યારે છુટકારો થાય ? એવું જ ઈચ્છતી હોય છે. પછી તો નસીબ યોગે તે છૂટી જાય છે, ઘરે આવી જાય છે. અવિચારી પણે લીધેલ નિર્ણયનું ભાન થતા પતિની ક્ષમાયાચના કરે છે. દુઃખના મૂળમાં રહેલા અહંકારને દેશવટો આપી શાંત-પ્રશાંત બની જાય છે. શેષ જીવન પતિ સાથે આનંદથી વિતાવે છે. આપણી વાતનો હાર્દ એ છે કે “ચોરો ભટ્ટાને ખવડાવે છે લોહી ચુસવા માટે જ, તેમ કર્મસત્તા આપણને થોડું આપે છે, આપણું સર્વસ્વ લુંટવા માટે જ.” આજે માલમલીદા આપે છે. કાલે નાના જીવજંતુઓના અવતારમાં ધકેલી દેશે. આજે આઠ રૂમનો ફ્લેટ આપે છે, કાલે ઝાડ-પાનમાં ટ્રાન્સફર કરશે, જ્યાં એક શરીરમાં અનેકની સાથે રહેવું પડશે. ...35...
Page #43
--------------------------------------------------------------------------
________________ આજે A.C. ગાડી આપે છે, કાલે ધગધગતા હજારો સુર્ય કરતા પણ જ્યાં વધુ ગરમી છે એવી નરકમાં ધકેલી દેશે. આજે નોટોના બંડલ આપે છે, કાલે ફુટપાથ ઉપર ભીખ માંગતા કે કચરાપેટીમાંથી દાણા ગોતતા ભિખારી બનાવી દેશે. આજે મહિને ત્રીસ જોડી કપડા આપે છે, કાલ એવી હશે કે કડકડતી ઠંડીમાં એક ચીથરૂ શરીર ઢાંકવા ના મળે. આ કર્મસત્તાની ગદ્દારી છે. એટલે જ સુખ-સમૃદ્ધિ-સામગ્રી વિગેરે મળ્યા છે, એમાં મોહ કે અહંકાર ના કરવો. બધુ પારકું છે. પારકા ધન ઉપર તાગડધિન્ના ના થાય. પારકું એટલા માટે જ છે કે કર્મને આપવું હોય એટલું જ આપે છે, આપવું હોય ત્યારે જ આપે છે, ધારે એટલા સમય માટે જ આપે છે, મન થતા તુરંત પાછું ઝુંટવી લે છે. ધાર્યું મળતું નથી, મળેલું ધાર્યું ભોગવાતું નથી. ધાર્યું ટકતું ય નથી. તમામ સામગ્રીઓ કર્મ તરફથી વ્યાજે મળી છે. તેને આપણી માની લેવાની મુર્ખામી ના થાય, સમય થતા પરત કરવી જ પડવાની છે, ત્યાં સુધી થાય એટલો સદુપયોગ કરી લેવાનો છે. vid.... MAN PROPOSISE, GOD DISPOSE ભાગ્યના દ્વાર ઉઘડવાની ઘડીએ આજે કર્મના દ્વેષનો અંધકાર ફરી વળ્યો છે, ચોતરફ વાયરા ફેંકાય છે તોફાન તણા નાશનો કારમો પડકાર ફરી વળ્યો છે. ...36...
Page #44
--------------------------------------------------------------------------
________________ મન સ્થિર થતા સિદ્ધિઓ સામે ચાલીને આવે છે ખળ ખળ વહેતી નદીનું પાણી ગટરમાં જઈ ખારા સમંદર ભેગું થઈ જતું હોય, તૃષાળુની તૃષા શાંત કરવામાં ઉપયોગી ના થતું હોય તો તે મીઠા પાણીની કોઈ કિંમત નથી. વૃક્ષ લીલુછમ હોય, ઘટાદાર હોય, પણ વાંક્યું હોય, ફળોનું આગમન ન થતુ હોય તો તે વૃક્ષની કોઈ કિંમત નથી. ધરતીનું ફલક વિશાળ હોય, પણ ઉજ્જડ હોય, ધાન્યનો દાણો દેવા ય અસમર્થ હોય, તો એ ધરતીની કોઈ કિંમત નથી. હિરાજડીત ઘડીયાળ હોય પણ સાચો સમય જ જો ન બતાવતી હોય તો તે લાખોની ઘડીયાળની કોઈ કિંમત નથી. અમેરીકન ડીગ્રી ધરાવતા M.D. ડોક્ટર હોય પણ રોગ મટાડી ના શકતા હોય તો તે ડીગ્રીની કોઈ કિંમત નથી. વસ્તુ નહી તેના ઉપયોગ ઉપર તેની કિંમત અંકાય છે. એજ ન્યાયે માનવ અવતાર પામ્યા પછી જો ધર્મ સાધના થતી ના હોય, કર્મમુક્ત થવાનો પ્રયત્ન ના થતો હોય તો તે માનવ ખોળીયાની પણ કિંમત નથી. Human Life સાચે જ Precious છે, પણ સાધના કરે એના માટે. કસાઈ બનીને ઢોરો કાપ્યા કરે, ભંગી બનીને ગંદકી ચુધ્ધાં કરે, માછીમાર બનીને માછલા પકડ્યા કરે, ખુંખાર ગુંડા બની લુટફાટ કે હત્યાઓ કર્યા કરે એના માનવ ખોળીયાને કોઈ કાળે કિંમતી કહી શકાય નહીં. સાધનાઓ ઘણી કરી, પણ અફસોસ સંસાર વધારનારી. ગરોળી બની માખી પકડવાની સાધના કરી, બગલા બની માછલા ઉપર તરાપ મારવાની સાધના કરી, બિલાડી બની કબુતરને પીંખી નાખવાની સાધના કરી, કુતરા બની બિલાડીના બાર વગાડવાની સાધના કરી, શિકારી બનીને પશુ પંખીઓને વિંધી નાખવાની સાધના કરી. ...37...
Page #45
--------------------------------------------------------------------------
________________ આ બધી જ સાધના સંસારવર્ધક બની, મારક બની. હવે તારક સાધના કરી માનવ અવતારને લેખે લગાડવાનો છે. ધર્મસાધના જ જીવનનું મંગલ સાધ્ય છે. તે સાધનાના પેટ્રોલથી જ જીવનની ગાડીને હંકારી શકાય છે. ધર્મસાધના કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે મનની સ્થિરતા, મન ચંચળ છે. તેની દોટ મેરેથોન છે. તેને રોકવું-પકડવું-સ્થિર કરવું મહાયોગીઓ માટે પણ દુઃસાધ્ય છે. તેથીજ આનંદઘનજી જેવાએ કહ્યું, મનડું કીમહી ન બાજે હો કુંથુજિન..મનડું, જિમ જિમ જતન કરીને રાખુ તિમ તિમ અળગુ ભાગે, માણસ આરામમાં હોવા છતાં મન દોડતું રહે છે. મનને કોઈ મંઝીલ નથી, કોઈ સીમા નથી, કોઈ લક્ષ્ય નથી, કોઈ ધ્યેય નથી, કોઈ સાધ્ય નથી. બસ દોડવું, આંખ મિંચિને વગર વિચાર્યું દોડ્ય રાખવું એ જ તેનો સ્વભાવ છે. મળે એટલું ઓછું લગાડવાની મનની પ્રકૃતિ છે. તેથી ઘણું મળવા છતાં ભિખારીપણું-માંગણવૃત્તિ જતી નથી. A King himself is a beggar when his kingdom does not satisfy him. સ્થિરતા નથી તેથી જ શાંતિ નથી, જ્યાં સ્થિરતા છે ત્યાં સમતા છે, ત્યાં સિદ્ધિ છે. | નદીનું પાણી સ્થિર છે ત્યાં સુધી શાંત છે. કાંકરી નાંખતા વમળો પેદા થતા ડહોળામણ શરૂ થઈ જાય છે. મનને તેના વિષયના Raw Material ની shortage ક્યારેય પડતી નથી. વિષયો મળતા જ રહે, વિચારધારા ચાલુ જ રહે, તદનુરૂપ દોડધામ ચાલુ ને ચાલુ જ રહે. અંગુલીમાલ નામનો ખુંખાર ડાકુ હતો, માણસનો હત્યારો હતો, માંસના લોંદા ખાનારો હતો, હત્યા કરેલા માનવોની આંગળીઓ કાપી તેની માળા 38...
Page #46
--------------------------------------------------------------------------
________________ બનાવી રોજ નવી નવી માળા પહેરવાનો તેને તામસી શોખ હતો, માણસ જોયો નથી ને હત્યા કરી નથી, તેના નામ શ્રવણથી માનવો થથરી ઉઠતા. એકવાર બુદ્ધ તે માર્ગે જતા હોય છે. લોકો અટકાવતા કહે છે - ‘ત્યાં ન જાવ, રાક્ષસી અંગુલીમાલ કોઈને છોડતો નથી. ગયા પછી જીવતા પાછા નહીં આવો.” લોકવચનની બુદ્ધના મન ઉપર કોઈ જ અસર થઈ નહીં, શાંત-પ્રશાંત ગતિએ તેઓ સહજ આગળ વધતા ગયા. ઝાડ ઉપર બેઠેલો અંગુલીમાલ ભુલા પડેલા માનવને જોઈને રાજીનો રેડ થઈ ગયો, ઘણે દિવસે બકરો મળ્યો હતો. ઉપરથી ત્રાડ નાખી, “એ ! ઉભો રહે.” બુદ્ધ ઉપર તેની ગર્જનાની કોઈ અસર થઈ નહીં. તેઓ ચાલતા જ રહ્યા. એ ય સાંભળે છે કે નહીં ? ઉભો રહે, મારૂ નામ, મારા કામ સાંભળ્યા નથી લાગતા?” બુદ્ધ એ જ મસ્તીથી ચાલતા રહ્યા, અંગુલીમાલનો ગુસ્સો આસમાને ચઢ્યો. આખું જંગલ ધ્રુજી ઉઠે એવી ત્રાડ નાખી, “ખબરદાર, ઉભો રહે છે કે નહીં ?'' ધારદાર ચમકતી તલવાર બુદ્ધના કંઠે ધરી દીધી, લેશ માત્ર ગભરાટ વગર ધીર સ્વરે બુદ્ધ બોલ્યા, “હું તો ઊભો જ છું, તું ચાલે છે, તું દોડે છે. તલવાર ખુશીથી ચલાવ, તારી તલવાર મને મારી શકે એ વાતમાં કોઈ માલ નથી.” અંગુલીમાલ તો સાંભળીને ડઘાઈ જ ગયો, શું આ મુર્ખ છે ? પાગલ છે ? કે તત્વજ્ઞ છે ? પોતે ચાલે છે છતા કહે છે, “હું ઉભો છું.” હું મજેથી ઝાડ ઉપર બેઠો છું છતા કહે છે કે, “તું દોડે છે.” તલવારથી ડોકું ઉડાવી દેવા ...39....
Page #47
--------------------------------------------------------------------------
________________ છતા કહે છે કે, “હું મરવાનો નથી.” બુદ્ધ જ્ઞાની હતા, સ્થિતપ્રજ્ઞ હતા, પ્રસંગની તેમને મન અસર ન હતી. મોતનો તેમને ભય ન હતો. Success Comes to the man who does not fear failure. નિષ્ફળતાનો ડર નથી તેને જ સફળતા વરે છે, મોતનો ભય નથી તેને જ અમરતા વરે છે. બુદ્ધના ઓજસ્વી આભામંડલમાં અંગુલીમાલનો ક્રોધ સહેજ ઓસરતો ગયો, તેને થયું આ કોઈ અસામાન્ય માનવા લાગે છે. કો'ક મહામાનવ લાગે છે. | વિનમ્રતાથી પુછે છે, આપના વિરોધાભાસી કથનનો અર્થ ન સમજાયો, કૃપા કરી સમજાવો. બુદ્ધ કહે, હું સંત છું. નિષ્પરિગ્રહી છું. ઈચ્છારહિત છું. તેથી જ દુનિયાનો Great સમ્રાટ છું. I have the greatest of all riches that of not desiring them. સમૃદ્ધિની ઈચ્છા નથી માટે મહાન સમૃદ્ધ છું. વૈભવની કામના નથી માટે મોટો વિલાસી છું. કશું જોઈતુ નથી માટે મારૂ મન સ્થિર છે. મનની સ્થિરતાથી ચાલવા છતા ઉભો છું. તું ઝાડ ઉપર આરામથી બેઠો હોવા છતા તારૂ મન સર્વત્ર દોડે છે, “આને લુટી લઉં” આને ત્યાં ધાડ પાડું, આને મારી નાખું, રાજાની તિજોરી તોડી નાખું, વિ.વિ. વિકલ્પોની તારી હરણફાળ દોટ અવિરત ચાલુ જ છે. - હવે સમજાયું ? જેનું મન સ્થિર તે ચાલવા છતા ઉભો છે જેનું મન અસ્થિર તે બેઠો હોવા છતા દોડતો હોય છે. અંગુલીમાલ સાંભળતો જ રહ્યો, તેના કર્મપટલો બુદ્ધની વેધક વાણીથી ભેદાઈ ગયા, દિવ્ય ઉપદેશના પ્રકાશમાં અજ્ઞાનના અંધારપટ ઉલેચાઈ ગયા. તે બુદ્ધના ચરણમાં પડી ગયો, પૂર્વના અગણિત પાપાચારોને યાદ કરતા 40...
Page #48
--------------------------------------------------------------------------
________________ તેની આંખમાંથી અશ્રુનો ધોધ વહેવા લાગ્યો. આંસુઓની અંજલીથી બુદ્ધના ચરણ પખાલી સદા માટે તેમનું શરણ સ્વીકારી લીધું. શેતાન મટીને સંત બન્યો, ભોગી મટીને ત્યાગી બન્યો, ડાકુ મટીને સાધક બન્યો. પ્રસેનજિત્ રાજા હજારો સૈનિકો સાથે આ ડાકુની ભાળ મેળવવા નિકળ્યો છે. બુદ્ધની પાસે આવીને પુછે છે. અંગુલીની માળવાળા શેતાનને જોયો ? બુદ્ધ કહે- “તે હવે શેતાન નથી રહ્યો, સાધુ બની સાધનાની પગદંડીએ ચડી ગયો છે. જુઓ આ જ છે ને તે અંગુલીમાલ ?' પ્રસેનજિન્ના અચરજનો પાર ન રહ્યો, ખુંખાર ડાકુ પળ બે પળમાં બોધ પામી સાધનામાં લીન બની ગયો. તેને નમસ્કાર કરી પ્રસેનજીત્ વિદાય થયા, અંગુલીમાલ આત્મસાધનામાં વિલિન થઈ ગયા. અંતે... જે શોધવામાં જીંદગી આખી પસાર થાય, ને એજ હોય પગની તળે એમ પણ બને. * * * * * ...41...
Page #49
--------------------------------------------------------------------------
________________ વિદ્યા વિનયથી શોભે છે જ્ઞાન એ ધ્રુવનો તારો છે. જે આમ તેમ આથડતાને રાહ ઉપર લાવે છે. જ્ઞાન એ દીપતો સૂરજ છે જે અંધારામાં અટવાએલાને પ્રકાશિત કરે છે. જ્ઞાન એ અમૃત છે જે વિકૃતિઓના ઝેરનો નાશ કરી ર્તિ-તાજગી-અમરતા બક્ષે છે. આવા મહાન જ્ઞાનને પામવા માટે બુદ્ધિ જોઈએ, પણ તેના કરતાં વધુ મહત્વની વાત એ છે કે જ્ઞાનને પચાવવા ભક્તિ જોઈએ. બુદ્ધિ વિના જ્ઞાન મળે નહીં. ભક્તિ વિના જ્ઞાન ફળે નહીં. જ્ઞાનદાતા ગુરૂની ભક્તિ-વિનાનું, કૃપા વિનાનું, વિનય વિનાનું જ્ઞાન તારકને બદલે મારક બને છે. જ્ઞાન લેતા પૂર્વે ગુરૂનો વિનય-ભક્તિ કરવાની વિધિ છે. તેમનું આસન પાથરવું, સારા ખાન-પાનથી તેમની ભક્તિ કરવી. તેમના મનની પ્રસન્નતા જાળવવી. તેમની સન્મુખ બેસવું, આંખોમાં આંખો પરોવવી, બહુમાન ભાવથી સાંભળવું, જ્ઞાન લીધા પૂર્વે અને પછી વંદના કરવા વિ.વિ... પૂર્વકાળમાં રાજકુમારો તપોવનમાં-ગુરૂકુળોમાં ભણતા, રાજકુમારો હોવા છતાં ગુરૂની તનતોડ સેવા કરતા. લાકડાના ભારા લાવવા, રસોઈ કરવી, ગુરૂના કપડા વાસણ સાફ કરવા, પગચંપી કરવી, તેમનો પડતો બોલ ઝીલવો. વિ.બધું જ કરતા, આ ભક્તિના પ્રભાવે બાર વર્ષે જ્ઞાનાર્જન કરી જ્યારે તેઓ બહાર નીકળતા ત્યારે તેમનો પ્રતાપ-અને પ્રભાવ અલૌકિક બની રહેતો, સર્વવિદ્યામાં કુશળ બનતા, આખું રાજ ચલાવવા સમર્થ બનતા, આ પ્રભાવ છે ભક્તિ-બહુમાનનો. ગૌતમાદિ અગ્યાર ગણધરો પરમાત્માને વંદન કરી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને પ્રત્યેક પ્રદક્ષિણાએ પૂછે છે, “ભયવં ! કિં તત્ત ?" હે ભગવંત ! તત્વ શું છે ? પ્રભુ કહે- “ઉપૂઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા, વસ્તુમાં ઉત્પત્તિ છે, નાશ છે, અને ધ્રુવતા પણ છે,” આ ત્રણ પદમાંથી ગણધરો ...42...
Page #50
--------------------------------------------------------------------------
________________ વિરાટકાય દ્વાદશાંગીનું સર્જન માત્ર અંતર્મુહૂર્તમાં કરી શકે છે, આ પ્રભાવ છે તેમનો પ્રભુ પ્રત્યેના અનહદ ભક્તિ બહ્માનભાવનો-વિનયભાવનો. * આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પ્રારંભિક સંયમજીવનમાં બનારસના માર્તડ પંડિત બદ્રિનાથ પાસે ભણતા હતા. લગ્દર્શન, ન્યાય વિ. વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરતા હતા. પોતે સાધુ હોવા છતાં ગૃહસ્થ પંડિતનો અપૂર્વ વિનય કરતા. ગુરૂ જેટલો જ આદરભાવ તે પંડિત માટે હતો. છાણીથી બરોડા પાંચ કિ.મી. ચાલીને પંડિત પાસે ભણવા જતા, પંડિતને મુડ હોય તો ભણાવે, નહીં તો કહી દે, “મહારાજ ! આજ ટાઈમ નહીં હૈ, આજ બહાર જાના હૈ, આજ મુડ નહીં હૈ, કલ આના.” ફરી પાંચ કિ.મી. ચાલીને પાછા જવું પડે, તે વખતે પણ તેમના મનમાં કોઈ ખેદ ના હોય, પંડિત પ્રત્યે લેશમાત્ર અસદ્ભાવ ના હોય, ભણાવ્યા જેટલો જ આનંદ, અરે, એનાથી વિશેષ આનંદ ન ભણાવવા છતાં આવે. આને કહેવાય સ્થિતપ્રજ્ઞતા. આને કહેવાય ગુરૂબહુમાનની પરાકાષ્ટા, સમર્પણભાવની પરાકાષ્ટા. - “બહાર જવું હતું કે મૂડ ન હતો તો ફોન કે કાગળથી સમાચાર મોકલી દેવા જોઈએને, તો પાંચ કિ.મી. પગ ઘસીને આવત નહીં ને, દસ કિ.મી. નો ખોટો ધક્કો થયો.” આવો વિચાર કરે તે સાચો વિદ્યાર્થી નથી, સાચો શિષ્ય નથી. વિદ્યાદાતા પ્રત્યે લેશમાત્ર અસદ્ભાવ થયો એટલે બુદ્ધિના કડાકા થયા જ સમજો, ક્ષયોપશમ ભાવ મંદ પડ્યો જ સમજો. ગુરૂ માટે લેશમાત્ર આડો અવળો વિકલ્પ ના કરે તે જ સાચો શિષ્ય. બદ્રિનાથજી પાસે ભાનુવિજયજી ભણ્યા તો હશે શરૂઆતના બે-ચાર વર્ષ, પણ કૃતજ્ઞતાભાવ નભાવ્યો આખી જીંદગી. કાયમ પંડિતજીને યાદ કરે, તેમના ઉપકારભાવને યાદ કરે. દર વર્ષે તેમને બોલાવે, બાદશાહી ઠાઠથી પંદરેક દિવસ રાખે, બહુમાન કરી વિદાય આપે. છેલ્લે ઈર્લાના ચાતુર્માસ ...43...
Page #51
--------------------------------------------------------------------------
________________ દરમ્યાન બોલાવ્યા હતા. શાહી સરભરાથી સાચવી વિશિષ્ટ બહુમાન કરાવ્યું હતું. અભ્યાસ કર્યાના ચાલીશ વર્ષ પછી જૈન શાસનના એક ધૂરંધર આચાર્ય એક ગૃહસ્થ પંડિતનો આટલો ઉત્કટ વિનય કરે એ કેટલી ગજબની વાત આચાર્યશ્રીને મનમાં એક જ ભાવ, “મને આમણે ભણાવ્યા છે. છ દર્શનનો અભ્યાસ દિલથી કરાવ્યો છે. તેમના ઉપકારનો બદલો વળી શકે નહી. તેમની ભક્તિ કરીએ એટલી ઓછી છે.” કરવા હોય તો એવા વિચારો પણ કરી શકાય, “ભણાવ્યા ત્યારે ભણાવ્યા, હવે શું ? તે પણ પગાર લઈને ભણાવ્યા છે, મફત નહીં” આ કૃતજ્ઞતાભાવ નથી. ગૃહસ્થ ગુરૂ પ્રત્યે પણ જો આવો ભક્તિભાવ હોય તેને પોતાના ઉપકારી સાચા ગુરૂદેવ પ્રત્યે કેટલો ભક્તિભાવ હશે ? આ વિનય-ભક્તિના પ્રભાવે જ તેઓ જૈનાગમોના પ્રખરજ્ઞાતા, ન્યાય વિશારદ, અને જૈનશાસનના પ્રખર પ્રભાવક બની શક્યા. વિદ્યા આપે તે વિદ્યાગુરૂ, પછી તે કેવા છે ? તેનો વિચાર વિદ્યાર્થીએ કરવાનો ના હોય, તે ગૃહસ્થ હોય, ક્રોધી હોય, પતિત હોય, ગમે તેવા હોય, આપણને વિદ્યાનું દાન કર્યું એટલે આપણા મહાન ઉપકારી, આપણા વિદ્યાદાતાગુરૂ. તે કેટલા વાગે આવે છે ? કેટલા વાગે જાય છે ? નિયત સમય સુધી બેસે છે કે ઓછુ ભણાવે છે ? મહિનામાં કેટલા દિવસ આવ્યા? કેટલા ખાડા થયા ?'' આવી ક્ષુદ્ર-તુચ્છ નોંધ રાખતા વિદ્યાર્થીઓ કોઈ કાળે જ્ઞાનાર્જન કરી શકતા નથી. ઉંચા આવી શકતા નથી. વિદ્યા ગુરૂ માટેની આવી તપાસ પણ તેમના પ્રત્યેના ગર્ભિત અસદ્ભાવનું સુચક છે. તેમને આવવું હોય ત્યારે આવે, જવું હોય ત્યારે જાય, પ્રસન્નતા ...44...
Page #52
--------------------------------------------------------------------------
________________ મુજબ ભણાવે, આવી વિચારધારાવાળો વિદ્યાર્થી ઉદાર કહી શકાય, લાયક કહી શકાય. પાત્ર કહી શકાય. પાંચસો શિષ્યોના આસામી, અકબર જેવા મોગલ સમ્રાટના ગુરૂ, સેકડો કોટ્યાધિપતિ શ્રેષ્ઠિવર્યોના શ્રદ્ધેય, વિજય હીરસૂરિ મ.નું પ્રવચન ચાલતું હતું. મેદની અકડેઠક ભરેલી હતી. અધવચ્ચે એક વૃદ્ધ પુરૂષ વ્યાખ્યાનમાં આવ્યો, તેને જોઈ સૂરિએ વ્યાખ્યાન થંભાવી દીધું, પાટ ઉપરથી ઉભા થઈ ગયા, સામે ગયા, વૃદ્ધ પુરૂષને જાતે હાથ પકડી આગળ લઈ આવ્યા. આગળની હરોળમાં બેઠેલા અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ તો જોતા જ રહ્યાં, આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. | વિજય હીરસૂરિ જેવા સમ્રાટ એક સામાન્ય વૃદ્ધને આટલા માન-પાન આપે, તેમના પ્રત્યે આટલો બધો વિનય-બહુમાન દર્શાવે, એ એક અસામાન્ય ઘટના હતી. લોકો કાંઈ પુછે, અંદરો અંદર ચર્ચાઓ શરૂ કરે એ પહેલા જ હીરસૂરિ મ. જે જાહેર કર્યું, કે “આ કોઈ સામાન્ય પુરૂષ નથી, આતો છે મારા વિદ્યા દાતા ગુરૂદેવ, દીક્ષાબાદ પ્રારંભિક જીવનમાં તેમની પાસે મેં ન્યાયાદિ દર્શનોનો અભ્યાસ કર્યો હતો. મારા મહાન ઉપકારી છે. હું સૂરિ તમારો, ગુરૂ તમારો, પણ આ મહાપુરૂષનો તો ઋણી છું. શિષ્ય છું.” આખી સભાને વૃદ્ધ પુરૂષ પ્રત્યે જબરજસ્ત બહુમાનભાવ પેદા થયો. “આ તો આપણા ગુરૂનાં ય ગુરૂ ! તેમની ભક્તિ કરવી જોઈએ. અંદરો અંદર ફંડ શરૂ થયું. ગણતરીની મિનિટોમાં સિત્તેર હજાર રૂા.ની થેલી તેમને સમર્પણ કરવામાં આવી. વિનય અને કૃતજ્ઞભાવથી વણકપ્યો ક્ષયોપશમભાવ પ્રગટ થાય છે. જે સર્વવ્યાપી પ્રગતિમાં પરમસાધક બને છે. નમ્રભાવ ન હોય ત્યાં વિદ્યા આવે નહી. આવે તો ટકે નહી. ટકે તો નુકશાનીમાં ઉતાર્યા વિના રહે નહી. * એક ચંડાલ પાસે વિદ્યા હતી. રાજા શ્રેણિકને આ વિદ્યા શિખવી ...45...
Page #53
--------------------------------------------------------------------------
________________ હતી. ચંડાલ તેમને વિદ્યા શિખવે છે. ચાર-છ દિવસ શિખવા છતાં વિદ્યા ચઢતી નથી. બુદ્ધિનિધાન અભયકુમાર કહે, પિતાજી ! વિદ્યાભ્યાસ કરવા માટે સેવક બનવું પડે, નમ્ર બનવું પડે, વિનિત બનવું પડે, તમે સિંહાસન ઉપર ચઢી બેઠા છો અને આ ગુરૂને નીચે બેસાડ્યા છે, પછી વિદ્યા ક્યાંથી આવે ? આ તમારા ગુરૂ છે. તમે શિષ્ય છો, એમ સમજી તેને તમારા સિંહાસન ઉપર બેસાડવા પડે, તમારે તેમની સામે તેમના ચરણમાં બેસવું પડે, પછી વિદ્યા ચઢે. જ્યાં સુધી તમે સમજતા હો કે આ ચાંડાલ છે અને હું મગધસમ્રાટ શ્રેણિક, ત્યાં સુધી વિદ્યા આવશે નહી. આ કેફ ઉતારવો પડશે. આ મારા વિદ્યાદાતા ગુરૂ અને હું તેમનો ચરણસેવક, આ ભાવ આવતા જ વિદ્યા હાથવેગી થશે. અભયકુમારની વાત શ્રેણિકના મગજમાં ઉતરી ગઈ, મનમાં ગુરૂ તરીકે તેને સ્થાન આપ્યું, બેસવા માટે પોતાના રત્નજડિત સિંહાસન ઉપર તેને સ્થાન આપ્યું. પોતે તેના ચરણમાં બેસી ગયા, બે હાથ જોડી નમ્ર બની વિદ્યા ગ્રહણ કરવા લાગ્યા. અને થોડી જ પળોમાં બધી વિદ્યા શ્રેણિકે શિખી લીધી. વિદ્યાના અર્થી એવા શ્રેણિકે ચંડાલ જેવા ચંડાલને ગુરૂ માની હૃદયમાં સ્થાન આપ્યું. વિનય વિના વિદ્યા પ્રાપ્તિ અશક્ય છે.”- વિનયથી પ્રાપ્ત વિદ્યાનું એક એક વચન મહા કિંમતિ હોય છે. જીવનના દ્વારો ઉઘાડનારુ બને છે. વિદ્યાના ક્ષેત્રમાં આજે શોચનીય શીર્ષાસન જોવા મળે છે. વિદ્યાર્થીઓની ઉધ્ધતાઈ-સ્વતંત્રતા, સ્વચ્છંદતા, ગુરૂ પ્રત્યેનો અનાદરભાવ, દિનપ્રતિદિન વધતા જાય છે. શિક્ષક એટલે જાણે કે પગારદાર નોકર. ગુરૂ-શિષ્યપણાના સંબંધના ક્યાંય દર્શન થતા નથી. વિદ્યાનું અર્થીપણું 46...
Page #54
--------------------------------------------------------------------------
________________ ક્યાંય દેખાતું નથી. વિનય-ભક્તિ કે બહુમાન તો અદશ્ય જ થઈ ગયા છે. છોકરા ભણે છે ડિગ્રી માટે અને શિક્ષક ભણાવે રૂપિયા માટે. જેનું પરિણામ આજે જગજાહેર છે. ડિગ્રીઓ લઈને બહાર આવ્યા પછી પણ બેકારી, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, વ્યસનમાં ચકચૂરતા, કૌભાંડો, અનૈતિક સંબંધો વ્યાપકપણે જોવા મળે છે. કોલેજો કે યુનિવર્સીટિઓ જીવન ઘડતર કરવાના બદલે જીવનને પડતર બનાવે છે. શિક્ષણ જીવન સુધારનાર નહીં જીવન સડાવનાર તત્વ બન્યું છે. અસ્તુ ! જ્યાં સુધી ગુરૂ-શિષ્ય વચ્ચે પવિત્ર સંબંધોની પુનઃસ્થાપના નહીં થાય ત્યાં સુધી શિક્ષણ દ્વારા ઉત્થાનની આશા અસ્થાને છે. અંતે... મુંગા વાચા પામતા પંગુ ગિરિ ચઢ જાય, ગુરૂકૃપા બલ ઔર હૈ અંધ દેખન લગ જાય. ...47..
Page #55
--------------------------------------------------------------------------
________________ રાખ મેં જબ મીલ ગયે ત્રણ સ્ત્રી ભેગી થઈ, એક હતી રાજરાણી, બીજી હતી ગામડીયણ, ત્રીજી હતી શહેરી. ત્રણે વાતે વળગી. ચર્ચાનો વિષય હતો મર્યા બાદ કેવી ચિતામાં બળવું તેની પસંદગી. રાજરાણી કહે, હું ચંદનના લાકડાની ચિતા પસંદ કરીશ, આખી જીંદગી સુખ સાહેબીમાં ઉછરી છું. ચંદનના વિલેપનો કર્યા છે. કોઈ દુઃખ કે પ્રતિકુળતા જોયા નથી. તો મરતી વખતે શા માટે કરકસર કરવી ? સામાન્ય લાકડા તો ખરબચડા હોય, હલકા હોય, ઉંચા નીચા હોય. ચંદનના લાકડા બળતા જાય તોય સુવાસ પ્રસરાવતા જાય. એકદમ લીસ્સા અને મુલાયમ હોય, તેના ઉપર સુતા હોઈએ તો કોઈ તકલીફ પડે નહીં. ગામડીયણ સ્ત્રી કહે, અમને આ બધું પોષાય નહી, જીવનભર જંગલોમાં જે લાકડાની ભારીઓ કાપીને જીવન ટકાવ્યું છે તે જ લાકડાની શય્યામાં મરવાનું હું પસંદ કરીશ. શહેરી સ્ત્રી કહે, શહેરમાં બધાના જીવન ભાગદોડીયા હોય છે. કોઈને શ્વાસ લેવાનો પણ ટાઈમ હોતો નથી. ધમાલીયું જીવન હોય છે. લાકડાની ચિતા બળે ત્યાં સુધી ત્રણ ચાર કલાક સુધી રોકાવાની ફરસદ કોઈને હોતી નથી. વળી લાકડા લાવવા, કાપવા, ઢગલા કરવા, ગોઠવવા, તેના ખર્ચા કરવા, ઘી હોમવા, અગ્નિદાહ દેવો, આ બધી ઝંઝટ કરવા આજે કોઈ તૈયાર નથી. આ તો એકવીસમી સદી, કોમ્યુટર યુગ, ચાંપ દબાવો અને કામ થઈ જાય, એટલે હું તો કોમ્યુટરાઈઝ ઈલેક્ટ્રોનિક ચિતામાં સુવાનું જ પસંદ કરીશ. ચાંપ દબાવતાની સાથે જ પાંચ મિનિટમાં બધો ફેંસલો. કોઈ ખટપટ નહીં. કોઈ તકલીફ નહીં, કોઈ Time નો બગાડો નહીં. ત્રણે સ્ત્રીની ચિતાની પસંદગી ભિન્ન ભિન્ન હોવા છતાં ત્રણેયની ભાવનાનું લક્ષ એક જ હતું કે - “તે તે ચિતા મને ફાવશે, તે તે ચિતા મને બધી ...48...
Page #56
--------------------------------------------------------------------------
________________ રીતે અનુકૂળ રહેશે.” ત્રણે સ્ત્રીઓની વાત હાસ્યાસ્પદ લાગે, અચરજ ઉપજાવે તેવી લાગે. મર્યા પછી અનુકૂળ ચિતાની ચિંતા તે જ કરે જેણે જીવનભર અનુકૂળતાને જ પાળી પોસી હોય. અનુકૂળતા મેળવવામાં જ જીવનની કિંમતી ક્ષણો વિતાવી હોય. યાદ રહે કે “ગમે તેવી આસમાની અનુકૂળતાનો અંતિમ અંજામ પ્રતિકૂળતા જ છે. ગમે તેવા સુખનું અંતિમ પરિણામ દુઃખ જ છે. ગમે તેવા હર્ષનુ Last Result શોક જ શોક છે. ગમે તેવા આનંદનું Final Destination ખેદ-હતાશા નિરાશા જ છે. ગમે તેવો જ્વલંત વિજય અંતે પરાજયમાં પરિણમવાના સ્વભાવવાળો જ છે. આ વાતની પ્રતીતિ નથી તેથી જ સુખ-આનંદ-અનુકૂળતા-વિજયહર્ષ વિ. મેળવવા આખી જીંદગી હોડમાં મુકી દેવામાં આવી છે. કેવી મુર્ખામી ! કેવી બાલીશતા ! ગાંધીજીને ગોળી છોડી સ્વર્ગના અતિથી બનાવી દેવામાં આવ્યા. ઈંદિરા ઉપર આખી સ્ટેનગન ઉતારવામાં આવી. રાજીવ ઉપર તો બોંબધડાકાઓ કરવામાં આવ્યા. બધાનાં ફરચે ફુરચા ઉડી ગયા. કમોતે મર્યા, છતાં આશ્ચર્યની વાત તો એ છે કે સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, મેનકા ગાંધી, વરૂણ ગાંધી વિ. ગાંધી પરિવાર એજ સત્તા માટે થનગની રહ્યાં છે. ગોળીઓની વર્ષા કે બોંબ ધડાકાઓ જાણે તેઓને દેખાતા જ નથી. ફુટબોલ વર્લ્ડ ચેપીયન બ્રાઝીલનો ફ્રાંસના હાથે ભંડો પરાજય થયો હતો. વિજયની આશામાં થનગનતું આખું બ્રાઝીલ શોકના મહાસાગરમાં ડુબી ગયું હતુ. એક વખતનાં કરોડપતિ માધાંતાઓ આજે રોટલાના ટૂકડા માટે ટળવળી રહ્યાં છે. ગુપ્તવાસમાં જીવન પસાર કરી રહ્યાં છે. સંસારનો આ કરૂણ અંજામ છે. સુખની આશાવાળા દુઃખને અવશ્ય ભેટે છે. વિજયની આશાવાળા પરાજયને અવશ્ય ભેટે છે. સુખ - અનુકૂળતા-આનંદ આ બધું ક્ષણિક છે. ...49...
Page #57
--------------------------------------------------------------------------
________________ માટે જ અનુકૂળતામાં અહંકાર કરવો, કોલર ઉંચા કરીને જમીનથી અદ્ધર ચાલવું એ મહામુર્ખામી છે. છ ખંડના સમ્રાટ બ્રહ્મદત્ત ચક્રવર્તી આજે સાતમી નરકમાં રૌરવ યાતના ભોગવી રહ્યો છે. ક્યાં છ ખંડના સમ્રાટનો વટ ને ક્યાં નારકીના કાતિલ દુઃખો ! જેની સેવામાં સોળ હજાર દેવતાઓ હાજર હતા, દેવતાઓ જેની પાલખી ઉંચકી રહ્યા હતા, એવા સુભમ ચક્રવર્તી ઘડીના છઠ્ઠા ભાગમાં લવણસમુદ્રના તળીયે બેસી ગયા. ગુંગળાઈ ગુંગળાઈને મરી સાતમી નરકના અતિથિ બની ગયા. ક્યાં ગઈ તેમની હોંશિયારી ? વટ ? સમૃદ્ધિ ? કેફ ? અહંકાર ? બુદ્ધિમત્તા ? આજે તેમના અસ્તિત્વની નોંધ પણ લેવાતી નથી. એટલે જ બુદ્ધિમત્તા હોય તો સુખ કે અનુકૂળતાની ભૂતાવળ છોડી સાધના' દ્વારા જીવન સાર્થક કરી લેવા જેવું છે. સુખ આપણને છોડે એ પહેલા આપણે તેને છોડી દેવામાં મજા છે. અનુકૂળતા રવાના થાય તે પહેલા તેને ડીસમીસ કરી દેવામાં મજા છે. કોઈ ડીસમીસ કરે એ પહેલા રાજીનામું ધરી દેવું એમાં ખેલદીલી છે. ખૂમારી છે. કર્મસત્તા બધું જ ખૂંચવી લે, તમાચો મારીને મોત બધુ પડાવી લે એ પહેલા જ તેને છોડી કે તેનો સદુપયોગ કરી લેવામાં નિપૂણતા છે. શાસ્ત્રમાં વાત આવે છે કે પ્રતિવાસુદેવ મહામહેનતે કાળી મજુરી કરીને ત્રણ ખંડ સાધે છે. તે માટે વર્ષો સુધી યુદ્ધો ખેલે છે. લોહીની નદીઓ વહેવડાવે છે. હજારો રાજાઓને વશ કરે છે. અને ત્રણ ખંડ જીતે છે. વાસુદેવને આ કોઈ ખટપટો કે યુદ્ધ કરવા પડતા નથી. તે તો પ્રતિવાસુદેવને રમત માત્રમાં હરાવી, તેનું ત્રણખંડનું વિરાટ સામ્રાજ્ય ઘડીના છઠ્ઠા ભાગમાં ઝુંટવી લે છે. ત્રણ ખંડ ભેગા કર્યા પ્રતિવાસુદેવે અને કન્જ કરી લીધા વાસુદેવે. માનવની દશા પણ આવી જ છે. જીવનભર કાળી મજુરી કરીને ધનસમૃદ્ધિ ભેગી કરે છે અને કર્મનો પંજો-નસીબનો પંજો-મોતનો પંજો તેના ...50...
Page #58
--------------------------------------------------------------------------
________________ પર ઘેરી વળતા બધું જ એકસાથે એ ખૂંચવાઈ જાય છે. ક્યારેક રોગમાં લાખો રૂા. ખર્ચાઈ જાય, ક્યારેક પાર્ટનરના દગામાં લાખો હલવાઈ જાય, ક્યારેક પ્રોપર્ટીમાં લાખો ફસાઈ જાય, ક્યારેક કોક દેવાળું કાઢે ને રોવાનો વખત આવે. આ સિવાય અંતે મોતનું સ્ટીમ રોલર ફરી વળતા તો બધું જ સપાટ થઈ જાય છે. જીવનભરની મજૂરી વ્યર્થ, જીવનભરની હાયહાય અને દોડાદોડ Fail, જીવનભરનો સંગ્રહ નિરર્થક, જીવનભર કરેલા કાવાદાવા નિષ્ફળ, મોત આવતા બધું જ સપાટ. * એક મુમુક્ષુનું પાકીટ ખોવાઈ ગયું. 450 રૂા. હતા. ઘણું શોધવા છતાં ના મળ્યું. મનમાં હાયવોય શરૂ થઈ ગઈ, થોડો સમય મન અશાંત - Disturb થઈ ગયું. નસીબયોગે થોડા સમય બાદ પાકીટ મળી ગયું. “હાશ' નો અનુભવ થયો. મન આનંદિત થઈ ગયું. પાકીટ મળ્યા બાદ તે કહે, 450 રૂા. જતા મનમાં આટલી હાયહોય થઈ ગઈ તો આખો સંસાર છોડતા શું થશે? વાત માર્મિક છે. ચિંતનીય છે. નાની નાની વાતમાં આપણને ઉકળાટ થઈ જતો હોય, નાના નાના નુકશાનમાં ય આર્તધ્યાન થઈ જતું હોય, થોડું છોડતા પણ મન કચવાટ અનુભવતું હોય, તો મોત વખતે બધું જ છોડીને કેમ જવાશે ? પરસેવો પાડીને જે ખડકલા ઉભા કર્યા છે, જે રાચરચીલું જમા કર્યું છે, તે છોડીને જતા મનઃસ્થિતિ કેવી હશે ? કર્મસત્તા ડીસમીસ કરે એ પહેલા રાજીનામું ધરી દો. બધું જ લુંટાઈ જાય, ઝુંટવાઈ જાય એ પહેલા જ તેનો સદુપયોગ કરી લો. * એક બહેન હતા. કરોડોની કિંમતની એસ્ટેટ, પ્રોપર્ટી, કોથળા ભરીને ચાંદીના વાસણો, સોના ચાંદીના દાગીના, કરોડોની રોકડ રકમ, આટલી જંગી મિલ્કતો હતી, આગળ પાછળ કોઈ જ વારસદાર નહી.
Page #59
--------------------------------------------------------------------------
________________ બહેનને જાતે સુકૃત કરી લેવા ઘણું સમજાવવા છતાં દમડી પણ છુટી નહી, મોત આવી ગયું. કરોડોની પ્રોપર્ટી અહીં જ રહી ગઈ. ન ભોગવી, ન દાન કર્યું. ન કશું સાથે લઈ જઈ શક્યા. વીલ બનાવ્યું હશે, પણ પાછળના વહીવટદારોનો શો ભરોસો ? વીલનું સીલ કરી દેતા કે ઘોળીને પી જતા કેટલી વાર ? બધી પ્રોપર્ટી ઝઘડામાં પડી ગઈ. હવે જીવનના અસ્તાચલે તો શાંત થાવ, નિવૃત થાવ, સાધના કરી લો. અનુકુળતાની લાલસા છોડી દો. ઘણા શ્રીમંતો કહે છે, અમારી Life Style એવી છે કે બસમાં બેસી શકીએ જ નહીં. ટેક્સી જ જોઈએ. ટેનની માથાફોડ-ગર્દી ના ફાવે- પ્લેનમાં જ મુસાફરી ફાવે, હોટલમાં જ ઉંઘ આવે, ગાડીમાં પણ જો એ.સી. ના હોય તો બફાઈ જ જઈએ. આવા સુખશીલીયાઓને ખબર નથી કે અહીંથી જાનવરના અવતારમાં Transformation થશે, ત્યારે કોઈ સવલતો કે V.J.P. Treatment મળવાના નથી. ત્યાં તો સબ સમાન, અહીં કરેલા ફાટાવડા ત્યાં ભારે પડી જશે. પેલા ત્રણ બેનોની અધૂરી વાત પૂરી કરી લઈએ. ત્રણેએ પોતપોતાને અનુકૂળ ચિતાની વાત કરી. બાજુમાંથી કોક Philosopher પસાર થતો હતો. વાત સાંભળી તેના મોઢામાંથી સહજ શબ્દો સરી પડ્યા. When the self is no more, one has died, and like a corpse one is comfortable in anything. બોક્સમાંથી ઝવેરાત ગયા પછી બોક્સની કોઈ કિંમત નથી. કવરમાંથી લાખો રૂ. નો ચેક નીકળી ગયા પછી કવરની કોઈ કિંમત નથી. તેમ શરીરમાંથી vital Power નિકળી ગયા પછી ખોળીયાની કોઈ કિંમત નથી. આત્મા હતો ત્યાં સુધી જેને શરીર કહેવાતું હતું. આત્મા જતા જ તેને મડદું કહેવાય છે. મડદાને તો વળી અનુકૂળતા શું ને પ્રતિકૂળતા શું ? તેને બધું જ ફાવે. ચિતા લાકડાની હોય, ચંદનની હોય કે સોનાની હોય કે ઈલેકટ્રીક હોય, મડદા માટે સબ સમાન, તેને કોઈ Difference નથી. ...5 2...
Page #60
--------------------------------------------------------------------------
________________ આત્મા છે ત્યાં સુધી જ અનુકૂળતા-પ્રતિકૂળતાની માથાફોડ છે. જાત બાજુમાં ખસી જતા જ બધું અનુકૂળ બની જાય છે. એજ રીતે મન જ્યાં સુધી Involve છે ત્યાં સુધી જ સુખ-દુઃખ, અનુકૂળ-પ્રતિકુળ, ફાવે ન ફાવે. વિ. કંકોની માથાફોડ છે. મન side માં લો, તેને Involve ના કરો. એટલે ક્યાંય ખચવાટ, મનદુઃખ, પ્રતિકૂળતા નહી લાગે, કોઈ ઉકળાટ કે આર્તધ્યાન નહીં થાય. બધુ જ અનુકૂળ થઈ જશે. દુઃખદ સંયોગો નહી પણ મનનું તેમા Involvement જ રંજ અને દ્વિધાઓ ઉભી કરે છે. મન ગયું તો દુઃખ ગયું જ સમજો. એક સંતે પ્રશ્ન કર્યો કે, સ્વર્ગમાં કોને જવું છે ? આખી સભામાંથી એક વ્યક્તિએ જ હાથ ઉંચો કર્યો. - સંતને આશ્ચર્ય થયું. પર્ષદાને પુછ્યું, તમારામાંથી બીજા કોઈને સ્વર્ગમાં જવું નથી ? પર્ષદામાંથી એક ડાહ્યો માણસ બોલ્યો, સંતજી ! આંગળી ઉંચી કરનાર ભાઈ જો સ્વર્ગમાં જતો રહેશે પછી અમારા બધા માટે અહીં જ સ્વર્ગ છે. (તેના સહવાસમાં અમારા માટે સ્વર્ગ પણ નર્ક સમાન બની જશે.) સંતજી સમજી ગયા. સમજી શકાય એવી વાત છે, જે દુષ્ટ હોય, અહંકારી હોય, બીજાને ત્રાસ જ આપતો હોય, પૂર્ણ સ્વાર્થી હોય, એવા એક જ માણસની ગેરહાજરી બધી દ્વિધાઓનો અંત લાવી દે છે, તેની ગેરહાજરી બધા માટે સ્વર્ગીય આનંદ સર્જનારી બને છે. મન પણ દુષ્ટ છે. અહંકારી છે. Cunning છે, સર્વ દ્વિધા અને કંદોનું મૂળ છે. તેની એકની જ ગેરહાજરી તમામ સુખ, શાંતિ અને આનંદનું અસાધારણ કારણ છે. સંસારમાં રહેવાનું છે, પ્રસંગો અને પરિસ્થિતિ ઉભા થવાના છે. સંયોગો હરપળ બદલાતા જ રહેવાના છે. આ બધામાં મને કે કમને, ઈચ્છાએ કે અનિચ્છાએ Involve થવું જ પડે છે, આવા પ્રસંગે મનને બાજુમાં મુકી ...53...
Page #61
--------------------------------------------------------------------------
________________ દેવાની કળા જો આત્મસાત્ થઈ જાય તો સંયોગોના સારા-નરસા પરિણામો પાછળ જે રાગ-દ્વેષ ઉભા થાય છે તે નિશ્ચિત - સદંતર બંધ થઈ જશે. અંતે... કિતને મુફલીસ હો ગયે, કિતને તવંગર હો ગયે, રાખમેં જબ મીલ ગયે, દોનો બરાબર હો ગયે. ..54...
Page #62
--------------------------------------------------------------------------
________________ કપટ રહિત થઈ આતમ અપણા સાધનાના ક્ષેત્રમાં “ગુરૂ' અગત્યનું અંગ છે. ગુરૂ વિના સાધના શક્ય નથી. ગુરૂ વિના અંધારામાં જ ગોથા ખાવા પડે છે. ગુરૂ” અંધારા ઉલેચી પ્રકાશ રેલાવાનું કામ કરે છે. 'गु' शब्दस्त्वंधकारे स्यात्, 'रु' शब्दस्तन्निरोधकः / अंधकारनिरोधत्वात्, गुरुरित्यिभधीयते // ગુ' એટલે અંધકાર, રૂ એટલે અટકાવનાર, અંધકારને દુર કરે તે ગુરૂ, આ કાળમાં સાચા ગુરૂ કોઈ છે જ નહીં એમ કહી જેઓ ગુરૂતત્ત્વનો ઉચ્છેદ કરે છે, વગર ગુરૂએ સાધના કરવાનો પ્રયત્ન કરે છે તેઓ ભિત ભૂલે છે, નરી વિડંબણાનો ભોગ બને છે. હૃદયમાં કંડારી લો કે “ગુરૂ વિના સાધના શક્ય જ નથી.” “ગુરૂર્બહ્મા ગુરૂર્વિષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર ગુરૂર્નાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રીગુરવે નમઃ " ઈતર શાસ્ત્રોમાં ગુરૂને સાક્ષાત્ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને સાક્ષાત્ પરમબ્રહ્મ કહ્યા છે. ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય ? બલિહારી ગુરૂદેવ કી, ગોવિંદ દિયો બતાય. ગુરૂ અને ગોવિંદ બન્નેમાં ગોવિંદ કરતા પણ ગુરૂને મહાન બતાવાયા છે, કારણ ? ગોવિંદને ઓળખાવનાર ગુરૂ જ છે. | નવપદમાં પ્રથમ બે પદમાં દેવતત્ત્વ છે. પછીના ત્રણ પદમાં ગુરૂતત્ત્વ છે. પછીના ચાર પદમાં ધર્મતત્ત્વ છે. ગુરૂ વચ્ચે છે કારણ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વને ઓળખાવનાર ગુરૂ જ છે. ગુરૂ વિના સાધના નિઃસાર છે. જોખમી છે. દુષ્પરિણામ લાવનારી છે. ભૌતિકતાના અંધકારમાંથી આધ્યાત્મિકતાના .. ......
Page #63
--------------------------------------------------------------------------
________________ ઉજાસમાં હેમ ખેમ લઈ જનાર ગુરૂ છે. અંદર ધરબાયેલી સુષુપ્ત ચેતનાશક્તિનો આવિષ્કાર કરનાર ગુરૂ જ છે. વિદનોના વાદળો અને આપત્તિઓની વણઝાર દૂર કરનાર ગુરૂ છે. અવળે રસ્તે ચઢેલી જીવનની નૌકા કિનારે પહોંચાડનાર ગુરૂ છે. ગુરૂની આટલી મહત્તા જાણ્યા પછી સવાલ થાય કે, શું આજના કાળે આવા મહાન ગુરૂઓ છે ? હા છે, બેશક છે, એક નહીં અનેક છે, ગુરૂઓની ગુરૂતાના દર્શન કરવાની વિલક્ષણ દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. અલબત્ત, એક વાત નિશ્ચિત છે, ગુરૂ સારા જોઈએ, સદ્ગણી જોઈએ, જ્ઞાની જોઈએ, આચાર સંપન્ન જોઈએ, પરાર્થપરાયણ જોઈએ, દયાળુ જોઈએ. | સ્વાર્થી, પ્રપંચી, માયાવી, ઢોંગી, વિલાસી, ધર્મના નામે ધતિંગ કરનાર કે તિજોરીઓ ભરનારા ના જોઈએ. ગુરૂ સારા હોય તો જ શિષ્યને સારા બનાવી શકે, ગુરૂ આચારવાનું હોય તો જ પરંપરા આચારવાનું બની શકે. ગુરૂ જ્ઞાની હોય તો જ શિષ્ય સમુદાયને જ્ઞાનસમૃદ્ધ બનાવી શકે. એટલે, પહેલા નંબરમાં ગુરૂ જ્ઞાની, આચારસંપન્ન, આર્ષદ્રષ્ટા જોઈએ. બીજી અતિ અગત્યની વાત છે કે - ગુરૂ સારા હોવા જોઈએ “એ જેટલું મહત્ત્વનું છે એના કરતા વધુ મહત્ત્વનું એ છે કે “ગુરૂ સારા લાગવા જોઈએ.” બનવા જોગ છે, પડતો કાળ, ઝેરી વાતાવરણ, બુદ્ધિની મંદતા, સ્વભાવદોષ, આદિ અનેક કારણસર ગુરૂ ગુણગરિષ્ટ ન પણ હોય છતાં શિષ્ય જો પોતાની દ્રષ્ટિમાં ગુરૂની ગુણગરિષ્ઠતાનો, ગુરૂની ગુરૂતાનો આરોપ કરી દે, તો તે તરી જાય. આજે કેવળજ્ઞાની કે વિશિષ્ટજ્ઞાની ગુરૂ મળવા શક્ય જ નથી. બધા ગુરૂ છમસ્થ છે. ઓછે વત્તે અંશે દોષપૂર્ણ છે. જ્ઞાનની-બુદ્ધિની-શક્તિની તરતમતાવાળા છે. જો તેમના દોષો-દુર્ગુણો અને ક્ષતિઓને આગળ કરી ગુરૂતત્ત્વની ઉપેક્ષા કરીશું તો સાધના માર્ગનો મૂલોચ્છેદ થઈ જશે. ...પ૬...
Page #64
--------------------------------------------------------------------------
________________ ગુરૂ સારા મળે તો તરી જવાય અને વિચિત્ર મળે તો મરી જવાય એવો કોઈ નિયમ નથી. પણ ગુરૂ સારા લાગે તો તરી જવાય, અને સારા ન લાગે તો મરી જવાય, આ નિયમ જરૂર છે. એટલે ગુરૂની ગુણગુરૂતા કરતા શિષ્યનો ગુરૂ પ્રત્યેનો અભિગમ સાધનાજીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરૂ ગુણીયલ ન હોવા છતાં શિષ્યને ગુરૂ પ્રત્યે ભારોભાર બહુમાનભાવ હોય તો અચુક તેનો વિસ્તાર થઈ જાય. (ગુરૂનું ભલે જે થવાનું હોય તે થાય.) અને ગુરૂ મહાગુણિયલ હોવા છતા શિષ્યને બહુમાનભાવ ના હોય તો રાતી પાઈ જેટલો પણ શિષ્યનો વિકાસ થઈ શકતો નથી. શિષ્યની ભૂમિકામાં “ગુરૂ ગુણવાન હોવા જ જોઈએ.” એ જરૂરી નથી પણ “ગુરૂ ગુણવાન લાગવા જ જોઈએ” એ જરૂરી છે. એકલવ્યને નજર સમક્ષ લાવો, ગુરૂ દ્રોણાચાર્ય પક્ષપાતી હતા. એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર થાય તેમાં તે રાજી ન હતા. ધનુર્ધરત્વની કોઈ વિદ્યા-શિક્ષા કે ટેકનીક એકલવ્યને તેમણે શિખવી ન હતી. અર્જુન કરતા તે આગળ ન વધી જાય એવું ઈચ્છતા હતા. ટૂંકમાં ગુરૂને એકલવ્ય પ્રત્યે દ્વેષ-ઈર્ષ્યાતિરસ્કાર-ઉપેક્ષા જ હતા, છતાં એકલવ્યએ તેમની મૂર્તિ બનાવી, તેમને ગુરૂપદે સ્થાપ્યા, તેમનામાં પૂર્ણ આસ્થા કેળવી, તેમના પ્રતિ પૂર્ણ સમર્પિત થયો, તો વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર થઈ શક્યો. અરે, ઈર્ષ્યાથી સળગીને ગુરૂએ જ્યારે તેનો અંગુઠો દક્ષિણામાં માંગ્યો ત્યારે એક પળનો ય વિચાર કર્યા વિના કાપીને આપી દીધો. જોયુ, કેવો સમર્પણ ભાવ ! ગુરૂ તેના માટે સારા ન હતા. છતા તેને સારા લાગ્યા તો કામ સાધી લીધું. * ચંડરૂદ્રાચાર્ય મહાક્રોધી ગુરૂ હતા. તાજા દિક્ષિત થયેલા સાધુને માથે લાકડીઓ ફટકારી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો, છતાં શિષ્ય એક જ વિચાર કરે છે “મારા ગુરૂ જે કરે તે મારા સારા માટે” આ વિચારે શિષ્યને તત્કાળ કેવળજ્ઞાન થઈ ગયું. ગુરૂને આવો રૌદ્ર ક્રોધ હોય ? આવાને ગુરૂ કહેવાય ? આ તો ગુરૂ છે કે શેતાન ? વિ. વિકલ્પો કર્યા હોત તો કેવળજ્ઞાન ન થાત. ...57...
Page #65
--------------------------------------------------------------------------
________________ * છેદસૂત્રમાં એક વાત આવે છે કે, ગુરૂ શિષ્ય પાસે ભિક્ષામાં છરી મંગાવે છે. શિષ્ય પૂર્ણ સમર્પિત હતો. તેથી તેને “સાધુને છરીનું શું કામ? શા માટે મંગાવી હશે ?'' વિ. વિકલ્પો ના ઉઠ્યા. અડધી રાત્રે ઘોર અંધકારમાં શિષ્યની છાતી ઉપર છરી લઈને ગુરૂ ચઢી બેઠા, શિષ્યના ગળા ઉપર છરી ધરી. શિષ્ય જાગી ગયો. આંખ ઉઘાડી જોયું. આ તો મારા ગુરૂ છે ! બસ કોઈ વિકલ્પ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ઉકળાટ નહીં, કોઈ આવેશ નહીં. “મારા ગુરૂ જે કાંઈ કરશે તે મારા સારા માટે જ કરશે.” એવું વિચારી બીજી ક્ષણે આંખ મીંચી દીધી. ઘસઘસાટ સુઈ ગયો. ગુરૂએ ગળાની ધોરી નસ કાપી તેમાંથી લોહી કાઢ્યું. આટલી પ્રક્રિયા થયા છતા શિષ્યનો એક રૂંવાડો ફરક્યો નહીં. (વાટકીમાં લોહી મુકી ઔષધિ દ્વારા ગળાને પુનઃ સાંધી દીધું.) સવારે ગુરૂ પુછે છે, રાત્રે તારા ગળા ઉપર છરી ફેરવી ત્યારે તને શું વિચાર આવેલો ? શિષ્ય કહે, એક જ વિચાર આવેલ કે “મારા ગુરૂ જે કરે તે મારા સારા માટે જ.” પણ તને ખબર છે કે તારૂ ગળુ કેમ કાપ્યું ? શિષ્ય : ‘તે જાણીને મારે શું કામ છે ?" શિષ્યની ગંભીરતા - સમર્પણભાવ જોઈ ગુરૂ પણ દંગ થઈ ગયા. વાતનો ફોડ પાડવા કહ્યું કે આગલા ભવનો તારો દુશ્મન આજે જે વ્યંતર થયેલ છે તે તારો જાન લેવા આવેલ, તારૂ લોહી પીવા આવેલ, બુદ્ધિ વાપરી મેં તેને કહ્યું. તને લોહી જ જોઈએ છે ને ? તે આપુ તો ચાલશે ને? તેણે હા પાડતા તેને તૃપ્ત કરવા થોડું લોહી આપી તારી જાન બચાવવા મારે આ પ્રયોગ કરવો પડ્યો. શિષ્ય : “આ તો ઠીક છે, બાકી આપના હાથે મોત મળતું હોય તો એના જેવું બીજુ સદ્ભાગ્ય કર્યું હોઈ શકે ?" સમર્પણ ભાવની પરાકાષ્ઠાનું આ દ્રષ્ટાંત ઘણું ઘણું સમજાવી જાય છે. * ઉપદેશમાળા નામક ગ્રંથમાં શેલક પંથક સાધુની વાત આવે છે. ***58.....
Page #66
--------------------------------------------------------------------------
________________ પંથક ઘણા શિષ્યોના સ્વામી હતા. દીર્ઘ સંયમી હતા. આચારસંપન્ન હતા, છતા કર્મવશ શિથિલાચારનો ભોગ બની ગયા, ખાઈ-પી ને મજા માણવા લાગ્યાં, ક્રિયાઓ છોડી-આચારો છોડ્યા, તે ત્યાં સુધી કે દારૂ પીપી ને મદમસ્ત રહેવા લાગ્યા. આચારમાર્ગ જીવંત રાખવા અન્ય શિષ્યો તેમને છોડીને ચાલ્યા ગયાં પણ શેલક નામનો શિષ્ય તેમની સાથે રહ્યો. માર્ગભ્રષ્ટ અને દારૂના નશામાં ચકચુર બનેલા એવા પણ ગુરૂની શિષ્ય શેલક પહેલાની જેમ જ સેવા કરે છે. તે વિચારે છે, “ગુરૂનું કુકર્મ ઉદયમાં આવ્યું છે, પણ ગુરૂ એ ગુરુ છે, મારા ઉપકારી એ ઉપકારી છે.” લેશમાત્ર તેને ગુરૂ પ્રત્યે બહુમાનભાવ ઓછું થતું નથી, કે લેશમાત્ર દુર્ભાવ પેદા થતો નથી. એવો જ આદરભાવ, એવો જ ઉપકારભાવ, એવો જ પ્રેમ જીવંત છે, જેવો પહેલા હતો. કેવી અદ્ભુત સ્થિતપ્રજ્ઞતા કહેવાય ! આવી હાલતમાં શિષ્યનો આ સમર્પણભાવ એક દિવસ ગુરૂને પણ તારનારો-જગાડનારો બને છે. ગુરૂ ફરી ચારિત્ર માર્ગમાં સ્થિર થઈ ઉંચા આરાધક બને છે. ગુરૂ - શિષ્ય બંને સાધના કરી સ્વર્ગગામી બને છે. આવા સમયે શિષ્યએ ગુરૂ ઉપર ધિક્કારભાવ, તિરસ્કારભાવ વરસાવ્યો હોત તો, તેમને તરછોડી દીધા હોત તો, બન્ને સાધના માર્ગમાંથી ફેંકાઈ જાત. એક ગુરૂ-શિષ્ય છે. ગુરૂ મૂર્તિપૂજાના ખંડક-ભંજક છે, કટ્ટર દ્વેષી છે. તેથી તેમનામાં સમ્યગ્દર્શન ન જ હોઈ શકે. તેમના શિષ્ય ભદ્રિક છે. શાસ્ત્રનો લાંબો-પહોળો બોધ નથી. સાચા ખોટાનો વિવેક નથી. તીવ્ર રાગ દ્વેષની પરિણતિ નથી. તે એમ માને છે કે મારા ગુરૂ સારા, તે જે કહે તે સારૂ, તે જે કરે તે સાચું, હિતકારી.. મારા માટે કલ્યાણકારી. તે ખોટા એવા મૂર્તિભંજક સંપ્રદાયમાં હોવા છતા ગુરૂ પ્રત્યેના તેના સમર્પણ ભાવ અને શ્રદ્ધાના કારણે તેનામાં સમ્યગ્દર્શન હોવામાં કોઈ જ બાધ નથી એમ શાસ્ત્રો કહે છે. જ. .59..
Page #67
--------------------------------------------------------------------------
________________ માર્ગ ખોટો, સંપ્રદાય ખોટો, ગુરૂ ખોટા, છતાં ગુરૂ પ્રત્યેની આસ્થા શિષ્યને તારી દે છે. સદોષ ગુરૂ હોવા છતા શિષ્યની નિર્મળ દ્રષ્ટિના કારણે શિષ્યો કામ કાઢી ગયા, એ વાત આ બધા દ્રષ્ટાંતથી જોઈ. હવે બીજી સાઈડ વિચારીએ, ગુરૂ પરિપૂર્ણ હોય, નિર્દોષ હોય, જ્ઞાન હોય, પૂર્ણ સ્વચ્છ હોય છતાં શિષ્યને આદરભાવ ન હોય તો આવા સારા ગુરૂ પણ કોઈ કાળે ફળતા નથી. * જમાલીને ગુરૂ તરીકે મહાવીર મળ્યા હતા. આખી જીંદગી પ્રભુની સાથે પડછાયાની જેમ રહેવા છતા તે પ્રભુની પ્રભાવકતાને પિછાણી શક્યો નહી. પ્રભુની મહાનતાને માણી શક્યો નહીં. પ્રભુની ગુણ ગૌરવતાને સ્પર્શી શક્યો નહી. ઉલટું આવા મહાન વૈલોક્ય ગુરૂ ઉપર તેજોલેક્ષા છોડી ચીકણા કર્મ બાંધી સંસાર વધારી બેઠો. કદાચ ભગવાન ના મળ્યા હોત તો આટલો સંસાર ન વધત, જેટલો સંસાર ભગવાનને પામીને વધાર્યો. તારક તત્વોની આરાધના ઉંચા એવોર્ડ આપે છે તો એ તારક તત્વોની આશાતના ઉંડી ખાઈમાં ધકેલી દે છે. ભગવતીસૂત્રમાં લખ્યું છે કે નરકમાં જનારા જીવોમાં ગુરૂની આશાતના કરનારાઓની સંખ્યા વિશેષ હોય છે. આરંભ-સમારંભો કરી નરકમાં જનાર ઓછા, ગુરૂની આશાતના કરી નરકમાં જનાર અનેક ગણા. દશવૈકાલિકસૂત્રના નવમા અધ્યાયમાં કહ્યું છે કે, ઝેરી કોબ્રા ડંખ મારી, જાય અને તેનું ઝેર ના ચઢે એ હજી શક્ય છે. ઝેરની બાટલી પીધા પછી મોત ના આવે એ હજી શક્ય છે. ભડભડતી આગમાં ઝંપલાવ્યા પછી એક અંગ પણ દાઝે નહીં, એ પણ કદાચ શક્ય બની શકે. પર્વત ઉપરથી ઉંડી ખાઈમાં પડતું મુક્યા પછી પણ મોત ના આવે કે શરીરમાંથી લોહીનું બુંદ પણ ના નીકળે, એવું પણ હજી ઘટી શકે, પણ ગુરૂની આશાતના કરનારનો કોઈ કાળે મોક્ષ થઈ શકે જ નહીં. “ન યાવિ મુખો ગુહિલણાએ” ...60..
Page #68
--------------------------------------------------------------------------
________________ પંચેદ્રિય જીવોની હિંસાઓ, નિર્દોષ જીવોની હત્યાઓ, વિકરાળ આરંભ સમારંભો કરતા પણ ગુરૂની આશાતના ખતરનાક છે. માથા વડે મોટા પર્વતો ને ફાડી નાખવા હજી સરળ છે. ક્રોધાંધ બની સામે આવતા વાઘ સિંહો ને શાંત કરવા હજી સરળ છે. ભરતીની વિરૂદ્ધ દિશામાં તરવાની બાથ ભિડવી હજી સરળ છે, પણ ગુરૂને અપ્રસન્ન કરી મોક્ષ મેળવવો કોઈ કાળે શક્ય નથી. ત્યાં જ કહ્યું છે કે, આયરિયપાયા પુણ અપ્પસન્ના અબોહિ આસાયણ નલ્થિ મુખો' ગુરૂ ક્યારેક દીક્ષાપર્યાયમાં નાના પણ હોય, ગુરૂ ક્યારેક ઉંમરમાં નાના પણ હોય, ગુરૂ ક્યારેક બુદ્ધિ શક્તિથી મંદ પણ હોય, ગુરૂ ક્યારેક વયોવૃદ્ધ - અશક્ત અને અસમર્થ પણ હોય, તો પણ શિષ્યએ ગૌતમસ્વામીની જેમ તેમની આરાધના કરવી. મારા ગુરૂ મારા માટે ગૌતમ, મારા ગુરૂ એ મારા માટે ચંદનબાળા, મારા ગુરૂ એ ગુરૂ, દુનિયામાં તેમનો જોટો જડે તેમ નથી. આ ભાવ આવી જાય તો મુક્તિ હાથવેંતમાં છે. જેને ગુરૂમાં દોષો દેખાય, વારંવાર દોષો દેખાય, ઘણા બધા દોષો દેખાય, એવાઓ ચારિત્ર લઈને પણ સંસાર મહાસાગરમાં તળીયે બેસી જવાના, ઉંચા આવવું તેમના માટે અનંત કાળે પણ શક્ય બને કે કેમ એક સવાલ છે. ગુરૂ બહુમાન કુલકમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, “જેને મન ગુરૂ એ ગુરૂ નથી, ગુરૂ કરતાં જે પોતાની જાતને વધુ હોંશિયાર માને છે. ગુરૂની કૃપા કરતા પોતાના પુન્ય ઉપર જે મુસ્તાક છે. પોતાની પ્રભાવકશક્તિ આગળ ગુરૂને જે રમકડા જેવા માને છે. એવા આત્માઓને ક્યારેક પુન્યના જોરે સમાજના શાહી સન્માન મળે, બાદશાહી સામૈયાઓ મળે, વિરાટ સંપત્તિ મળે, આંધળા ભક્તવર્ગના બમર્યાદ માન-પાન મળે, પણ આ બધુ કેવું છે ? તેની ઉપમા આ કુલકમાં આપી છે કે ફાંસીના માચડે લઈ જવાતા ચોરના આભુષણો જેવી આ સમૃદ્ધિ છે જે વ્યર્થ છે, મારક છે, ગુરૂ ઉપરના આદરભાવ વિનાનું પુન્ય સડેલું છે, મારક છે, મહાજોખમી ...61..
Page #69
--------------------------------------------------------------------------
________________ છે, એટલે ગુરૂ સારા લાગવા, ગુરૂ પ્રત્યે ઉત્કટ બહુમાનભાવ કેળવવો, એજ ચારિત્ર જીવનનો સાર છે. ગુરૂના મનની પ્રસન્નતા સાચવવામાં, તેમના વચનની આજ્ઞા પાળવામાં જ ચારિત્ર છે. આ એક ગુણ આવ્યો તો બાકીની સાધના આપોઆપ સહજ વધતી જશે. - લૌકિક ક્ષેત્રે પણ જોવા મળે છે કે સૈનિકો સેનાપતિની આજ્ઞા પાળવામાં પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી. “યા હોમ કરીને યુદ્ધમાં ઝંપલાવી દે છે, તો લોકોત્તર ક્ષેત્રે કેવી આજ્ઞાપાલકતા જોઈએ ? ઉઘાડે પગે લાંબા લાંબા વિહારો કરવા, માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા, ઘેર ઘેર ભિક્ષા માંગવી, ઉગ્ર તપ-ત્યાગ કરવા, એ ખાંડાની ધાર રૂપ ચારિત્ર નથી. ગુરૂની ઈચ્છા મુજબ વર્તવું. આપણા મનને તેમના મનમાં ભેળવી દેવું. તેમને પૂર્ણ સમર્પિત રહેવું. તેમની પૂર્ણ પ્રસન્નતા સાચવવી, તેમની આજ્ઞાનું અણીશુદ્ધ પાલન કરવું એ ખાંડાની ધાર પર ચાલવા રૂપ ચારિત્ર છે. પ્રશ્ન થાય છે કે, ગુરૂના પ્રગટ દેખાતા દોષો સામે આંખ મીચામણા કઈ રીતે થઈ શકે ? તેનો ઉત્તર છે કે, પ્રેમીને પ્રેમીકા ઉપર પૂર્ણ પ્રેમ હોય ત્યારે પ્રેમિકાના હયાત એવા પણ દોષો લેશમાત્ર દેખાતા જ નથી, કારણ ? પ્રેમનું કામ છે ગુણ દર્શન કરવાનું. પ્રેમ ઘણો છે એટલે ગુણો જ એટલા બધા દેખાય છે કે દોષો જોવાની દ્રષ્ટી જ નથી, સમય જ નથી. વિચારશુદ્ધા નથી. ગુરૂ પ્રત્યે આવો પૂર્ણ પ્રેમ પ્રગટ થઈ જાય પછી દ્રષ્ટિ એવી ગુરૂમય બની જશે, પ્રેમમય બની જશે કે ગુરૂમાં એકમાત્ર ગુણો જ ગુણો દેખાશે. દોષ દર્શનને સ્થાન જ નહીં રહે. ફટકડીનું કામ છે પાણીના કચરાને નીચે બેસાડવાનું. પ્રેમનું કામ છે પ્રેમીના દોષોને નીચે બેસાડવાનું. ફટકડી જેવો પ્રેમ દ્રષ્ટીમાં વ્યાપી ગયા પછી દ્રષ્ટિ નિર્મળ થયા વિના ...62...
Page #70
--------------------------------------------------------------------------
________________ રહેશે નહીં. પાણીમાં કચરો ભલે હોય તેની ચિંતા કરવાની જરૂર નથી. જરૂર છે ફટકડી ભભરાવવાની. ગુરૂમાં દોષોના કચરા ભલે હોય તેની ચિંતા કરવાની જરૂર નથી. જરૂર છે પૂર્ણ પ્રેમની ફટકડી દ્રષ્ટિના નીરમાં ભભરાવવાની. ફટકડીના પ્રભાવે કચરો બેઠો જ સમજો, ગુરૂપ્રેમના પ્રભાવે દોષદર્શન ગયું જ સમજો, બીજી મહત્વની વાત એ છે કે, દોષો વ્યક્તિમાં નહીં દ્રષ્ટિમાં છે, દ્રષ્ટિ નિર્મળ થતા વ્યક્તિને નિર્મળ થતા એક પળનો પણ વિલંબ થતો નથી. દ્રષ્ટિને પ્રેમથી નિર્મળ કરીએ, અદ્ભુત-અપૂર્વ ગુરૂપ્રેમભાવ-બહુમાનભાવ ઉભો કરીએ, જેના પ્રભાવે આવતા ભવમાં નિશ્ચિતપણે ગુરૂ તરીકે શ્રી સીમંધરસ્વામી મળે, તેઓની સેવા-સાધના કરી ટુંક સમયમાં આપણે સર્વ દુઃખ કંદોથી મુક્ત બનીએ. અંતે... ગુરૂ કુંભાર હે શિષ્ય કુંભ ઘડી ઘડી કાઢે ખોડ ભીતર હાથ સંચાર દે બાહર મારે ચોટ || ...63...
Page #71
--------------------------------------------------------------------------
________________ સુખ સમૃદ્ધિનો મૂલાધાર છે “આશીર્વાદ માત્ર જીવન જીવવા શ્વાસની મુડી જોઈએ, પણ સુખી અને સમૃદ્ધ જીવન જીવવા આશીર્વાદની મુડી જોઈએ. આશીર્વાદ એક દિવ્ય તત્ત્વ છે. તેના પ્રભાવની કોઈ સીમા નથી. આશીર્વાદ જેણે મેળવ્યા તેની જીવનનૈયા રેતીમાંય સડસડાટ દોડવાની. અભિષાપ જેણે મેળવ્યા તેની નૈયા પાણીમાં ડુબી જવાની. રૂપિયા હશે તો સુખની સામગ્રી ખરીદી શકાશે, આશીર્વાદ હશે તો સુખની સામગ્રી ભોગવી શકાશે. આશીર્વાદ Purchase કરવા માટેની કોઈ Shop આ દુનિયામાં નથી, આશીર્વાદ અપાવે એવું કોઈ ચલણ પણ આ દુનિયામાં નથી. તે Unpurchasable - unsellable છે. આશિષ પામવા બીજાની આંતરડી ઠારવી પડે. જે રીતે ઠરતી હોય તે રીતે ઠારવી પડે, બીજાના અંતરને પ્રસન્ન કરવું પડે. ગુરૂનો પડતો બોલ ઝીલી તેમને ખુશ કરી શકાય, વડીલનું કહેણ શિરોમાન્ય કરી તેમની પ્રસન્નતા વધારી શકાય, ડોશીમાને ગરમાગરમ શીરો ખવડાવી તેમના મન જીતી શકાય, અંધને તેના ઈષ્ટ સ્થાને પહોંચાડી તેનું અંતર જીતી શકાય. વૃદ્ધ માતા-પિતાની તનતોડ સેવા કરી તેમને આત્મસંતોષ આપી શકાય, વિદ્યાદાતા શિક્ષકનો વિનય કરી તેમની મહેર મેળવી શકાય. ફુટપાથ ઉપર ભીખ માંગતા ભિખારીના Bowl માં આઠ આના કે રૂપિયો નાખી તેને ખુશ કરી શકાય. ભુખ્યા ગરીબોના પેટમાં રોટલા નાખી તેમના અંતર ઠારી શકાય, હોસ્પિટલમાં દર્દીની પીડાથી કણસતા દર્દીઓને ફૂટ ખવડાવી તેમને શાંતિ આપી શકાય. આ બધા છે, આશીર્વાદ પામવાના નુસખાઓ. ધાર્યા આશીર્વાદ અપાતા નથી, કે ધાર્યા આશિષ મેળવી શકાતા પણ નથી. આશીર્વાદ આપવા-મેળવવાની પ્રક્રિયા સહજ છે. દિવ્ય છે. અદશ્ય છે. અંત તત્વની આપ-લે સ્વરૂપ છે. તે જાણવી ગહન છે. 64.
Page #72
--------------------------------------------------------------------------
________________ આપનારને ખબર નથી હોતી કે મેં આશિષ આપ્યા છે. લેનારને પણ ખબર હોતી નથી કે મેં આશિષ મેળવ્યા છે. આ પ્રક્રિયા નૈસર્ગીક છે. પ્રાકૃતિક છે. બુદ્ધિથી અગમ્ય છે. કો'ક શુભ ઘડીએ કોકને શાંતિ-પ્રસન્નતા કે સુખ આપી દીધું. તેનાથી સામી વ્યક્તિની આંતરડી ઠરી, મન શાંત થયું. હાશકારો નિકળ્યો, આપણા માટે બે સારા શબ્દો સરી પડ્યા, એટલે સમજી લેજો કે કામ થઈ ગયું. આશીર્વાદથી જે વંચિત રહ્યા છે તેનું જીવન વાંક્યું છે. કર્વે નામના ભાઈએ સો વર્ષ પૂરા કર્યા. ઈન્ટરવ્યુ લેવા પત્રકારો આવ્યા, એક પત્રકારે પુછ્યું, તમારા સો વર્ષની આવરદાનો શ્રેય કોને આપો છો? સો વર્ષે પણ આટલી ર્તિ - તાજગી શાને આભારી છે ? શું ખાવામાં નિયમિત છો ? શુદ્ધ શાકાહાર જ આજ સુધી કર્યો છે ? શું કોઈ શક્તિની દવા ચાલુ છે ? શું વ્યાયામ દ્વારા શરીરને મજબુત કર્યું છે ? શું શુદ્ધ ઘી વિ. લીધા છે ? શું કોઈ કસરત ? કોઈ નિયમો ? કોઈ મંત્ર તંત્ર કે ઔષધિઓ ? કોઈ ધાર્મિક વિધાન ? સો વર્ષની પૂર્ણાહુતિમાં પ્રબળ નિમિત્ત તમને શું લાગે છે ? કર્વે કહે, શુદ્ધ શાકાહાર, શુદ્ધ આહાર, અને Punctuality વિ. નિમિત્તો તો કારણ ખરા, પણ મુખ્ય કારણ એક પ્રસંગ છે. પચાસ વર્ષ પૂર્વે રાતના બારના ટકોરે એક નોકરાણીએ બારણું ખટખટાવ્યું, દરવાજો ખોલ્યો. તે ચોધાર આંસુ સાથે મારા પગમાં પડી ગઈ. શું થયું ? આટલી મોડી રાત્રે એકલી કેમ આવી ? રોવાનું કારણ? નોકરાણી : “શેઠજી ! એકનો એક દિકરો ગાડીની અડફેટમાં આવી ગયો છે. લોહી અને માંસ બહાર આવી ગયા છે. કેસ સીર્યસ છે. ઘડીઓ ગણાય છે. ડોકટર મેજર ઓપરેશન કરાવવાનું કહે છે. દસ હજાર રૂપિયાની તાત્કાલિક જરૂર છે. નહી મળે તો ઓપરેશન નહી થાય, દિકરો મરણને શરણ થશે, હું અનાથ બની જઈશ. શેઠજી આટલી કૃપા કરો. ચામડા ચીરીને, આખી જીંદગી કામ કરીને હું તમારા રૂપિયા પાછા આપવા પ્રયત્ન 65...
Page #73
--------------------------------------------------------------------------
________________ કરીશ, પણ હાલ વ્યવસ્થા કરી આપો તો તમારો ઉપકાર જીવનભર નહી ભુલુ.” મને દયા આવી, સંકટ સમયે રૂપિયા કોઈને કામ ના આવે તો એ રૂપિયાને ધોઈ પીવાના ! તુરંત જ દસ હજાર રૂપિયા બાઈના હાથમાં આપ્યા. તેના મોઢામાંથી સહજ શબ્દો સરી પડ્યા “બેટા ! સો વર્ષનો થજે.” પછી તેણીએ છોકરાની ટ્રીટમેન્ટ કરાવી, છોકરો સારો પણ થઈ ગયો. બાઈના આનંદનો પાર ન રહ્યો. તે ઘડીએ તેના અંતરમાંથી મારા માટે જે આશીર્વાદના બે શબ્દો સરી પડ્યા, તેના પ્રભાવે જ મેં સો વર્ષ પૂરા કર્યા છે, એવું મને સ્પષ્ટ લાગે છે. તે પ્રસંગ આજે પણ આંખ સામે એવો ને એવો તરવરે છે. ( પત્રકારો આ વાત સાંભળી આભા બની ગયા. બીજે દિવસે હેડલાઈનમાં આવી ગયું. “આશીર્વાદના બળે સો વર્ષ પૂર્ણ કરતા કર્વે. આ તાકાત છે આશીર્વાદની. આશીર્વાદમાં એવી પ્રચંડ શક્તિ છે કે ભલભલા વિનો હટાવી દે. વણકલ્પી સિદ્ધિઓ અપાવી દે. રૂપિયા કે સોના ચાંદી ભેગા કરવા કરતા આશીર્વાદની મૂડી થાય એટલી ભેગી કરી લેવામાં ડહાપણ છે. લાલબહાદૂર શાસ્ત્રી જેવા રાજનેતાઓ ઘરની બહાર પગ મુકતા પહેલા માતાના આશીર્વાદ લઈને નિકળતા. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના આશીર્વાદ મેળવવા રાતદિવસ ઝખતા હતા. 18 દેશના સમ્રાટ કુમારપાળ મહારાજા ગુરૂ હેમચંદ્રસૂરિ મ.ને સદા કહેતા કે સામ્રાજ્યથી પૂર્ણ ડ્રમ હોવા છતાં તમારા આશિષ માટે સદા ભુખ્યો છું. * શિવાજીએ મોગલ સમ્રાટોનો ખૂડદો બોલાવી નાખ્યો તે માતાના આશીર્વાદનો જ પ્રભાવ હતો. 66....
Page #74
--------------------------------------------------------------------------
________________ 0 પરમાત્માના અનુપમ આશીર્વાદના બળે જ ગણધર ભગવંતો અંતર્મુહર્તમાં ચૌદ પૂર્વના સર્જન કરી શકે છે. “બેટા ! બીજી માતા હવે કરીશ નહી.” દેવકીએ આપેલા આવા મહાન આશીર્વાદથી ગજસુકુમાલ તે જ ભવમાં કર્મમુક્ત બની શક્યા. આવા હજારો દ્રષ્ટાંતો છે. બુદ્ધિમત્તા હોય તો આશીર્વાદ મેળવવાની સાધના કરી લેવા જેવી છે, પણ તે માટે નિઃસ્વાર્થભાવે તનને કચડવું પડશે, મનને મારવું પડશે, સ્વાર્થને તિલાંજલી આપવી પડશે, જાત ઘસીને પરાર્થ કરવાની તૈયારી રાખવી પડશે, થાય એટલે બીજાનું ભલુ કરવાની, બીજાને મદદ –સહાય કરવાની તત્પરતા કેળવવી પડશે, પછી જુઓ, ચારે બાજુથી કેવી આશીર્વાદની હેલીઓ વરસે છે. આ આશીર્વાદનો ખજાનો જીવનને ન્યાલ કરી દેશે. હૃદયમાં કોતરી રાખો કે, મેળવવા જેવી જો કોઈ ચીજ આ દુનિયામાં હોય તો તે એક જ છે આશીર્વાદ. અંતે... આશીર્વાદ સદા સુખદાયી અમૃત કુંભ સમાન, ભરભર પ્યાલા પીઓ મનવા ! જનમ સફલ , જાન... ...67...
Page #75
--------------------------------------------------------------------------
________________ કલ્પનાઓના આકાશમાં ઉડનારાઓ દુઃખી થાય છે. આચારાંગ સૂત્રમાં આપણી કલ્પનાત્મક મનોદશાને આવિષ્કાર કરતુ સુંદર રૂપક બતાડવામાં આવ્યું છે. એક ભિખારી છે. કો'ક દયાળુ તેને લોટો ભરીને દૂધ આપે છે. ભિખારી માટે આજે જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે. ખૂશ ખૂશાલ છે. દૂધનો લોટો બાજુમાં મુકી વિચારોમાં ચઢે છે. “દૂધનું દહીં બનાવી દઉં, દહીંનું ઘી બનાવી વેચતા ઘણા પૈસા મળશે, તે પૈસાથી રૂપાળી છોકરી સાથે લગ્ન કરી લઈશ, તેની સાથે મજેથી સંસાર સુખ માણીશ, એમ કરતા ત્રણ-ચાર છોકરાઓ થઈ જશે. હું સુતો હોઈશ ને મારા શરીર ઉપર ગલુડીયાની જેમ તેઓ આળોટતા હશે, મને ગલગલીયા થશે, કોક પેટ ઉપર ચઢશે, કો'ક માથા ઉપર તો કો'ક પગ ઉપર, વળી ઘણીવાર તેઓ મને કંટાળો-ત્રાસ આપશે, મારૂ કહ્યું નહીં કરે, ગુસ્સો કરાવશે, ત્યારે આમ હાથ ઉપાડી તમાચો મારી બધાને સીધાદોર કરી નાખીશ. હાથ ઉપાડી તમાચો મારવાનું રીહર્સલ સાચુ કર્યું. તેની સાથે જ બાજુમાં પડેલ દૂધના લોટા સાથે હાથ અથડાયો, દૂધની સાથે અરમાનો પણ ધૂળ ભેગા થઈ ગયા. ભિખારીના અફસોસનો પાર ન રહ્યો. માત્ર ભિખારીની જ નહી, આપણા તમામની આ આત્મકથા છે. મનોવ્યથા છે. ભાવીના ભ્રામક સ્વપ્નાઓની રંગીન હારમાળાઓ સર્જી જાતને તેમાં કેદ કરીએ છીએ. લુખ્ખા હાડકાને ચાટતા કૂતરાના હાથમાં જેમ કશું આવતું નથી, સિવાય કે શ્રમ-ખેદ, અને નિષ્ફળતા, તેમ વાસ્તવિકતાને વિસારી વિચારોના વમળમાં જ રાચનારા આપણા હાથમાં પણ કશું આવતું નથી, સિવાય કે સમયનો બગાડો, શક્તિનો વેડફાટ, હતાશા અને નિરાશા, વિચારોની મેરેથોન દોટ મુકતા ભિખારીના હાથમાં તો કશું ના આવ્યું, પણ હતું તેય ગયું. રૂપકની વાસ્તવિકતા માર્મિક છે, સાત પેઢી સુધીના માસ્ટરપ્લાન કરનારાઓ કશું પામી તો શકતા નથી પણ જે છે તે ય ગુમાવે છે, જે છે તેય ભોગવી શકતા નથી. ...68...
Page #76
--------------------------------------------------------------------------
________________ સુખ કરતા સુખની કલ્પના વધારે સુંવાળી હોય છે. વાસ્તવિકતા કરતા વિચારોનો આનંદ વિશેષ હોય છે. પણ ભ્રમણા એ ભ્રમણા છે, કલ્પના એ કલ્પના છે. ‘ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં સિદ્ધર્ષિ ગણીએ માનવ મનની મહત્વકાંક્ષાઓનું આબેહુબ વર્ણન કર્યુ છે. આની પછી આમ કરીશ, પછી આમ કરીશ, પછી .... આ પછી પછીનો છેડો જ નથી આવતો, મન થાકતું જ નથી. વિચારો અટકતા જ નથી. જાણવા છતા કલ્પનાઓ થંભાવી શકાતી નથી. વાસ્તવિકતાની ભૂમિ ઉપર ઉભા રહીને વિચારોના અંબરમાં વિચરનારને રડવાનો વારો આવતો નથી. પણ વાસ્તવિકતાની ભૂમિ ઉપરથી ઉતરીને વિચારોના ગગનમાં ટહેલનાર ઉંડી ખાઈમાં જ ધકેલાઈ જાય છે. ગેસના ફુગ્ગાની દોરી હાથમાં હોય ત્યાં સુધી વાંધો નહી પણ દોરી છુટી ગયા પછી ફુગ્ગાનું સરનામું મેળવવું અશક્ય બની જાય છે. મનના ફગ્ગામાં કલ્પનાઓની હવા ભરાયા પછી વાસ્તવિકતાની દોરી હાથમાં રાખવી જ પડે. અન્યથા પોક મુકીને રડવું પડે, જીવનભર પસ્તાવું પડે. વાસ્તવિક્તાનું સુખ કણ જેટલુ હોય તો ય સાર્થક, કલ્પનાનું સુખ મણ જેટલુ હોય તો ય નિરર્થક. શેખચલ્લીના ખાવાના વિચારોમાં ગમે તેટલી મિઠાશ લાગતી હોય પણ પેટ કદાપિ ના ભરાય. વિચારોની ગીચ ઝાડીમાં વચ્ચે ભટકવા કરતા વાસ્તવિકતાની કેડીએ ચઢીશુ તો જીવનયાત્રામાં આગળ વધ્યાની અનુભૂતિ થશે. IF YOU TRAVEL TOO FAST, YOU WILL MISS SCENERY. કલ્પનાઓની ફાસ્ટ સફરમાં વાસ્તવિકતાના સૌંદર્યની મોજ માણવાનું ચુકી જવાય છે. અંતે... પોતાને તુંબડે તરીએ રૂડા રૂપાળા સઢ કોકના તે શું કામના ? ...69....
Page #77
--------------------------------------------------------------------------
________________ તમામ ગુલામીઓથી મુક્ત જીવન એજ સાચુ મહારાણીપણુ કૃષ્ણ મહારાજા ઉંમરલાયક થતી તમામ દીકરીઓને કહેતા, “બેટા ! તમારે રાણી થવું છે કે દાસી ? રાણી થવું હોય તો તેમનાથ ભગવાનનું શરણ સ્વીકારી લો, સાધ્વી થઈ સાધના કરો, અને દાસી બનવું હોય તો પરણી જાવ. કૃષ્ણવાસુદેવની વાણીમાં ભંગ ન હતો પણ ઉચ્ચ તત્વજ્ઞાનનો અર્ક હતો. બહારથી અસત્ લાગતી વાણી પરિણામે સત્ હતી. બહારથી કડવી લાગતી વાત પરિણામે અત્યંત મધુર હતી. કૃષ્ણ ત્રણ ખંડના અધિપતિ હતા. વાસુદેવ હતા. સત્તર હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામિ હતા. સુખસમૃદ્ધિની રેલમછેલ હતી, એટલે એક એક દિકરીઓને પરણાવે તો મોટા દેશના રાજકુંવરો સાથે જ, જ્યાં ભોગ સામગ્રી અઢળક હોય, હજારો દાસદાસીઓ સેવામાં હાજર હોય, સોનાના હીંડોળે જ હિંચવાનું હોય, બત્રીસ પકવાનો જ આરોગવાના હોય, જ્યાં ગયા પછી મહારાણી જ બનવાનું હોય. આવુ મહારાણીપણું પિતા કૃણાને મન દાસીપણું હતું. સાધ્વી જીવનમાં તેઓ સાચુ મહારાણીપણું માનતા હતા. કૃષ્ણ, વાસુદેવ હતા. ત્રણ ખંડના સમ્રાટ હતા, તો સાથે સાથે તેઓ નેમનાથ પ્રભુના ઉપાસક હતા. ક્ષાયિક સમકિતના માલિક હતા. દિવ્યદૃષ્ટિના ધારક હતા, સાધુતાના પ્રખર પક્ષપાતી હતા. સંયમ ન લઈ શકવાનો તેમને પારાવાર બળાપો હતો, તેથી જ દિકરીઓને સાચી મહારાણી બનાવવા સાધ્વી બનવાની સલાહ આપતા, સાધ્વી બનાવતા. કો'ક દિકરી પુછતી, “પિતાજી ! પરણીને તો મહારાણી બનવાનું છે. દાસીપણું કેવું ? જ્યારે સાધ્વી બનવામાં મહારાણીપણું કેવું ?" સાધ્વી બનીને તો ઘેર ઘેર ભિક્ષા માંગવાની, ઉઘાડે પગે ચાલવાનું, ગામે ગામ ફરવાનુંફુટી કોડીની મુડી નહી, ચિંથરાનો સંગ્રહ નહીં, ગામમાં ઘર નહી, સીમમાં ખેતર નહીં, ઉપર આભ-નીચે ધરતી, જે મળે-જેવા ...70...
Page #78
--------------------------------------------------------------------------
________________ મળે તેવા-વસ્ત્ર-પાત્ર વસતી-સ્થાન વિ.માં ચલાવવાનું, ભુખ-તાપ-તડકા વેઠવાના, રોગ, પરિષહ - ઉપસર્ગો સહેવાના, કડવા કહેણ અને અપમાનો ગળી જવાના, આમાં કેવું મહારાણીપણું ? આ સાંભળી કૃષ્ણ મહારાજા રાણી/દાસીપણાની તાત્વિક વાસ્તવિકતાનું ભાન કરાવતા. બેટા ! પુન્યજનિત સામગ્રી, સમૃદ્ધિ અને અનુકૂળતાનો ભોગવટો કરવો એ રાણીપણું અને જ્યાં તેનો અભાવ હોય તે દાસીપણું આ માન્યતા જ ભૂલ ભરેલી અને ભ્રામક છે. જ્યાં ગુલામી છે, પરાધીનતા છે, અપેક્ષા છે. ત્યાં દાસીપણુ છે, જ્યાં સ્વામીત્વ છે, સ્વતંત્રતા છે, નિરપેક્ષતા છે, અનાસક્તિ છે, ત્યાં મહારાણીપણું રાજાને ત્યાં રાણી સમૃદ્ધ હોવા છતા વિષયોની ગુલામ છે, કષાયને પરાધીન છે. મળેલી સામગ્રીથી અસંતુષ્ટ છે. ભોગમાં આસક્ત છે. માટે વાસ્તવમાં તે દાસી જ છે. “જે છે તે ગુલામીનું પ્રતિક છે. “જે જોઈએ છે' તે અપેક્ષાનું પ્રતિક છે. “જે ગમે છે” તે આસક્તિનું પ્રતિક છે, “જે નથી તેનું દુઃખ છે.” તે પરાધીનતાનું પ્રતિક છે. પ્રભુના ઘરની સાધ્વી સમૃદ્ધિથી Nill હોવા છતા આવેશની જવાળાથી મુક્ત છે. અપેક્ષાઓના જાળાઓથી મુક્ત છે. આસક્તિઓની ચીકાશથી રહિત છે. માટે વાસ્તવિક મહારાણી છે. મહારાણી બનવામાં વાતવાતમાં ગરમ થશે, સત્તાનો અહં નડશે, ખાવાપીવામાં પહેરવા ઓઢવામાં પોણા સોળાની નહીં ચાલે, ભોગસુખમાં કચાશ નહીં ચાલે, કટુ વેણ અસહ્ય બનશે, ધર્મ ભુલાશે, પુચક્ષય થશે, આત્મસાધનાનું નામોનિશાન નહી રહે, પુન્યની થોડા કાળની મહેરબાની ઉપર તાગડધીન્ના કરી અનંતકાળ ચાલે એવા કર્મો ઉપાર્જન કરવાના રહેશે. આ બધું છે?.. દાસીપણું જ કે બીજુ કાંઈ ? જ્યારે સાધ્વી બનવામાં જે મળે, જેવું મળે, .71...
Page #79
--------------------------------------------------------------------------
________________ તે ખચકાટ વગર સ્વીકારી ધર્મકાયનું પોષણ કરવાનું. ભોગની ખણજ નહી, કષાયોનો પરિચય નહી. પૂર્ણ સ્વતંત્રતા, એકમાત્ર આત્મસાધનામાં જ લીનતા. કોઈની દખલગીરીને સ્થાન નહી. થોકબંધ પુન્ય ઉપાર્જન કરવાનું, થોકબંધ પાપનો ક્ષય કરવાનો, આ છે સાચુ મહારાણીપણું. પિતાની વાત્સલ્યસભર પરલોકહિતકારિણી પ્રેરણા દિકરીઓના હૈયામાં સોંસરી ઉતરી જતી. ત્રણખંડના સમ્રાટની તમામ પુત્રીઓ સમૃદ્ધિ છોડી સાધ્વી બની, સાચા અર્થમાં મહારાણી બની જતી. અંતે .. તું નથી જાણતો ક્યા જાય છે તું આટલી તેજ તારી ચાલ ના કર.. * * * * * ...૭ર...
Page #80
--------------------------------------------------------------------------
________________ સ્ત્રી માટે સોનેરી શણગાર “શીલ જ છે જે દેશમાં પુરૂષ સત્ત્વશાળી ન હોય અને સ્ત્રી શીલવંતી ના હોય તે દેશ મરવાના વાંકે જીવતો હોય છે. સત્ત્વ અને શીલના પાયા ઉપર જ આર્ય સંસ્કૃતિની ઈમારત અડીખમ ઉભી છે. આ શીલની રક્ષા માટે તમામ ધર્મશાસ્ત્રોમાં અનેક પ્રકારના કડક નિયમો - મર્યાદાઓના ઉલ્લેખો છે. એક વખત એક ક્ષણ માટે પણ સ્ત્રી જો અસતિ થાય તો કાયમી અસતી જ રહે છે. સ્ત્રીઓનું અબજોના મૂલ્યથી તોલી ના શકાય એવુ અમૂલ્ય ઘરેણું “શીલ” છે. માટે જ સ્ત્રીઓને શાસ્ત્રગ્રંથોમાં “અસૂર્યપશ્યા” કહેવામાં આવે છે. પરપુરૂષના હાથ તો સ્ત્રીને સ્પર્શી જ ના શકે પણ સૂર્યના કર (કિરણો) પણ સ્ત્રીનો સ્પર્શ ના કરી શકે. - સ્ત્રી તો ઘરનું અમૂલ્ય નજરાણું છે, તેને બારૂ કેમ બનાવાય ? ઘરની તિજોરીની ચાર દિવાલો વચ્ચે રહેવામાં જ તેમની શોભા છે. સુરક્ષા છે, માટે જ પૂર્વકાળમાં જનમતાની સાથે જ રાજકુમારીકાઓને કોક અજ્ઞાત ભોયરાઓમાં ઉછેરવામાં આવતી, જેથી કરીને બુરી નજરવાળા દુષ્ટાત્માઓનો પડછાયો પણ ત્યાં પહોચી ના શકે. સત્વ અને શીલની રક્ષા ખાતર હસતા હસતા પ્રાણની આહુતિ આપનાર હજારો આત્મવીરોથી ઈતિહાસ આજે અમર છે. * ગવાક્ષમાં બેઠેલા રાજાએ રાજમાર્ગે પસાર થતી કો'ક લલના જોઈ, આંખોમાં વિકારભાવ પેદા થયો, જેનો રાજાને પારાવાર પશ્ચાતાપ-બળાપો થયો, આ તો મારી પ્રજાજન ! મારી દિકરીના સ્થાને છે હાય ! હાય ! તેને જોઈ મારૂ મન બગડ્યું ! તેને જોવા મારી આંખ સળવળી. આ રીતે તો રૈયતનું રક્ષણ શું થાય ? રક્ષક જ રાક્ષસ બને ત્યાં કોણ કોને બચાવે? જાત પ્રત્યે તિરસ્કાર - ફિટકાર વરસાવતા રાજાએ ત્યારેને ત્યારે બે મુઠ્ઠી લાલ મરચુ બંને આંખમાં નાખી હસતા હસતા આંખો ફોડી નાખી ! * લંકાધિપતિ રાવણની હજારો વિનવણી થવા છતા સતી સીતાએ લેશ માત્ર મચક ના આપી. *..73...
Page #81
--------------------------------------------------------------------------
________________ * બાવીસ બાવીસ વર્ષનો પતિ વિયોગ થવા છતાં અંજનાએ મનથી પણ શીલવ્રતનો ભંગ ન થવા દીધો. * પેલા ડાકુઓએ પોતાને તાબે થઈ જવાની ધમકી આપી ત્યારે શીલવતના ખંડનની કલ્પનાથી ફફડી ઉઠેલી ચંદનબાળાની માતાએ ત્યાને ત્યાં જીભ કચડીને જીવન ટુંકાવી દીધું. * રૂપ રૂપના અંબાર જેવી મયણાસુંદરીને કોઢરોગથી ખદબદતો પતિ મળ્યો છતાં હસતા હસતા તેને જીવન સોંપી દીધું. * રાજીમતિએ ગીરનારી ગુફાના એકાંત વાતાવરણમાં પોતાના રૂપમાં આસક્ત બનેલા રથનેમિની છેલ્લી કક્ષાની માંગણીઓને ઠુકરાવી દીધી હતી. વિકટ સ્થિતિમાં પણ અડગ રહી “શીલવત' નો ઉચ્ચ આદર્શ પૂરો પાડ્યો હતો, રથનેમિનો પણ ઉદ્ધાર કર્યો હતો. * અરે, એટલું જ નહી, નાના બાળકની હાજરીમાં પોતાના પતિ દ્વારા થએલ આંશીક કામચેષ્ટાથી છેડાએલી એ ચાંપારાજવાળાની માં બાળકના સંસ્કાર ખાતર જીભ કચડીને હોશે હોશે મોતને ભેટી પડી. આવા અગણિત દ્રષ્ટાંતો એ જ બતાવે છે કે સ્ત્રી માટે “શીલ' કેટલું કિંમતી છે ! હા ! શીલવ્રતની સુરક્ષા જેમ કઠણ જરૂર છે (અને તેમાં પણ આ કાળમાં સવિશેષ) તેમ આ વ્રતભંગનાં પરિણામો એટલા જ ભયંકર છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો” આ વ્રતનું પાલન જેમ ઉન્નતિના શિખરે પહોંચાડી દે તેમ વ્રતનું એકાદવાર કરેલું ખંડન પણ રોરવ નરકની ઊંડી ખાઈમાં ધકેલી દે. એકવીસમી સદીના પુટનીક યુગમાં આજે પશ્ચિમના વિલાસી વાવાઝોડાથી આર્યસંસ્કૃતિના વટવૃક્ષના મૂળીયાઓ ખળભળી ગયા છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ માઝા મુકી છે. ઘરના નજરાણા સમી સ્ત્રીને બજારૂ બનાવાઈ રહી છે. શાસ્ત્રીય નિયમો-મર્યાદાઓ બંધનરૂપ લાગે છે. શીલવ્રતની ઉચ્ચતમ ...74...
Page #82
--------------------------------------------------------------------------
________________ વાતોને "Out of Date" માની ઠેકડી ઉડાવાય છે. શિક્ષણક્ષેત્રે-સ્ત્રીને જાણી જોઈને પ્રાધાન્ય આપી, અધિકારો આપી ડગલેને પગલે તેના શરીરના શોષણો કરી “શીલ' ના ચીંથરે ચીંથરા ઉડાવવામાં આવે છે. શરીર ઢાંકવા નહી પણ પ્રગટ કરવા જ જાણે વસ્ત્ર પરિધાન થાય છે. T.V. ચેનલોના કાતિલ આક્રમણે યુવા પેઢીના નીર-હીર ચૂસી લીધા છે. મનને વિકૃતિઓના કીડાઓથી ખદબદતુ કરી દીધું છે. પણ સબુર, દરેક વસ્તુનો અંત હોય છે. સારા-નરસા અને સાચાખોટાની ભેદરેખા કુદરતના ચોપડે કદાપિ ભુસાતી નથી. ભૌતિકતા અને ભોગવાદની પાછળ ભાન ભુલેલી આજની દુનિયાને એક દિ જરૂર પસ્તાવું પડશે. "Back to Nature" લપડાક ખાધા પછી પાછા આવવું જ પડશે. પૂર્વની સંસ્કૃતિનો સ્વીકાર કરવો જ પડશે. વ્રતનિયમોની મહત્તા માનવી જ પડશે, અન્યથા આ મહાપાપના જાલીમ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. આર્યદેશની પ્રત્યેક સન્નારી “શીલ' ના પાલનમાં દૃઢાગ્રહી બને, ઘરમાં મર્યાદાઓના સુંદર પાલન થાય, મનને વિકૃત કરી જીવનને ખેદાન-મેદાન કરી નાખતા. T.V. કેબલ અને ચેનલોના દુષ્ટ અનિષ્ટોથી દૂર રહે, જેથી સુસંસ્કારીતાની સુવાસ મહેકી ઉઠે. ઉલ્કત વેશને તિલાંજલી આપી આર્યનારીઓની સમાજને ઉચ્ચ આલંબન આપે. આવી શીલવંતી સ્ત્રીના બાળકો પણ શૂરવીર - પરાક્રમી અને સત્ત્વશાળી બની આર્યદેશની - આર્યસંસ્કૃતિની સુરક્ષા કરે.. ઘરઘરમાં અને ઘટઘટમાં મહાસતી સીતા અને અંજનાના દર્શન થાય તો જ દેશની અધ્યાત્મિક ભૌતિક ઉત્ક્રાંતિ સહજ બને. અંતે.... નારી અપૂરવ દિવડી ઘર ઘર કરે ઉજાશ શીલરક્ષા' ના ધારતા કાઢે સત્યાનાશ. * * * * * ...75...
Page #83
--------------------------------------------------------------------------
________________ સાચો શિક્ષિત તે જે આવી પડેલા સંયોગોની સહર્ષ સ્વીકાર કરે પરિસ્થિતિઓ અને સંયોગો કર્યાધિન છે. સંયોગોમાં set થવું સ્વાધિન છે. ભૂલ કરનાર નોકરને કાઢી મૂકીએ એ અદાથી અનિષ્ટ સંયોગોને દૂર કરી શકાતા નથી. ઈચ્છાએ કે અનિચ્છાએ ભાગ્યયોગે મળેલ સંયોગને સ્વીકારે જ છુટકો છે. ઉકળાટ કે આવેશ કરવાથી સંયોગો બદલાતા નથી. ફરીયાદો કરવાથી કે રાડો પાડવાથી પરિસ્થિતિ પલટાતી નથી. હાયહોય કરવાથી સંયોગોમાં કોઈ Change આવતો નથી. હામ અને હિંમતથી જીવનના સંગ્રામમાં ઝઝુમવાનું છે. પ્રસન્નતાપૂર્વક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. હસતા હસતા બધુ મજેથી સહેવાનું છે. આજ જીવનકળાનો હાર્દ છે. સુખ શાંતિનો રહ છે. એક તેર વર્ષનો બાળક સંત પાસે ગયો. સંતને કહે, “કારમી ગરીબાઈમાં કણસું છું, મુસીબતોની સીમા નથી. એક ટાઈમ ચણા ફાંકીને તેના ઉપર ચાર લોટા પાણી પીને પેટનો ખાડો પૂરવો પડે છે. બુદ્ધિ સારી છે. Study કરવાની ખૂબ ઈચ્છા છે. લાચારીથી હાથ લાંબો કરી સ્કુલ ફી ભેગી કરૂ છું. ગાડું હંકારું છું. સ્કુલમાં જઉં છું પણ મન ચોંટતું નથી. વિક્ટ પરિસ્થિતિઓની ઘટમાળ મનમાંથી ખસતી નથી. વિચારો અને ટેન્સનોના જાળા ભેદીને બહાર નીકળી શકાતું નથી. મંદિરમાં જાઉં છું. પરમાત્માને પ્રાર્થના કરૂ . પણ મન ભટકતુ રહે છે. જ્યાં દુઃખ છે ત્યાં મનની સ્થિરતા ટકવી મુશ્કેલ છે. ભાવિની ચિંતાથી ચિત્ત ઘેરાઈ જાય છે. કરોડો માણસોમાં ! મને જ આટલી વિટંબણાઓ ને મુશ્કેલીઓ કેમ ? ગતજન્મમાં મે શું એવા પાપ કર્યા કે મોજ મજા કરવાની આ કોમળ ઉંમરમાં આટલા દુઃખો તુટી પડ્યા? દુઃખની પીડા મને ભણવા તો દેતી નથી, પણ પ્રાર્થના પણ શાંતિથી કરવા દેતી નથી. ...76...
Page #84
--------------------------------------------------------------------------
________________ સંતજી ! બીજું તો બધુ સહી લઈશ પણ મારા ઉપર એટલો અનુગ્રહ કરો કે જેથી હું શાંતિથી Study કરી શકું. શાંતિથી પરમાત્માને Prayer કરી શકું. મનોમંથન બાદ સંતે ચોટદાર જવાબ આપ્યો. In this day and age, the finest prayer and the finest study lie in accepting life exactly as you find it. ઈશ્વર તરફથી જે જીવન મળ્યું છે, જે સંયોગો કે સુખ દુઃખ મળ્યા છે, તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ મોટી પ્રાર્થના છે. એ જ શ્રેષ્ઠ Study છે. પરિસ્થિતિનો સામનો નહી સ્વીકાર કરવાનો છે. સંયોગોને આવકારવાના છે. ફરીયાદ વ્યર્થ છે. સારી-નરસી બંને સ્થિતિઓ અસ્થિર છે. સુખ દુઃખ બંને પરાવર્તમાન છે. આપદાઓની ફરીયાદ કાયરતાનું પ્રતિક છે. આપણા કરતા વધુ દુઃખી જીવોનો દુનિયામાં તોટો નથી. પાડ માન પ્રભુનો કે હાલ જે છે તેના કરતા વધુ દુઃખદ સ્થિતિનો ભોગ તને બનાવ્યો નથી. આવી પડેલ સંયોગોને વધાવવા એજ Big study છે. મળેલા ગમે તેવા સંયોગો બદલ પ્રભુનો પાડ માનવો એજ best prayer છે. | M.A., M. Com. ની અમેરીકન ડિગ્રી લઈને ભલે આવ્યા હોય પણ જરાક વાંકુ-જરા ઈચ્છા વિરૂદ્ધ થાય, જરા કોઈ કહ્યું ના માને, જરા ધંધામાં નુકશાન થાય, આવી નાની નાની બાબતોમાં જેઓ ઉછળી પડતા હોય. હાયહોય કરતા હોય, ગાળો અને ફરિયાદોના વરસાદ-વરસાવતા હોય એવાઓને Well educated શું કહેવાય ? સાધુ સંતના જીવન જો, પ્રતિકુળતાઓના જ ઘરમાં બેઠા હોવા છતાં ક્યારેક અકળામણ કે ફરીયાદનું નામોનિશાન પણ નહિ. આઠ વર્ષના બાળસાધુ પણ ઊઘાડે પગે વિહાર કરે, પગમાં ફોલ્લા પડે તેની પરવા નહી. ઘેર-ઘેર ભીક્ષા માંગી શરીર ટકાવે, માન અપમાનની કોઈ પરવા નહી. માથના એક એક વાળ ખેંચીને કાઢે, પીડા કે વ્યથાની ...77...
Page #85
--------------------------------------------------------------------------
________________ કોઈ પરવા નહી. ભિક્ષામાં જે મળે, જેવુ મળે તે ખાઈ લે. સ્વાદ બેસ્વાદની કોઈ પરવા નહી. સંયોગો સામે ફરીયાદો નોંધાવે તે અભણ, સંયોગોને સહર્ષ વધાવે તે Educated. મોટી યુનિવર્સિટીની ડીગ્રી ધરાવનાર પણ સંયોગો સામે ટકી ના શકે તો અબુજ-અભણ, અને Uneducated એવો આઠ વર્ષનો સાધુ પણ જો પ્રતિકુળતાઓ વચ્ચે હસતો રહે તો તે scholar. પ્રતિકુળતા દૂર કરવાની માંગણીને “પ્રાર્થના” કહેવાની ભૂલ ના કરાય, આ તો કાયરતા છે. પ્રતિકૂળતાનો સામનો કરવાની શક્તિ આપવાની માંગણીને જરૂર પ્રાર્થના કહી શકાય. “વત્સ ! Study , Prayer ના થાય તેની ચિંતા છોડ. મળેલા જીવનનો શાંત સ્વીકાર કર, મજેથી જીવન જીવવાનો પ્રયત્ન કર, પ્રતિકુળતા મુફ થઈ જા, આ જ તારો Study છે. આ જ તારી Prayer છે.” બાળક સંતની તત્ત્વસભર વાતો સાંભળતો જ રહ્યો. જીવન જીવવાની નવી દિશા મળી. Negative Approach ને મનમાંથી તિલાંજલી આપી. Positive Approach ને અપનાવ્યો. ખરેખર ! તેનો હાયબળાપો ઓછો થઈ ગયો. મન આનંદિત થયું. જીવન પ્રફુલ્લિત થયું. ald zuizil g cu. Don't push the river, Let it flow. ERA એના નૈસર્ગિક પ્રવાહમાં વહેવા દો. તેને પરાણે ખેંચવાનો અર્થ નથી. પરિસ્થિતિ-સંયોગોને એના નૈસર્ગિક ક્રમમાં આવવા દો. તેને પરાણે પલટવાનો પ્રયાસ કરવાનો અર્થ નથી. અંતે - પરાજય પામીને પણ જે પરાજીત થાય ના, તેનો મુકદ્દર તો શું ? મંજીલ પણ હમેશાં હાથ ઝાલે છે. * * * * * ...78...
Page #86
--------------------------------------------------------------------------
________________ સંસારમાં રહી વૈરાગ્યનો દિવડો ટગમગતો રાખે તે મહામાનવ સંસારી જીવનમાં મજેથી જીવવા રાગની મુડી જોઈએ. સાધના જીવનમાં મજેથી જીવવા વૈરાગ્યની મુડી જોઈએ. વૈરાગ્ય એટલે ભૌતિક જીવનની ભ્રામકતાનો પર્દાફાશ, વૈરાગ્ય એટલે સત્ય-અસત્યની ભેદરખાનો સાક્ષાત્કાર, વૈરાગ્ય એટલે ઈન્દ્રિયને ગમતા વિષય પ્રત્યે ધિક્કાર-તિરસ્કારભાવ, વૈરાગ્ય એટલે ભોગવાદની આંધળી દોડ ઊપર પૂર્ણવિરામ, વૈરાગ્ય એટલે સાનુકુળ વ્યક્તિઓ અને વસ્તુઓને લાત મારી પ્રતિકુળતામાં આનંદ ઉભો કરવાની કળા, વૈરાગ્ય એટલે આત્મિક આનંદની અનુભૂતિ કરવાની તીવ્ર ઘેલછા, વિરક્ત આત્મા પુદ્ગલથી પરમાત્મા તરફ વળેલો હોય છે. શક્તિથી ભક્તિ તરફ વળેલો હોય છે. ભોગ છોડી યોગમાં ડુબેલો હોય છે. આ લોક કરતાં પરલોક તરફ ઝુકેલો હોય છે. આવા વિરક્ત આત્માઓ મોટે ભાગે સાધનાની કેડી પકડી આત્મસાધનામાં લાગી જાય છે, પણ ક્યારેક સમય કે સ્થિતિ પ્રતિકુળ હોય તો સાધનાના માર્ગે જેઓ જઈ શકતા નથી તેઓ સંસારમાં રહીને સાધનાની કેડીઓ કંડારતા હોય છે. સત્તાના સિંહાસનો હોવા છતાં મોહ તો હોતો નથી પણ કાંટાળુ સિંહાસન ક્યારે છુટે એમ ઝંખતા હોય છે. સમૃદ્ધિની છોળો તેમને ઉદ્ધત કે ઉચ્છંખલા બનાવતી નથી. ભોગના લપસણીયા પગથીયા તેમને લલચાવી શકતા નથી. સાધનાના બજારમાં વિરક્તાત્માઓ ઘણા મળી આવે છે, પણ સંસારની મોહક જાળીઓમાં ફસાયા પછી અલિપ્ત રહેનારા કો'ક વિરલા જ હોય છે. ભરત ચક્રવર્તી આમાના એક છે. જેઓ ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. 60 હજાર વર્ષ સુધી વિજયયાત્રા કરી છ ખંડ સાધ્યા હતાં. તમામ શત્રુ રાજાઓને શરણે કર્યા હતા. ચક્રરત્ન મળી ગયું હતું. ચક્રવર્તીપણું મળ્યું *.79...
Page #87
--------------------------------------------------------------------------
________________ હતું. બાર બાર વર્ષ સુધી તો ચક્રવર્તીપણાના રાજ્યાભિષેકની Ceremony ચાલી હતી. ચોર્યાસી લાખ હાથી, છન્નુ ક્રોડ પાયદળ, ચોર્યાસી લાખ ઘોડા, તેત્રીસ ક્રોડ ઉંટ, ત્રણ ક્રોડ પોઠીયા. આટલું વિશાળ ઐશ્વર્ય હતું. સોળ હજાર યક્ષો સેવામાં હાજર હતા. બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ આજ્ઞા ઝીલનારા હતા. રોજના ચાર ક્રોડ મણ અનાજની રસોઈ બનતી હતી. દસ લાખ મણ તો એકલું મીઠું એક દિવસમાં વપરાતું હતું. ત્રણ કરોડ તો મોટા ગોકુળો હતો. ચૌદ મહારત્નો અને નવ નિધાનોનું અલોકિક સ્વામીત્વ હતું. ચોસઠ હજાર સ્ત્રીઓનો દિવ્ય ભોગવટો હતો. અપ્સરાને શરમાવે તેવું સ્ત્રી રત્ન હતું. બત્રીસ હજાર દેશો અને છસ્ ક્રોડ ગામનું અધિપત્ય હતું. ત્રણ ક્રોડ મંત્રીઓ અને ચૌદ હજાર મહામંત્રીઓ હતા. રસોડામાં 360 Export મહા રસોયાની ગેંગ હતી. રસોડામાં Daily ત્રણ લાખ માણસ ઓછામાં ઓછું જમતું હતું. એસી હજાર પંડીતોની પર્ષદા હતી, નવ્વાણું કોડ દાસ દાસીઓ ખડે પગે સેવામાં હાજર હતા. સમૃદ્ધિનો કોઈ પાર ન હતો. શારીરિક શક્તિ પણ ગજબની, કહેવાય છે કે એક બાજુ કુવાના કાંઠા ઉપર ચક્કી ઉભા હોય અને બીજી બાજુ એક લાખ ઋષ્ટ પુષ્ટ મલો ઉભા હોય. બે પગ વચ્ચે રસ્સી ખેંચ Competition થાય, એક લાખ મલ્લો એક સાથે દોરડું કે સાંકળ ખેંચે છતા ચક્રવર્તીનો હાથ લેશમાત્ર પણ હલાવી શકે નહી. હારે તો પલવારમાં ઉંડા પાતાળ કુવામાં ઘરબાઈ જાય. પણ કોઈ કાળે એ શક્ય જ નથી. આવા અતુલ બળના સમ્રાટ છે ચક્રવર્તી. ભોગવટો પણ કેવો ? માત્ર ચક્રવર્તી જે દૂધ પીએ તેનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે. ગાયને, તેનું દૂધ કાઢીને ચોથી ગાયને, એમ કરતા એકલાખ ગાયાં સુધી જવાનું. 99999 મી ગાયનું દૂધ લાખમી ગાયને પીવડાવવામાં આવે, એ 80...
Page #88
--------------------------------------------------------------------------
________________ લાખમી ગાયનું દૂધ ચક્રવર્તી પીવે. કેવું રગડા જેવું હશે ! કેવું પૌષ્ટિક હશે ! માત્ર ચક્રવર્તી જ આ દૂધ પી શકે. બીજા પીવાનું સાહસ કરે તો આંતરડા ફાટી જાય. આ તો સેમ્પલ રૂપે દુધની વાત થઈ. ચક્રવર્તીની તમામ ભોગસામગ્રી ઉત્કૃષ્ટ હોય. જાણે તે ભોગસામગ્રી તેના માટે જ નિર્માણ થઈ ન હોય. બીજાનું તે ભોગવવાનું ગજુ નહી. ઘડીના છઠ્ઠા ભાગમાં રામશરણ થઈ જાય. હવે મૂળ વાત.. આવી અનુત્તર સમૃદ્ધિ, અનુપમ સુખ, એકછત્રિય સામ્રાજ્ય, અલૌકિક ભોગ વચ્ચે પણ ભરત મહારાજા વિરક્ત હતા. શાસ્ત્રકારોને કહેવું પડ્યું. “ભરતજી મન હી મે વેરાગી'' માનવામાં ન આવે એવી વાત છે, અપાર ભોગોના કાદવ વચ્ચે કમળવત્ અલિપ્ત રહેવું એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કપરૂ છે. - જ્યારે ભરતજી, ચક્રવર્તીના સિંહાસન ઉપર આરૂઢ થતા, ત્યારે નિયુક્ત કરેલ ભાડુતી માણસો તેમને ચોટદાર ત્રણ વાક્યો કહેતા, વૈરાગ્યનો દિવડો પ્રજવલિત રહે, મન ભોગની ભુલભુલામણીમાં અટવાઈ ના જાય એ હેતુથી માત્ર ત્રણ વાક્ય સાંભળવા માટે જ ભાડુતી માણસો રાખ્યા હતા. પ્રથમ વાક્ય કહેતા કે “ભય વધતે” અર્થાત્ રાજન્ ! ભય વધે છે. દુનિયામાં કોઈ નાનો દુશ્મન પણ બચ્યો નથી. ચાર દિશાના અંત સુધીનું અખંડ સામ્રાજ્ય છે એને વળી ભય શેનો ? ભય વધે છે પરલોકનો, ભય વધે છે કર્મનો, છ ખંડનું રાજ કરવામાં ક્યા પાપ ના કરવા પડે ? શુ સાચું ખોટું ન કરવું પડે ? ક્યા આરંભ સમારંભ અને હિંસા ન થાય ? આ બધા પાપો ઉદયમાં આવશે ત્યારે શું થશે ? .... આ મોટો અંદરનો ભય વધે છે. બીજું વાક્ય કહેતા “જિતો ભવા” રાજન્ ! તું જીતાઈ ગયો છે... બહારની દુનિયામાં જેને કશું જીતવાનું રહેતું નથી તે કોનાથી જીતાયો છે? રાજન્ ! તું તારા કષાયોથી પરાજીત છે. 98 ભાઈઓ દીક્ષિત થઈ પ્રભુ ઋષભના ચરણમાં નિર્ભય થઈ ગયાં. તને સામ્રાજ્યનો - સત્તાનો ...81...
Page #89
--------------------------------------------------------------------------
________________ મોહ છુટતો નથી, તે સત્તાની લાલસાથી તું પરાજીત છે. સત્તા છોડી સંયમ ન સ્વીકારે તે ચક્રી નિયમાં નરકે જાય એવું જાણવા છતાં સત્તાની આસક્તિ છુટતી નથી. સમૃદ્ધિ અને સુખનો ભોગવટો પુન્યને સાફ કરી જીવને કડકા બનાવી દે છે. એવું જાણવા છતા ભોગ લાલસા ઓછી થતી નથી. વિષય કષાયથી, અંદરની કુવાસના અને કુવિકારોથી, અહં અને મમથી હે રાજન્ ! તું પરાજિત છે, - ત્રીજું વાક્ય કહેતા, “મા હણ” રાજન્ ! કોઈને હણીશ નહીં. જીવ સૌને હાલો છે. પ્રાણ સૌને હાલો છે. કોઈને દુઃખ પહોંચાડીશ નહીં, ઠેસ પહોંચાડીશ નહી. - રોજ સિંહાસન ઉપર બેસતા આ ‘ત્રિપદી' નું અમૃતપાન કરી ભરત વૈરાગ્યમય તાજગીથી દીપી ઉઠતા, આ “ત્રિપદી” એક અપૂર્વ રસાયણનું કામ કરતી, જેના કારણે ભરત સિંહાસન ઉપર બેસવા છતાં અલિપ્ત રહી શકતા. સ્ત્રીઓના ભોગમાં પણ અનાસક્ત રહી શકતા. સમૃદ્ધિઓના ખડકલા વચ્ચે રહી તેનાથી અલિપ્ત રહી શકતા. કેવી સ્વચ્છ હશે તેમની અંતરની મનોભૂમિકા ! કેવી શુદ્ધ હશે તેમની આંતર પરિણતી ! કેવા સ્થિર હશે આંતર વિરક્તિના ભાવો ! ભોગી છતાં યોગી, સંસારી છતાં સાધક, રાગી છતાં વિરાગી. ભરતના અંતરમાં વિરક્તિનો મહાસાગર ઉછાળા મારતો હતો તેનો પુરાવો હતો આરિસા ભવનનો અંતિમ પ્રસંગ. ભરત મહારાજા આરિસા ભવનમાં છે, એક આંગળીની વીંટી સરકી ગઈ છે. વીંટી વગર આંગળીની ઝાંખપ જોઈ તેઓ અનિત્ય ભાવનામાં ચઢી જાય છે. શું શરીરની શોભા અલંકારોથી છે ? ગમે તેટલું સાચવો તો ય શું શરીર નાશ પામવાના સ્વભાવ વાળું જ છે ? શું કથળેલા શરીરની કોઈ ..82...
Page #90
--------------------------------------------------------------------------
________________ રીતે Polish થઈ શકે જ નહીં ? ઓહ ! સંસારના તમામ પદાર્થો ક્ષણિક છે. નાશ પામવાના સ્વભાવ વાળા જ છે, તો તેના ઉપર મોહ શું કરવો? મોહ કરવો એ એક જાતનું ગાંડપણ જ છે. સરકતા પારાને પકડી શકાય નહી તેમ ક્ષય પામતા પદાર્થોને પકડી શકાય નહી. બધુ અનિત્ય, મારો આત્મા જ નિત્ય, બધુ ક્ષણિક, મારો આત્મા જ સ્થિર, બધુ નાશવંત, મારો આત્મા જ અજર, અમર, આ ભાવના ભાવતા ભરતને તે જ ક્ષણે કેવળજ્ઞાન થઈ જાય છે. એકાએક આ દિવ્ય જ્ઞાન થયું નથી. તેની પાછળ વર્ષોની વૈરાગ્યમય આંતર સાધનાનું Backing હતું જ. અંદર ઘરબાયેલ જ્ઞાનનો દિવડો આજે સૂરજ બનીને પ્રકાશમાન થયો છે. અંદર હોય તો જ બહાર આવે. અણુબોમ્બનો વિસ્ફોટ વૈજ્ઞાનિકોની વર્ષોની સાધનાનું પરિણામ છે. આત્મજ્ઞાનનો વિસ્ફોટ વૈરાગીઓની વર્ષોની સાધનાનું પરિણામ છે. ભરત મહારાજા જેવો વૈરાગ્યભાવ પ્રાપ્ત થાય.' એવી ભાવના રોજ સવારે ઉઠીને ભાવીએ તો એક દિવસ આપણા જીવનમાં વૈરાગ્યનો દીપક જરૂર દિપ્યમાન થશે. અંતે.... જીવનની ભુલભુલામણીમાં, રખે, બાપુ ! ભુલો પડતો, જજે શેર-સો જીવનપંથે સીધો ઈતિહાસને ઘડતો. * * * * * ...83...
Page #91
--------------------------------------------------------------------------
________________ જે શૂન્ય બને છે તે પૂર્ણ બને છે ઘણાના મનની મુંઝવણ છે કે મોક્ષમાં તે વળી સુખ કેવું ? ત્યાં પેપ્સી નથી, કોલા નથી, હોટલ નથી, બાર નથી, Resort, Restaurant નથી, હિલ સ્ટેશન નથી. આઈસ્ક્રીમ નથી, સુમો કે ટોયોટા નથી, રસગુલ્લા નથી, કેરીનો રસ નથી, બાગ બગીચા નથી, લાઈટ નથી, અલંકારો કે વસ્ત્રો નથી, સંગીત પાર્ટીઓ નથી, ક્રિકેટ મેચો નથી. પોપ સંગીત નથી, નાટક પિશ્ચર નથી, ડાન્સ ગરબા નથી, Fun-Fair નથી, સર્કસ નથી. દરીયા કિનારો નથી, કુદરતી સૌંદર્ય નથી, વરસાદ કે ધોધ નથી, Boy Friend કે Girl Friend નથી, જ્યુસ સેન્ટરો કે પાર્લરો નથી, ભેળપુરી કે પાણીપુરી નથી, નદી નાળા નથી, બાગ બગીચા નથી, જંગલ કે વનો નથી, પર્વતીય હારમાળા નથી, કોઈ સ્વજન-પરિજન નથી, કે સમાજ નથી, ક્લબો કે કેસનો નથી, તોતિંગ ઈમારતો નથી, લીફટ નથી, સ્ત્રી નથી, ભોગ નથી, રાત નથી, દિવસ નથી, વાવ શરીર પણ નથી તો સુખ શું ? એનો જવાબ છે - મોક્ષમાં કશું નથી એજ મોટું સુખ છે. વસ્તુ છે તો દુઃખ છે. સુખના સાધનો દુઃખના સુચક છે. જેમ જેમ સામગ્રીઓ વધે તેમ તેમ દુઃખ વધે, જેમ જેમ સામગ્રીઓ ઘટે તેમ તેમ સુખ વધે. ગૃહસ્થોના ઘર ભરેલા હોય છે છતા દુઃખી હોય છે. સાધુ નિષ્કિચન હોય છે છતાં મહા સુખી હોય એકનાથ સંત હતા. ફક્કડ ગિરધારી હતા. પહેરવા પોતડી અને રહેવાની ઝુંપડી સિવાય કશું મળે નહીં, ખાવા મળે તો આંખ મીંચીને ખાઈ લે, ન મળે તો બે લોટા પાણી ગટગટાવી મસ્તીથી આળોટી જાય, વિઠ્ઠલની ધુનમાં મસ્ત રહે. એક ભાઈએ તેમને પુછ્યું, “આવી ગરીબી હોવા છતા આટલો આનંદ ...84...
Page #92
--------------------------------------------------------------------------
________________ અને મસ્તી પાછળનું રહસ્ય શું છે ?" એકનાથ કહે એ વાતનો જવાબ પછી મળશે. હાલ તો મારા જ્ઞાનમાં દેખાય છે કે તમારૂ આઠમા દિવસે મોત છે, માટે સાધના કરવી હોય તેટલી કરી લો. આ વાત સાંભળીને ભાઈને તો ધ્રુજારી ચઢી ગઈ, સંતો અન્યથા ના ભાખે, આઠ દિવસમાં મોત ! અંધારા આવી ગયાં. ઘરે ગયો, બધાને વાત કરી, ખાવા પીવાનું છોડ્યું, પહેરવા ઓઢવાનું છોડ્યું, નાહવા ધોવાનું છોડ્યું, વહેવારો છોડ્યા, વાતો ચિતો છોડી, હરવા ફરવાનું છોડ્યું, ઘરવાળાને કહી દીધું, મારી પાસે કોઈ આવશો નહી, મને કોઈ બોલાવશો નહી. અલાયદા રૂમમાં બારણું અંદરથી બંધ કરી “રામ” નામની રટણમાં લાગી ગયો. આખી જીંદગીની સાધના આઠ દિવસમાં કરવાની છે, અનંત ભાવિને આઠ દિવસમાં ઘડવાનું છે. સંસારની તમામ માયાઓથી સહજ અલિપ્ત થઈ ગયો. દેહનું પણ ભાન ભુલી ગયો, રાત દિવસનું ભાન ન રહ્યું. બસ... રામ... રામ... રામ.. ચોવીસ કલાકની અખંડ ધુન, જપ, જાપ. આઠમાં દિવસે એકનાથ પાસે આવ્યો, મોઢા ઉપર મોતના ભયને બદલે આનંદની છોળો ઉછળતી હતી. નિરાશાના બદલે તેજઝગારા મારી રહ્યા હતા. જીવવાની તમન્ના નથી, મોતનો ભય નથી, પરલોકની ચિંતા નથી, દુનિયાને છોડી જવાનો વસવસો નથી. કહો સંતજી ! આજે આઠમો દિવસ છે. કેટલા વાગે યમરાજની સવારી આવે છે ? તેમનું સ્વાગત કરવા સહર્ષ તૈયાર છું. પ્રત્યેક શબ્દમાં નિર્ભયતા સૂચક વજનદાર રણકાર ભરેલો હતો. એકનાથ કહે- “મોત આવવાનું હતું પણ “રામ” નામની અખંડ ધુનના પ્રભાવે પાછું ઠેલાઈ ગયું. હવે ઘરે જઈને મજા કરો, પણ મારે એક વાત પૂછવી છે કે તમે આઠ દિવસ શું કર્યું ? શું ખાધું પીધું ? શું પહેર્યું -ઓઢયું ? શું મોજ મજા કરી ? ભાઈ કહે, “કશું જ નહીં, આઠ દિવસમાં એક દાણો ખાધો નથી, ...85...
Page #93
--------------------------------------------------------------------------
________________ પાણી પીધું નથી, કોઈની સાથે એક શબ્દ બોલ્યો નથી, કોઈનું મોઢું જોયું નથી, એક અલાયદી રૂમમાં “રામ”, “રામ” ના સ્મરણમાં ભાન ભુલી ગયો. આખી દુનિયા ભુલી ગયો. જીવન મરણની ભેદરેખા પણ ભુસાઈ ગઈ. શરીર અને આત્માનો ભેદ પણ વિલીન થઈ ગયો.” એકનાથ કહે, “અને એ આનંદ કેવો હતો ?' ભાઈ કહે, “વર્ણનાતીત, અવાચ્ય, તેના માટે કોઈ શબ્દ નથી. અનુભવગમ્ય એ આનંદ હતો. મારી સિત્તેર વર્ષની જીંદગીમાં અઢળક સમૃદ્ધિઓના ખડકલા વચ્ચે કે અનુપમ ભોગોની રેલમછેલ વચ્ચે પણ જેના એક બિંદુ જેટલી પણ જે સુખની અનુભૂતિ થઈ નથી એવો વિશિષ્ટ આનંદ હતો. અગોચર સુખ હતું.” એકનાથ કહે, “હવે તમારે તમારા પ્રશ્નના જવાબની જરૂર છે ખરી?” ભાઈ કહે, “વસ્તુઓ અને વ્યક્તિઓની શૂન્યતામાં જ દિવ્ય સુખ સમાયેલું છે.” જે સુખ મે સ્વયં માપ્યું છે. આજ સુધી હું માનતો હતો કે જેટલી સમૃદ્ધિ વધારે, જેટલો માન મોભો વધારે, જેટલો પરિવાર વિશાળ, એટલો માણસ સુખી, પણ આજે મારી ભ્રમણા ભાંગી છે, દિવ્ય સુખની અનુભૂતિ સાથે દિવ્ય જ્ઞાન પણ લાધ્યું છે. હવે જવાબની જરૂર નથી. આધ્યાત્મિક જગતની ચોવીશ કેરેટની વાસ્તવિકતા છે કે જે ખાલી થાય છે તે ભરાય છે. જે છોડે છે તે પામે છે. જ્યાં બધુ છે ત્યાં કશું જ નથી. જ્યાં કશુ નથી ત્યાં બધુ જ છે. જે દોડે છે તે કદાપી પહોંચતો નથી. જે અટકે છે તે પહોંચ્યા વિના રહેતો નથી. જે કામનાઓને પુરે છે તે દુઃખી છે. જે કામનાઓને ચરે છે તે જ સુખી છે. જે સન્મુખ છે તે ખોટે રસ્તે છે. જે પરમુખ છે તે સાચે રસ્તે છે. જે મેળવવા મથે છે તે હારે છે. જે પ્રયત્ન શૂન્ય છે તે જીતે છે. સુખને ઝંખનાર દુઃખી થાય છે. સુખને છોડનાર સુખી થાય છે. દુઃખના ખાડાથી દુર ભાગનાર તે દુઃખના ઊંડા ગર્ભમાં જ ધકેલાઈ જાય છે. દુઃખને આવકારનાર દુઃખ મુક્ત થઈ આનંદના શિખરે પહોંચે છે. ...86...
Page #94
--------------------------------------------------------------------------
________________ આનો અર્થ એ થયો કે“જે કઈ છે, જ્યાં કઈ છે”, ત્યાં દુઃખ જ દુઃખ છે. જે કઈ નથી, જ્યાં કઈ નથી, ત્યાં સુખ જ સુખ છે. હવે મોક્ષમાં શું છે ? મોક્ષમાં કયું સુખ છે એવી શંકા થવાના બદલે એમ સહજ સમજાઈ જશે કે મોક્ષમાં શું નથી ? મોક્ષમાં કયું સુખ નથી. આધ્યાત્મિક આનંદની સ્પર્શના અનુભવસાધક યોગી પુરૂષો જ કરી શકે. અંતે - દુઃખ સહતે સહતે ગુજર ગઈ જિંદગી અબ સુખ મીલે તોકુછ નયા સા લગતા હૈ * * * * * * 87...
Page #95
--------------------------------------------------------------------------
________________ દ્રષ્ટિ વિશાળ તો વિશ્વ વિશાળ એક શિકારી પોતાના શિકારી કુતરા સાથે શિકાર કરવા જંગલમાં ગયો. કુતરુ ભુખ્યું થયું હતું. સામે એક હરણ દેખાયું. હરણ અને કુતરા બંનેની દ્રષ્ટિ મળી, બંનેની ભાષા એકબીજાને સમજાઈ ગઈ. કુતરો સમજી ગયો કે આ મારૂ ભક્ષ્ય છે. હરણ સમજી ગયું કે આ મારો ભક્ષક છે. શિકારી માટે પણ આ મજાની Game હતી. કુતરો છલાંગ મારી દોડ્યો. હરણે પણ ગાંડી દોટ મુકી. હરણ આગળ, કુતરુ પાછળ.... ત્રણ ચાર કિ.મી. સુધી Racing થઈ, છતાં બે વચ્ચેનું અંતર ના ઘટ્યું. અંતે હરણ સુરક્ષિત ઝાડીમાં લપાઈ ગયું. કુતરો વિલે મોઢે હાર સ્વીકારી પાછો ફર્યો. માલિક કુતરાને કહે, “કેમ હારી ગયો ? ખેલદીલીપૂર્વક કુતરાએ ચોટદાર ઉત્તર આપ્યો, “માલિક ! હું પેટ ભરવા માટે દોડતો હતો, હરણ પ્રાણ બચાવવા માટે દોડતું હતું. આથી જ હરણ પાસે જાદુઈ Speed આવી ગઈ હતી. આ છે મારા પરાજયનું અસાધારણ કારણ...” કુતરાની વાત કેટલી કિંમતી છે ! પેટ માટે દોડનાર ક્યારેય સફળ થતા નથી, જ્યારે પ્રાણ માટે દોડનાર ક્યારેય નિષ્ફળ જતા નથી. પેટ ભૌતિક જગતનું પ્રતિક છે. પ્રાણ આધ્યાત્મિક જગતનું પ્રતિક છે. જીવનના જંગમાં આપણે આઘળી દોટ મુકી છે, પણ દુઃખની વાત એ છે કે આ દોટ પેટ પ્રેરિત છે. પ્રાણ પ્રેરિત નહી. જો તે પ્રાણ પ્રેરિત હોત તો વણકલ્પી દિવ્ય ચેતનાના તેમાં દર્શન થતા હોત. સંસારીની દોટ પેટ પ્રેરિત છે. સંતોની દોટ પ્રાણ પ્રેરિત છે. આથી જ સસારી જીવનમાં જીવનના અને અજંપો - અસ્થિરતાનિષ્ફળતા અને હતાશા ભરપુર બહુધા દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે સંત જીવન ફુર્તિ, સંતોષ, સ્થિરતા અને સફળતા ભરપૂર જોવા મળે છે. જીવન રમતનું કુંડાળું આપણું બહુ નાનું છે. “હું અને મારૂં” નું નાનું સર્કલ બનાવી તેમાં ગોળ ગોળ દોડવામાં જ જીવન સમાપ્ત થઈ જાય છે. 88....
Page #96
--------------------------------------------------------------------------
________________ Hidze ? Nil, fasiz - Sucess ? Nil, BALE ? Nil. HALU Plus H Wildl CELL Nil, Minus - Ulal Gel Full. વાત પણ સાચી છે, ગોળ ગોળ ચક્કર મારવામાં વિકાસ કે પ્રોગ્રેસ ક્યાંથી હોય ? કુંડાળાના સીમાડા તોડે તે જ વિકાસ કરી શકે. સંતો આ સીમાડા તોડે છે. “હું અને મારૂં”ની Chinese દિવાલ તોડી તેઓ વિરાટ ભણી દોટ મૂકે છે. “હું બધાનો અને બાધા મારા”, “વસુધૈવ કુટુમ્બકમ્' આ ભાવનાની ધારાથી સ્વાર્થી વર્તુળને ભેદી સંતો આખા જગતના બની જાય છે. “હું આખા જગતનો, આખું જગત મારૂં” આ છે પ્રાણ પ્રેરિત દોટ, આ છે વિકાસ, પ્રોગ્રેસ, સફળતા. સીમાડામાં જીવનાર સીમાડામાં જ મરે છે. વિરાટમાં જીવનાર વિરાટ સાથે મરે છે. વર્તુળમાં જે જીવે છે તેની પાછળ રડનારા મળે તોય ઈન મીન તીન, જ્યારે વિરાટમાં જે જીવે છે તેના મોત પાછળ સમગ્ર સૃષ્ટિ આક્રંદ કરે છે. આપણે વર્તુળમાં જ છીએ. આપણી દોટ પેટ પ્રેરિત છે. આપણી દ્રષ્ટિ ખુબ સિમિત છે. પૂજા કરીને આવેલા બે ત્રણ વર્ષના બાળકોને પુછ્યું, “ભગવાન્ પાસે તમે શું માંગી આવ્યા ?" એક બાળક કહે, “પરિક્ષામાં સારા નંબરે પાસ થઈ જાઉં.” બીજો કહે, “મારી શરદી મટી જાય,” ત્રીજો કહે, “મને રસ્તામાં કાંટા ન વાગે.” (તે દિવસે પૂજા કરવા આવતા જ કાંટો વાગ્યો હતો). ચોથો કહે, “બધી સ્કુલો ઉપર અણુબોમ્બ પડે અને સ્કૂલો બંધ થઈ જાય.” (ભણવાનો ચોર હશે !) પાંચમો કહે, “મારા પપ્પાને સદ્ગદ્ધિ મળે,” મેં પૂછ્યું, “તને કે તારા પપ્પાને” ? તે કહે, “પપ્પાને કેટલી વાર કહ્યું કે “કેડબરી અપાવો' છતાં અપાવતા જ નથી, ભગવાન્ તેમને સમ્બુદ્ધિ આપે તો..” છઠ્ઠો કહે, “મારો બોલ ખોવાઈ ગયો છે તે પાછો મળી જાય.' છોકરાઓની અલક મલકની વાતો સાંભળી ખુબ આનંદ થયો, સાથે મન ચિંતનમાં ગરકાવ થઈ ગયું. કેવા બાળકો ! કેવી નિર્દોષતા ! કેવી તેમની માંગણી ! કેવી દ્રષ્ટિ ! કેવી સરળતા ! સારા માર્કસ, બોલ-બેટ, ...89...
Page #97
--------------------------------------------------------------------------
________________ કેડબરી, પીપર, ચોકલેટ, રમકડાં, આજ છે બાળકોનું સર્વસ્વ. આનાથી આગળ વિચાર જ નહી, તેથી આનાથી ઉંચી માંગણી જ નહી. આપણે 25/50 કે ૭પ વર્ષના બાળક જ છીએ. પરમાત્મા પાસે શું માંગણી કરીએ છીએ ? છોકરા છોકરીઓને ઠેકાણે પાડી દો, ધંધામાં બરકત લાવી દો. શેર બજારનો Index ઉંચો લાવી દો. ફલાણી કંપનીની Agency મને અપાવી દો. ક્રિકેટમાં ઈન્ડીયાને જીતાડી દો (India પાછળ રૂપીયા લગાવ્યાં છે.) પ્રતિસ્પર્ધીને તમારી પાસે લઈ લો. શરીરમાં ઘર કરી ગયેલા રોગો દૂર કરો. પત્નિનો સ્વભાવ સુધારી દો. બે/ચાર રોટલી વધુ ખાઈ શકે તેવી શક્તિ આપો. વિરોધીઓને બરાબર પર્ચા બતાડી દો. જુગાર કે આંકડામાં favourable પાના આવવા દો, જોઈ, આ માંગણી !... કેવી સંકુચિત મનોદશા? કેવા સ્વાર્થના નાના કુંડાળા ? કેવી Narrow દ્રષ્ટિ ? આનાથી આગળ વિરાટ દુનિયા છે. વિરાટ ભાવી છે. અનંતની યાત્રા છે. પણ તેનો વિચાર જ નથી. માંગણી શું થાય ? બાળકમાં અને આપણામાં દેખાય છે કોઈ ભેદ રેખા ? બાળક ઢીંગલી માંગે, આપણે રૂપાળી પત્નિ, બાળક ચાર આના માંગે, આપણે કરોડો રૂપીયા, બાળક રમકડાં માંગે, આપણે રાચરચીલું. આપણી દ્રષ્ટિએ બાળક Short sighted છે. જ્ઞાનની દ્રષ્ટિએ આપણે એવા જ Short Sighted છીએ. માંગી માંગીને આજ માંગવાનું ? સંતો પણ પ્રાર્થના કરે છે, યાચના પણ કરે છે. પ્રભુ ! શરીરનું ભેદજ્ઞાન કરાવી અમને આત્મલક્ષી બનાવો. આ લોકનું ભ્રમજ્ઞાન દૂર કરી પરલોકપ્રેક્ષી બનાવો. ભોગવાહનની ભ્રમણા ભાંગી યોગ મસ્તીમાં રમાડો. અજ્ઞાનતાના અંધારા ઉલેચી જાગૃતિનો પ્રકાશ રેલાવો. દુન્વયી સુખની લાલસા તોડી દિવ્ય સુખ દેખાડો. વૈભવ વિલાસની આસક્તિ તોડી વૈરાગ્યનો રસાસ્વાદ ચખાડો. સંસારના દુઃખદ ઝુપડામાંથી મુક્તિના મહેલમાં વસાવો. આ છે પ્રાણ પ્રેરિત દોડ, આત્મલક્ષી દોડ, વિરાટ તરફી વિકાસ યાત્રા. .90...
Page #98
--------------------------------------------------------------------------
________________ દ્રષ્ટિ જ ટુંકી હોય તો પગ લાંબો શું થાય ? વિચારધારા ટુંકી હોય તો વિરાટ યાત્રા શું થાય ? * સ્કુલ જવાના ચોર એવા એક બાળકને મા-બાપ હાથે પગે ટાઈટ દોરડા બાંધી સ્કુલે પધરાવી આવતા. એકવાર ઘર પાસેથી ઠાઠડી જતી જોઈ એ બાળકે પુછ્યું, “પપ્પા ! આને ક્યાં લઈ જાય છે ?" પપ્પા : “મસાણમાં,” “ત્યાં શું કરશે ?" ચિતા ઉપર ચઢાવી બાળી નાંખશે !" “તને આ ઠાઠડી જોઈ શો વિચાર આવ્યો ?" પિતાએ પુછ્યું. બાળક કહે, “મને એમ કે એને ય સ્કુલે લઈ જાય છે.” જોઈ બાળકની દ્રષ્ટિ ! મનમાં સ્કુલ રમતી હોય એટલે બધે સ્કુલ જ દેખાય. * એક બાળક કહે, “મારા બે મામા છે, એક મામા સારા છે, બીજા સારા નથી.” મેં પૂછ્યું, “કેમ ! એક લાડ લડાવતા હશે ? ને બીજા સાલમપાક આપતા લાગે છે. એટલે આમ કહે છે ?" બાળક કહે, “એમ નથી, પણ પહેલા મામા માંગતાની સાથે સ્કુટરની ચાવી આપી દે છે, બીજા એવા છે કે રોઈ રોઈને અડધા થઈ જઈએ તો ય ન જ આપે.” જોયું ! દ્રષ્ટિમાં સ્કુટર છે, એટલે સ્કુટર આપે તે સારા, બીજા નકામાં... આપણે પણ આ સિમિત દ્રષ્ટિના સીમાડામાં જ છીએ. સાંસારિક સ્વાર્થપૂર્તિના રમકડા આપણે સાધ્ય છે. તે સ્વાર્થવૃત્તિ જેનાથી થાય તે આપણું સાધન, તે આપણા ભગવાન, બાકી બધા દુશ્મન, બાકી બધા પરાયા, નકામા. હૃદયમાં કોતરી રાખવા જેવી વાત છે કેવિકાસને ઝડપ સાથે નિસ્બત નથી, નિસ્બત છે સાચી દિશા સાથે. મુસીબત એ છે કે ઝડપ આપણી પાસે પાર વગરની છે પણ દિશા અવળી છે. સ્વાર્થના કોચલામાંથી બહાર આવી દ્રષ્ટિ વિરાટ બનાવીએ. ...91...
Page #99
--------------------------------------------------------------------------
________________ ઝડપી દોડવાના બદલે સાચી દિશામાં ડગ ભરીએ, તો એક દિવસ પારમાર્થિક મંજીલ જરૂર પ્રાપ્ત થશે. અંતે... જે તુજથી ના થઈ શકે પ્રભુને એ જ ભળાવ, પણિયારૂ નહીં પ્રભુ ભરે, ભરશે અહીં તળાવ. * * * * * ...92...
Page #100
--------------------------------------------------------------------------
________________ ક્ષેત્ર કોઈ પણ હોય, વિકાસનો મંત્ર છે વફાદારી સર નેપોલિયનને પૂછવામાં આવ્યું, તમારી એકધારી જીતનું સબળ કારણ શું ? તમારી સફળતાની યશકલગી કોના શીરે ચઢાવો છો ? તમારો will Power? અપાર સામગ્રી ? દુશ્મનોની નિર્બળતા ? સૈનિકોની શક્તિ ? પૈસાનું જોર ? રાજકીય કુટનિતિ ? કયું તત્વ કામ કરે છે ? નેપોલિયન કહે, “મારી જીતનું અસાધારણ કારણ છે, મારા સૈનિકોની મારા પ્રત્યેની વફાદારી... આજ્ઞાંકિતતા...” મારા સૈનિકો મને ભગવાન માને છે. મારી આજ્ઞાને જીવનનું સર્વસ્વ માને છે. મારા બોલને સાચા કરવા પ્રાણની પરવા કરતા નથી. અંધારા કુવામાં ઝંપલાવવાનું કહું તો પણ વિચાર કરતા નથી. ધોળા દિવસને અંધારી રાત કહું કે અંધારી રાતને ધોળો દિવસ કહું તો O.K. જ કરે છે. Argument કરતા નથી. પાંચ હજાર દુશ્મનનો સામે માત્ર પચાસ સૈનિકોને લડવા મોકલું તો પણ હિંમતભેર દોડે છે. વાઘના મોઢામાં હાથ નાખવાનું કહું તો પણ ગભરાતા નથી. અરે, પાણીમાંથી દોરડા બનાવવાનું ફરમાન કરૂં તો ય વગર વિચાર્યે દોરડા બનાવવા બેસી જાય છે. પાણીમાંથી દોરડા કેમ બને? ધોળા દિવસને રાત કઈ રીતે કહેવાય? એ બધો વિચાર અમારે નહિં કરવાનો, એ બધુ બોસ જાણે. અમારે તો માત્ર બોસ કહે એ કરવાનું... મારા વ્હાલા સૈનિકોની અણિશુદ્ધ વફાદારી જ મારી જીતનું કારણ છે. તેમની આજ્ઞાંકિતતા, મારા પ્રત્યેનો તેમનો વિશ્વાસ જોઈ મારી શક્તિ હજાર ગણી વધી જાય છે, અને દુશ્મન રાજાઓના ફડચે ફડચા બોલાઈ જાય છે.” નેપોલિયનની વાત ઘણી ઉંચી છે. દુનિયામાં હર કોઈ ક્ષેત્રે સેવકની વફાદારી સ્વામીની સફળતાનું અમોઘ બીજ છે. દુકાનનો નોકર વિશ્વાસઘાતી બને તો ધંધાની શું હાલત થાય ? ઘરના ઘરઘાટી રામાની દાનત બગડે તો ? ઘરના કેવા હાલ હવાલ થાય ? વિદ્યાર્થી ઉદ્ધત અને ઉશૃંખલ બને તો માસ્તરની શી દશા થાય? ઘરના છોકરા ...93...
Page #101
--------------------------------------------------------------------------
________________ -છોકરી સ્વછંદ બની જાય તો માતા-પિતાના શા હાલ થાય ? સૈનિકો જ કટકી ખાઈને ફુટી જાય તો સેનાપતિ કે રાજાની કેવી દુર્દશા થાય ? શિષ્ય શિથિલ બની મર્યાદાઓ તોડે તો ગુરૂની કેવી કફોડી સ્થિતિ થાય? પત્નિ બેવફા બને તો પતિ કેવો બેહાલ બને ? ટૂંકમાં, આશ્રિતવર્ગની વફાદારી એટલે સ્વામીની સર્વતોવ્યાપી આબાદી અને આશ્રિતવર્ગની બેવફાઈ એટલે સ્વામીની સર્વતોવ્યાપી બરબાદી... લૌકિકક્ષેત્રે સેવકની વફાદારીનો મોટો લાભ સ્વામીના ફાળે જાય છે. જ્યારે લોકોત્તરક્ષેત્રે આ વફાદારીનો લાભ સ્વામીને નહી સેવકને પોતાને જ મળે છે. ભક્ત ભગવાનને જેટલો વફાદાર એટલો પારમેશ્વરી કૃપાનો ભોક્તા બને. શિષ્ય ગુરૂને જેટલો આજ્ઞાંકિત એટલો ગુરૂની પ્રસન્નતાનો પાત્ર બને. પારમેશ્વરી કૃપા અને ગુરૂની પ્રસન્નતાથી જીવન ન્યાલ થઈ જાય. નેપોલિયનના સૈનિકો જો તેને આટલા વફાદાર રહી શકે તો આપણે પરમાત્માની આજ્ઞાને વફાદાર કેમ ના રહી શકીએ ? ગુરૂની ઈચ્છાને આધિન કેમ ના રહી શકીએ ? બાકી તો - લોભી ગુરૂ ને લાલચુ ચેલા નરકની વારે ઠેલંઠેલા... * * * * * ...94...
Page #102
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિની ભ્રમ કરાવે ભવનું ભ્રમણ જમાલી એટલે મહાવીરપ્રભુના જમાઈ, પ્રભુના હાથે દીક્ષિત થઈ સાધના કરતા પુન્યાત્મા. એકવાર સ્વાથ્ય બગડ્યું, શિષ્યોને કહે, સંથારો પાથરો, સુઈ જવું છે. શિષ્યો સંથારો પાથરે છે. જમાલી કહે - અરે ! જલ્દી કરો, પીડા ઘણી છે, શિષ્ય કહે - સંથારો થઈ ગયો. જમાલી કહે, હજુ તો અડધો જ પથરાયો છે, શિષ્ય કહે, પ્રભુનો સિદ્ધાંત છે. “કડેમાણે કરે” કરાતી ક્રિયા થઈ ગઈ જ કહેવાય.” જમાલીની બુદ્ધિમા ભ્રમ પેદા થયો. તેને થયું, અધુરી ક્રિયાને પૂર્ણ કેમ કહી શકાય ? મહાવીર ભલે સર્વજ્ઞ છે. તેમની બધી વાત સાચી હશે, પણ આ વાત મગજમાં બેસે એવી નથી. ક્રિયા પુરી થયા બાદ જ પૂર્ણ થઈ કહેવાય. બુદ્ધિમાં બગાડો થાય ત્યારે ભગવાનના વચન ઉપર પણ અવિશ્વાસ પેદા થાય. પરમાત્માની વાતો નય સાપેક્ષ હોય છે. નય એટલે એક દિશાનો દ્રષ્ટિકોણ, નય એટલે વસ્તુને એક દ્રષ્ટિથી જોવાનો અભિગમ, નય એટલે એંગલ, આવા નયો અનંતા છે. પરસ્પર સાપેક્ષ રહે તો બધા નો સાચા છે. “કડેમાણે કેડે” એ પણ એક નય છે, એક દ્રષ્ટિકોણ છે. ભાવનગરથી હમણાંજ મુંબઈ રવાના થયેલ વ્યક્તિ માટે પૃચ્છા કરતા એજ જવાબ મળે કે “મુંબઈ ગયો” પછી ભલે ને તે રસ્તામાં જ હોય. પ્રભુના વચનો શ્રદ્ધા ગમ્ય છે. તેમાં બુદ્ધિનું ડહાપણ ડહોળનાર પછડાટ જ ખાય છે. જમાલીએ પરમાત્માની સર્વજ્ઞતા કરતા પોતાની બુદ્ધિને મહાન માની, થાપ ખાઈ ગયા. નિદ્ભવ થઈ ગયા. સાક્ષાત્ પ્રભુ મહાવીર મળવા છતાં આત્માનો ઉદ્ધાર કરવાને બદલે ડૂબી ગયાં. પરમાત્માના વચન ત્રિકાળ અબાધિત છે. સનાતન સત્ય છે, એવું માની પછી બુદ્ધિ પ્રયોગ કરનાર જ્ઞાની છે. ડાહ્યો છે, પણ પરમાત્માના વચન સાચા હશે કે ખોટા ? એ પરીક્ષા કરવા માટે બુદ્ધિ પ્રયોગ કરનાર અજ્ઞાની છે, કેવળજ્ઞાન થયા બાદ વિશ્વના પદાર્થોનું રહસ્યોદ્ઘાટન પ્રભુએ કર્યું છે. પછી તેમાં ગરબડને સ્થાન જ ન હોય. ઘણા સુધારક ક્રાંતિકારીઓ કહે છે, આજના ...95...
Page #103
--------------------------------------------------------------------------
________________ કાળે આવી આજ્ઞાનું પાલન શક્ય જ નથી. આવી આજ્ઞા પ્રભુએ કેમ કરી? આના બદલે આમ કહેવું જરૂરી હતું. સર્વજ્ઞ ઉપર પોતાની સર્વોપરિતા સ્થાપનાર આવા લલ્લુ પંજુઓ શાસનના દ્રોહી છે. વિધ્વંસક છે. પ્રભુના વચન ઉપર કુવિકલ્પ કરનારા શાસનથી દૂર ધકેલાઈ જાય છે. શું કહ્યું છે? એના કરતા આ કોણે કહ્યું છે એ મહત્વનું છે. | તીર્થકર ભગવંતોએ કહ્યું, સર્વજ્ઞોએ કહ્યું, એમાં મીનમેખ અસત્ય હોઈ શકે જ નહીં. આવી દ્રઢ શ્રદ્ધા હોય તે જ ધર્મક્ષેત્રમાં પ્રવેશવાનો અધિકારી ...96..
Page #104
--------------------------------------------------------------------------
________________ મર્યાદા એ બંધન નથી સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બાદ તેમના ભાઈ વિઠ્ઠલભાઈનો પત્રકારોએ Interview લીધો. તમારા ભાઈ સાથે જીવનભર રહ્યા. તેમના જીવનના આદર્શો વિષે ટુંકમાં તમારો અભિગમ શું છે ? વિઠ્ઠલભાઈ માટે જવાબ આપવો કઠિન હતો. તેઓ કહે, “સરદારના ઉચ્ચ જીવનઆદર્શોને જુજ શબ્દોમાં કંડારવા અશક્ય છે, છતાં એક વાત કહું, જેના ઉપરથી તેમની જીવન શુદ્ધિનો ખ્યાલ આવશે. મારી હયાતિમાં મેં ક્યારે પણ ભાઈ અને ભાભીને સાથે વાતો કરતા જોયા નથી.” કેટલી માર્મિક વાત ! મોટા ભાઈ એટલે પિતા સમાન, તેમની હાજરીમાં ભાઈ-ભાભી વાત કરતા પણ સંકોચાય. કેવી આર્યદેશની ઉચ્ચ મર્યાદા ! ઘરે ઘર આ મર્યાદા દેવીનું પૂજન થતું. સસરા કે મોટા ભાઈ (જેઠ વિ.) વિ.ની હાજરીમાં પુત્રવધુ બહાર આવી શકતી નહીં. આવવું જ પડે તો મોઢે ઓજલ પડદાથી માથું પુરેપુરૂ ઢાંકીને જ, માત્ર ધાર્મિક પુરૂષો જ નહીં રાજ પુરૂષો પણ આ મર્યાદા પાળતા, તેથી જ દેશ સમૃદ્ધ અને આબાદ હતો. સદાચારી હતો. આજે એકવીસમી સદીના નામે મર્યાદાઓનું છડેચોક લીલામ થઈ રહ્યું છે. વિકાસના નામે વ્યભિચારે માઝા મુકી છે. સમયની સાથે રહેવાના નામે પશ્ચિમનું જાનવરીયું જીવન ઘરે ઘરમાં ઘુસી ગયું છે. સરદારની વાતો Out of Date થઈ ગઈ છે. ભાઈ-બહેનના નામે ભવાડા થાય છે. વિદ્યાર્થીશિક્ષિકાઓના પવિત્ર સંબંધો પણ કલંકિત થવા લાગ્યા છે. પડોશી અને સગા સંબંધીઓના નેજા હેઠળ કુવાસનાઓ સંતોષતા વરૂઓના ટોળાઓ કીડીયારાની જેમ ઉભરતા જાય છે. | Free Life ના નામે ઘરે ઘરમાં કુવાસનાનો દાવાનળ ભભુકી ઉઠ્યો છે. T.V. વિડીયો, કેબલો, ચેનલો, સેક્સી સાહિત્ય, કુમિત્રો, બ્લ પ્રિન્ટો વિગેરે આ દાવાનલમાં ઘી પુરવાનું કામ રાત-દિવસ કરી રહ્યા છે. પરિણામ *.. ...
Page #105
--------------------------------------------------------------------------
________________ જગ જાહેર છે. સર્વત્ર મર્યાદા વિહોણા-વિવેક વિહોણા-જાનવરીયા જીવનના દર્શન થાય છે. અંધાધુંધી-અવ્યવસ્થા-નિરાશા-અજંપ-અશાંતિ-હતાશાથી જીવન ઘેરાઈ ગયા છે. યાદ રહે, મર્યાદા એ બંધન નથી, મુક્તિ છે. સામાજીક નિતિ નિયમોની લગામ જરૂરી જ છે. જેટલે અંશે મર્યાદા પાલન એટલે અંશે શાંતિ-પ્રસન્નતા આબાદી. એટલે અંશે મર્યાદાના ખંડન એટલે અંશે અશાંતિ-ઉકળાટ, દિશાવિહિનતા. દેશના રાજનેતા પણ કેવા હતા ! સરદારની મર્યાદા પાલનનો આદર્શ જો સર્વત્ર પુનઃ ગુંજતો થઈ જાય તો જ આબાદ ભારતવર્ષ આપણે પાછું મેળવી શકીશું. અન્યથા હારાકીરી વેઠવા માટે તૈયાર રહેવું પડશે. ...98...
Page #106
--------------------------------------------------------------------------
________________ તગડો બોક્કો વહેલો મરે પ્રભુ મહાવીર દેશનામાં કહી રહ્યા હતા. આ જીવન શુદ્ધ સાધના કરી સિદ્ધ થવા માટે છે. અગણિત જાનવરના જીવનો પછી આ કિંમતી અવતાર મળે છે. તેને કોડીના મૂલ્ય વેડફી ના નખાય. કર્મની જંજીરો તોડવાની છે. દેહની અભેદ્ય દિવાલો તોડવાની છે. અકર્મી અને વિદેહી બની મુક્તિની વિજયમાળા વરવાની છે. દેશના સાંભળી શ્રેષ્ઠીપુત્ર મેતાર્યનો આત્મા જાગી ગયો. સંસારની ભયાનકતા જાણી તે ફફડી ગયો. રૂવાડે રૂંવાડે વૈરાગ્યભાવ જાગૃત થયો. આજ સુધી કર્મની ગુલામી કરી, હવે ગુલામી ન પાલવે. આજ સુધીના અગણિત અવતારો કંચન અને કામીની પાછળ પાગલ બની ગુમાવ્યા, હવે આ પાગલપણું ના પાલવે. આજ સુધી શરીરને જ સર્વસ્વ માની તેની પુષ્ટિમાં કિંમતી જનમ ગુમાવ્યો, હવે આ દેહની આળપંપાળ ના પાલવે. આજ સુધી પરિજનોને સારા માન્યા, હવે આ બંધન ના પાલવે. ચારિત્રની સાધના દ્વારા શુદ્ધિ ના થતી હોય તો જીવન વ્યર્થ છે. રાજા શ્રેણિક કહે છે, “બેટા ! તું કોમળ છે. ચારિત્ર કઠણ છે. અનુકૂળતાઓની રેલમછેલ વચ્ચે તું ઉછર્યો છે. ચારિત્ર જીવન પ્રતિકુળતાઓથી ઠાંસી ઠાંસીને ભરેલું છે. અહીં પાણી માંગે દૂધ મળે છે ત્યાં પેટનો ખાડો પૂરવા ઘેર ઘેર ભિક્ષા માંગવાની છે. અહીં નોકર-ચાકરોની ફોજ સેવામાં તૈનાત છે, ત્યાં માંદગીમાં પણ કો'ક સગા મળશે કે કેમ ? સવાલ છે. ચારિત્ર તારા જેવા માટે દુષ્કર છે. દુઃસાધ્ય છે. મેતારજ કહે, “મહારાજા ! વાત આપની સાચી છે, પણ પરમાત્માની દેશનામાં આજે એક દ્રષ્ટાંત સાંભળ્યું, તેનાથી મારો આત્મા હલબલી ગયો છે. પ્રભુએ કહ્યું, એક કસાઈને ત્યાં ગાય-વાછરડું છે. બકરો પણ છે, કસાઈ ગાય અને વાછરડાને સુકુ ઘાસ ખાવા આપે છે અને બકરાને લીલુછમ ઘાસ ખાવા આપે છે. *99...
Page #107
--------------------------------------------------------------------------
________________ વાછરડું મનમાં મુંઝાય છે. માતાને કહે, “માતાજી ! આ કેવો અન્યાય ? કેવો પક્ષપાત ? આપણે કસાઈને આટઆટલું દૂધ આપીએ, છાણ-મુતર આપીએ, બધી રીતે ઉપયોગી બનીએ, છતા આપણને સુકું ઘાસ... અને પેલો બોકડો કોઈ કામમાં આવે નહીં. આખો દિ નવરો બેઠો બે બે કર્યા કરે, છતાં તેને લીલુ ઘાસ ! જો તો, આપણે કેવા સુકાઈ ગયા છીએ. શરીરના એક એક હાડકા દેખાય છે. અને આપણી સામે જ આ બોકડો રાત્રે વધે છે ને રાત કરતા દિવસે સવાયો થાય છે. વગર મહેનતે લીલુમીઠું ઘાસ મળે, કેવી મઝા છે તેને, માં ! તારી સંમતિ હોય તો કસાઈને હું કહું, પક્ષપાત છોડી અમને ય લીલુ ઘાસ આપે. મા કહે વત્સ ! “ચિંતા ના કર, આનુ રહસ્ય થોડા સમયમાં જ જણાશે, જે થાય તે જોયા કર.” મહિના બાદ કસાઈને ત્યાં મોંઘેરા મહેમાનનું આગમન થાય છે. મિજબાની ઉડાવવા કસાઈ આ ઋષ્ટપુષ્ટ બકરાને ગળાથી પકડીને ખેંચી જાય છે. બકરો થર થર કાંપે છે. તેને ખ્યાલ આવી ગયો છે કે આજે રામ રમી જવાના છે. એક ડગલું આગળ વધવા તૈયાર નથી. આંખમાંથી આંસુઓની ધાર વહી જાય છે. બે બે બેની બુમરાણો કરી બચાવો બચાવોના પુકાર કરે છે. પણ બધું વ્યર્થ. ચાબુકના ફટકા મારી દોરડાથી ઢસડી કસાઈ તેને રસોડામાં લઈ જાય છે. ધારદાર છરાથી એક ક્ષણમાં તેને વધેરી નાખે છે. તગડા શરીરના માંસથી મોજ-મજા કરી મહેમાનો રવાના થાય છે. વાછરડુ તો એકીટસે આ બધુ દશ્ય જોતું જ રહ્યું. માતાને પુછે છે, “મા ! તેને ક્યાં લઈ ગયા? શા માટે લઈ ગયા ? શું કર્યું?” માં કહે, “તેના રામ રમી ગયા. જોયો ને, લીલા ઘાસ ખાવાનો અંજામ ! બોલ, જોઈએ છે તારે લીલુ ઘાસ ?' વાછરડું કહે, “ના મા, ના, લીલા ઘાસના પાપે જ જો અકાળે રીબાઈ ...100...
Page #108
--------------------------------------------------------------------------
________________ રીબાઈને મરવું પડતું હોય તો બહેતર છે સુકા ઘાસમાં સંતોષ માનવો, બોકડાનો કરૂણ અંજામ જોયા પછી લીલુ ઘાસ સ્વપ્નમાં પણ ના ખપે.” ઉપસંહાર કરતા ભગવાન કહે છે, પુન્યયોગે પ્રાપ્ત થએલ સંસારની ભોગસામગ્રી એ લીલુ ઘાસ છે. જ્યારે કષ્ટસાધ્ય સાધનાજીવન સુકું ઘાસ છે. લીલુ ઘાસ ખાય તે તગડો થાય અને તગડો બોકડો વહેલો મરે. ભોગાસક્ત જીવો પાપથી તગડા થાય. પાપથી પુષ્ટ જીવો મોતના ભોગ વહેલા બને. સુકા ઘાસમાં સ્વાદ ભલે ના હોય, તુષ્ટિ પુષ્ટિ ભલે ના થાય. પણ મોતનો ભય નથી એ વાત નિશ્ચિત છે. ભૌતિક સુખના અભાવમાં બહારની દ્દષ્ટિથી જોતાં સાધનાજીવન નિરસ અને કર્કશ લાગે પણ મોતનો, અનંત જન્મ મરણની પરંપરાનો, ભય ત્યાં નથી એ વાત નિશ્ચિત છે. જ્યાં સ્વાદ અને પુષ્ટિ છે ત્યાં મોત છે. જ્યાં આજ્ઞાધીન નિરસતા, કર્કશતા, કઠોરતા છે ત્યાં અભય છે. શું જોઈએ, લીલુઘાસ કે સુકુઘાસ ? શું જોઈએ, ભોગ કે સાધના? દારૂણ મોતને સ્વીકારવાની તૈયારી હોય તો જ લીલાઘાસનાં આસ્વાદ માણવાનું સાહસ પરવડે, અનંતા મોતને સ્વીકારવાની તૈયારી હોય તો જ ભોગના ચટકા માણવાનું દુઃસાહસ પરવડે. લીલુઘાસ ખાવાની મજા થોડી, સજા અતિ દારૂણ. સુકુઘાસ ખાવાની સજા થોડી, Future માં શાંતિ-સમાધિ અપાર. રસોઈ સ્વાદીષ્ટ જોઈએ. કપડા Up to date જોઈએ, રહેણી કરણીનું Status High જોઈએ. હોટલમાં ગયા વગર ચાલે જ નહીં. હરવા ફરવા ગયા વગર ચેન પડે નહીં. ટૂંકમાં પુન્યયોગે મળતી બધી અનુકૂળતા, બધા ભોગો ભોગવી લેવા એ લીલાઘાસનું ભોજન છે. Result ? પુન્ય સાફ, પાપના ઢગલા, દુર્ગતિઓની ભેટ, જન્મ મરણની વેદના, સંસાર ભ્રમણ. જે મળે, જેવું મળે એવું ચલાવી લેવું. પ્રતિકુળતાને આવકારવી, અનુકૂળતાને ધિક્કારવી. અરસ નિરસ આહાર, ફાટેલા તુટેલા કપડા, ઝુંપડા જેવા ઘર, આ બધામાં સંતોષ પૂર્વક આનંદ માણવો, આ છે સુકુ ઘાસ. 101...
Page #109
--------------------------------------------------------------------------
________________ Result ? પુન્યના અનુબંધો, સુખોની પરંપરા, ચિત્તની પ્રસન્નતા, સહજ સમાધિ. અંતે મુક્તિ. સુકાઘાસને લીલાઘાસની પરમાત્માની વાત મારા અંતરના પ્રદેશ પ્રદેશ કોતરાઈ ગઈ છે. લીલુઘાસ ખાઈ થોડી મજા માણી અગણિત જન્મ મરણના ચકરાવામાં મારે ફસાવું નથી. મહારાજા ! આ ચાલ્યો હું તો ચારિત્ર લેવા, દુનિયાની કોઈ તાકાત મને અટકાવી શકે તેમ નથી. મહારાજ શ્રેણિક તો તરવરીયા યુવકની તત્વસભર વાણી સાંભળતા જ રહ્યાં. મેતાર્યએ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અધ્યયન કરી જ્ઞાની બન્યા. આકરા તપ કરી તપસ્વી બન્યા. વર્ષો પછી પાછા આજ રાજગૃહીમાં પધાર્યા. માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યાના પારણે એક સોનીના ઘરે છોરવા ગયા. સોની શ્રેણીક માટે જવલા ઘડતો હતો. મહાત્માના દર્શને તે ગળગળો થઈ ગયો. જવલા ઘડતો ઉભો થઈ ગયો. તેને થયું, “આજ ફલ્યો ઘર આંગણે જી, વિણ કાળે સહકાર, જાણે અતર્મિત મેઘ વૃષ્ટિ થઈ, જાણે અકાળે આંબા ઉગ્યા, જાણે અકથ્યા કલ્પવૃક્ષ ને કામઘટ મળ્યા. ઉછળતે હૈયે આમંત્રણ આપી રસદાર મોદક વહોરાવ્યા, એ અરસામાં કોક કોચ પક્ષી આવી જવલાને ચણા સમજીને ગળી ગયું. ગળીને ઉડી ગયું. સાધુ છોરીને ગયા. સોની બહાર આવીને જુએ છે તો જવલા ગુમ. “કોણે લીધા હશે ? કોણ આવ્યું હશે ? સાધુ સિવાય તો કોઈનું આગમન થયું નથી, સાધુને જવલા શા કામના ? સાધુના વાઘામાં કોઈ શેતાન તો નહી હોય ને ? કંચન અને કામીનીના મોહમાં કોણ નથી ફસાતું?... નક્કી સાધુના જ કામ લાગે છે.” એમ વિચારી સાધુ પાછળ સોની દોડ્યો. | સોની કહે- “મારા જવલા સીધી રીતે આપી દો, નહી તો પરિણામ સારૂ નહીં આવે.” સાધુને થયું, સાચુ કહીશ તો આ સોની ક્રાંચ પક્ષીને ...102...
Page #110
--------------------------------------------------------------------------
________________ ફાડી નાંખશે, મારી નાખશે, નિર્દોષ જીવની નિર્મમ હત્યા થશે. એટલે તેઓ મૌન રહ્યા. સાધુના મૌનથી સોનીનો રોષ આસમાને ચડ્યો. શિક્ષા કરવા ચામડાની વાઘરને પાણીમાં પલાળી સાધુના માથે વીંટી દીધી. સાધુને તડકામાં રાખ્યા. જેમ જેમ તડકાથી વાઘરનું પાણી શોષાય, તેમ તેમ વાઘર ફીટ થતી જાય. માથાને તાણતી જાય. | સોનીના પરિષહનો સાધુએ પ્રતિકાર ના કર્યો. આનાકાની ના કરી. કર્મની ભેટ સમજી પ્રસંગને સહજ સ્વીકારી લીધો. અર્થાધતા કેટલી ખતરનાક છે ? માસક્ષમણના તપસ્વી, મહાસંયમી એવા સાધુને શિક્ષા કરવામાં સોનીને કોઈ ખચકાટ ના થયો. થોડી ક્ષણો પૂર્વે કેવો અલૌકિક આદરભાવ હતો ! અને થોડી જ ક્ષણોમાં કેવો દ્વેષભાવ ! વાઘર જેમ જેમ સુકાય છે તેમ તેમ માથાની નસો તણાય છે. હાડકાઓ તુટે છે. ચામડાઓ ચીરાય છે. કવિ પ્રસંગને કંડારે છે. ફટ ફટ ફૂટે હાડકાજી, ત્રટ ત્રટ ગુટે ચામાં સોનીડે પરિષહ દીધોજી, મુનિ રાખ્યો મન ઠામ | એવા પણ મોટા મુનિજી મન નવિ આણે રોષ આતમ નિંદે આપણોજી સોનીનો શો દોષ ? મરણાંત વેદના જાણી મુનિ પોતાના મનને સમજાવે છે, “હે મન ! તારા જ પૂર્વે કરેલા કૃત્યોનું આ પરિણામ છે. સોની તો નિમિત્ત માત્ર છે. આ કસોટીનો સમય છે. સોની ઉપર દ્વેષ ઉભો કરી વૈરની પરંપરા વધારવાની મુખમી ના કરીશ. આગળ પણ ગયસુકુમાળના માથે સળગતી સગડી મુકાઈ હતી, અંધકસૂરિના 500 શિષ્યો ઘાણીમાં પીલાયા હતા, પેલા ખંધકસૂરિની જીવતા ચામડી ઉતારવામાં આવી હતી, અર્ણિકાપુત્ર આચાર્યના શરીરમાં ભાલા ઘોંચવામાં ..103....
Page #111
--------------------------------------------------------------------------
________________ આવ્યા હતા, સુકોશલ મુનિને વાઘણે ફાડી નાખ્યા હતા, મહાવીર સ્વામીને સાડા બાર વર્ષ ઘોરાતિઘોર ઉપસર્ગો આવ્યા હતા, પાર્શ્વનાથ ભગવાનને દસ દસ ભવ સુધી કમઠના જીવે હેરાન કરવામાં કોઈ કચાશ રાખી ન હતી. મરણાંત ઉપસર્ગ વચ્ચે આ બધા મહાપુરૂષો દેહનું ભાન ભુલી આત્માની સમાધિમાં લીન બની ગયા હતા. દેહ તો નશ્વર છે. સડન-પાન ધર્મી છે. આજે નહીં તો કાલે નાશ પામવાનો જ છે. તેની પીડા તરફ દૃષ્ટિપાત કરીશ નહીં.” આ રીતે મનને સમજાવી દીધું. શરીરની એક એક નસ તુટતી જાય છે, સાથે સાથે કર્મોની નસો પણ તુટતી જાય છે. માંસના લોચાની સાથે પાપના લોચા પણ નિકળતા જાય છે. લોહિની ધારા સાથે દુઃખની ધારા પણ છુટતી જાય છે. “હે મન ! હે જીવ ! સમતા ચુકીશ નહીં.” આ પ્રમાણે મેતારજ મુનિએ મનને સમાધિમાં Fit કરી, અંતિમ આરાધના કરી, નિર્ધામણા કર્યા. સુકૃતોની અનુમોદના કરી, દુષ્કતોની નિંદા કરી, ચાર શરણનો સ્વીકાર કર્યો, મહાવ્રતોનું પુનઃઉચ્ચારણ કર્યું. શરીરની એક એક નસ ફટાકડાની જેમ ફટ ફટ અવાજ સાથે ફુટતી જાય છે. હાડકાઓના ભુક્કા થતા જાય છે, પણ મુનિ સમાધિસ્થ છે. શુભ ધ્યાનની ધારામાં આગળ વધતા એકક્ષણ એવી આવી કે જે ક્ષણે દેહ પડી ગયો, આયુષ્ય પૂર્ણ થઈ ગયું, સાથે કર્મો પણ સાફ થઈ ગયા. મુનિને કેવળજ્ઞાન થયું. અંતઃકૃત કેવળી થયા, આત્મકાર્ય સાધી લીધું. આ બાજુ કો'ક ડોસીએ લાકડાની ભારી માથા ઉપરથી જોરથી નીચે ફેંકી. પેલું કોચ પક્ષી ભારીનો અવાજ સાંભળી ફફડી ઉઠ્યું. ધ્રાસકાના કારણે વિષ્ટા દ્વારા જવલા બહાર આવ્યા. સોનીએ જોયા, તેના અચરજનો પાર ના રહ્યો. સાધુ ઉપર મેં કેવું ખોટું આળ મુક્યું, કેવા મરણાંત કષ્ટની એરણ ...104...
Page #112
--------------------------------------------------------------------------
________________ ઉપર ચઢાવ્યા, રીબાવી રીબાવીને માર્યા. સાધુહત્યાના પાપથી કયા ભવે મારો છુટકારો થશે ? સાતમી નરક પણ આ પાપી માટે ઓછી પડશે. હા ! શું મહાત્મા ! શું મહાત્માની સમતા ! શું ગંભીરતા ! એક જીવને બચાવવા જાતે મોતને વહોરી લીધું. ધન્ય સાધુની સાધુતા ! ધિક્કાર છે મારી દુષ્ટતાને ! આ પાપમાંથી છુટવા હવે ચારિત્ર વિના છુટકારો નથી એમ વિચારી તે જ મેતારક મુનિના ઓઘો-મુહપત્તિ લઈ ચારિત્ર લઈ લીધું. સાધના કરી, આત્મહિત સાધી લીધું. મેતારજ મુનિવર ! ધન્ય ધન્ય તુમ અવતાર. અંતે ભુલી ભુતકાળને આજે ક્ષમા ને સ્નેહ ચાહું છું. છલકતા ઉર્મી ભાવોથી તમોને હું ખાઉં છું. ...105...
Page #113
--------------------------------------------------------------------------
________________ જીવન ફૂલની શય્યા નથી, એ તૌ રણસંગ્રામ છે આંખોમાં ઝળહળીયા લાવી દે એવી સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ શહેરની આ સત્ય ઘટના છે. બે મહારાજ બહારથી વિહાર કરીને આવી રહ્યા છે. ટુંકા રસ્તેથી જલ્દી ઉપાશ્રયે પહોંચવા સાંકડી ગલીમાંથી પસાર થઈ રહ્યા છે. વિસ્તાર ઝુપડપટ્ટીનો છે. વસ્તી બેકવર્ડ અને પચરંગી છે. ઉઘાડી ગટરોમાં ગંધાતું પાણી વહી રહ્યું છે. નાક ફાડી નાખે એવી દુર્ગધ ફેલાયેલી છે. પાણી ભરવા માટે હલકી કોમનાં માણસો દેકારો મચાવી રહ્યા છે. ગાળાગાળી કરી રહ્યા છે. ગલી સાંકડી છે. પ્રત્યેક રૂમો નાની ઝુપડા છાપ છે. અંધારપટ્ટથી ભરેલી છે. ક્યાંક નોનવેજ પકાવાઈ રહ્યું છે. તેની દુર્ગધ અસહ્ય છે. નાગાપુગા અને કાળામેસ નાના છોકરા છોકરીઓ ગટરની પાળે રમી રહ્યા છે. ગુંડા છાપ ટપોરીઓનું ટોળુ એક બાજુ તોફાન મચાવી રહ્યું છે. મહાત્માઓને થયું, ટુંકા રસ્તાનાં લોભમાં અહી ક્યાંથી આવી ગયા? ઝુપડા વિસ્તાર જલ્દી પાર કરવા ગતિ સતેજ કરી. મહાત્માઓને જતા જોઈ એક ઘરમાંથી અચાનક એક બહેન બહાર આવ્યા. “મન્થએ વંદામિ' સાહેબજી ! અમારા ઘરે પધારો ને પધારો. ઘરે આવ્યા વગર આપને જવા નહીં દઈએ. મહાત્મા તો દિડ થઈ ગયા. આવા ઝુપડપટ્ટી વિસ્તારમાં જૈનનું ઘર ! તે પણ આટલું ભક્તિ વાળું. પરિસ્થિતિ કેટલી વિકટ હશે ત્યારે જ આ નર્કાગારમાં રહેવાનો વખત આવ્યો હશે ને ? બહેન યુવાન હતા, કપડા સાદા હતા, બે-ચાર ઠેકાણે લાગેલા થીગડાઓ ગરીબીની ચાડી ખાતા હતા. બાળકો તેજસ્વી હતા. પણ કપડા જાડા લઠ જેવા, સાવ સાદા હતા, તે ય ચાર/છ ઠેકાણે રફ કરેલા. આ પછાત વિસ્તારમાં આવા જૈન કુટુંબને જોઈ મહાત્માને પહેલા તો આઘાત લાગ્યો, આમ તો આ વિસ્તાર પાર કરવાની ઉતાવળ હતી, પણ ...106..
Page #114
--------------------------------------------------------------------------
________________ બહેન અને છોકરાઓનો આગ્રહ અને ભક્તિ જોઈ મહાત્માઓ તેમના ઘરે ગયા. દસ x દસની અંધારી રૂમ, તેમાં જ રસોડું, તેમાં જ બાથરૂમ, તેમાં જ કબાટ, તેમાં જ પલંગ, માળીયામાં Waste હજીરો ભરેલો હતો, પવન કે પ્રકાશને આવવા માટે કોઈ જ સ્થાન ન હતું. આમાં જ રહેવાનું, જમવાનું, સુવાનું, ભણવાનું, ઉઠવાનું, બેસવાનું બધું જ Setting આમાં જ કરવાનું હતું. રૂમ જોઈને મહાત્માને બીજો આઘાત લાગ્યો, હૃદય દ્રવી ગયું. બે પાંચ મિનિટ પણ કાઢવી અહીં અસહ્ય બને એમ છે. એવા બંધિયાર ઘરમાં અને ઉભરાતી ગટરો વચ્ચે આ પરિવાર આખી જીંદગી કઈ રીતે પસાર કરતો હશે ? પુછવા જેવું કશું હતું જ નહી. વાતાવરણ જ તે બધી પરિસ્થિતિનો બોલતો પુરાવો હતો. આશ્ચર્ય તો એ વાતનું હતુ કે હૃદય ચીરી નાખે તેવી વિકટ પરિસ્થિતિમાં બેનનાં અને બાળકોનાં મુખ ઉપર ગજબ પ્રસન્નતા તરવરતી હતી. પરિસ્થિતિની જાણે કોઈ અસર જ ના હોય. ગરીબીનો તેમને કોઈ અફસોસ ન હતો, બેકવર્ડ એરીયામાં રહેવાની કોઈ હીણપત ન હતી. જે કંઈ મળે, જેવું ખાવા-પીવા, પહેરવા, ઓઢવા, રહેવા મળે, તેનું દુઃખ ન હતું. તેમાં પૂર્ણ સંતોષ હતો. પરિસ્થિતિ કલ્પી ન શકાય તેવી વિકટ હતી, તો પ્રસન્નતા પણ કલ્પી ન શકાય તેવી ગજબની હતી. ઘરમાં જે આહાર પાણી હતાં તેની ભક્તિ પૂર્ણ હૃદયે બહેને વિનંતી કરી. સાહેબજી ! ઘર જોઈને સંકોચ નહી રાખતાં, અમને લાભ આપો, વર્ષે લાભ મળ્યો છે, અમને ફરી પાછો ક્યારે લાભ મળશે તે તો ભગવાન જ જાણે, ત્રણે છોકરાઓ પણ “સાહેબજી ! લો, સાહેબજી !! લો,” કરી આગ્રહ કરવા લાગ્યા. મોટા મોટા કરોડિપતિઓને ત્યાં જે ભાવ-પ્રેમ ન મળે તે ઉત્કૃષ્ટ ભાવોનાં દર્શન અહીં થતા હતાં. શક્તિ અને સામગ્રીના અભાવમાં પણ ...107...
Page #115
--------------------------------------------------------------------------
________________ હોરાવવાની કેવી ઉત્કટ ભાવના! કર્મે આવા મહાન પુન્યાત્માઓને આવી ઝુપડપટ્ટીમાં કેમ ધકેલી દીધા એ જ સમજાતું ન હતું. દ્રવ્યથી જેટલી ગરીબાઈ જણાતી હતી, ભાવથી એટલી જ અમીરાઈ જણાતી હતી. તેમનાં ભાવ સાચવવા મહાત્માઓએ સંતોષકારક લાભ આપ્યો, બધા ખુશ થઈ ગયાં. ધર્મલાભ આપી બહાર નિકળતા મહાત્માની નજર એક છબી ઉપર પડી, જુવાનભાઈ હતા. સ્માર્ટ દેખાવડા હતા, છબીને સુખડનો હાર ચઢાવેલો હતો. મહાત્માઓને આ છબી જોઈ અસહ્ય ધ્રાસકો પડ્યો. કદાચ... કદાચ.. આ ભાઈ આ બાળકોના પિતા તો નહીં હોય ને ? કંઈક વિચારે કે પુછે તે પહેલા જ એક બાળક બોલી ઉઠ્યો, “મહારાજ સાહેબ ! આ અમારા પપ્પા છે. ભગવાને તેમને પોતાની પાસે બોલાવી લીધા છે. પપ્પા અમારી સાથે નથી. અમે તેમના ફોટાનાં રોજ દર્શન કરીએ છીએ. રોજ તેમને પગે લાગીએ છીએ. તેમના આશીર્વાદ મેળવીએ છીએ. પપ્પા હતા ત્યારે રોજ સાંજે અમારા માટે નવી નવી વસ્તુ લાવતા. પીપ્પર ચોકલેટ લાવતા, સરસ કપડાઓ લાવતા, ફળો લાવતા. ભગવાને અમારા પપ્પાને ઝુંટવી લીધા. હવે અમારી બધી જ સંભાળ અમારી મમ્મી રાખે છે. પહેલા મોટા ઘરમાં કાકા સાથે રહેતા હતાં. થોડા વર્ષોથી અહીં રહેવા આવ્યા છીએ. અમારી મમ્મી અમને બહુજ સારા રાખે છે. ખુબ સારી સંભાળ રાખે છે. જે માંગીએ તે તરત જ અપાવે છે.” બાળક બોલતો જાય છે. મા સાડીના છેડાથી મોઢું ઢાંકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી જાય છે. ડુમો ભરાઈ ગયો છે, એક શબ્દ બોલી શકાય તેમ નથી. મહાત્માઓની આંખોમાંથી પણ રીતસરની આંસુ ધારા વહેવા માંડે છે. બાળકો માતાનો હાથ ખેંચી પુછે છે, મમ્મી તું રડે છે ? કેમ રડે છે ? પપ્પાને યાદ કર્યા એટલે રડે છે ને ? બસ હવે યાદ નહી કરીએ, તું શાંત થઈ જા, તું રોવાનું બંધ કર. છોકરાઓ પણ રડવા માંડ્યા. કોણ કોને શાંત રાખે ? કોણ કોને સાંત્વના આપે ? કોણ કોના ...108...
Page #116
--------------------------------------------------------------------------
________________ આંસુ લુછે ? મહાત્માઓનાં હૃદય પણ ભરાઈ આવ્યા હતા. કથળતા અવાજે મહાત્મા કહે- “બહેન ! ચિંતા ન કરો, સૌ સારા વાના થશે. થોડી કસોટી તો જીવનમાં આવે.” વાતાવરણ વધુ દુઃખદ, વધુ ગમગીન બનતુ હતું. થોડા સમય માટે સ્વસ્થ થઈ બહેન કહે, “હું બધું જ સમજું છું. કર્મગ્રંથોનો અભ્યાસ મે કર્યો છે. ઉદયમાં આવેલા કર્મો ભોગવવા જ પડે તે જાણું છું, પણ દુર્દેવ એવા કર્મો જે રીતે પતિને ઝુંટવી લીધો, જે કમોતે તેમનો ખાત્મો બોલાવ્યો તે અસહ્ય છે, યાદ આવે છે ને હૈયું ફાટી પડે છે. ઓફીસેથી સ્કુટર ઉપર આવતા હતા, સામેથી ટ્રકે ટક્કર મારી, તેમના શરીરના ફુરચે ફરચા ઉડી ગયા. દેખાવડો અને રૂપાળો બાંધો એક ક્ષણમાં માંસનો લોચો થઈ ગયો. બાજુમાં લોહીનું ખાબોચીયું થઈ ગયું. બધા જ અંગોપાંગ વેરવિખેર થઈ ગયા. તેમને ઓળખવા જેટલી ક્ષમતા પણ ન રહી. કાળની એવી થપાટ મારા પતિ ઉપર પડી કે તે દિવસ, તે દ્રશ્ય યાદ કરૂ છું ને કંપારી છૂટી જાય છે. ચાર દિવસ તો ખાવાનું ભાવતુ નથી. યુવાન વય, ત્રણ નાના બાળકો, જીંદગી આખી કાઢવાની, વિચારતા તમ્મર આવી જાય છે. આટલાથી કર્મને સંતોષ ના થયો. દાક્યા ઉપર ડામ દેવાનો બાકી હતો. પતિનું મૃત્યુ થતા દિયરની દાનત બગડી. ધંધામાં બંને ભેગા હતા. આવક સારી હતી. ખાધે પીછે સુખી હતા, પણ દિયરની દાનત બગડતા બધી સ્થાવર જંગમ પ્રોપર્ટી તેમણે પચાવી પાડી, અમને આ ઝુપડપટ્ટીમાં મોકલી દીધા, એક રૂપિયો આપવાની વાત નથી, મળવાની વાત નથી, અરે, છોકરાઓ માટે પણ ક્યારેય નાની મોટી વસ્તુ લાવવાની વાત નથી. ' પણ મન મનાવી લીધુ છે. આવી પડેલી વિકટ પરિસ્થિતિનો હિંમત અને પ્રસન્નતાથી સામનો કરૂ છું. કરેલા કર્મ ભોગવ્યા વિના ક્યાં છુટકારો છે ? આપનો ઘણો સમય લીધો, આપ ઉપાશ્રયે પધારો, અમારૂ તો ગાડું આમ જ ચાલશે.” .109...
Page #117
--------------------------------------------------------------------------
________________ વિતક સુણી કથડતે હૈયે મુનિઓ ઉપાશ્રય તો આવ્યા, પણ મનમાંથી આ દ્રશ્ય, આ વાતો, આ વાતાવરણ, આ પરિસ્થિતિ, ખસવા તૈયાર નથી. વિચારધારા આગળ વધે છે. મારા મહાવીરને માનનારા એક જૈન કુટુંબની આ અવદશા ? સાધુને આટલી ભક્તિથી સુપાત્રદાન દેનારની આ સ્થિતિ ? કર્મગ્રંથ સુધીના શાસ્ત્રનું અધ્યયન કરનારને આવા ક્લિષ્ટ કર્મનો ઉદય ! ઝુપડપટ્ટીઓનાં ટપોરીઓ વચ્ચે રહીને શીલની સુરક્ષા પણ કેટલી જોખમી બને ? સમૃદ્ધ ગણાતા જૈન સમાજમાં શું આવા સાધર્મિકો પણ છે ? કેટલી દુઃખદ વાત છે કે એક બાજુ લાખો કરોડોના ખર્ચે ઓચ્છવો મહોત્સવો જમણવારો ઉજવાય છે અને બીજા બાજુ આવા સાધર્મીકોને બે ટંક માટે આકાશ પાતાળ એક કરવા પડે છે. સત્તા અને પ્રસિદ્ધિ પાછળ પાગલ બનેલા સમૃદ્ધ જેનો જો થોડો વિચાર પ્રવાહ બદલે, થોડો દાન પ્રવાહ બદલે, તો કોઈ જૈનની આવી કફોડી હાલત ન રહે. હોટલો અને હીલ સ્ટેશનોમાં મોજ મજા અને મીજબાની પાછળ ગણતરીની મિનિટોમાં હજારો રૂપિયાની ચટણી કરી નાખનારાઓની આંખ ઉઘડી જાય તો જૈન સંઘ આબાદ થઈ જાય. સાધર્મિકોની આવી કફોડી હાલત સમૃદ્ધો માટે શરમજનક છે. જ્યાં સુધી એક પણ જૈન ભુખ્યો-તરસ્યો સુઈ જાય છે ત્યાં સુધી તાગડધીન્ના કરવાનો કોઈ જૈનને અધિકાર નથી. પણ, આજે કાળજા કઠોર થયા છે. સૌ પોતપોતાનામાં મસ્ત છે. કોને પડી છે ? કોને દરકાર છે આવા દુઃખી બંધુઓની ? મહાત્માઓએ તત્કાળ કોઈક શ્રાવક દ્વારા રૂા. દસ હજાર તેમને મોકલાવ્યા અને એક સિલાઈ મશીન અપાવવાનું વિચાર્યું. ભાઈ રૂપિયા લઈ ઘરે ગયા, બહેન સમજી ગયા. કહે કે “રૂપિયા પાછા લઈ જાઓ. હું સાહેબજીને મળી લઈશ.” રૂપિયા લાવનારને બારણેથી જ પાછા રવાના કર્યા. ...110...
Page #118
--------------------------------------------------------------------------
________________ બહેન ઉપાશ્રયે આવ્યા. મહાત્માને કહે, “અમારી બાહ્ય પરિસ્થિતિ જોઈને આપને ભક્તિ કરાવવાનું મન થાય તે સહજ છે. આપ કરૂણાસાગર છો, દયાળુ છો, આપ સહૃદયી છો, આપની ભાવના સારી છે. પણ, સાહેબજી ! તેમના ગયા પછી મે કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી. એક નવા પૈસાની કોઈની મદદ લીધી નથી અને લેવાની ઈચ્છા પણ નથી. કર્મના ઉદયે જે પરિસ્થિતિ આવી પડી છે તેને હસતા હસતા સહન કરવા મારી તૈયારી છે. ધીરજ અને હિંમતથી આગળ વધુ છું. આજે કર્મ વિફરેલ છે, નસીબનું પાનું વકરેલ છે, તો આ કર્મો ભોગવીને ખપાવવામાં જ મજા છે. જો મારૂ નસીબ સારૂ હોત તો મારા પતિનો અકસ્માત કેમ થયો? મારે પ્રાણનાથનો વિયોગ કેમ થયો ? મારા નાના બાલુડા એકાએક નોંધારા કેમ થઈ ગયા ? દિયરની દાનત કેમ બગડી ? પહેરે કપડે અમને ઘરમાંથી કાઢી ઘા ઉપર મીઠું કેમ ભભરાવ્યું ? સાહેબજી ! કર્મ સિવાય કોને દોષ દેવો ? બીજા તો નિમિત્તમાત્ર છે. કર્મને સમતાથી ભોગવવા, પ્રાણના ભોગે પણ શીલની રક્ષા કરવી, ભુખ્યા સુઈ જવું પણ કોઈની પાસે હાથ લાંબો ન કરવો, હાથ પગ સાજા છે ત્યાં સુધી કામ કરીને-મજુરી કરીને દિકરાઓનાં પેટ ભરવા પણ કોઈનાં ઓશીયાળા ન થવું. કોઈની મદદ લઈ હાડકા હરામનાં ન કરવા. આ બધું મનથી દ્રઢપણે નક્કી કરી જીવન વિતાવું છું. કોઈની મદદની મારે જરૂર નથી. કાલે મારા બાલુડા મોટા થઈ જશે, ભગવાનની ઈચ્છા હશે તો પાછા સુખના દહાડા જોવા મળશે. બાકી જેવી ભવિતવ્યતા ! જ્ઞાનીના જ્ઞાનમાં જે દેખાય છે, તે મિથ્યા થઈ શકતું નથી. ભવિતવ્યતાને કોઈ અન્યથા કરી શકતું નથી. કર્મના ઉદયને ટાળવાની તાકાત સાક્ષાત્ તિર્થંકરોમાં પણ નથી, લલાટનાં લેખ ઉપર મેખ મારવા કોઈ સમર્થ નથી. નાહકનાં રોદણા રોવાનો શો અર્થ ? આપણા કરેલા કર્મો આપણે જ ભોગવવાનો છે, કર્મનો વિશ્વાસઘાતી સ્વભાવ આજ સુધી કર્મગ્રંથમાં જ જામ્યો હતો. આજે જીવનમાં સાક્ષાત્ અનુભવાય છે. કર્મનાં વિશ્વાસે રહેનારની ...111...
Page #119
--------------------------------------------------------------------------
________________ નાવ ઉંધી થયા વિના રહેતી નથી. ધર્મ એજ શરણ છે. ધર્મ જ વિશ્વાસ પાત્ર છે. ધર્મ જ તારક છે. એક માત્ર ધર્મશ્રદ્ધાનાં બળે જ આજે ધૈર્ય પૂર્વક ઝઝુમી રહી છું. બીજી હોત તો આ સમયે ઝેર ઘોળીને જીવન ટુકાવી દીધું હોત. પણ, હું સમજુ છુ કે ઝેર ઘોળી જવાથી કર્મો બળી જતા નથી, બીજા ભવમાં પીછો કરે એના કરતા અહીં જ હિસાબ બરાબર કરી લેવો સારો. ધર્મ જ મારૂ સાચુ બળ છે, શ્રદ્ધા જ મારી સાચી મુડી છે, તત્વજ્ઞાન જ મારો સાચો આધાર છે, ધર્મ, શ્રદ્ધા અને તત્વજ્ઞાન ન હોત તો ક્યારની ભાંગી પડી હોત, હત પ્રહત થઈ ગઈ હોત, કંઈક ન કરવાનું કરી બેઠી હોત, હવે બોજ વધારવો નથી. પણ આપનાં જેવા મહાત્માઓની સેવા કરી કર્મનાં બોજ ઘટાડવા છે. નશીબ સાથે છે, કર્મ સાથે છે, ઈશ્વરકૃપાથી જે થાય તે સારા માટે એમ હું માનું છું. બાકી જીવન એ ઉદ્યાન નથી. સંગ્રામ છે, હર કોઈને જીવનનાં સંગ્રામમાં ઝઝુમવું પડે છે. મર્દાનગી પૂર્વક ઝઝુમે તેજ વીર છે. હતાશ થઈ બેસી જનાર કે પીછેહઠ કરનાર કાયરી છે. ઝઝુમવાની પણ એક મજા છે. કર્મ તરફથી આ કપરી કસોટી ના આવી હોત તો મારી શક્તિનો વિકાસ ન થાત. મારૂ ધૈર્ય, મારૂ બળ સુષુપ્ત જ રહેત. મારી બુદ્ધિ તીણ ન થાત, મારૂ જ્ઞાન પોપટીયું જ બની રહેત, આજે મારી તન, મનની તમામ શક્તિઓ પૂર્ણ વિકસિત છે તે આ આફતને જ આભારી છે. આપ ચિંતા ન કરતા, કદી કોઈને મોકલતા નહી, પુણ્ય અને પુરૂષાર્થના જોરે જીવનનાં રથને હંકારવામાં હું પૂર્ણતયા સફળ થઈશ એવી મને દ્રઢ શ્રદ્ધા છે. સોનાનો સુરજ મારી રાહ જોતો ઉભો હશે. એક દિવસ તેનો જરૂર ઉદય થશે. બાકી આજે તો કર્મનાં કાફલાઓ સામે બધી શક્તિ લગાડીને ખુમારીથી લડી લેવાની મારી પુરે પુરી તૈયારી છે. એ કર્મ સામેના યુદ્ધમાં મારો વિજય થાય તેવા આશીર્વાદ આપો.” વાસક્ષેપ દ્વારા મંગળ આશીર્વાદ લઈ બહેન હસતા મોઢે નીકળી ગયી. ...112...
Page #120
--------------------------------------------------------------------------
________________ તત્વજ્ઞાનપૂર્ણ બહેનની વાણી સાંભળી મહાત્માઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા. હૃદય દ્રવીત કરી નાખે એવી વિકટ પરિસ્થિતિમાં કેવી અડોલ મનઃસ્થિતિ ! ભલભલા શૂરવીરોને શરમાવે એવી ભવ્ય ખુમારી ! યોગી મહાત્માઓની સમાન કહી શકાય એવી અદ્ભૂત સ્થિતપ્રજ્ઞતા ! મોટા ચમરબંધીઓને ઢીલા કરી નાખે એવી કેવી પોલાદી મર્દાનગી ! ખરેખર ! આ બાઈએ તત્વજ્ઞાન પામીને પરિણમાવ્યું છે. શાસ્ત્રનો, કર્મનો બોધ માત્ર કંઠસ્થ કે હૃદયસ્થ જ નહીં, પણ આત્મસ્થ કર્યો છે. આને તો સંસારી છતાં સાધક જ કહી શકાય, બહારથી ગરીબી છતા જ્ઞાનનાં ખજાનાથી અમીર જ કહી શકાય. બાહ્ય પરિસ્થિતિનો સ્વીકાર કરી આત્માનાં એક પ્રદેશમાં પણ તેની સ્પર્શના ન થવા દેવી, એ એક ઉચ્ચ કોટીની સાધના જ કહી શકાય. ધન્ય આ સુશ્રાવિકાને ! ધન્ય તેની સહનશીલતાને ! ધન્ય તેની મર્દાનગી અને ખુમારને ! અંતે रानी हो या अस्वनि, दुःख रहित न कोय ज्ञानी वेदे धैर्यसे, अज्ञानी जन रोय // * * * * * ..113..
Page #121
--------------------------------------------------------------------------
________________ હૃદય ભળે તો સાધના ફળે મનોજ પાંચ વર્ષની ઉંમરનો થતા બાળમંદિરમાં દાખલ થયો. બુદ્ધિ પ્રતિભા હોંશિયારી સારા હતા. એક પછી એક ધોરણ પાસ થતો ગયો. 15 વર્ષે એસ.એસ.સી. અને રર વર્ષે ડોક્ટર બની ગયો. એકવાર રસ્તામાં તેને પાંચમાં ધોરણના સર મળ્યા. મનોજ ઓળખી ગયો. સર : શું કરે છે ? મનોજ : સર ! એમ.બી.બી.એસ. ડોક્ટર બની ગયો. મનોજ : સર ! આપ શું કરો છો ? સર : હું હજી પાંચમા ધોરણમાં એજ સાયન્સનો Subject ભણાવું છું. | મનોજ : સર ! અમારા સાયન્સનો એક પ્રશ્ન પુછું ? સર : તારા એ પ્રશ્નનો જવાબ મને ના આવડે. પાંચમાં ધોરણનો કોઈપણ સવાલ પુછ, ઉંઘમાં ય જવાબ આપી દઈશ, વીસ વર્ષથી ભણાવું છું. શબ્દ શબ્દ મોઢે છે. આ પ્રસંગ ઉપરથી વિચાર આવે કે બાળમંદિરથી આરંભી ડોક્ટર બનેલા મનોજની જીવનયાત્રાને પ્રગતિ કહેવી કે એક જ પાંચમા ધોરણમાં 20 વર્ષ ભણાવનાર અતિ નિપૂણતા પ્રાપ્ત કરવા છતાં છઠ્ઠા ધોરણનો એકડો ય ન જાણનાર સરની જીવનયાત્રાને પ્રગતિ કહેવી ? મનોજ હોંશિયાર કે સર? બેઘડક કહી શકાય કે બાળકમાંથી ડોક્ટર બનનાર મનોજની યાત્રાને જ પ્રોગ્રેસ કહી શકાય, નહીં કે માસ્ટરની યાત્રાને. કારણ... મનોજ પાસે મોટર, બંગલો, ગાડી, સમાજના સન્માન, મોટી પ્રેકટીસ, રૂપાળી પત્ની, સિદ્ધિ, સમૃદ્ધિ બધું જ છે. જ્યારે માસ્ટર પાસે એજ સ્કૂલ, એજ ક્લાસ, એજ બ્લેક બોર્ડ, એજ પગાર, એજ સ્થિતિ, એજ સંયોગો, બધું એનું એજ છે. માત્ર ઉંમરમાં જ પ્રોગ્રેસ છે. શરીર પર કરચલીઓ છે. માથે ધોળા આવી ગયા છે. આ પ્રસંગ અધ્યાત્મિક દુનિયામાં ઘેરા ચિંતનમાં ગરકાવ કરી દે એવો છે. દાયકાઓથી ધર્મ સાધના કરીએ છીએ. પણ પ્રગતિ કેટલી ?... વર્ષોના પ્રતિક્રમણ, ભગવાનની પૂજા, સામાયિક, તિથીના આંબેલ, ...114...
Page #122
--------------------------------------------------------------------------
________________ પૌષધ, તપ-ત્યાગ આ બધી અવ્વલ સાધનાની મૂડીની ફીક્સ ડીપોઝીટ અકબંધ હોવા છતાંય આનંદ વેદન જોઈએ એવું કેમ નથી થતું? કેટલો કષાયોનો વાસ થયો ? રાગદ્વેષની પરિણતિ કેટલી મોળી પડી ? વિષય વાસના કેટલી પાતળી પડી ? આત્મશુદ્ધિનું સ્તર કેટલું ઊંચુ ગયું? કષાયની અગનજ્વાળા કેટલી શાંત થઈ ?... સાધનાનું Quantity અનુસારે સ્તર ખૂબ ઊંચુ જવા છતાં Quality અનુસારે સ્તર ત્યાંને ત્યાં જ હોય એવું લાગે તો આને પ્રોગ્રેસ કે પ્રગતિ કેમ કહેવી ?.. આમ કેમ થાય છે ? .... તેનો જવાબ છે કે સાધના ઘણી થાય છે પણ સાધનામાં મન અને હૃદય જોઈએ એવા Involve થતા નથી. ક્રિયા થાય છે પણ યંત્રવત્... રૂટીન મુજબ, ગતાનુગતિકતાથી, પકડાઈ ગઈ છે માટે, ભાવ ભળતો નથી માટે ઉત્સાહ દેખાતો નથી. ઉપયોગ-જાગૃતિ ભળતા નથી માટે ચીવટ દેખાતી નથી. હૃદય ભળતું નથી માટે શુદ્ધિ કે આનંદની અનુભુતિ દેખાતી નથી. ધર્મ સાધનામાં ઓછાશ ચાલે કચાશ કદાપિ નહીં. થોડું કરો પણ સારું કરો, ભાવથી કરો. નાનામાં નાનું અનુષ્ઠાન પણ આત્મસ્પર્શી જોઈએ. આનંદના સ્પંદનોની અનુભૂતિ કરાવનાર બનવું જોઈએ. * પુણ્યાશ્રાવકની એક સામાયિક પણ કેવી હતી ? ખુદ ભગવાન મહાવીર પ્રશંસા કરે એવી. * નાગકેતુની એક ફૂલપૂજા કેવી હતી ? તત્કાળ કેવળજ્ઞાનની ભેટ ધરી દે એવી. * અઈમુત્તા મુનિની એક “ઈરિયાવહી કેવી હતી ? ત્યાંને ત્યાં ધનઘાતી કર્મોના ભુક્કા બોલાવી દે એવી. ખૂંખાર હત્યારા ચિલાતી પાસે માત્ર ત્રણ પદનો જ સ્વાધ્યાય હતો. ઉપશમ-વિવેક-સંવર. આ ત્રિપદીએ તેને અક્ષયસુખનો ભોક્તા બનાવ્યો. હૃદય ના ભળે તો દેખીતી વિરાટકાય સાધના પણ અકિંચિત્કર છે ...115...
Page #123
--------------------------------------------------------------------------
________________ પંગુ છે, હૃદય ભળે તો નાની સાધના પણ પાવરફુલ છે. આપણી નબળી કડી કહો કે કુસંસ્કારનું જોર કહો, અસત્ પ્રવૃત્તિમાં અને ભોગ સાધનામાં હૃદય-મન વિના પ્રયત્ન સહજતાથી એકમેક થઈ જાય છે, અને સાધનમાં મનોભાવને જોડવાના લાખ પ્રયત્ન કરવા છતાં ધારી સફળતા મળતી નથી, અનાદિની કુવાસનાનું આ સહજ પરિણામ છે, છતાં નિરાશ થવાનું નથી. આનંદઘનજી જેવાએ પણ, “મનડું કિમી ન બાજે હો કુંથુજિન ! મનડું કિમ હી ન બાજે,’ આ કાવ્ય સર્જન કરી મનની દુર્જયતા છતી કરી છે. છતાં મનને ઠેકાણે લાવવાના પ્રયાસમાં ક્યાંય કચાશ કરી નથી. રસોઈ મીઠા વગર ફીક્કી લાગે, તેમ ક્રિયા પણ ભાવના રસ વિના ફિક્કી જ લાગે, ક્રિયામાં ભાવ ભેળવવાનો પ્રયત્ન કરવો જ પડે. હા ! ભાવ ના આવે ત્યાં સુધી ક્રિયા છોડાય નહીં ? કેટલાક ધ્યાનરસિક આત્મપ્રિય સાધકો (?) બયાનો આપતા હોય છે કે “ભાવ આવે ત્યારે જ ક્રિયા કરવી અન્યથા નહીં”, આવા પ્રચારકોને પુછવું પડે કે દુકાન ખોલીએ તો ઘરાક આવે કે ઘરાક આવે તો જ દુકાન ખોલવાની ? કહેવું જ પડે કે ઘરાક ના આવે તો ય દુકાન તો ખુલ્લી રાખવી જ પડે, દુકાન ખુલ્લી હોય તો જ ઘરાક આવે. આ જ ન્યાય આધ્યાત્મિક ક્ષેત્રમાં કેમ નહીં લગાડતા હોય ? વાસ્તવિકતા એજ છે કે ભાવ આવે કે ન આવે, ક્રિયા-સાધના-ધર્માનુષ્ઠાન ચાલુ જ રાખવા પડે. ધર્માનુષ્ઠાન ચાલુ હોય તો જ ક્યારેક પણ ભાવ જાગશે. આકાશમાંથી ભાવ ઉતરી પડશે એવી કલ્પનામાં રાચતા ધ્યાન પ્રિય સાધકોને ડનલોપના ગાદલામાં મહાલવાથી કોઈ કાળે ભાવ જાગવાના નથી. સાધનાની વિધિ સમજાય, સાધનાના રહસ્યો-મર્મો સમજાય, સાધનાની જરૂરીયાત-ઉપયોગિતા સમજાય, સાધનાના અર્થનું યથાર્થ પરિજ્ઞાન થાય. સાધનાની ક્રિયા પ્રત્યેની રૂચિભાવ હોય, સાધનામાં લખલૂટ પુણ્યબંધ અને આત્મકલ્યાણતાના દર્શન થતા હોય, તો સાધના પ્રાણવાન બન્યા વિના રહે ...116..
Page #124
--------------------------------------------------------------------------
________________ જ નહીં. સાધનાની પ્રત્યેક પળે પ્રત્યેક ક્રિયામાં આનંદની છોળો ઉછળ્યા વિના રહે જ નહીં. ટુંકમાં જે કરો તે ભાવથી કરો, સારૂ કરો, ઉપયોગપૂર્વક કરો, ચીવટથી કરો, જાગૃતિ સાથે કરો. પછી જુઓ સાધના ક્યો ચમત્કાર સર્જતી નથી? અંતે રસ્તો કોક બતાડી દે પણ ચાલવું પડે પોતે જાતે દ્રવ્ય કોક અપાવી દે પણ સાધના કરવી પડે જાતે. * * * * * ...117...
Page #125
--------------------------------------------------------------------------
________________ અહંકારની આગ જીવનના બાગ ખાખ કરી નાંખે છે એક રાજા છે. તેને એક વફાદાર મંત્રી છે. કો'ક ઈર્ષાળુ મંત્રી માટે રાજાની કાન ભંભેરણી કરે છે. રાજા એક તરફી વાતમાં લેવાઈ જાય છે. મંત્રી ઉપર ગુસ્સે ભરાય છે. ક્રોધાવેશમાં મંત્રીને ધિક્કારી તિરસ્કારી રાજ્યમાંથી કાઢી મૂકે છે. મંત્રી વાતનો તાગ પામી જાય છે. કોઈ પણ જાતના વાંક કે દોષ વિના રાજા દ્વારા થયેલુ આ અપમાન તેના માટે અસહ્ય થઈ પડે છે. પોતાની વફાદારીનો આટલો દારૂણ બદલો મળશે એવો તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. મંત્રીએ ગાંઠ વાળી, નિર્નિમિત થયેલા અપમાનનો જડબેસલાક જવાબ આપવાનો મનોમન નિર્ણય કરી લીધો. હૃદયમાં અતૂટ વૈરની ગાંઠ ઊભી કરી, અંતર સળગી ઉઠ્યું. રાજાને જીવતો કેદ કરી રાઈ રાઈ જેટલા ટુકડા કરવાની વેરભાવના રગેરગમાં સળવળી ઉઠી. રાજ છોડી ગામ છોડી અન્ય રાજાની ચાકરીમાં લાગી ગયો. આવડત અને હોંશીયારીના જોરે રાજાને વશ કરી લીધો. એકવાર રાજા કહે- મંત્રીશ્વર ! તમારી સેવાથી પ્રસન્ન છું. કોઈ ઈચ્છા હોય તો જણાવતાં રહેશો. મંત્રીશ્વર : મારી પોતાની તો કોઈ ઈચ્છા નથી. ફલાણા રાજાને જીતી તેનું રાજ્ય કબજે કરવાની તીવ્ર કામના છે. રાજા : તો ચાલો, યુદ્ધની તૈયારી કરો. મંત્રી ઘણા સમયથી જે સૂચક પળની પ્રતિક્ષા કરતો હતો તે ઘડી આવી ચૂકી. પાસાઓ સીધા પડ્યાનો આનંદ તેના મુખ પર તરવરતો હતો. વેરનો બદલો વાળવાની વેળા આવી પડતા અંગેઅંગમાં ક્રોધાવેશની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બિચારા મંત્રીશ્વરને ખ્યાલ નથી કે વેરભાવનાનું આ બીજ જ્યારે વિરાટ વડલો બની જશે, ત્યારે જનમ જનમ સુધી દારૂણ ત્રાસ-યાતનાના ફળો ભોગવવા પડશે. તે વખતે કેવા હાલ હવાલ થશે. હાલ તો અહંની એવી ...118...
Page #126
--------------------------------------------------------------------------
________________ અક્કડ દિવાલ ઊભી થઈ ગઈ કે ભવિષ્યની કોઈ કલ્પનાનું કિરણ પણ પ્રવેશી શકે નહીં. ખૂંખાર યુદ્ધની તૈયારી થઈ ચુકી છે. યા હોમ કરીને કુદવાનું છે. રાજાને જીવતો કેદ કરવો છે. ગમે તેવા ગલીચ રસ્તા અપનાવીને પણ રાજાને પરાસ્ત કરવો છે. ઘમસાણ યુદ્ધ શરૂ થયું. લાશો ઢળવા લાગી. જોતજોતામાં રાજા જીવનકેદ થઈ ગયો. મંત્રીશ્વરની મુરાદ સફળ થઈ. હવે સવાલ હતો રાજાને શું શિક્ષા કરવી ? ફાંસી ? તો તો એક મિનિટમાં ખેલ ખલાસ થઈ જાય. હવે તો રાજાને ધોળે દિવસે તારા દેખાઈ જાય, નિર્નિમિત્ત મારા કરેલા અપમાનનું ભાન થઈ જાય, રીબાઈ રીબાઈને રાજા મરે, એવી કડકમાં કડક શિક્ષા કરવી છે. મંત્રીશ્વર રસાલા સાથે રથમાં બેઠા, રાજાને રથની પાછળ દોરડાથી લટકતો બાંધ્યો. સારથીને આજ્ઞા કરી, શક્ય એટલી ચીલ ઝડપે રથ દોડાવ. બર્બરતા ભરી ક્રૂર શિક્ષા સાંભળી રાજા મૂછિત થઈ ગયો. પણ હવે બચાવનો કોઈ વિકલ્પ ન હતો. માફી માંગવાથી પણ મંત્રીના અંતરમાં સળગતો વૈરનો દાવાનળ શાંત થાય તેમ ન હતો. હવે તો હસતાં કે રોતાં સહન કરે જ છુટકો હતો. રથ ચાલ્યો, પથ કપાતો જાય છે ને પથરાળ માર્ગમાં અદ્ધર લટકતી રાજાની કાયા છોલાતી જાય છે. લોહીની શેરો છુટવા લાગી. માંસના લોંદા નિકળવા લાગ્યા. નરકની સાક્ષાત્ યાતના ભોગવતા રાજાના મુખમાંથી બ્રહ્માંડભેદી ચિચિયારીઓ નીકળવા લાગી. - હવે બચાવે કોણ ? કર્મ વિફરે છે ત્યારે રાજા મહારાજાઓના કેવા લોહીયાળ હાલ હવાલે કરી મૂકે છે તે જોવાની ખૂબી છે. રાજાની ચિચિયારીઓ સાથે મંત્રીનો આનંદ વધતો જાય છે. છાતી ગજગજ ફલે છે. મારું અપમાન કર્યું હતું, તે યાદ છે ને ? નિર્દોષ એવા મને દેશનિકાલ કર્યો હતો તે યાદ છે ને ? રાજન્ ! આ એજ તારો મંત્રી છે. મારા જીવનની સૌથી શ્રેષ્ઠ આનંદની ઘડી આ છે. વર્ષોની ધીરજની સાધનાનું આજે ફળ મળ્યું છે. મારા અંતરની આગ આજે શાંત થઈ રહી ...119...
Page #127
--------------------------------------------------------------------------
________________ છે. રાજન્ ! આ તો Sample છે. હજી ઘણું ભોગવવાનું છે. એમ મોત પણ સસ્તુ મળવાનું નથી. રીબાવી રીબાવીને તેને મારવાનો છે. મંત્રીશ્વર અભિમાનમાં મસ્તાન છે. જીવનના પરમોચ્ચ સુખની અનુભૂતિ કરી રહ્યો છે. તેને કોણ સમજાવે કે બીજાને દુઃખી કરીને મેળવેલો આનંદ તામસી આનંદ છે. તામસી આનંદ માણનારાઓને ભવાંતરમાં પરમાધામીના અવતાર લેવા પડે છે. હલકી યોનીમાં ત્રાસદાયક વેદનાઓ ભોગવવી પડે છે. પણ આવતી કાલનો વિચાર કરવા દે તો તેને અહંકાર શું કહેવાય ? સામી વ્યક્તિના ગુણસ્મરણ કે ઉપકાર સ્મરણ કરવા દે તો અહંકારને અંધકારની ઉપમા શે અપાય ? રાજા પીડાય છે, છોલાય છે, અને મંત્રી મલકાય છે. અચાનક ચમત્કાર સર્જાયો. રાજાનું દીન વદન સોળેકળાએ ખીલી ઉઠ્યું. રૂદનના ઠેકાણે હાસ્ય છવાયું. મોઢા ઉપર અપૂર્વ તેજ પ્રસન્નતા છવાઈ ગયા. ચિચિયારીના બદલે ગેય કાવ્યનું રટણ ચાલું થયું. મંત્રી ચોંકી ગયો, આટલી કારમી વેદનામાં આવી અપાર ચિત્તપ્રસન્નતા શાથી? ન દીનતા, ન કોઈ ઉકળાટ, ન ભય, ન કોઈ મોતની ચિંતા, ન ઉગ ન કોઈના ઉપર દ્વેષ... મુખ ઉપર છલકે છે તેજ-આનંદ-પ્રસન્નતાના ફુવારા.... મંત્રીને આશ્ચર્ય થયું. રાજાનો આનંદ જોઈ મંત્રીનો આનંદ ઓસરી ગયો. આટલી વેદના વચ્ચે આટલી પ્રસન્નતાનું રહસ્ય શું છે ? અહંકાર મૂકી વિનમ્રતાથી મંત્રીએ પ્રસન્નતાનું કારણ પૂછ્યું. રાજા : મંત્રીશ્વર ! વેદનાના વાવાઝોડા વચ્ચે એક કાવ્યપંક્તિનું તેજકિરણ મારા મનમાં ઝબુકી ઉઠ્યું. રાજ્ય કાળ દરમ્યાન તત્વગોષ્ઠિ અર્થે કવિ કાલિદાસનું મેઘદૂત કાવ્ય વાંચ્યું હતું. તેમાં એક પંક્તિ વાંચવામાં આવેલી. બસ, આ અડધી પંક્તિના પુણ્ય સ્મરણે જ મારા માનસને ગેબી ઢબે પરાવર્તિત કરી દીધું. મને ઊંડા ચિંતનમાં ગરકાવ કરી દીધો. વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની ગજબશક્તિનો મારામાં સંચાર થયો. મંત્રી : મને પણ આ ચમત્કારી પંક્તિ સંભળાવો એમ ઈચ્છું છું. ...120...
Page #128
--------------------------------------------------------------------------
________________ રાજા : મહામંત્ર સમી આ પંક્તિ સાંભળી લે. નીતિ પર ચઢી નેમ '' આ શ્લોકાર્ધમાં કવિ કાલિદાસ પ્રસન્નતાનો મહામંત્ર બતાવે છે. રથના પૈડામાં રહેલા આરા નીચેથી ઉપર જાય છે. ઉપરથી નીચે આવે છે. માણસની દશાનું પણ એવું જ છે. ક્યારેક રાજા તો ક્યારેક રંક, ક્યારેક ભોગી તો ક્યારેક રોગી, ક્યારેક આનંદ તો ક્યારેક આજંદ. ચઢતી ને પડતી કુદરતનો નૈસર્ગિક ક્રમ છે. તળેટીથી શિખર અને શિખરથી તળેટી સુધીની યાત્રામાં ક્રમશઃ તમામ સ્થાનબિંદુઓ અવશ્ય સ્પર્શવા પડે છે. સૌ કોઈ માટે આ સમાન નિયમ છે. આજનો કરોડપતિ કાલનો રોડપતિ છે. કુદરત કે કર્મ કોઈને પણ ક્યારે પણ સદાના સુખી કે સદાના દુઃખી કરતા નથી. જીવનચક્રની સાથે અવસ્થાનું ચક્ર સદા ફરતું જ રહે છે. મંત્રીશ્વર ! અવસ્થાનું પરાવર્તન સહજ છે. તેને સ્વીકારે જ છુટકો છે. છ ખંડના સમ્રાટ ચક્રવર્તીઓ નરકની રૌરવ વેદના ભોગવી રહ્યા છે. અહીંના ચમરબંધી સમ્રાટો નિગોદમાં સબડી રહ્યા છે. દિવ્ય સુખમાં હાલતા દેવતાઓ વનસ્પતિકાયમાં ફલ તરીકે લટકી રહ્યા છે. કુદરતના ન્યાયતંત્ર સામે કોઈનું કશું ચાલતું નથી. કર્મ દ્વારા મળેલા સંયોગોનો પ્રતિકાર શક્ય નથી. હર્ષ અને શોક કરવા વ્યર્થ છે. રાજમહેલના વૈભવી ભોગો મેં મજેથી માયા છે. તો શરીરના ઘસાવાથી છુટતા લોહીના ફુવારાની વેદના કેમ મજેથી ના માણવી ? હસતાં કે રોતા જે ભોગવવાનું જ છે. તેનો પ્રતિકાર શા માટે ? જે કંઈ સહન કરવું પડે છે. તે આપણા અહંકારને આભારી છે. When there is no ego, there is no suffering. મેં આ કર્યું. હું આ કરીને બતાવીશ. આવો અહંભાવ આવે છે ત્યારથી પતનની-દુઃખની શરૂઆત થઈ જાય છે. મંત્રીશ્વર ! આ તત્વજ્ઞાનની લ્હરે મારી દીનતા ગઈ અને પરમ પ્રસન્નતાનો મને અનુભવ થયો છે. યાદ રાખજે, સાપનું નાનું બચ્ચું પણ ...૧ર૧...
Page #129
--------------------------------------------------------------------------
________________ ઝેરી જ છે. જોખમી જ છે. મારક જ છે. વૈરભાવનાનું નાનું બીજ પણ ખતરનાક છે. અજ્ઞાતદશામાં આચરેલ અકાર્યના પરિણામો જ્યારે જ્ઞાત દશામાં ભોગવવાનો સમય આવે છે. ત્યારે રેવડી દાણાદાણ થઈ જાય છે. માટે બહારના નહીં અંતરના દુશ્મનોને મહાત કરવા લાગી જવાનું છે. રાજાની તત્વવાણી સાંભળી મંત્રી પીગળી ગયો. રાજાને ભેટી પડ્યો. ક્ષમા માંગી, મુક્ત કર્યો. વૈરનું વિસર્જન કર્યું મૈત્રીનું સર્જન થયું. આ પ્રસંગ અને કાલિદાસનો શ્લોકાર્ધ પૂરવાર કરે છે કે, “આ જીવનની તમામ અવસ્થાઓ ક્ષણિક છે. સુખ અને દુઃખ, ચઢતીને પડતી, શોક અને આનંદ, હાસ્ય અને રૂદન આ બધું સહજ છે. નૈસર્ગિક ક્રમમાં બધી જ અવસ્થા બધાએ અવશ્ય ભોગવવી પડે છે. આ સત્યને સ્વીકારી અનુકૂળતામાં અભાવ અને પ્રતિકુળતામાં પ્રદ્વેષભાવ કરવો જોઈએ નહીં.” જે આવે તેને મહેમાન ગણી સહજ આવકારતા રહેવું. જે મળે તેને પરાયુ ગણી અલિપ્તભાવે સ્વીકારતાં રહેવું એ જ સુખ-શાંતિ-પ્રસન્નતા પામવાનો મૂલાધાર છે. અંતે... મોતને કહી દો કે ન મુકે હોડમાં નિજ આબરૂ શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં. * * * * * ...૧રર...
Page #130
--------------------------------------------------------------------------
________________ મોતનું મરણ માણસને સદા જાગૃત રાખે છે શાસ્ત્રમાં એક અદ્ભુત કથાનક છે. એક વણિક કુટુંબ છે. પિતા ધાર્મિક ભાવના સંપન્ન છે. પરમાત્માના ભક્ત છે. ગુરુના ઉપાસક છે. ધર્મ પ્રત્યે વફાદાર છે. જીવાદિ નવ તત્ત્વના જ્ઞાતા છે. દીકરો રાજન્ બરાબર ઉલ્ટા સ્વભાવનો છે. ધર્મ સાથે બારમો ચંદ્ર, પરમાત્માને પત્થર માનનાર, ગુરુઓને ગાળો દેનાર, ટુંકમાં નાસ્તિક શિરોમણિ કહી શકાય. રાજત્ના ધર્મવિરોધી વલણથી પિતા માનસિક રીતે ત્રાસી ગયા હતા. પિતાને એક જ ચિંતા હતી. મારા ઘરમાં અવતરેલ બાળક ધર્મ નહીં આચરે તો પરલોકમાં તેનું શું થશે ? દેવ-ગુરુ ઉપર અનાદર-અસદ્ભાવ કેળવશે તો કદાચ સાતમી નરક પણ એના માટે ઓછી પડશે. ગમે તે ભોગે તેને ધર્માભિમુખ કરવો જ રહ્યો. પિતાજી : બેટા ! પ્રભુના દર્શન-વંદન પૂજન કર. તેનાથી બહોળા પુણ્યનું ઉપાર્જન થશે, જે પુણ્ય ભાવિમાં આવનારી આકસ્મિક આપત્તિઓ અને વિદનો સામે ઢાલ બની આપણી રક્ષા કરશે, જીવનમાં હવા-પાણી અને ખોરાક જેટલી જ જરૂર ધર્મની છે. ધર્મવિહોણા માનવ ખોળીયે જાનવર જેવા જ હોય છે. પ્રભુ તો પ્રેમનાં પુંજ છે. કરૂણાના મહાસાગર છે. દયાના ભંડાર છે. અશરણના શરણ છે. અનાથના નાથ છે. આપણા જીવનની ચાવી પ્રભુના હાથમાં છે. પરમાત્માની ભક્તિ જ જીવનનું પરમ કર્તવ્ય છે. કર્મોની જંજીરો તોડવા દુઃખ ત્રાસ યાતનાઓથી મુક્ત થવા પ્રભુનું શરણ, પ્રભુનું સ્મરણ અતિ જરૂરી છે. અસહ્ય દુઃખ વેદના કે પ્રતિકુળતા આવી પડશે ત્યારે કોણ હાથ પકડશે? કોણ બચાવશે ? કોણ તારી રક્ષા કરશે ?.. દેવની જેમ ગુરુ તત્વ પણ મહાન છે. દેવ નિર્દોષ છે, તો ગુરુ નિગ્રંથ ...123...
Page #131
--------------------------------------------------------------------------
________________ છે. નિર્મળ આચારના પાલક છે. નિઃસ્વાર્થ પરાર્થપરાયણ છે. આપણે અસંયમના કાદવમાં ખૂંપેલા છીએ. ગુરુદેવો ઉચ્ચ સયમના સાધક છે. ડગલેને પગલે આપણા જીવનમાં પાપો જ પાપો છે. મુનિઓનું જીવન સંપૂર્ણ નિષ્પાપ છે. આપણે પ્રતિક્ષણ ભોગો પાછળ ગાંડા બન્યા છીએ. સાધુઓ ભોગોને લાત મારી ત્યાગપ્રધાન વૃત્તિ વાળા છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની દુર્ગધથી આપણા જીવન કોહવાઈ રહ્યા છે. અણગારો આ બધા દોષોથી સંપૂર્ણ મુક્ત છે. બેટા ! સાધુઓ તો વિશ્વની અજાયબી છે. ભોગવિલાસના ઝેરીમાં ઝેરી વાયરા વચ્ચે જીવનભર અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા મહાત્માઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. દુનિયાથી નિરાળા રહી ચાર દિવાલ વચ્ચે આત્મસાધનામાં મશગુલ બની જવું એ કોઈ નાનીસુની સિદ્ધિ નથી. પિતાજીની આવી આત્મલક્ષી ધાર્મિક વાતો સાંભળી રાજન્ ક્રોધથી સળવળી ઉઠ્યો. પિતાજી ! આવી ધરમબરમની હંબગ વાતો મારી પાસે કરવી નહીં. ભગવાન જેવું કોઈ તત્વ હયાત નથી. પથ્થરમાં પરમાત્માની કલ્પના કરવી એ મુખમી છે. પ્રતિમા સામે કલાકો સુધી ભજનીયા લલકારવા એ વેસ્ટ ઓફ ટાઈમ છે. પથ્થરના પૂજન અર્ચન કરવા વ્યર્થ છે. માણસ પોતાની બુદ્ધિપ્રતિભા અને સાહસિક પ્રયત્નથી જ સફળ થાય છે. ભગવાનની મહેરબાનીને ખોટો યશ આપવાની જરૂર નથી. પિતાજી ! આજના કાળે ગુરુઓ પણ બધા દંભી કપટી જ છે. ધર્મની હાટડીઓ ખોલી સ્વાર્થપૂર્તિના ધંધા સિવાય તેમને કોઈ કામ નથી. ભોળી પ્રજાને અંધશ્રદ્ધામાં ભોળવી પોતાની વાહ વાહ કરવામાં જ ગુરુઓને રસ છે. આચારચુસ્તતા તે હોતી હશે? 21 મી સદી, વિલાસી વાયરો, ભક્તોની વણઝાર, શાહી સન્માનો, પકવાનોની રેલમછેલ, આ બધા વચ્ચે ચારિત્ર પાલન શક્ય જ નથી. “બ્રહ્મચર્ય નુ અણિશુદ્ધ પાલન શું આજના કાળે શક્ય છે ? અનાદિના કુસંસ્કારોનું જોર હોય, છેલ્લી કોટીના કુનિમિત્તો ડગલેને પગલે પથરાયેલા હોય, યુવાન વય હોય. ઘીથી લથપથ આહાર પાણી હોય, બધી જ અનુકૂળતા હોય. આવા લપસણા સંયોગોમાં બ્રહ્મચર્ય કે સંયમ ...૧ર૪...
Page #132
--------------------------------------------------------------------------
________________ પાળવું શક્ય જ નથી. બધો નર્યો દંભ છે. લોકોને ઠગવાની કળા છે. રાજન્ના નાસ્તિકતાપૂર્ણ વચનોને સાંભળી પિતાજી સજ્જડ થઈ ગયા. આના બદલે પેટે પાણો પાક્યો હોત તો સારું થાત, કપડાં ધોવા તો કામ લાગત... આવો વિચાર ઝબકી ગયો. ગોળ ગોળ ફરતા બાળકને જેમ આખી દુનિયા ફરતી લાગે, તેમ નાસ્તિકતાના ચકરાવામાં આખી દુનિયા નાસ્તિક જ લાગે. રાજન્ની ધીઠ્ઠાઈ અને ગુરુ પ્રત્યેનો દ્વેષ જોઈ પિતાને પુત્ર પ્રત્યે સવિશેષ કરૂણા ઉપજી. તેને સુધારવાનો દઢ સંકલ્પ કર્યો. અંતરમાં ભાવના એક જ હતી. મારા ઘરમાં આવેલ આત્મા દેવ-ગુરુની નિંદા કરી, તેમના ઉપર અસદ્ભાવ કેળવી દુર્ગતિનો મહેમાન ન જ બનવો જોઈએ. પિતાએ રાજાને સઘળી બીના કહી. રાજા પિતાજીના જીગરી દોસ્ત હતા. રાજા : ચિંતા ના કરો શ્રેષ્ઠિજી ! આ બહુ મોટી વાત નથી. છોકરો નિશ્ચિત ઠેકાણે આવી જશે. પિતા રાજાના સાંત્વનથી પ્રસન્ન થયા. રાજાએ પુત્રને સીધો કરવા એક ગુપ્ત યોજના ઘડી. રાજતિજોરીમાંથી રત્ન ચોરાવ્યા. પુત્રના કબાટમાં ભેદી રીતે મુકાવડાવ્યા. ઢંઢેરો પીટાવ્યો. સૈનિકો દ્વારા શોધખોળ ચાલી. પુત્રના કબાટમાંથી રત્નો મળ્યા. રેડ હેન્ડેડ પકડાતા રાજન્ કાંપવા લાગ્યો. લોકોથી ધિક્કારાતો રાજન્ રાજદરબારે લઈ જવાયો. ફાંસીની સજા જાહેર થઈ. રાજને ધોળે દિવસે તારા દેખાઈ ગયા. પગ નીચેથી ધરતી સરકતી લાગી. ઘણો બચાવ-ઘણી આજીજી કરવા છતાં રાજા એકના બે ના થયા. ફાંસીનો દિવસ આવ્યો. અગણિત માનવ મહેરામણ નાટક જોવા ઉમટ્ય. નિર્દોષ હોવા છતાં અકાળે મોતને ભેટવું પડવાથી રાજનની વ્યથાનો પાર નથી. રાજાની ગુપ્ત ભેદનીતિથી અજ્ઞાત હોવા છતાં પિતા આનંદિત છે. કારણ તેને શ્રદ્ધા છે. રાજા જે કરશે તે સારા માટે જ કરશે. “દેવ ગુરુની નિંદા કરતો, પુત્ર જીવતા રહે એના કરતા તો...” એવો વિચાર પણ પિતાને એકક્ષણ માટે આવી ગયો... માનવ મહેરામણ.. ચિચિયારીઓ... તરહ તરહની ચર્ચાઓ... ...125...
Page #133
--------------------------------------------------------------------------
________________ સહાનુભૂતિઓ.... આ બધાની વચ્ચે રાજાએ જાહેરાત કરી, “માલ મુદ્દા સાથે ચોર પકડાયો છે. ફાંસીની સજા નિશ્ચિત છે, છતાં એક કામ કરે તો ફાંસી માફ થઈ શકે !' આ વાત સાંભલી રાજન્માં નવચેતનાનો સંચાર થયો. મોત પાછું ઠેલાતું હોય તો ગમે તે શરત માન્ય છે. આકાશ પાતાળ એક કરવા તૈયાર છું. હજારો અંતરના કુતુહલ વચ્ચે રાજા કહે, “એક તેલનો છલોછલ ભરેલ વાટકો લેવાનો, હજારોની મેદની વચ્ચે આખા ગામમાં ફરી પાછું રાજમહેલે આવવાનું. શરત એટલી જ કે એક પણ ટીપું નીચે પડવું જોઈએ નહીં. ટીપું પડતાં જ તલવારથી માથુ જુદું થઈ જશે. હેમખેમ અગ્નિપરીક્ષામાંથી પાસ થઈ જવાય તો ફાંસી માફ..” એક બાજુ વાઘ બીજી બાજુ નદી જેવી હાલત છે. છતાં ટ્રાય કરવામાં વાંધો નથી. કદાચ સફળ થઈ જવાય તો ફાંસીના ફંદામાંથી તો ઉગરી જવાય. શરત મંજુર થઈ. લોકોના કુતુહલનો પારો ઊંચો ચઢ્યો. અપાર માનવ મહેરામણ છે. વાંજીત્રોના નાદ ગગન ભેદી રહ્યા છે. લોકો કુતુહલવશ ચીચીયારીઓ પાડી રહ્યા છે. તાળીઓના ગડગડાટ વરસી રહ્યા છે. અને આ બાપુ હાથમાં તેલથી છલોછલ ભરેલ વાટકો લઈ ધીમી પણ નક્કર ગતિથી આગળ વધી રહ્યો છે. બાજુમાં હાથમાં તલવાર લઈ દરબારી ચાલી રહ્યો છે. માથે મોત ભમતું દેખાય છે. તેલનું ટીપું પડ્યું નથી કે તલવારથી ધડ જુદું થયું નથી. સામાન્ય નિયમ જ છે, મોતનો ભય જેટલો વધુ હોય જાગૃતિ પણ એટલી જ તીવ્ર હોય. ગગનભેદી કોલાહલ વચ્ચે રાજનું ધ્યાન તેલના ટીપાં ઉપર જ સંપૂર્ણ કેન્દ્રિત છે. નથી દેખાતો માનવ મહેરામણ કે નથી સંભળાતા વાજીંત્રો કે ચિચિયારીઓનો એક શબ્દ. લોકોના કુતુહલ સાથે અને ઉશ્કેરાટ સાથે સવારી આગળ વધે છે. જોત જોતામાં ત્રણેક કલાકની જન્મ મરણની રમત સમી જોખમી સફર બાદ રાજનું હેમખેમ રાજ દરબારે આવી પહોંચે છે. ઘાત ગયાથી હાશનો અનુભવ કરે છે. મોતના મુખમાંથી બચી જવાથી આનંદનો કોઈ પાર નથી. લોકો પણ આનંદિત છે. તેના નામનો જયજયકાર પણ કરે છે. રાજા કહે છે, “તે અગ્નિ પરીક્ષા સફળ રીતે પાસ કરી છે. હવે તારી ..૧ર૬...
Page #134
--------------------------------------------------------------------------
________________ ફાંસી માફ છે. સંપૂર્ણ જીવતદાન છે. પણ મારે તને એટલું જ પૂછવું છે કે આટલી મેદની અને આટલા અવાજ વચ્ચે આવી લાંબી સફર હોવા છતાં એક ટીપું પણ તેલનું નીચે પડ્યું નહીં આનું રહસ્ય શું ?" રાજન્ H આનું એક માત્ર રહસ્ય છે “મોતનો ભય' મોત માથે ભમતું હતું એટલે મન તમામ બાહ્ય પદાર્થોથી પાછું વળી એક તેલના ટીપામાં કેંદ્રિત થઈ ગયું હતું. બીજું કશું દેખાતું ન હતું. સંભળાતું ન હતું. હું આટલી લાંબી અને જોખમી સફર સફળતાપૂર્વક કેવી રીતે ખેડી શક્યો તેની કલ્પના હું પોતે પણ કરી શકતો નથી. હવે મોતનો ભય ગયો છે, તેથી નિશ્ચિત બની ગયો છું. હવે દશ ડગલા પણ આ રીતે ચાલવું શક્ય નથી, કારણ મોત દેખાતું નથી. કોઈ ચિંતા કે ભય નથી માટે જ... મોતના ગભરાટથી જ તદ્દન અશક્ય દેખાતું કાર્ય શક્ય બન્યું છે. હવે મોતનો ભય નથી. આજે કોઈ કરોડ રૂપિયા ઈનામ આપે તો પણ આ કાર્ય શક્ય ના બને.. રાજાએ લાગ જોઈ સોગઠી મારી... “ભલા, તારી તો માન્યતા છે ને કે સાધુપણું પાળવું આજે શક્ય જ નથી. બ્રહ્મચર્ય પાળનારા તો દંભી છે. કુદરતી ઉઠતી વિષય વાસનાને કંટ્રોલ કરી શકાય જ નહીં વિ. વિ.... પણ, તારી આ માન્યતા ગલત છે. એક મોતના દર્શનથી જો તું ફફડી ગયો, એક મોતના ભયથી તું બાહ્યભાવો પ્રતિ આંધળો-બહેરા-મુંગો બની ગયો. એક મોતના ગભરાટથી રાધાવેધની જેમ તેલના એક ટીપા ઉપર તારું ધ્યાન કેંદ્રિત થઈ ગયું. એક મોતની કલ્પનાથી જો તારી તમામ વિષય વાસના મરી પરવારી ગઈ હોય તો... સાધુને પોતાના અનંત મોતના દર્શન થાય છે. કેટલો ફફડાટ હશે તેમને ? અનંત મોતના ભયથી તેઓ પૂર્ણ introverted (અંતર્મુખ), દુનિયાદારીથી બહેરા મુંગા આંધળા કેમ ના બની શકે ? અનંત મરણના ગભરાટથી એકમાત્ર આત્મતત્વ ઉપર તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કેમ ના કરી શકે ? અનંતા મોતની વાસ્તવિક કલ્પનાથી સાધુઓ સુવિશુદ્ધ સંયમ અને બ્રહ્મચર્યની સાધના કરી પોતાની વિષયવાસનાનો ભુક્કો કેમ ના બોલાવી શકે ? ...127...
Page #135
--------------------------------------------------------------------------
________________ સાધુ તો સાધુ છે. વિશ્વની શ્રેષ્ઠ અજાયબી છે. પવિત્રતાનો મેરૂપુંજ છે. તેમના માટે અસત્ વિકલ્પો કરવા જેવું ગાંડપણ બીજું કોઈ નથી. શાન ઠેકાણે રાખી વિચાર, જીભ ઠેકાણે રાખી બોલ. સદાચાર કે સંયમ પાળવાની આપણી કાયરતાના કારણે સાધુઓને ઉતારી પાડવાની આપણી મનોવૃત્તિ અત્યંત શુદ્ર છે. આપણામાં રહેતી દોષની પ્રબળતા સામી વ્યક્તિના ગુણાભાવની સૂચક બની શકતી નથી. માટે જ નાસ્તિકતા છોડ, સાધુઓની નિંદા કુથલી છોડ, જીવનને થોડું ગુણસભર બનાવવાનો પ્રયત્ન કર. પછી ખ્યાલ આવશે કે ભૌતિક દુનિયાથી ઉપર અધ્યાત્મિક દુનિયાનો આનંદ હજારો ગણો છે. ભોગવિલાસ કરતાં ત્યાગને સંયમમાં સાચી આત્મિક આનંદની લહેર છે. ધન કરતાં ધર્મની તાકાત પ્રચંડ છે. તારી બહેર મારી ગએલી બુદ્ધિને ઠેકાણે લાવવા તારા પિતાના કહેવાથી આ નાટકનું આયોજન કરાયું હતું.” રાજાના અક્ષરે અક્ષર રાજન્ના અંતરમાં કોતરાઈ ગયા, તર્કસંગત માર્મિક વાતો પ્રસંગ જાણવા-માણવા મળતા નાસ્તિકતાનું ઝેર ઉતરી ગયું. સાધુ પ્રત્યે ધિક્કાર તિરસ્કારની ભાવના મરી પરવારી, અપૂર્વ સદ્ભાવનાના બીજ રોપાયા. રાજાજી ! આપ મારી આંખ જ નહીં અંતરને ઉઘાડી દીધું છે. જનમ જનમ આપના ઉપકારનો બદલો નહીં વળી શકે. આપ નિશ્ચિત રહો, આજથી હું અધર્મી મટી ધર્મી બનું છું. નાસ્તિક મટી આસ્તિક બનું છું. સાધુ વેષી મટી સાધુનો પરમભક્ત બનું છું. પિતાજી પણ પુત્રના પરીવર્તનથી રાજી રાજી થઈ ગયા, ખૂણામાં બેસી આંસૂના બે ટીપા પાડી લીધા. પુત્ર કરોડો રૂપિયા કમાઈ ચરણે ધરી દે એના કરતાં હજારો ગણો આનંદ પિતાને પુત્ર ધર્મી બન્યો એનો હતો. ધન્ય પિતા, ધન્ય રાજા, ધન્ય પુત્ર રાજનું. જે કોઈ પિતા બન્યા છે તેઓ જાતને ત્રણ પ્રશ્નો પૂછે, દિકરાની નાસ્તિકતાનું દુઃખ છે ખરું ? ...128...
Page #136
--------------------------------------------------------------------------
________________ | દિકરાને ધર્મી બનાવવાનો કોઈ પ્રયત્ન કર્યો ખરો ? દિકરો ધનવાનું બને તો રાજી કે ધર્મવાન્ બને તો ? અને... જીવનને મૃત્યુની જોડલી અખંડ છે. માની લે મૃત્યુ એ જીવનનો ખંડ છે. * * * * * ...129...
Page #137
--------------------------------------------------------------------------
________________ True Seekers Are Rare એક Zen માસ્ટર હતા. તેમનું નામ હતું લીન ચી (Lin Chi). એક હજાર શિષ્યો હતા. મહારાજા તેમના આશ્રમમાં વિઝીટે આવ્યા. હજાર શિષ્યોની સાધના જોઈ રાજા ખુશ થઈ ગયા. રાજાએ સવાલ કર્યો, તમારા કુલ શિષ્યો કેટલા છે ? લીન ચી કહે, પાંચ ! રાજાને અચરજ થયું. સેકડો શિષ્યો મારી નજરે જોઈ રહ્યો છું. અને ગુરૂ કહે છે પાંચ જ. એક શિષ્યને પુછ્યું, તમારા ગુરુના શિષ્યો કેટલા ? શિષ્ય કહે, પૂરા હજારો રાજાને ગુરૂની વાત રહસ્યપૂર્ણ લાગી... ફરી પૂછ્યું. આપના શિષ્યોની સંખ્યા કેટલી ? ગુરુ કહે, પાંચ. રાજા કુતૂહલ રોકી ના શક્યો. ગુરુને કહે, આપના ગુઢાર્થને સમજવા મારી બુદ્ધિ કુંઠિત છે. રહસ્યો-સ્ફોટ કરી મારા મનનું સમાધાન કરો. મને દેખાય છે હજાર શિષ્યો, શિષ્યએ પણ કહ્યું હજાર છે ને આપ કહો છો કે પાંચ જ... અલબત્ ! તમે ખોટું બોલો છો, એવું માનવા પણ મારું મન તૈયાર નથી. ગુરુએ એક જ લીટીમાં જડબાતોડ 8414 24144. True seekers are rare. રાજન્ ! સાધના કરનારા ઘણા હોય છે. પણ સાધકો વિરલા હોય છે. સાધના માટે સાધના કરનારા વિરલા હોય છે. ખાણ ભલેને સોનાની હોય તેમાં ય સોના કરતાં પથ્થરનું પ્રમાણ જ વધુ હોય છે. સાધના સમાન હોવા છતાં આશયભેદથી સાધનાભેદ અને સાધક ભેદ થઈ જતા હોય છે. સાધના બધા કરે છે પણ કો'ક દેખાદેખીથી, કો'ક અહંકારથી, કોક પ્રસિદ્ધિ માટે, કો'ક બીજાથી આગળ આવવા, કો'ક કીર્તિકામનાથી, કોક કુલ પરંપરા જાળવવા, કોક ભૌતિક સુખ માટે, કોક ઈર્ષાથી, કોક દ્વેષથી, કો'ક દેખાડો કરવા, કો'ક ગુરુને ખુશ કરવા, આવા તો ઘણા ઘણા કારણો હોય છે. | મારા શિષ્યો હજાર છે, એટલે શરીર સાથે સંકળાયેલા હજાર શિષ્યો છે, પણ અંતર સાથે સંકળાયેલા માત્ર પાંચ છે. જેને નથી દુનિયાની તમા, નથી માન સન્માનની પરવા કે નથી યશ કીર્તિની કામના. ...130...
Page #138
--------------------------------------------------------------------------
________________ પોતાની ઈચ્છાથી સાધના કરનારાનો તોટો નથી, ગુરુની ઈચ્છા મુજબ આરાધના કરનારા જ સાચા અર્થમાં સાધક છે. સાધના સારી પણ તેમાં સ્વેચ્છા કે સ્વતંત્રતા ખોટી છે. ગુરુને આધીન રહેવું એજ મોટી સાધના છે. સાધના કરનારાઓને પણ “સ્વ” નો અહં નડતો હોય છે. સ્વનું ગુરૂમાં વિલિનીકરણ થતાની સાથે જ સાધનાની શરૂઆત થાય છે. ગુરુને હૃદયમાં સ્થાન આપનારા ઘણા સાધકો મળે, તે બધા ધન્યવાદને પાત્ર છે જ, પણ ગુરુના હૃદયમાં સ્થાન મેળવનારા સાધકો વિરલા હોય છે. ગુરુને સેવાથી નહી સમર્પણભાવથી વશ કરવાના હોય છે. બાહ્ય વિનયથી નહીં અંતરંગ વફાદારીથી ગુરુના હૃદયમાં અવસ્થાન મળતું હોય છે. આપણી અપેક્ષાઓના બલિદાનથી ગુરુકૃપાની હેલીઓ વરસતી હોય છે. ગુરુને ગુરુ તરીકે સ્વીકારનારાનો તોટો નથી, ગુરુને ભગવાન માનનારા વિરલા હોય છે. જેના હૃદયમાં ગુરુની ભગવાનરૂપે પ્રતિષ્ઠા થઈ ગઈ છે તેનો બેડો પાર સમજો. આજે તો નજીવી વાતમાં શિષ્યને ગુરુના દોષદર્શન થઈ જાય છે. અપેક્ષાઓ તુટતા ગુરુ પક્ષપાતી લાગે છે. ક્યારેક તો ષ અને તિરસ્કાર પણ ઉભરાઈ આવે છે. આવા છિદ્રાન્વેશી ધર્મારાધકોને સાધક કહેવાની ભૂલ ના થાય. દીકરાના દોષદર્શન માટે માતા સદાની અંધ છે. શિષ્ય તે જ જે ગુરુના દોષ દર્શન માટે સદાનો અંધ છે. કામનાઓને પંપાળે તે નહીં કામનાઓના ભુદ્ધભુક્કા બોલાવી દે તે જ સાચો સાધક. ત્યાગ કરી ખાવાના વિચાર ચાલતા હોય, છોડી અને ભોગવવાના વિચાર ચાલતા હોય, ત્યાગ પણ ખુમારીથી નહીં પણ મરતા મરતા થતો હોય, ક્યારે નિયમ વ્રત પૂરા થાય ? ક્યારે ત્યાગના વાડામાંથી છૂટીએ? ક્યારે સાધનાનો અંત આવે ? આવી નામદ વિચારધારા સાધકને સાધનાપથ ઉપરથી ટ્યુત કરે છે. કામનાના પૂજારી પ્રભુને ભજી શકતા નથી. સાધનામાર્ગમાં બાધક છે કામના. કામનાનો અભાવ જ સ્વયં સાધના બની જાય છે. કામના કાપવાનું કાર્ય કોક કોવિદ જ કરી શકે, બધા સાધના કરનારાનું પણ ગજું નહીં. સાધના કરીને પુણ્ય કે શુદ્ધિના ખડકલા ઊભા કરી દેવાની પણ જેને ખેવના નથી તે જ સાચો સાધક ...131...
Page #139
--------------------------------------------------------------------------
________________ છે. સાધનાથી શું જોઈએ ? એનો જવાબ જ જેની પાસે નથી. સાધનાથી સાધના જ જોઈએ, સાધનાના આનંદરસમાં એવી મસ્તી લાગે કે એનાથી ચઢિયાતા આનંદની તે સાધક કલ્પના પણ કરી શકતો નથી. સાચો સાધક પોતાની સાધનાથી કદાપિ સંતુષ્ટ થતો નથી. ઘણી સાધના થઈ હવે થોડો Rest લઈએ. આવી આરામકામના સાધકને ના હોય. જ્યાં સુધી પૂર્ણજ્ઞાની ના થવાય ત્યાં સુધી સાધનાધારા અવિરત ચાલતી રહે. અભ્યાસના સાતત્યમાં એક પળની બાધા પણ તેને વિંછીના ડંખની જેમ કોરી ખાતી હોય, હાશ' કે પોરો ખાવાની કલ્પનાથી મુક્ત હોય, તે જ સાધક વિજયમાળા વરી શકે છે. Victory goes to the one who practises drama. રાજન્ ! આવા ગુણયુક્ત સાધકને હું સાધક માનું છું. એવા સાધક હજારમાં પાંચ જ છે, માટે મે પાંચ શિષ્ય કહ્યા. બાકી બધા શિક્ષિત છે. સાધકની પૂર્વભૂમિકામાં રહેલા છે. કેટલાક તો સોનાના ચળકતા ગીલેટ પાછળ રહેલા પિત્તળ જેવા પણ છે. ઈચ્છું છું કે સૌ કોઈનું કલ્યાણ થાય.” રાજા માસ્ટરની વાણી સાંભળતો જ રહ્યો. દંગ થઈ ગયો. સાધનાની સૂક્ષ્મ ભેદરેખાનું ભાન થતા આનંદિત પણ થયો. અંતે - પ્રચંડ ઝંઝાવાતોથી પણ તુટે ના એવો તાર શોધું છું. જીવનપથ પર સદા સાથ દે એવો યાર શોધું છું. * * * * * ...૧૩ર...
Page #140
--------------------------------------------------------------------------
________________ અંદરના ઉકળાટને શાંત કરતા એરકંડીસનની શોધમાં આજે આપણે એટલા બધા બાહ્યમુખી (Extroverted) થઈ ગયા છીએ કે આપણે કોણ છીએ ? તેનું પણ આપણને ભાન નથી... બાળપણથી જ આંધળી દોટ શરૂ થઈ જાય છે. પરિધિમાં રહેલું મન ધરીમાં રહેલા આત્માને સતત નાચ નચાવે છે... કામ કરીને શરીર થાકે છે. મન ક્યારેય થાકતું નથી... સદા બે ડગલા આગળ જ રહે છે. રાત્રે સૂતા સવારે છાપામાં શું આવશે તેનો વિચાર ! છાપુ હાથમાં લેતાં મોડું થઈ જશે' હજી ઘણાં કામ બાકી છે... મંદિરે જવું છે. મંદિરમાં જતાં મનમક્ષિકા ભોજન તરફ દોડે છે... નવકારવાળી હાથમાં લેતા આજે ક્યાં જવાનું છે ? કોને મળવાનું છે ?.. કોને કેટલા આપવાના છે? કોની પાસેથી કેટલા લેવાના છે ? તેની સિરિયલ શરૂ થઈ જાય છે !... ભોજન કરતાં ધંધાની ... અને ઘર છોડી દૂકાને જતા ઘર-છોકરા અને વ્યવહારની ચિંતા! .. નિરીક્ષણ કરતાં માલુમ પડશે કે પડછાયાની જેમ મન સદા આગળ રહીને માનવને સ્વ કેંદ્રથી વંચિત રાખે છે... સમયના પ્રવાહની જેમ ક્ષણમાત્ર પણ મનની સ્થિરતા નથી. માટે જ Rational Animal (બોદ્ધિક પ્રાણી) ગણાતો આજનો ર૧ મી સદીનો માનવ ભોતિક સામગ્રીઓના ખડકલા વચ્ચે ક્યારેય ન હતો તેવો અશાંતઅતૃપ્ત અને અધીરો બનતો જાય છે. શાંતિ શોધવાના તનતોડ પ્રયત્ન કરે છે. .. બહારના ઘોઘાટથી દૂર ભાગી શાંતિઝોનવાળા વિસ્તારમાં કે જ્યાં મોટરગાડીઓની હોતી નથી. ફેરીયાની બુમરાણ નથી અને કૂતરા-ગધેડા જેવાઓને પ્રવેશબંધી જ છે.) દરિયાકિનારે મોટો મહેલ બાંધી ડબલ બેડ અને ચારમણની ડનલોપ ગાદી પર આળોટે છે... દુનિયાને ભુલવા રેડીયોટેપરેર્કોડરના કૃત્રિમ ઘોઘોટો ઉભા કરે છે !. તેનાથી પણ કંટાળે છે, બધી સ્વીચ ઓફ કરે છે... અને મનને શાંત કરવા મથે છે પણ ટક ટક ટક થતો ઘડીયાળનો અવાજ છાતીના ધબકારા વધારી દે છે !... હવે શું ...133...
Page #141
--------------------------------------------------------------------------
________________ કરે ?... ક્યાં જાય ?.. કોણ તેને સમજાવે અશાંતિનો સ્ત્રોત અંદર જ છે... બહારની દુનિયામાંથી મુક્ત થઈશ પણ જાતથી છૂટીને ક્યાં જઈશ?.. બહારનો ઘોઘાટ નહીં તારુ અંતરતત્ત્વ જ તને અકળાવે છે, જે તારા શરીરની જેમ સદા સાથે રહે છે, માટે જ શાંતિ જોઈએ તો સતત ભાગદોડ કરતાં તારા મનને સ્થિર કરવાની જરૂર છે. Science અને Spirituality માં આ જ અંતર છે... આખા વિશ્વને અવાચક બનાવી આશ્ચર્ય પમાડે તેવી High technology-computersmachinery-electonic-entitles 247 vid velall 24 (42ilos fall રોબોટ શોધનારું વિજ્ઞાન લાખ પ્રયત્ન કરવા છતાં મનને શોધી શક્યું નથી, માટે જ માનવને શાંતિ પ્રદાન કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ઉપરથી વધુ કુર ઘાતકી અને ઉગ્ર માનસ બનાવી વિજ્ઞાને માનવને દિશાવિહીન કરી મુક્યો છે. જ્યારે અધ્યાત્મ કહે છે કે “તારા મનને સ્થિર કર, તેના વેગ પર બ્રેક લગાવ, તો શાંતિ તારી પરિચારિકા બનીને રહેશે.” આ એક જ Master key માનવને પરમશાંતિનો અનુભવ કરાવે છે... શાંતમન જ માનવને મહામાનવ બનાવે છે. મનને દોડાવી સાઈનાઈડની શોધ કરી આફ્રેડ નોબેલને અંતે તો પોતાની શૈતાનીયત પર પારાવાર પસ્તાવો જ થયો હતો. શાંતિ-અશાંતિના કારણ રૂપ મનને નહીં શોધનાર વિજ્ઞાન અપૂર્ણ છે અને અપૂર્ણ જ રહેશે... અધ્યાત્મની પૂર્ણતા સ્વીકારી તેનો આશરો લીધા વિના વિજ્ઞાનનો આરોવારો નથી. માટે જ “યુની” (વિશ્વશાંતિ માટે સ્થપાયેલ અનેક દેશોની સંયુક્ત સંસ્થા) ની સ્થાપના વખતે તેના ચાર્ટરમાં પ્રથમ સુવર્ણાક્ષરીય વાક્ય આલેખાએલુ છે. War begins first in the mind of man and it should be ereadicated there from first. યુદ્ધની શરૂઆત માનવ મનથી થાય છે.. ખૂંખાર યુદ્ધ ટાળવા પ્રથમ મનમાં ઉઠતાં યુદ્ધને શાંત કરવું પડશે. આ જ વાત હજારો લાખો વર્ષ પૂર્વે આપણા મહર્ષિઓ ભાખી ગયા છે. ...134...
Page #142
--------------------------------------------------------------------------
________________ સવારમાં ઉઠતાની સાથે આપણા મનમાં પણ આવા અનેક યુદ્ધો શરૂ થઈ જાય છે, જેના કારણે જીવન અશાંતિ-સંઘર્ષ અને ઘર્ષણપૂર્ણ બને છે.. તંદુલીયો મત્સ્ય ઘડીના છઠ્ઠા ભાગમાં સાતમી નરકે પહોંચે છે. પ્રસન્નચંદ્રએ ઘડીકમાં નરયોગ્ય દલીકો ભેગા કર્યા, આ બધી મનની જ લીલા છે, માટે જ જીવનને પ્રસન્ન કરવા મનને શાંત કરવું રહ્યું, તેના સ્ત્રોતની દિશા બદલવી જ રહી, ધારીએ ત્યારે મનને ઉઠબેસ કરાવી શકીએ એવી કળા હસ્તગત કરવી જ રહી, દરેક ધર્મના અનેક યોગોનું અંતિમ લક્ષ્ય પણ આજ છે... પરમાત્માએ “સમય ગોયમ મા પમાયએ” નો મંત્ર પણ આ જ હેતુથી આપેલો છે. મનની સ્થિરતા સ્થપાયા પછી ઘોઘાટીયા વાતાવરણમાં પણ પરમશાંતિનો અનુભવ નિશ્ચિત થવાનો. * * * * * ..135...
Page #143
--------------------------------------------------------------------------
________________ શીલની સુરક્ષા એ જ સ્ત્રીનું કિંમતી આભુષણ છે. નાકોડા ગામમાં ચારસો જૈનોના ઘર હતા, ધંધો અને ધર્મ બંને પુરજોશમાં ધમધમતા હતા. સત્વશીલ પુરૂષરત્નો અને શીલવંતી નારીઓ આ ગામનું ભૂષણ હતું. એકવાર એક શેઠની દીકરી પાણી ભરવા જતી હતી. રાજકુમાર ઘોડા ઉપર તે જ રસ્તેથી પસાર થતો હતો. કન્યા રૂપાળી હતી. એકલી હતી. રાજકુમારને મશ્કરી કરવાનું મન થયું. ઘોડા ઉપરથી ઉતરી કન્યા સાથે મજાક મસ્તી શરૂ કરી. કન્યાએ મચક ના આપી, તે માર્ગમાં મૌનપણે આગળ વધતી રહી. રાજકુમારની ખણજ વધી. કન્યાનો માર્ગ રોક્યો, વાળનો સ્પર્શ કર્યો, પરપુરૂષનો સ્પર્શ થતાં જ કન્યા સમસમી ઉઠી, રાજકુમારની દુષ્ટતા પર ફિટકાર વરસાવ્યો. રડતી આંખે, ધડકતે હૈયે, તે ઘરે આવી, આંખમાંથી અશ્રુધારા અટકતી નથી. મોઢામાંથી શબ્દો નીકળતા નથી. પિતાજી પુછે છે, બેટા ! થયું શું છે ? જે હોય તે નિઃસંકોચ કહે, કન્યાએ સઘળી હકીકત કહી સંભળાવી, પિતાજીનો પિત્તો ગયો. રાજકુમારની આ હિંમત ! આટલી હદે દુષ્ટતા ! આમ જ જો ચાલશે, તો ગામની મા-દિકરીઓની સલામતી કેમ રહેશે ? રાજા જ જ્યાં દુષ્ટ હોય, રાજકુમાર જ વ્યભિચારી હોય તેની પ્રજા નિર્ભય કે સુરક્ષિત કેમ રહી શકે ? પિતાએ પંચ સમક્ષ વાત મુકી, વાત સાંભળી મહાજન પણ ચોંકી ગયું. “રાજકુમારને કોઈપણ ભોગે શિક્ષા થવી જ જોઈએ. અન્યથા પરિણામ સારું નહીં આવે.” એમ વિચારી મહાજન ગયું રાજા પાસે. રાજાને સઘળી હકીકત જણાવી. રાજાએ વાત મનમાં ન લીધી. રાજા કહે, રાજકુમાર નાનો છે. નિર્દોષભાવે જરા રમત કરી એમાં આટલો હોબાળો મચાવવાનો ના હોય. કોઈ છેડતી કરી છે ? બળાત્કાર કર્યો છે ? મર્યાદાભંગ કે અનિષ્ટકૃત્ય કર્યું છે ? કાગનો વાઘ શા માટે કરો છો ? નિર્દોષ રમતને આટલી હદે શા માટે ચગાવો છો ? મહાજન કહે, “રાજન્ ! આ રમત નથી, મેલી રમત છે, આમાં નિર્દોષતા નહીં મનની મલીનતા કામ કરે છે. આજે દેખાતો આ નાનો દોષ ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. ...136...
Page #144
--------------------------------------------------------------------------
________________ ચારિત્રહીન લો. નાનાબ જખમ નથી. રાજકમાં નહીં જ હતી ચારિત્રહીન રક્ષકથી ગામના હીર ચુંથાઈ જશે. આ વાતને હળવેથી ન લો, ગંભીરતાથી લો. નાના પણ સાપના બચ્ચાની ઉપેક્ષા ખૂબ જોખમી છે. નાના પણ દોષનો બચાવ ખૂબ જોખમી છે. ગામની મા-દિકરીઓનો શીલનો સવાલ છે. એની ઉપેક્ષા હિતાવહ નથી. રાજકુમાર પોતાની ભૂલ કબુલ કરે, કન્યાની માફી માંગે, નહીં તો પરિણામ સારું નહીં આવે. રાજાની ભૂલ થાય તો મહાજન તેમનો કાન પકડે એવી મહાજનની હાંક હતી. રાજા ન માન્યો, રાજકુમારનો જ પક્ષ લીધો, રાજાની આ મોટી ભૂલ હતી. અંદરથી પ્રજ્વલિત અને વ્યથિત મહાજને નક્કી કર્યું કે હવે આ નગરમાં રહેવું ક્ષેમકર નથી. બીજા નગરના રાજા પાસે મહાજન ગયું. ત્યા વસવાટ માટે માંગણી કરી, રાજા તો ખુશ થઈ ગયો. આવું મહાજન મારે ત્યાં ક્યાંથી ? ખુશીથી પધારો. મહાજન નાકોડા પરત આવ્યું. નાકોડા નરેશને કહ્યું - અમારે તીર્થોની યાત્રાર્થે જવું છે. રક્ષણ માટે સૈનિકો આપો. રાજાએ સૈનિકો આપ્યા. આખું મહાજન ગાડાઓ ભરી ઘર ખાલી કરી નીકળી પડ્યું. બાજુના નગરમાં આવતા જ મહાજને સૈનિકોને કહ્યું, હવે તમે જાવ, અમે પાછા આવવાના નથી. અહીં જ કાયમ માટે વસવાના છીએ. તમારા રાજાને સમાચાર આપજો કે “જે નગરમાં મા-દિકરીઓ નિર્ભય ના હોય તે દેશમાં રહેવું મહાપાપ છે. જે નગરના રાજાઓ જ જો કુશીલ હોય, ચારિત્ર્યહીન અને વ્યભિચારપોષક હોય તે નગરમાં એક મિનિટ પણ રહી શકાય નહીં.” પાછા વળેલા સૈનિકોએ સમાચાર આપતાં જ રાજા ડઘાઈ ગયો. મહાજન ઉપર જ ગામની આબાદીનો આધાર હોય, મહાજન ગયું એટલે સર્વસ્વ ગયું. રાજાને તમ્મર આવી ગયા, રાજકુમારનો ખોટો બચાવ કર્યો તેનું જ આ દુષ્પરિણામ છે, એ વાતનો ખ્યાલ આવી ગયો. બાજુના ગામમાં મહાજનને મળવા રાજા સ્વયં સામે ચઢીને ગયો. મહાજનને વિનંતી કરી, મારી ભુલ થઈ ગઈ. મને ક્ષમા કરો, આજે મારી આંખ ઉઘડી ગઈ છે. તમારી વાત સાચી હતી. પુત્રના મોહમાં હું તમને ન્યાય આપી શક્યો નહીં. હું દિલગીર છું. પણ મારી નાની ભુલની આટલી મોટી સજા ના કરો, ક્ષમા કરો, ...137...
Page #145
--------------------------------------------------------------------------
________________ નગરમાં પધારો. હવે કોઈ દિવસ તમને અન્યાય નહીં થાય, મારા ગામની મા-બહેન-દીકરીઓ સામે બુરી નજરથી જોનારની આંખ ફોડી નાખીશ, પછી ભલે તે મારો પુત્ર કેમ ના હોય. હું ખાત્રી આપું છું કે હવેથી મારા રાજમાં આવી કોઈ કનડગત નહીં નડે. મહાજને શાંતિથી જવાબ આપ્યો, “રાજન્ ! ઘોડા તબેલામાંથી છુટી ગયા પછી પાછળ દોડવાનો અર્થ નથી. આગમાં હાથ નાખ્યા પછી રાડારાડ કરવાનો અર્થ નથી. ઝેરના ઘુંટડા પીધા પછી બચાવો બચાવોની બૂમો મારવાનો અર્થ નથી. હવે અમે અહીં સ્થિર થઈ ગયા છીએ. પાછા આવી શકવાની કોઈ જ શક્યતા નથી. ઈચ્છા નથી. વીલે મોટે રાજા પાછો ફર્યો, સેનાપતિ વગર સૈનિકોની જે હાલત યુદ્ધભૂમિ ઉપર થાય તેવી હાલત ગામની થઈ. મહાજન તો ગામનું હાર્ટ હતું. તે ગયું એટલે સર્વસ્વ ગયું. ચારસો ઘર એક સાથે ખાલી થઈ જતાં ધંધાઓ પડી ભાંગ્યા. રાજવ્યવસ્થા પડી ભાંગી. લેવડ દેવડો પડી ભાંગી. ગામનો ચાર્મ સાફ થઈ ગયો, અન્ય કોમો પણ ગામ છોડવા લાગી. થોડા જ સમયમાં આખું નાકોડા ઉજ્જડ થઈ ગયું. સર્વતોવ્યાપી સમૃદ્ધિથી છલકાતું નાકોડા જાણે સ્મશાનમાં રૂપાંતરીત થઈ ગયું. આજના કાળે આ વાતનો આદર્શ ઘણો પ્રેરક છે. એક કન્યાની સામાન્ય મશ્કરી કરવા માત્રથી આખું ગામ ખાલી થઈ ગયું. કેવી અભૂત મહાજનની ખુમારી ! કેવી અણિશુદ્ધ શીલ પાલનની મર્યાદા ! સ્ત્રીની સામે આંખ ઊંચી કરીને જોનારને મહાજન એક મિનિટમાં ન્યાત બહાર ફંગોળી નાખતું. આ બાબતમાં મોટા કરોડપતિ કે રાજા મહારાજાઓની શેહ શરમ રાખવામાં આવતી નહીં. આજે કાળે કરવટ બદલી છે. ઉચ્ચ આદર્શોનું સંપૂર્ણ શિર્ષાસન થઈ ચૂક્યું છે. કોલેજ લાઈફમાં બોયફ્રેંડ કે ગર્લફ્રેંડ ન રાખનારાઓ વેદિયામાં ખપે છે. શનિ, રવિ કે રજાઓના દિવસોમાં હોટેલો, રેસ્ટોરાં, બારો, હીલ સ્ટેશનોમાં પગ મૂકવાની જગ્યા મળતી નથી. આખી રાત દારૂની છોળો ઉછળે છે. સુંદરીઓના નાચગાન ચાલે છે. વિકૃતિ અને વ્યભિચારોએ માજા ...138...
Page #146
--------------------------------------------------------------------------
________________ મુકી છે. કુમાર-કુમારીકાઓના હીર-નીર સાફ થઈ જતા હોય છે. નોકરી કરતી કન્યાઓ, સ્ત્રીઓ, હવસખોર રાક્ષસોના વિકૃત પંજામાં સરળતાથી ફસાઈ જતી હોય છે. મોડી રાત સુધી અશ્લિલ ચેનલોને આંખ ફાડી ફાડીને જોઈ જીવનના Vital power નો ખુરદો બોલાવી દેવામાં આવી રહ્યો છે. સ્કુલો, કોલેજો, સરકારી સંસ્થાઓ, ઓફિસો, હોટેલો, બેંકો, યત્ર તત્ર સર્વત્ર સ્ત્રીપુરૂષના સહઅસ્તિત્વથી વિકૃતિનો દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. “સ્ત્રીને સમાન હક્ક'' “પુરૂષ સમોવડી સ્ત્રી” “સ્ત્રીની શક્તિને બહાર લાવો.' વિ. વાતો કોઈ સ્ત્રી હિતેચ્છુઓની નથી પણ હવસખોર માનસની વિકૃત પેદાશ છે. પુરૂષ સમોવડી બનવા જતા સ્ત્રી બજારૂ બની ગઈ છે. તેનું શીલ ચુંથાઈ ગયું છે, તેનું જીવન લુંટાઈ ગયું છે, તેનું શરીર પણ પીંખાઈ ગયું છે. ખાન-પાન, વેશ-પહેરવેશ, હરવા-ફરવા, રહેણી-કરણી, બોલચાલ તમામ સ્તરે મર્યાદાઓના સીમાડા તુટતા વાસનાની નદીના ઘોડાપુર ઉમટવા લાગ્યા છે. લાજ શરમ, મર્યાદા, આચારસંપન્નતા, ક્ષોભ આ મહાન ગુણોના દર્શન દૂર્લભ પ્રાયઃ થઈ ગયા છે. ભલે દૂનિયા ગમે તેટલી આગળ વધતી જણાય. પણ મર્યાદાભંગના દુષ્પરિણામો દરેકને આ ભવમાં જ ભોગવવા પડશે, પરલોકમાં તો જવાબ આપવો ભારે પડી જશે. થોડી મજા, થોડા ભોગ સુખો, થોડા જલસા ખાતર જીવન બરબાદ કરવાની મુર્ખામી કરવી ઉચિત નથી. દુનિયા હજી ચેતી જાય તો સારું છે. બાકી પતનની અગાધ ખાઈમાં ગબડ્યા પછી અસ્તિત્વની નોંધ મળવી પણ મુશ્કેલ બની જશે. જેટલે અંશે આચાર મર્યાદાઓ તુટવાની એટલા દુઃખો અને હારાકીરીઓ ભોગવવા જ પડવાના. પતનના ગર્તામાં પગ સરકી જાય એ પહેલા આંખ ઉઘડી જાય તો ઘણું સારું છે. અંતે पर नारी एसीत धुरी तीन ठोर से खाय धन छीजे जीवन हरे मुआ नरन ले जाय / * * * * * ...139...
Page #147
--------------------------------------------------------------------------
________________ ઉત્તમ સ્થાન ઉત્તમ કાર્યોથી શોભે છે બે વર્ષના બાળકે માતાને લાત મારી. ગાલ ઉપર લાફો માર્યો. માતા બાળકના હાથ-પગ ઉપર ચુમીઓ ભરવા લાગી. રખેને તેના હાથ પગને કંઈ તકલીફ તો નથી થઈ ને ! બાળક નાદાન છે. નિર્દોષ છે. તેથી તેની લાત કે લાફો ખાવામાં માતાને અનહદ આનંદ છે. એ જ બાળક બાવીસ વર્ષનો થયો. એક પ્રસંગે ગુસ્સામાં આવી માતાને લાફો મારી દીધો. માતાના આઘાતનો પાર ન રહ્યો. ધરતી પગ નીચેથી સરકતી લાગી. બાળક પ્રત્યે પ્રેમના બદલે ધૃણા ઉપજી. કારણ ?.... એજ બાળક ! એજ મા ! એજ લાફો ! છતાં સમય બદલાઈ ગયો છે. હવે બાળક નાદાન નથી. અજ્ઞાતપણું નથી. હવે જે થાય છે તે ઈરાદાપૂર્વક થાય છે, માટે માતાને અપમાન લાગે છે. આઘાત લાગે છે. પ્રસંગ કહે છે કે, અજ્ઞાતપણાની અસત્ પ્રવૃત્તિ કદાચ ક્ષમ્ય ગણી શકાય. જ્ઞાતપણાની તો કદાપિ નહીં. આ વાત આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ.. યાત્રા આપણી અનંતની છે. ચામાચીડીયાની જેમ અંધકારમાં ગોળગોળ આંટા મારવામાં જ અગણિત અવતારો વિતાવ્યા છે, ત્યારની તમામ પ્રવૃત્તિ હજી કદાચ ક્ષમ્ય ગણી શકાય. કારણ આપણે અજ્ઞાનના અંધારામાં હતા. અજાગૃત હતા. અજ્ઞાત હતા. પૃથ્વી પાણી વિ. ના અવતારોમાં બેશુદ્ધ પ્રાયઃ હતા. માખી મચ્છર વિ. ના અવતારોમાં આંશિક ચેતના હતી, પણ અજાગૃત અવસ્થા જ કહી શકાય. જાનવરના અવતારોમાં શરીરનો વિકાસ થયો. ઈંદ્રિયોનો વિકાસ થયો, પણ મન અવિકસીત જ રહ્યું. ખાવું, શરીર ટકાવવું અને ભોગ સુખ માણવામાં જ જીવનની ઈતિશ્રી માની. માનવ અવતારની ઉંચી ભૂમિકામાં આવવા છતાં જો.... એ જ ડુક્કર જેવી ભોગવૃતિ હોય. એ જ શીયાળ જેવી લુચ્ચાઈ હોય. એ જ કુતરા જેવું ભસવાનું હોય. એ જ ઉંદર જેવું ફૂંક મારીને કરડવાનું હોય. એ જ ...140..
Page #148
--------------------------------------------------------------------------
________________ સાપ જેવી ડંખીલીવૃત્તિ હોય. એ જ વાઘ વરૂ જેવી ક્રૂરતા હોય. એ જ ઊંટ જેવી વક્રતા હોય. ખાવાની લાલસા ઓછી થતી ના હોય. રાગ દ્વેષની ઉત્કટતા અકબંધ હોય. સ્વાર્થની જડ એવી જ મજબૂત હોય. ઈર્ષ્યા અને અહંકાર ડગલેને પગલે નડતા હોય, ટુંકમાં, દોષો અને દુર્ગુણો આટલે ઉંચે આવ્યા પછી ઓછા થવાનું નામ ના લેતા હોય તો કહી શકાય કે, ભવ જ બદલાયો છે, ભાવ નહીં. ગતિ જ બદલાઈ છે, મતિ નહીં. સંસાર જ બદલાયો છે, સંસ્કાર નહી. સુંદર અવતારનો નવીન સુર્યોદય થયો છે પણ પ્રકાશ નથી. ફૂલ ખીલ્યું છે પણ સુવાસ નથી. ઊંચા સ્થાનને પામ્યા પણ જીવનની સાર્થકતા નથી, એટલે આને અર્ધ જાગૃત અવસ્થા કહી શકાય. ઘણી મહેનતે ઘણો માર ખાધા પછી સુંદર માનવ ખોળીયું મળતા. બુદ્ધિનો વિકાસ થયો, ઇંદ્રિયો સતેજ મળી. વિચારશીલ મન મળ્યું. સાથે સાથે દેવનું શરણ મળ્યું. ગુરુનો સમાગમ મળ્યો. ધર્મની સમજ મળી. વાસ્તવિકતાનો પર્દાફાશ થયો. સંસાર અને મોક્ષ.. સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ... ધર્મ અને કર્મ... ગુણ અને દોષ... હિત અને અહિત... આદેય અને ઉપાદેય... આ બધાનું ભાન થયું. કેટલી ઊંચી ભૂમિકાએ આવી ગયા ! હવે આપણે બાળક નથી, બધી જ રીતે પ્રોઢ છીએ. હવે અજ્ઞાત નથી, બધી રીતે જ્ઞાત છીએ. હવે અંધારામાં નથી, પૂર્ણ ઉજાશમાં છીએ.. પૂર્ણ જાગૃત અવસ્થામાં છીએ. માટે જ જાનવરની જાતને શરમાવે એવી કોઈપણ પ્રકારની અસ–વૃત્તિ કોઈ પણ રીતે ક્ષમ્ય ગણી શકાય જ નહીં. અંતેમનુષ્ય કાયા નથી મોજ માટે ઘડી નથી તે પશુ પક્ષી ઘાટે અખંડ સ્વર્ગે સુખ આપનારુ કરો કરો કોઈક કામ સારું. * * * * * ...141...
Page #149
--------------------------------------------------------------------------
________________ ક્યાં રે જવુ હતુ ને ક્યાં જઈ ચડ્યા રાજા જંગલમાં શિકારે નીકળ્યો. ભુલો પડ્યો. એક ભિલે તેને મદદ કરી. રઝળપાટમાંથી ઉગારી લીધો. ખુશ થયેલા રાજાએ બદલામાં ચંદનના વૃક્ષનો એક બગીચો ભિલ્લને ભેટ આપ્યો. ભિલે તે બગીચાના લાકડા કાપી કોલસા બનાવી વેચવાના શરૂ કર્યા. ટુંક સમયમાં જ બગીચો ઉજ્જડ. લાકડા ખલાસ... ચંદનના વૃક્ષનું માત્ર એક લાકડું બચ્યું હતું. ભિલ મૂળ સ્થિતિમાં આવી ગયો. અચાનક રાજા ત્યાં આવી ચઢ્યો.... ઉદ્યાનની ઉજ્જડતા જોઈ આભો બની ગયો. અરે ભિન્ન ! ચંદનના લાકડાઓ ક્યા ? શું કર્યું ? કેટલી સમૃદ્ધિ બનાવી ? ભિલ્લ કહે - લાકડાનાં કોલસા કરી વેચી દીધા. પૈસા વાપરી નાખ્યા. રાજા કહે - અરે મુરખ ! લાકડા કોલસા બનાવવા વાપર્યા ? એક એક લાકડાં હજારોની કિંમતના હતા. જા, પંસારીની દુકાને લાકડું લઈ જા. વેચી જો, કેટલી કિંમત ઉપજે છે, જો... બચેલું લાકડું વેચ્યું. હજારો રૂપિયા આવ્યા. ભિલને ભુલનું ભાન થયું. દયાળુ રાજાએ બીજું ઉદ્યાન આપ્યું ભિલ ન્યાલ થઈ ગયો. સુંદર માનવનો અવતાર, પાંચ ઈદ્રિયો, તારક દેવોનું શરણ, પવિત્ર ગુરુનો સત્સંગ, ઉદ્ધારક ધર્મની પ્રાપ્તિ, કલ્યાણ મિત્રોનો સહવાસ, પુણ્યજનિત સામગ્રીઓ, સ્નેહાળ સ્વજનો-પરિજનો, આ છે આપણું જીવન ઉદ્યાન. પરમાત્મા તરફથી લીલાછમ જીવનબાગની ભેટ મળી. પણ ભિલની જેમ તેની કિંમત ના સમજી શક્યા. મળેલી તમામ સુંદર સામગ્રીનો દુરુપયોગ કરીને જીવનના બાગને વેરણ છેરણ કરી નાખ્યું. મોક્ષસાધનાના બદલે ભોગસાધનામાં શરીરનો ઉપયોગ કર્યો. પુણ્યથી મળેલી સમૃદ્ધિને પાપસ્થાનોમાં વેડફી નાખી. ગુણશ્રવણના બદલે માદક ગીતોનું શ્રવણ કરીને કાનને અભડાવ્યા. પરમાત્માના દર્શનની મોજ માણવાના બદલે પરસ્ત્રીઓના દર્શનમાં આંખોને અભડાવી. મુફલીશ ચિંતાઓમાં મનને કાળુમેશ કર્યું. ધર્મતત્વની વાતો બાજુએ મુકી પારકી પંચાતમાં જીભને ઢસળવા દીધી. ...142...
Page #150
--------------------------------------------------------------------------
________________ આત્મસુખની ખોજ કરવાના બદલે નાશવંત પદાર્થોની ભ્રમણામાં ભાન ભુલી ગયા. ખાન-પાન, માન-સન્માન, મોજ-મજાના ક્ષણજીવી આનંદ ખાતર જીવનના બાગને ઉજજડ બનાવી દીધું. શું પામવાનું હતું અને શું પામ્યા? શું બનવાનું હતું અને શું બન્યા ? ક્યાં જવાનું હતું અને ક્યાં પહોંચ્યા? મળેલી મૂડી સાફ કરી નાખી, હાથમાં કશું જ ના રહ્યું. રમણીય ઉદ્યાન રેઢીયાળ થઈ ગયું. એક ટુકડો વેચતા ભિલને ચંદનના મુલ્યનું ભાન થયું. જીવનના અસ્તાચલે પણ આપણી આંખ ઉઘડશે ? ભિલ્લને તો કોયલાની કિંમત પણ મળતી હતી. આપણે જીવનને કોયલો જ નહીં રાખ જ કરી નાખ્યું છે. કોડી પણ હાથમાં ના આવે. હજી ભાન થઈ જાય તો પણ મોડું નથી થયુ. મળેલા સુંદર જીવનને સદુપયોગ દ્વારા અતિસુંદર બનાવીએ અને મળેલી ઉત્તમ સામગ્રીને સુકૃતો કરવા દ્વારા ઉત્તમોત્તમ બનાવીએ, તો જીવનનું ઉદ્યાન મઘમધાયમાન બનશે. * * * * * ...143...
Page #151
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિ, કિંમતી છે તો સાથે જોખમી પણ છે. કંપનીના માલિક મેનેજરને પુછે છે, કંપની કેમ ચાલે છે. માણસો બરાબર કામ કરે છે ? મેનેજર H બધા બરાબર કામ કરે છે, પણ એક વર્કર આળસુ છે, જ્યારે જુઓ ત્યારે ખુરશીમાં બેઠો હોય, ટેબલ પર પગ લંબાવ્યા હોય. માથે પંખો ફરતો હોય, આખો દિવસ રેસ્ટ કરતો હોય છે. એક સળી પણ આઘી પાછી કરે નહીં. તેનો પગાર માથે પડે છે. કોણ જાણે કેમ તેને અહીં એન્ટ્રી મળી ગઈ ? ખાઈ પીને તાગડધીન્ના કરવા સિવાય બીજું કોઈ કામ નથી. માલિક : દશ વર્ષ પહેલા પણ મે એને આજ હાલતમાં જોયો હતો. જે હાલત આજે છે. મેનેજર : હે ! છતાં તમે રાખ્યો છે ? ફોગટ પગાર આપો છો? માલિક : હા, તેનું કારણ છે, પહેલા કંપની ખોટમાં ચાલતી હતી, ઘણી મથામણ છતાં ગાડી પાટે ચઢતી ન હતી. આ માણસને એક ટેકનીકલ વિચાર સ્ફરાયમાન થયો. તે વિચારને અમે અમલમાં મૂક્યો. તે દિવસથી કંપની સમૃદ્ધિના અને સફળતાના શિખરો સર કરવા લાગી. હવે તમે જ કહો તે નવરો બેઠો હોવા છતાં રાખવો કે કાઢી મૂકવો? બનવા જોગ છે કાલે એના મગજમાંથી બીજો કોઈ વિચાર સ્ફરે અને કંપની હજી વધુ આબાદ થઈ જાય. મેનેજર તો સાંભળીને દિગૂ થઈ ગયો. આવા બુદ્ધિનિધાન માણસોને કાઢવાની વાત હોય ? આવા રત્નોને તો જીવની જેમ સાચવવા જોઈએ. નવરા બેઠેલા બધા બેકાર અને આળસુ જ હોય, દોડાદોડ કરનારા બધા ઉદ્યમી હોય એવો નિયમ નથી. હાથપગની દોડ કરતા બુદ્ધિની દોડ વધુ કિંમતી હોય છે. માત્ર હાથપગ દોડાવે તે મજુર, જે આખી જીંદગી મજુર જ રહે. અને બુદ્ધિ દોડાવે જે વજીર, વગર મહેનતે બાદશાહનો બાદશાહ બની શકે. અણુબોમ્બની શોધ કરનાર બુદ્ધિ જ છે. કોમ્યુટર અને કેક્યુલેટરથી માંડી અજાયબ ચીજોને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડનાર બુદ્ધિ જ છે. ...144..
Page #152
--------------------------------------------------------------------------
________________ કોમ્યુટરના પ્રોગ્રામ બનાવનાર પાંચ-દસ વર્ષે એકાદ પ્રોગ્રામ બનાવે, જેનાથી પોતે અને કંપની બંને ન્યાલ થઈ જાય. આ બુદ્ધિની જ કસબ છે. બુદ્ધિ કિંમતી પણ છે, જોખમી પણ છે. અવળે માર્ગે ગઈ તો જાત સહિત વિશ્વનો વિનાશ વેતરી નાખે, સવળે માર્ગે વળી તો આખા વિશ્વને હોનારતમાંથી ઉગારી પણ શકે. બોંબ જેવી જ બુદ્ધિ, બોંબના બે કાર્ય છે. (1) સુરક્ષા કરવાનું (2) સર્વનાશ કરવાનું. જતન કરવામાં આવે, જરૂર પડે ત્યારે જરૂર પડતો ઉપયોગ કરવામાં આવે તો સુરક્ષા કરે અને આડેઘડ ઉપયોગ કરવામાં આવે તો સર્વનાશ પણ વેરી શકે. બુદ્ધિના પણ આજ બે કાર્ય કરે છે. સુરક્ષા અને સર્વનાશ, બુદ્ધિનું જતન કરવામાં આવે, સદગુરુના માર્ગદર્શન મુજબ સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો સ્વ-પર અને સર્વની સુરક્ષા થાય. આજ બુદ્ધિને કોક શેતાની ગાઈડના આંખના ઈશારે ઉપયોગ કરવામાં આવે તો સ્વ-પર યાવત્ સર્વનો ખોળો કાઢી નાખે. સબુદ્ધિના પ્રભાવે જ બુદ્ધ પ્રબુદ્ધ થયા હતા. સન્મતિના પ્રભાવે જ મહાવીર મહાજ્ઞાની થયા હતા, અને સમસ્ત વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવ્યો હતો. તો બીજી બાજુ દુબુદ્ધિના પ્રભાવે જાપાન ઉપર બોબ ધડાકાઓ દ્વારા હજારો માનવોનો ખુરદો બોલાવાયો હતો. આ બુદ્ધિ દુષ્ટોની પાસે હતી એટલે દુર્બુદ્ધિ બની ગઈ. શિષ્ટોની બુદ્ધિ, સજ્જનોની બુદ્ધિ તે સદ્ગદ્ધિ, દુષ્ટોની બુદ્ધિ, દુર્જનોની બુદ્ધિ તે દુર્બુદ્ધિ. કૃષ્ણ બનવું કે કંસ, બુદ્ધ બનવું કે ચંગીઝખાન, મહાવીર બનવું કે હિટલર, બધોજ આધાર બુદ્ધિ ઉપર છે. બુદ્ધિની લગામ સદ્ગુરુને સોંપી તો બુદ્ધિ બુદ્ધિ બની ન્યાલ કરી દેશે, અને કોક લેભાગુના હવાલે આ લગામ સોંપી તો ધનોતપનોત કાઢી નાખશે. બુદ્ધિ કેવી છે ? એના કરતાં એ બુદ્ધિ ને ગાઈડ કરનાર કેવા છે? એનું વિશેષ મહત્વ છે. કિંમતી હીરા કે દાગીના જો ગુંડાના હાથમાં ન સોંપાય તો કિંમતી બુદ્ધિ પણ દુષ્ટોના હવાલે ન જ સોંપાય. બુદ્ધિની આવી વિચિત્ર વિશિષ્ટતા જાણી તેનો સદુપયોગ થાય તો જ સ્વથી માંડીને સર્વનો ઉદ્ધાર શક્ય બને. * * * * * ...૧૪પ...
Page #153
--------------------------------------------------------------------------
________________ નવા વરસની નવલી વાત બધા જ પાપો આપણે મજેથી કરીએ છીએ. જલસા, મોજ, મસ્તી તાગડધિન્ના કરતી વખતે પૈસા, આબરૂ, પરલોક કશું જ વિચાર કરતાં નથી. અને જ્યારે દુઃખી થઈએ ત્યારે પ્રભુ કે સંત પાસે આશીર્વાદ મેળવવા દોડાદોડી કરીએ છીએ. બેસતા વર્ષ જેવા મંગલ દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ! મને “આયુષ્ય પ્રદાન કરો. પ્રભુ ! મને “ઐશ્વર્ય પ્રદાન કરો. પ્રભુ! મને “આરોગ્ય' પ્રદાન કરો. બધા “દીર્ધાયુ' ઝંખે છે. દીર્ધાયુ મેળવી શું કરવું છે તે તો ભગવાન જાણે. * એક આળસુએ સંતને કહ્યું - “મારું આયુષ્ય વધે એવું કંઈક કરો.” સંત કહે-સવારે કેટલા વાગે ઉઠે છે ? આળસુ કહે - “૧ર વાગે.” સંત કહે - “હવેથી 9 વાગે ઉઠજે, રોજના ત્રણ કલાક વધુ મળશે, આયુષ્ય લાંબુ થઈ જશે.” આળસુ કહે - “પછી એ ત્રણ કલાક શું કરવાનું ? એના કરતાં ટૂંકૂ આયુષ્ય સારું છે.” દીર્ધાયુ બનીને પણ ઘરેડ મુજબ જીવન જીવવાથી કોઈ જ વિશેષ લાભ નથી. દીર્ધાયુ મળે, પણ સાથે ઐશ્વર્ય ના મળે તો ય ના ચાલે, ભિખારીનો દીર્વાવતાર શું કામનો ?... એટલે ઐશ્વર્યની કામના છે. સારી આબાદી, સારી સમૃદ્ધિ, સારા સન્માન, સારી સત્તા, સારા સ્ટેટસ, સારી કીર્તિ.. આ બધું હોય તો જ જીવવાની કે દીર્ધાયુની સફળતા છે, માટે પ્રભુ ! ઐશ્વર્ય આપ.. આયુષ્ય મળે, ઐશ્વર્ય મળે પણ જો “આરોગ્ય તકલાદી મળે તો? રોગ ભરપુર શરીર હોય તો આયુષ્ય કે ઐશ્વર્યને ધોઈ પીવાના. મીઠાઈઓનો થાળ ભર્યો હોય પણ ડોક્ટરની કડક સૂચના હોય કે લુખ્ખી રોટલીને બાફેલી દાળ જ ખાવાની છે, તો ? આરોગ્ય વિના બધુ નકામુ, આયુષ્ય, ઐશ્વર્ય, અને આરોગ્ય ત્રણ વસ્તુ દરેકને ઈષ્ટ છે, તે માટે જ નવા વર્ષની પ્રભાતે સંતોના આશિષ મેળવવા પડાપડી થતી હોય છે. ...146...
Page #154
--------------------------------------------------------------------------
________________ આપણા જીવનના ઠેકાણા ન હોય, પવિત્રતાનો અંશ ન હોય. પ્રામાણિકતાના દર્શન સ્વપ્નમાંય દુર્લભ હોય. દોષો અને દુર્ગુણોથી જીવન ખદબદતુ હોય, ત્યારે શું સંતોના આશીર્વાદથી, વાસક્ષેપથી, જંતર મંતર તાવીજ કે દોરા ધાગાથી, આપણુ કલ્યાણ થઈ જવાનું..? હરગીજ નહીં... સંતોના આશિષ સાચા, પણ ફળે તેને જ જેનું જીવન આચારસંપન્ન હોય, આરાધનાસભર હોય. સાધના-અનુષ્ઠાનોમાં પૂર્ણ પ્રયત્ન કર્યા પછી જ આશિર્વાદનું બેકીંગ કાર્યરત થાય છે. સાધના-આરાધના વગર કોઈકાળે આશિષ ફળતા નથી. આપણને વગર મહેનતે વગર સાધનાએ, માત્ર આશિર્વાદના જોરે છાપરું ફાડીને બધુ જોઈએ છે. જે શક્ય નથી. આવા સ્વાર્થલોલુપોને જ્યારે આશિર્વાદ ન ફળે ત્યારે સંતોને ભાંડવામાં પણ બાકી રાખતા નથી. પોતાના જીવનની ઉણપો કે દોષો તો તેમને દેખાતા જ નથી. ટુંકમાં, આરાધના ભળે તો જ આશિર્વાદ ફળે. આયુષ્ય વિ. ની માંગણી સાથે પ્રાર્થના કરો. “પ્રભુ ! નવા વર્ષમાં મારા જીવનમાં આરાધના-સાધના વધે.” આરાધના વધતા બધુ વગર માંગે મળી જવાનું, સાધનાના અભાવે રાડો પાડીને મરી જઈશું તો પણ કશુ મળવાનું નથી, અને મળશે તે ટકશે નહીં. * એક ભિખારી માંદો પડ્યો, ડોક્ટર પાસે ગયો અને કહ્યું ડોક્ટર સાહેબ ! હેરાન થઈ ગયો. શરીરમાં ભયંકર અશક્તિ, કળતર, બળતરા છે. દયા કરો, મને તપાસી સાજો કરો. અને હા, તમે જાણો છો ને કે હું તો ભિખારી છું. સવારથી સાંજ સુધી ફૂટપાથ ઉપર ભીખ માંગુ ત્યારે માંડ માંડ પેટનો ખાડો પૂરાય છે, એટલે તમારી ફી ચૂકવી શકું એવી મારી શક્તિ નથી. દયાભાવ રાખીનેજ મને સાજો કરવાનો છે. ડોક્ટરને દયા આવી, શરીર તપાસ્યું, ગોળી લખી આપી. “કેમિષ્ટને ત્યાંથી આ ગોળીઓ લઈ લેજે.” ભિખારી કહે- “તમે તો જાણો છો હું ભિખારી છું, દવા લેવાની મારી ક્ષમતા ક્યાંથી ?' થોડી દયા કરો, દવા પણ તમે જ આપોને, દયાળુ ડોક્ટરે પોતાની ગોળી આપી કહ્યું - “આ દવા દૂધ સાથે ત્રણ ટાઈમ ...147...
Page #155
--------------------------------------------------------------------------
________________ લેવાની, ત્રણ દિવસ સુધી.” ભિખારી કહે - “તમે તો જાણો છો કે હું તો ભિખારી છું. દવાના પૈસા મારી પાસે ક્યાંથી ? આટલી દયા કરી છે તો હવે દૂધ પણ તમે જ આપી દોને. ડોક્ટર માટે આજે દયા કસોટી બની હતી. ડોક્ટરે દૂધ પણ તપેલી ભરીને આપ્યું. બસ, હવે કાંઈ ! ત્રણ ટાઈમ ગોળી દૂધ સાથે બરાબર લેજે. ભિખારી કહે, “તમે તો જાણો છો કે હું ભિખારી છું. ભિખારી કેમ છું ? કારણ કે આળસું છું. આળસુ ન હોત તો હું પણ તમારા જેવો ડોક્ટર હોત, એટલે ગોળી લેવાની મને ઘણી આળસ છે, આટલી મહેરબાની કરી છે, તો થોડી વધારે કરો, એમ કરજોને, કે ગોળી પણ તમે જ લઈ લેજોને. ડોક્ટર તો ડઘાઈ જ ગયા. આ સાંભળીને આભા જ થઈ ગયા. ભલાભાઈ, રોગ તને છે, સારૂં તારે થવું છે, અને દવા મારે ખાવાની ! તો તું સાજો કેવી રીતે થઈશ ? દવા લેવી જ ન હતી તો અહીં શા માટે આવ્યો ?' ભિખારી કહે - “ડોક્ટર ! તમે એટલું કહી દો કે “તું સાજો થઈ જા.” આટલું કહેવાથી જ હું સાજો થઈ જઈશ. ડોક્ટર કહે - “મુરખ ! હાલતી પકડ, કહેવા માત્રથી વગર દવાએ કોઈ કાળે કોઈ સાજા થાય જ નહીં.' સ્વાથ્ય જોઈતું હોય તો ડોક્ટર પાસે જવું જ પડે, રોગ કહેવા જ પડે, સુચના મુજબ દવા લેવી જ પડે, કડકપણે પરેજી પાળવી જ પડે. ભિખારી કહે - “આવી લાંબી પ્રોસીજરમાંથી પાસ થવાની આપણી તૈયારી નથી. ખોટો ટાઈમ બગાડ્યો.” દવા કરવી એના કરતાં દુઃખ સહન કરી લેવું લાખ દરજે સારું. ડોક્ટર તો ભિખારીને જોતો જ રહ્યો. આપણી હાલત ભિખારી જેવી જ છે. આયુષ્ય દીર્થ જોઈએ છે. ઐશ્વર્ય અપાર જોઈએ છે, આરોગ્ય મસ્ત જોઈએ છે. આ માટે જ કોક સંત મહંતના આશિષ જંખીએ છીએ. તેમની પાસે જઈ માંગણી મુકીએ છીએ. “મહેરબાની કરો, કૃપા કરો, દયા કરો, દીર્ધાયુ આપો. પરઐશ્વર્ય આપો. અક્ષયરોગ્ય આપો.” માંગણી સાંભળી સંત કહે છે, “પરમાત્મા ભક્તિ રોજ ભાવથી કરવાની, અભક્ષ્ય અનંતકાય છોડવાના, મનને બહેકાવનાર ટી.વી. કેબલોના ...148...
Page #156
--------------------------------------------------------------------------
________________ દુનિર્મિતોથી દૂર રહેવાનું, નિતિ-સદાચાર-સંતોષને આચરતા રહેવાનું. વડીલોના વિનય કરવાના વિ.વિ. આવા ધાર્મિક પ્રીસ્કીશન સાંભળી આપણું માથું ફરી જાય છે. આપણે સંતને કહીએ છીએ, કે આ બધુ મારાથી નહીં બને, તમારે જ કરી લેવાનું. હું સુખી થવા આવ્યો છું. તમારી સલાહ લેવા નહીં. આ બધું તમારે જ કરી લેવાનું. સંત : તો તું સુખી કેમ થઈશ ? તમે જંતર મંતર કરો, વાસક્ષેપ નાખો અને કહી દો, “સુખી થજે,' એટલે હું સુખી થઈ જઈશ, બાકી તમે આપેલી પરેજી પાળવી એના કરતાં હું જ્યાં છું ત્યાં મજા છે. સંત : “ગાંડા જેવી વાત કરે છે. સાજા થવું છે ને દવા લેવી નથી. શુદ્ધિ જોઈએ છે અને સાધના કરવી નથી. સુખી થવું છે ને સદાચારમય જીવન જીવવું નથી. આરોગ્યાદિ જોઈએ છે અને ધર્મ સેવન કરવું નથી.” રવાના થઈ જા, અપથ્યના ત્યાગ અને પથ્યના સેવનથી જ જેમ આરોગ્ય મળે છે. તેમ અસદાચારના ત્યાગ અને સદાચારના સેવનથી જ ઐશ્વર્ય-આરોગ્ય અને આયુષ્ય મળે છે. સંતો પાસે એવા કોઈ જંતર મંતર નથી કે કોઈ જડીબુટ્ટી નથી કે મડદાં બેઠા થઈ જાય. રોડપતિ રાતોરાત કરોડપતિ થઈ જાય, કે માંદલો કંચનકાયાવાળો થઈ જાય. જાતસાધનાના પુરુષાર્થમાં જ્યારે સંતોના આશિષ ભળે છે ત્યારે જ જીવન આબાદ બને છે. “સુખી થઈ જાય” એવું બોલવા માત્રથી જ કોઈ સુખી થઈ જતું હોત, તો દુનિયામાં કોઈ દુઃખી જોવા ન મળત. યાદ રાખી લો, આશીર્વાદની સાથે આરાધના ભળે તો જ આબાદી મળે છે. છેલ્લે છેલ્લે... हाट हाट हीरा नहीं, कंचन का नही पहाड, सिंहन का टोला नहीं, साधक विरल संसार / ...149...
Page #157
--------------------------------------------------------------------------
________________ સંસ્કારોના અગ્નિ સંસ્કાર કરતું આજનું શિક્ષણ સંસાર અનિત્ય છે. પ્રતિપળ પરાવર્તન પામવાનો તેનો સ્વભાવ છે. કાળના વણથંભ્યા ઘોડાપૂરમાં સૌ કોઈને મને કે કમને તણાવું જ પડે છે. યુગે યુગે જાણે આમૂલચૂલ પરિવર્તન થઈ જતું હોય તેમ લાગે છે. ચાહે જડ હોય કે ચેતન, બધું જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજની શિક્ષણ પદ્ધતિમાં પણ સડન ચેન્જ આવી ગયો છે. મેકોલેના અંગ્રેજી શિક્ષણે ખૂબ ઝડપથી પોતાનો પંજો ચોતરફ વિસ્તાર્યો છે, જેની લોભામણી જાળમાં સૌ કોઈ ભ્રમિત થઈ ફસાતા જાય છે. અંગ્રેજી માધ્યમની બોલબાલા દિન પ્રતિદિન વધતી જાય છે. બાળકોને અંગ્રેજ બનાવવાની ભુતાવળ સૌ કોઈને ભરખી ગઈ છે, જેના પરિણામે અંગ્રેજી શાળાઓ વધતી જાય છે. અંગ્રેજી શિક્ષણના પ્રવાહમાં તણાવાનાં ચટકા ઘરેઘર વધવા લાગ્યા છે. ચાહે તે ભિખારી હોય કે તવંગર. એક શિક્ષકના કહેવા મુજબ દર વર્ષે ગુજરાતી માધ્યમની શાળામાં એક-એક ડિવીઝન બંધ થાય છે. દર વર્ષે સો-સો છોકરા ઓછા થાય છે. જ્યાં એડમીશન માટે પડાપડી થતી હતી ત્યાં હવે કાગડા ઉડે છે. જગ્યા ખાલી છે. એમ જણાવી એડમીશનો માટે આમંત્રણ અપાય છે. આવું ઝડપી પરિવર્તન કેમ થયું ?, અંગ્રેજી શિક્ષણ હિતકારી છે કે અહિતકારી ?, તેના ફાયદા અને ગેરફાયદાનો વિચાર કરવાનો છે. મેકોલેએ ભારત છોડતી વખતે તેની બહેનને કહેલ કે, “આપણે ભલે ભારત છોડીને જઈએ પણ આજે જે શિક્ષણનું બીજ અહીંની ધરતીમાં નાખ્યું છે જેના પ્રભાવે ટુંક સમયમાં જ આપણે હજારો નહીં લાખો કરોડો અંગ્રેજો પેદા કરી શકીશું, અને તેઓના દ્વારા દૂર બેઠા બેઠા પણ આપણે રાજ્ય કરી શકીશું.” વર્ષો પૂર્વેની મેકોલોની ભાવના ઝડપથી સાકાર થતી દેખાય છે. તેની ભવિષ્યવાણી સાચી પડતી જણાય છે ! આજે ઘરેઘરમાં અંગ્રેજી ભાષાનો કેઝ લાગ્યો છે, બધા જ આગળ ...150...
Page #158
--------------------------------------------------------------------------
________________ પાછળનો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના પોતાના માસુમ બાળકોને મેકોલેના કતલખાનામાં ધકેલી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે દેખાદેખી', પડોશીનો છોકરો અંગ્રેજીમાં ભણતો હોય તો મારો કેમ ન ભણે ?' પડોશીનો બાળક ફર્ફ અંગ્રેજી ફાડતો હોય તો મારો કેમ ન બોલે ?' અંગ્રેજી શિક્ષણ પામેલો છોકરો સ્માર્ટ હોય છે, તેના આગળ ગુજરાતી છોકરો બબુચક જેવો લાગે, આવી આવી અનેક ભ્રમણા અને ગેરમાન્યતાને કારણે છોકરાને ત્યાં ધકેલવામાં આવે છે. ત્યાં મુકવામાં વડીલોની જે કરૂણ હાલત થાય છે તે સાંભળતા કંપારી છુટી જાય છે. પ્રથમ તો પ્રવેશ માટે ડોનેશન જોઈએ. અંગ્રેજી મીડીયમમાં ભરાવો ઘણો અને સ્કુલો ઓછી, જેથી ભ્રષ્ટાચાર માઝા મુકે તે સહજ છે. વધુમાં વધુ પૈસા ખવડાવીને પ્રવેશ મેળવો, બાપ દેવું કરીને મા ઘરેણા વેચીનેય ડોનેશન આપે છે, તે પણ, આકંડા સાંભળીને ચકકર આવી જાય એવુ અધધધ ડોનેશન... વાલકેશ્વરમાં રહેતા એક બહેન કહે સાડા ત્રણ વર્ષની દિકરીને કે.જી.માં મુકવાના આઠ લાખ માંગે છે. શું કરવું ? જેવી સ્કુલ તેવું ડોનેશન (લાંચ), જે ડોનેશનની કિંમતમાં ગઈ પેઢી કોલેજ સુધીનું અધ્યયન પૂર્ણ કરી શકતી હતી. વળી ગાંડપણ જાણી હસવાનું મન થાય કે જેમ ડોનેશનની કિંમત વધારે તેમ મા-બાપ વધુ ફુલાય છે, મેં તો ચાર પેટી આપી, તો બાજુવાળો કહે, મે તો આઠ પેટી આપી. બીજું અંગ્રેજી માધ્યમના કપડા, ચોપડા અને તે સિવાયના કમરતોડ ખર્ચા હોય છે, છોકરો ચોપડાની બેગ લઈ જતા હાફી જતો હોય છે. ભણવાનું થોડું ને નખરા ઝાઝા, જેવી દશા હોય છે, રોજ ટીચરો ડિમાન્ડ કરતી હોય છે, આજે આ લાવો તો કાલે તે લાવો, બિચારો સામાન્ય ને પગારદાર માણસ કેવી રીતે આ બોજ ઉઠાવી શકે ? માટેજ અંતરની લાગણીથી તેમને કહેવાનું મન થાય કે ભાઈ ! રહેવા દે, આવા અભરખા તારે કરવા જેવા નથી, તારી કમર તોડી નાખશે. અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ શાળાની રગેરગમાં ક્રિશ્ચન કલ્ચર ભરેલું ...151...
Page #159
--------------------------------------------------------------------------
________________ હોય છે, એક બાજુ સ્કૂલ અને બીજી બાજુ ચર્ચ, રમતા રમતા પણ છોકરાઓ ચર્ચમાં જતા રહે, મિત્ર વર્ગમાં પણ તેજ વાત હોય, ટીચરો પણ વચ્ચે વચ્ચે એવી જ વાતો છેડતા હોય, જેથી નાના બાળકના નિર્મળ મનમાં ચર્ચ અને ઈશુ-ચર્ચ અને ઈશુ સરળતાથી રમતા થઈ જાય, આ ફોરેન કન્ટ્રીનું એક કાવતરું જ છે. બધાને આ શિક્ષણનું સ્લો પોઈઝન આપી ક્રિશ્ચન બનાવો, શિક્ષણના બહાને ક્રિશ્ચનના સંસ્કરણનો ફેલાવો જ તેમનું લક્ષ્યબિંદુ છે આપણી ભોળી પ્રજા તેનો ભોગ બની રહી છે, ઘણા નાના મોટા છોકરાઓ ચર્ચમાં મજેથી જાય છે. ઈશુને જ સાચા ઈશ માની ક્રોસને નમે છે. અરે ! આપણા સાધુ ભગવંતના દર્શન થતાં પણ હાથ જોડવાને બદલે ક્રોસ કરે છે. માબાપે આપેલા ધાર્મિક શિક્ષણ પર પાણી ફરી વળે છે, અને નાનાપણથી જ આવા અંગ્રેજી વાતાવરણમાં થતા ઉછેરના કારણે બાળક જૈન ધર્મ અને તેના તત્વો તથા તેના આચાર વિચારોથી તદ્દન અજાણ હોય છે. * એક છોકરાને તેની મમ્મીએ કહ્યું - જા મહારાજને હોરવા બોલાવી લાવ. છોકરો આવીને કહે, Uncle, Come with me, મેં કહ્યું, why, છોકરો : My mother is calling you, હું ગભરાયો, પૂછ્યું તારી મમ્મીને મારું શું કામ ? શા માટે બોલાવે છે ? તો છોકરો કહે : for dinner પછી કંઈક શાંતિ થઈ, છોકરાઓની આ દશા જોઈ ખુબ દુઃખ થયું. | ‘વહોરવા પધારો જેવા મધુર શબ્દો બોલતા આવડતા નથી, અને ફટફટ અંગ્રેજી બોલવામાં જાતને હોંશિયાર માને છે, ‘ગાથા' એટલે શું કોઈ છોકરાને ખબર પડતી નથી, ગુજરાતી વાંચતા આવડતું ન હોઈ ગાથા કરવા બેસાડો તો ય ધબડકા ને ગોટાળા જ હોય, માંડ માંડ એક એક શબ્દ વાંચતો હોય તો ગોખવાની વાત જ ક્યાં ?, એક દાયકા પૂર્વે ગુજરાતી છોકરાઓ આઠ-નવ વર્ષની ઊંમરે અતિચાર કડકડાટ બોલી શકતા હતા, અને હજારોની સભાને સ્તબ્ધ કરી દેતા હતા. હવે તો છોકરો પંદર વર્ષનો થાય તોય નવકારના ઠેકાણા નથી હોતા ? નવકારમાં પંદર ભૂલો નીકળશે. માટેજ તમારા છોકરાને તમારો રાખવો હોય, તેને ક્રિશ્ચન બનાવવો ન હોય, તેનામાં ધાર્મિક સંસ્કારોનું વાવેતર કરવું હોય તો ખાસ ભલામણ છે કે આ ભ્રામક ...૧૫ર...
Page #160
--------------------------------------------------------------------------
________________ ભુલભુલામણીમાં મુંઝાવા જેવું નથી. આ અંગ્રેજી શિક્ષણ તમારા સંસ્કારના ફડચે ફડચા બોલાવી દેશે. માટે ડાહ્યા થઈ, બુદ્ધિ વાપરી, આજે જ પાછા વળો, નહીં તો તમારા સાથે તમારા બાળકોનું ભવિષ્ય પણ બિહામણું થઈ જશે. ક્યારેક માબાપોને પુછવામાં આવે છે, શા માટે ત્યાં ધકેલો છો?, તો લગભગ બધા પાસેથી એક જ જવાબ મળે, સાહેબજી ! “ત્યાંની ડીસીપ્લીન સરસ છે, એજ્યુકેશન સારું છે. ગુજરાતી સ્કૂલોમાં કંઈ ભણાવતા જ નથી, વળી અંગ્રેજી ભાષા વર્લ્ડ લેંગ્વજ, ઈન્ટરનેશનલ લેંગ્વજ થઈ ગઈ. અંગ્રેજી આવડતી હોય તો દુનિયાના કોઈપણ ખૂણામાં જઈએ તો વાંધો ન આવે, અમે તો અંગ્રેજી ન ભણી શક્યા, પણ છોકરાઓને તો ભણાવીએ, એમનું ભવિષ્ય તો સુધરે.” સાંભળીને અચંબો થાય કે કેવો ભ્રામક હડકવા લાગ્યો છે ? Discipline ને એટીકેટી જેવા શબ્દો માત્ર સુંવાળા જ છે, તેનું આઉટર શેલ જ રૂપાળું છે, બાકી તેમાંથી તૈયાર થતાં બાળકની ઉદ્ધતાઈનો પાર નથી હોતો. * એક બાળકને મહેમાને પુછ્યું : "What is your ambition ?'' 91521 "I want to be a great doctor." H&HLY : What will you do after being a doctor ? છોકરો : First of all I will kill my parents with poisonous injection. (e nei 45 51522 avril પ્રથમ કામ ઝેરી ઈન્વેક્શનથી માબાપને મારવાનું કામ કામ કરીશ, આ કોઈ કાલ્પનીક વાત નથી.) અંગ્રેજી ભણતા 4-5 વર્ષના છોકરાઓ પણ માબાપની સામે જે અક્કડ અદાથી બોલતા હોય છે. જે તેમને ગોદાઓ અને લાતો મારતા હોય છે, તે જોઈને માબાપની દયા આવી જાય છે. (ભલે છોકરાઓની લાત ખાતા માબાપ અંદરથી મલકાતા હોય, આજે લાત ખાવાનો વારો છે, કાલે ગોળી ખાવાનો વારો આવશે.) મોટા ભાગના ડોનેશનો ગુજરાતીઓ અને તેમાં પણ જૈનો આપે છે. ...153...
Page #161
--------------------------------------------------------------------------
________________ આપણા જ કરોડો નહીં, અબજો રૂપિયાના ભોગે તેઓ તાગડધિન્ના કરે છે. તે પૈસામાંથી નવા નવા ચર્ચો ઉભા કરે છે, અને ક્રિશ્ચન ધર્મનો જબરજસ્ત ફેલાવો કરે છે. જરા નજર કરો, ગુજરાતી જૈનો સિવાય કઈ પ્રજાને અંગ્રેજી શિક્ષણનો આવો આંધળો ક્રેઝ લાગ્યો છે ? બધાને પોતાની માતૃભાષાનું જબરદસ્ત સ્વમાન છે. સિવાય કે ગુજરાતીઓને ! માટે જ મુંબઈમાંથી હવે ગુજરાતી ભાષા અદશ્ય થતી જાય છે. માતૃભાષા એટલે લાગણીની ભાષા કહેવાય છે. અંગ્રેજીમાં શબ્દોનું આડંબર હશે, પણ ભાવોનું કદાપિ નહીં, વિચારોની આપ લે થશે ! પણ હૃદયની કદાપિ નહીં. બુદ્ધિનો વિકાસ થશે, પણ આત્માનો વિનાશ નિશ્ચિત છે. ભાયંદરની કોન્વેન્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની મહેંદી લગાડીને ગઈ, તેમાં તેને ઢોર માર મારવામાં આવ્યો અને કાઢી મુકવામાં આવી. * બીજા એક કિસ્સામાં એક નાની માસુમ બાળ કાનમાં બુટ્ટી પહેરીને ગઈ હતી. તેને ઝુડી નાખવામાં આવી. * ત્રીજા એક કિસ્સામાં એક જૈન બાળા સુંદર ચાંદલો કરીને ગઈ તેને ય ભયંકર સાલમપાક આપી હાંકી કાઢવામાં આવી. વડીલો-માબાપો જ્યારે ફરિયાદ કરવા જાય ત્યારે એક જ જવાબ મળે કે અહીં ભણવું હોય તો અહીંના નીતિનિયમો પાળવા જ પડશે. નહીં તો ઉપાડી લો તમારા છોકરાને, કોણ કહે છે. અહીં દાખલ કરો ?" બિચારા માબાપની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ જાય છે. મહેંદી નહીં, બંગડી નહીં, ચાંદલા નહીં, કાનમાં બુટ્ટી નહીં, ગળામાં હાર નહીં, પગમાં ઝાંઝર નહીં, આનો અર્થ શું ? આપણા જ પૈસે આપણા જ સંસ્કારોનો કચ્ચરઘાણ કે બીજું કાંઈ ? કાલે ઉઠીને કદાચ એવા પણ નિયમો ઠોકી બેસાડે કે ઘુંટણથી નીચેના વસ્ત્રો નહીં પહેરાય, ફરજીયાત ચર્ચમાં જવું પડશે, પ્રેયર કરવી પડશે, તો શું તે કરવા પણ આપણે તૈયાર થઈશું ? એકવાર છોકરાને અંગ્રેજીમાં દાખલ કર્યા પછી બાળકની રોજબરોજ નવી નવી ડીમાન્ડો ઊભી થતી જાય છે. ટ્યુશન ક્લાસીસ ફરજીયાત કરવા ...154...
Page #162
--------------------------------------------------------------------------
________________ પડે, તેના ખર્ચા કાઢતા માબાપના નાકે દમ આવી જાય છે. માબાપને અંગ્રેજી આવડતું ન હોય એટલે તે છોકરાને શિખડાવવા માટે પોતે અંગ્રેજી શીખવા બેસવું પડે. છોકરાને ભણાવતા માબાપના મગજના દહીં થઈ જાય. વળી ગુજરાતી શાળાઓમાં ક્યાં અંગ્રેજી વિષય નથી. જરૂર પુરતું જ શીખાડવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં ભણેલા હજારો વિદ્યાર્થીઓ આજે ફોરેનમાં મજેથી જીવે છે. કહેવાય છે કે, છોકરો ફોરેન જાય તો અંગ્રેજી કામ લાગે, અંગ્રેજી માધ્યમમાં ભણેલા કેટલા છોકરા ફોરેન જવાના ? કેટલા પરસન્ટેજ ? ભવિષ્યના આવા બેકાર વિચાર કરીને શા માટે છોકરાઓની જીંદગી સાથે જુગાર રમવાના કામ થાય છે ? તે સમજાતું નથી. જાપાનમાં જાપાનીઝ ભાષા જ છે. અને ચાયનામાં ચાયનીઝ. દરેક રાષ્ટ્રને પોતાની રાષ્ટ્રીય ભાષાનો ને દરેક રાજ્યને રાજકીય ભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. તેમાં જ તેનું આત્મસન્માન છે. આપણી માટે અંગ્રેજી ભાષા એ પારકી ભાષા છે. પારકી ભાષામાં વિકાસ શક્ય નથી. શક્તિઓ ખીલવાને બદલે કુંઠિત થતી જાય છે. જેમાં વિસ્તાર હોય છે. ઊંડાણ નહીં. તેમાં વાછટાનું પ્રદર્શન થશે. હૃદયની લાગણી કે ભાવોર્મિના દર્શન કદાપિ શક્ય નથી. માના દૂધ જેવી માતૃભાષા જ મનને ભાવવાહી અને પ્રતિકારક્ષમ બનાવી શકે છે. ભાષાની સીધી અસર સંસ્કાર ઉપર પડે છે. ઈંગ્લેન્ડમાં વસતા ભારતીયો સખેદ કબુલે છે કે આફ્રિકામાં વસીને અમે સંપત્તિ ખોઈ, અને અહીં આવ્યા બાદ અમે સંતતિ ખોઈ. સંસ્કારવિહોણી સંતતિ મૃતપ્રાય છે. અંગ્રેજી ભાષા પર પ્રહાર કરવાનો કોઈ આશય નથી. પણ કોન્વેન્ટ સ્કૂલના જે કાવત્રા છે, માબાપોનું શક્તિ ન હોવા છતાં અંગ્રેજી ભાષા પ્રત્યેનું જે ગાંડપણ છે તે વખોડવા લાયક છે. * મલાડના ખ્યાતનામ ડો. પાસે એક બેન આવ્યા. કહે આ દિકરાને દર મહિને તાવ આવે છે. ઘણા ઘણા ઉપાયો કર્યા છતાં તેમાં પરમેનન્ટ રાહત નથી. ડોક્ટરે તપાસ્યા બાદ કહ્યું કે ગુજરાતી મિડિયમ છે કે ઈંગ્લીશ ? ...155...
Page #163
--------------------------------------------------------------------------
________________ બેન : ઈગ્લીશ. ડો : “તેમાંથી ઉઠાડી ગુજરાતીમાં નાખો. એજ આનો ઉપાય છે. મારા દિકરાને પણ આજ તકલીફ હતી. મેં પોતે તેને અંગ્રેજીમાંથી ઉઠાડી ગુજરાતીમાં બેસાડ્યો છે. હવે સ્વાથ્યની કોઈ ફરિયાદ નથી. તમારા દિકરાના તાવનું કારણ છે “ઓવર ટેન્શન', શક્તિ ઓછી અને બર્ડન ઘણું, કોથળા ભરીને ચોપડા, ઊંચુ જોવાની ફુરસદ ન મળે એટલું ઘરકામ, હોમવર્ક ન થતાં ટીચરના મારનો ભય, આ બધાને કારણે બાળકની શક્તિ મુરઝાઈ જાય છે, વળી સ્કુલમાં અંગ્રેજી કલ્ચર અને ઘરમાં ગુજરાતી, તેનાથી તે મુંઝાઈ જાય છે. માતૃભાષામાં બાળકની પ્રગતિ-વિકાસ સહજ છે, જ્યારે અંગ્રેજીમાં તે શક્ય નથી. સ્કુલ-ટ્યુશન-ક્લાસીસ વિ. હોવા છતાં બે બે ત્રણ ત્રણ વાર બાળક ફેઈલ થાય છે. તેની પરિક્ષા વખતે જાણે મા-બાપોની પરિક્ષા કસોટી હોય તેવું લાગે છે. આ બધા કારણસર મારી ભલામણ છે કે તમારે છોકરાને સુસંસ્કૃત અને સ્વસ્થ બનાવવો હોય તો ગુજરાતીમાં દાખલ કરો.” બેને તેમ કર્યું. ને ખરેખર છોકરો સદા માટે સ્વસ્થ થઈ ગયો. આ એક સત્યઘટના છે. વળી, સ્કુલો તેમની એટલે તહેવારો પણ તેમના જ મનાવાના. નાતાલમાં આઠ દિવસ રજા. પર્યુષણમાં એકપણ દિવસ નહીં. ક્રિસમસના કાર્યક્રમોમાં ફરજીયાત હાજરી આપવાની, અને પર્યુષણમાં એકાદ બે દિવસની ગેરહાજરી માટે લેટરાઈટ લેવાઈ જાય. એકાદ દિવસ છોકરો ગેરહાજર રહે એટલે જાણે તેને આભ તુટી પડવાનો અનુભવ થાય. પરિચયમાં આવનાર સાંતાક્રુઝના એક ડોક્ટરે પણ પોતાના છોકરાને અંગ્રેજીમાંથી ઉઠાડી ગુજરાતીમાં મુકી દીધો છે. કારણ પૂછતાં એટલું જ ટુંકમાં જણાવ્યું, કે “મીડીયમ અંગ્રેજીમાં હાઈપર ટેન્સન-ક્લાસીસ-હોમવર્ક વિ.ના કારણે તે કાયમી માંદો રહેતો હતો કોઈ દવા કામ કરતી ન હતી. હવે તે સ્વસ્થ છે. આનંદમાં છે. પ્રફૂલ્લીત છે. અંગ્રેજી પાકું થાય તે માટે સ્પેશિયલ ટ્યુશન રાખેલ છે, જેના કારણે અંગ્રેજી પણ સારું છે. ભાયખલા-વાલકેશ્વર જેવા પોશ એરીયામાં વાત થાય તેમ નથી. ...156...
Page #164
--------------------------------------------------------------------------
________________ * કોર્નેટમાં ટીચર તરીકે નોકરી કરતાં એક જૈન ભાઈએ કહેલ કે, સાહેબજી ! એડમીશનના નામે નાના બાળકોની માતાઓનો ખ્રિસ્તી પ્રિન્સીપાલો અને ફાધરો મોટો ગેરલાભ ઉઠાવતા હોય છે. લાખો રૂા.ના ડોનેશન આપવા સાથે જેને માતાઓ ફાધરના ઘુંટણીયે પડતી હોય છે. Please, father please, only one admition.. please... 241 2113 247 કાકલુદીઓથી ફાધરો તામસી આનંદ માણતા હોય છે. બધી રીતે તેમનો ગેરલાભ ઉઠાવતા હોય છે. આપણા જ ડોનેશનો ઉપર તાગડધીન્ના કરવાના અને આપણા ઉપર જ કેવું જોરજુલમ ? કેવી પરાધીનતા ? કેવી ગુલામી? ક્યારેક તો એવો પણ વિચાર આવી જાય છે કે બાળકને કોન્વેટમાં મુકવા એ કતલખાને મુકવા કરતાં વધુ ખતરનાક છે. કતલખાને જતા પશુઓ એકવાર મરે, પણ કોન્વેટીયા નાસ્તિકતાના રંગે રંગાએલ બાળક કદાચ જનમોજનમના મોત નોતરી બેસે છે. અંગ્રેજીના મોહમાં ફસાઈને એક વિરાટ કાવતરાનો ભોગ બની ના જવાય તેની ખાસ તકેદારી રાખવાની છે. અંગ્રેજીનો એકડો પણ નહીં જાણતા કેટલાય આજે કરોડપતિઓ છે. અંગ્રેજીના એક્સપર્ટે તેમને ત્યાં જોબ કરતાં હોય છે. કેટલાય કિસ્સામાં એવું બનતું હોય છે. પેટે પાટા બાંધી પરસેવો પાડી મા-બાપ છોકરાને ભણાવે, ગણાવે, દેવા કરી ફોરેન મોકલે. વિદેશના વિલાસી વાતાવરણમાં છોકરો શાન-ભાન ભૂલે, માતાપિતાના ઉપકારને ભલે, ભોગ વિલાસમાં મસ્તાન બને, ચાતકડોળે દિકરાની રાહ જોતા માબાપના હાથમાં એક દિ' પત્ર આવે, હરખઘેલી મા હોંશે પત્ર ખોલે, પત્ર વાંચતા તમ્મર આવી જાય જાગૃત થતાં છાતીઓ કુટવા લાગે. પત્રમાં લખ્યું હોય, “હવે હું અહીં સેટ થઈ ગયો છું, મારી રાહ જોતા નહીં.” માતાના મોઢામાંથી સહજ શબ્દો સરી પડે, “આના કરતાં તો પેટે પાણો પાક્યો હોત તો સારું થાત, કપડાં ધોવા તો કામ લાગત.' - અંગ્રેજી કલ્ચરમાં ઉછરેલા છોકરા છોકરીઓને મા-બાપ અભણ લાગે છે. ઓગણીસમી સદીના ગામડીયા લાગે છે. આઉટડેટેડ લાગે છે. મિત્ર વર્તુળમાં મા-બાપની ઓળખાણ કરાવતાં પણ સંકોચ અનુભવે છે. મા-બાપને ...157..
Page #165
--------------------------------------------------------------------------
________________ તેઓ વિના સંકોચે કહી દે છે “મારા મિત્રો આવે ત્યારે તમારે અંદરની રૂમમાં જ ગોધાઈ રહેવું. જેથી અમારી ઈજ્જતના કાંકરા ના થાય.” (સાંભળીને મા-બાપની શી હાલત થતી હશે તે તો તેઓ જ જાણે) હિતકારી અને લાગણીસભર સાચી સલાહ આપતા મા-બાપને તેઓ સ્પષ્ટ કહી દે છે “અમારે તમારી સલાહની જરૂર નથી. અમે ભણેલા છીએ. આ બળદગાડાનો જમાનો નથી. એકવીસમી સદી છે. અમને અમારી રીતે જીવવા દો, તેમાં દખલ ના કરો, તમે તમારું કામ-ધર્મ ધ્યાન કરો.” અંગ્રેજી કલ્ચરની ગરમીથી પાકેલી નવવધૂઓની રહેણી-કરણી–બોલી ચાલી-વેશ પહેરવેશ-સ્વતંત્રતા-ઉચ્છંખલતા વિ. મા-બાપ માટે કારમી વેદના સ્વરૂપ હોય છે. પણ શું કરે ? બધું જ મુંગે મોઢે સહન કર્યા વગર છૂટકો જ નથી. ફટકડી વહુના લટકા સહેવાના. ફટકા ય સહેવાના, બહુ ખટપટ થતા મા-બાપોને ઘરડાઘરમાં મુકી પધરાવી આવે. ઢળતી સંધ્યાએ પેટે જન્મેલા છોકરા અને વથી ધિક્કારાએલ મા-બાપો ઘરડા ઘરોમાં કેવી આંતર વેદનાની આગમાં શેકાતા હશે ? તે તો તેઓ જ જાણે. તેમનું અંતર ક્યારેક પોકારી ઉઠતું હશે કે “જન્મતાની સાથે આ કપાતરને અનાથ આશ્રમમાં પધરાવી દીધો હોત તો આ દાડા જોવાના ના આવત.” ઘરે ઘરની આ વ્યથા કથા છે. ચાર ચાર છોકરા હોય, સુખી સંપન્ન હોય અને મા-બાપ ઘરડા ઘરોમાં હરાયા ઢોરની જેમ રઝળતા હોય. આ ઉપેક્ષિત વેદના પાછળ કોન્વેન્ટીયા કલ્ચર જ કારણ છે. ત્યાં લવની ભાષા છે, લાગણી નહીં. ત્યાં હોંશીયારી ને ડંફાસ છે, હૈયાભીની સુવાસ નથી. ત્યાં શારીરિક સુખોની જ બોલબાલા છે-સ્નેહતંતુના કોઈ જોડાણ નથી. ત્યાં વાસનાનીજ પ્રબળતા છે, વાત્સલ્ય નામના તત્વને કોઈ સ્થાન નથી. * * * * * ...158...
Page #166
--------------------------------------------------------------------------
________________ સાચા સુખની શોધમાં ભૌતિક સુખ ભ્રામક છે, કારણ કે તેને મેળવવા દુઃખ વેઠવું પડે છે. ભોગવતા પણ દુઃખ છે અને ભોગવ્યા પછી પણ દુઃખ છે. એટલે માની લીધેલા થોડા સુખ ખાતર અપરંપાર દુખને નોતરવાનું છે. આપણો અહીં અવતાર જીવનને વિશિષ્ટ નવું સ્વરૂપ આપવા માટે થયો છે. જીવનના વિશિષ્ટ ઘડતર માટે થયો છે. નહીં કે જીવન પાસેથી કંઈક ખૂંચવી લેવા. We are here to add what we can do to life, not to get what we can from it. જીવન પાસે સુખની ભીખ માંગવી એ ભૌતિકતા છે. જીવનને સુખ આપવું એ આધ્યાત્મિકતા છે. સુખ ભોગવીને પુણ્ય ખલાસ કરવાનું છે, દુઃખ ભોગવીને પાપ ખલાસ કરવાનું છે. સુખ ભોગવીને સજાઓના દુષ્પરિણામોનું સર્જન કરવાનું છે. દુઃખ ભોગવીને સજાઓને ખતમ કરવાની છે. હોંશિયારી સુખ ભોગવવામાં છે કે દુઃખ ભોગવવામાં તે આપણે નિર્ણય કરવાનો છે. Happiness dosen't depend on any external conditions, it is governed by our mental attitude. સુખ પદાર્થમાં નહીં મનમાં છે. મન જો અશાંત હશે તો એરકંડીશન રૂમ પણ ઠંડક નહીં આપે, અંદરની આગ, અંદરનો ઉકળાટ એ.સી.ની ઠંડકમાં બેસવાથી શાંત નહીં થાય. બહારની કાતિલ ઠંડીમાં પણ અંદરનો ઉકળાટ માણસને હતપ્રહત કરી નાખે છે. ગરમી લાવી દે છે, કો’કે સુંદર કહ્યું છે કેશામ ઢલ રહી છે, નાવ ચલ રહી હૈ, બર્ફ કે નગરમેં આગ જલ રહી હૈ.' સંધ્યાનો સમય છે એટલે સહજ ઠંડક હોય, પાણીમાં નાવડી ચાલે છે એટલે પાણીની પણ ઠંડક હોય, બર્ફીલુ નગર છે એટલે ઠંડકની કોઈજ કમી ના હોય છતાં આગ બળી રહી છે. આ આગ છે અંતરની, આ આગ છે કો'કના વિરહની, આ આગ છે જે જોઈએ છે તે નથી મળતું તેની, આ આગ છે બીજાને ઘણું મળી ગયું છે એની. ...159...
Page #167
--------------------------------------------------------------------------
________________ યાદ રહે, ભોગની સજા છે બંધન, ત્યાગનું પરિણામ છે મુક્તિ, ભોગનો અંજામ છે દુઃખ, ત્યાગનો અંજામ છે Extreme joy bliss. એક રાજા રાણી હતા, રાણી માનીતી હતી, રાજાને તેના ઉપર પ્રેમ ઘણો, એટલે તેની સરભરામાં કોઈ કચાશ ન હતી. ભવ્ય મહેલ રાણી માટે હતો, સુવાળી શય્યા કમળ કરતાં કોમળ હતી. ચારે બાજુ ધૂપ, દીપ, અત્તરના ફુવારાઓ, ફુલોની સુવાસ, સુગંધી ચૂર્ણ વિ. થી શયનખંડ મધમધાયમાન હતો. રાજા-રાણી એકવાર બહાર ગયા. દાસી એકલી મહેલમાં હતી. તેને થયું મહારાણી રોજ ફૂલની શય્યામાં મસ્તીથી પોઢે છે. મારા નસીબમાં તો માત્ર શય્યાને ઠીકઠાક કરવાની, સ્વચ્છ સુઘડ રાખવાની મજૂરી જ લખાયેલી છે, આજે મોકો છે, મહેલમાં કોઈ નથી, લાવ થોડીવાર ફૂલની શય્યાની મોજ માણી લઉં, કોઈ જોવા આવવાનું નથી. આમ વિચારી દાસી શય્યામાં પોઢી ગઈ. પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સમય ક્યાં ગયો? કેટલો ગયો ? ખબર ના રહી. અચાનક રાણી આવી પહોંચી. દરવાજો ખોલીને જુએ છે તો દાસી મજેથી નસકોરા બોલાવી રહી છે. દાસીને શય્યામાં સૂતેલી જોઈ રાણી તો સમસમી ગઈ, દાસીની આ હિંમત ! મારી ગેરહાજરીમાં આવા ગોરખધંધા કરે છે. મારી શય્યા અભડાવી નાખી, હવે મને તેમાં ઊંઘ નહીં આવે. એવી સજા કરું કે ખો ભુલી જાય. પલંગમાં સુવાના કોડ જાગ્યા છે ને? બતાડી દઉં તેનો પરચો. ધક્કો મારીને દાસીને શય્યામાંથી ઉઠાડી રાડારાડ કરી મુકી, “શરમ નથી આવતી મારી શય્યામાં સૂતા ? મોજમસ્તી માણવા તને અહીં રાખી છે ? જોઈ લે હવે આનું દુષ્પરિણામ.' રાણીનું આગમન જાણી તેનો લાલઘુમ ચહેરો જોઈ દાસી તો કબૂતરીની જેમ થરથર ધ્રુજવા લાગી, પગ નીચેથી ધરતી સરકતી લાગી, મોત માથે ભમતું લાગ્યું. રાણીએ રાજાને વાત કરી, ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે એટલે ...160...
Page #168
--------------------------------------------------------------------------
________________ દાસીને કડકમાં કડક ફાંસીની સજા કરવાનું નક્કી થયું. લોકોમાં વાત ફેલાઈ ગઈ, લોકમાં એક જ ચર્ચા છે, આવી મામુલી ભુલની આવી કડક સજા હોતી હશે ? પણ, રાજા વાજાને વાંદરા. રાજાને કહેવાની હિંમત કોણ કરે ? ફાંસીનો દિવસ નક્કી થયો, હજારોની મેદની જમા થઈ ગઈ, બધાને દાસી ઉપર દયા છે, પણ બધા હેલ્પલેસ. આશ્ચર્ય એ વાતનું હતું કે, ફાંસીના માંચડા તરફ દાસી આગળ વધે છે તેમ તેના મુખ ઉપર રુદન, ખેદ કે વ્યથાને બદલે હાસ્ય છે, જોરજોરથી દાસી હસી રહી છે. બધાને અચરજ થયું. દાસી પાગલ તો નથી થઈ ગઈ ને ? મોત સામે છે છતાં ખડખડાટ હસી રહી છે ? મોતનો જાણે કોઈ ભય જ નથી. રાજા રાણી પણ વિચારમાં પડી ગયા. રાણી કહે, મોત સામે છે ને તમે હસવું આવે છે ? દાસી કહે, તમારા ઉપર હસવું આવે છે. રાણીનો ગુસ્સો આસમાને ચઢ્યો, “મરતા મરતા ય ચરબી ઓછી થતી નથી.” મારામાં એવું શું છે કે હસવું આવે છે ? દાસીએ હાડકાં થીજવી નાખે અને આંખ ઉઘાડી નાખે એવો જવાબ આપ્યો, રાણીબા ! ખોટું ના લગાડો તો મારા મનની વાત કહી દઉં. રાણી કહે, ખુશીથી કહે. દાસી કહે, ફાંસીના માંચડે જતા મને એક વિચાર આવી ગયો કે અડધા કલાકની શય્યાની મજા માણવામાં જો મોતની સજા થતી હોય તો આખી જીંદગી આ શય્યાની મજા માણનારનું શું થશે ? મને મોતનો ભય નથી પણ તમારી ચિંતા થાય છે. આ સાંભળીને હજારોની મેદનીમાં સન્નાટો છવાઈ ગયો, રાણીનો ગુસ્સો પણ ઓસરી ગયો, દાસીની માર્મિક વાત રાણીના ગળે ઉતરી ગઈ. રાણીએ દાસીને અભયદાન આપ્યું. તેને ભેટી પડી. નિખાલસ હૃદયે કહેવા લાગી, “દાસી ! તારી વાત સાચી છે. તે મારી આંખ ઉઘાડી દીધી છે. મારો સત્તાનો કેફ ઉતારી નાખ્યો છે. મારી જીવનદિશા-જીવનદશા ફેરવી નાખી છે, આજથી તું મારી દાસી નહીં, તું મારી ગુરુ... મને માફ કર, નાની ભૂલની મોટી સજા કરી, મેં તને હડાહડ અન્યાય કર્યો છે, મને માફ કર.” ...161...
Page #169
--------------------------------------------------------------------------
________________ ફરી અશ્રુભીની આંખે રાણી અને દાસી બંને ભેટી પડ્યા. રાજા સહિત પ્રજાજનો આ મંગલ દૃશ્ય જોતા જ રહ્યા. દાસીની વાત મામુલી લાગે પણ કેટલી તત્વ સભર છે. અડધો કલાક અનુકૂળતા ભોગવનારને જો મોતની સજા થતી હોય તો જીવનભર અનુકૂળતામાં જ રાચનારની શું દશા થશે ? * આપણને તો જમવામાં બધુ બરાબર જોઈએ, ઠંડુ તે બિલ્લ ચાલે જ નહીં. * જમ્યા પછી એ.સી. રૂમમાં બે કલાક સુઈએ નહીં ત્યાં સુધી ર્તિ આવે નહીં. * કપડામાં એકાદ બે પણ કરચલીઓ હોય ત્યાં સુધી ચેન પડે જ નહીં. * ત્રણવાર નહાયા વગર ફાવે જ નહીં. * બસ કે ટ્રેનની મુસાફરીમાં તો મરી જ જઈએ, ગાડી જ જોઈએ, તેય એ.સી. વાળી. * જ્યાં ત્યાં કોઈના ઘરે રહેવું ના પાલવે. ભલે હોટલમાં એક રાતનું રૂા. 5000 નું બીલ આવે, પણ ત્યાં જ શાંતિથી ઊંઘ આવે. * ત્રીસે ત્રીસ દિવસ કપડાં અલગ અલગ જ જોઈએ, આજે પહેરેલા ત્રીસ દિવસ સુધી આવે જ નહીં. * અઠવાડીયામાં એકવાર રીસોર્ટ કે હોટેલમાં તો જવાનું જ. ચાર/છ દિવસની રજા પડે એટલે દૂરના એકાંત સ્થળે જતાં રહેવાનું. * બાર મહિને એકાદ બે લાંબી ટુર પણ ફેમીલી સાથે મારી આવવાની જ. આ છે આજના આધુનિક સમાજનું પ્રતિબિંબ. શક્તિ કે પહોંચ હોય કે ના હોય છતાં તમામ અનુકૂળતાઓને ભોગવી લેવા આજનું જનમાનસ તત્પર છે. હા ! અનુકૂળતા ભોગવીને પણ જો સુખી થવાતું હોય, શાંત થવાતું હોય તો સારું જ છે, પણ એવું નથી. અનુકૂળતા ભોગવીને માણસ વધુ દુઃખી થાય છે. વધુ ગુલામ થાય છે, વધુ પરાધીન થાય છે, આળસુ થાય છે. અશાંત થાય છે. એજ બતાવે છે માર્ગ ખોટો છે, માન્યતા ખોટી છે. આધ્યાત્મિક ક્રાંતિ લાવવાની જરૂર છે. “અનુકૂળતામાં દુઃખ અને પ્રતિકુળતામાં સુખ” આ વાત રોમેરોમમાં વણાઈ જવી જરૂરી છે. પ્રતિકૂળતાનો સામનો કરનાર કોઈનો ગુલામ નહીં બને, કોઈનો ઓશિયાળો નહીં બને. ...162...
Page #170
--------------------------------------------------------------------------
________________ સાધુ સંતોના જીવન પ્રતિકૂળતાથી ભરપુર હોય છે છતાં તેમના મુખ ઉપરની અસ્મિતા, તેજ-ઓજસ કંઈક ઓર જ હોય છે. પ્રતિકૂળતા વેઠી વેઠીને તેમણે આંતરશક્તિનો જબરદસ્ત વિકાસ સાધ્યો હોય છે. એટલે અનુકૂળતા માટે કોઈની દાઢીમાં તેમને હાથ ઘાલવો પડતો નથી. “આ ચાલશે અને આ નહીં ચાલે, આ ફાવશે અને આ નહીં ફાવે, આની સાથે રહીશ અને આની સાથે નહીં, આવી કોઈ ફરિયાદો-દ્વિધાઓ અને તેનાથી ઊભા થતા ઉકળાટો સાધુ સંતોને હોતા નથી. બધુ ચાલશે. “બધુ ફાવશે, બધા સાથે ફાવશે” આ તેમનો જીવનમંત્ર હોય છે. માટે જ તેઓની આધ્યાત્મિક મસ્તી કંઈક ઓર જ હોય છે. મોટા અબજપતિ શેઠિયાઓ પણ તેમના તેજ આગળ ઝાંખા અને વામણા પૂરવાર થતા હોય છે. ભૌતિક જગતની અનુકૂળતાઓ કોઈ કાળે શાંતિ આપી શકે જ નહીં, આધ્યાત્મિક જગતની પ્રતિકૂળતાઓ પ્રસન્નતા અને આનંદ આપ્યા વગર રહે નહીં. આટલું સમજાઈ જાય તો મળે એટલું ભેગું કરી લેવાની આંધળી દોટ અચુક ઓછી થઈ જાય. પછી જીવન જરૂર જીવવા જેવું બની જાય. અંતે The source of the true happiness is inherent, in the heart, he is a fool who seeks it elsewere. * * * * * ...163...
Page #171
--------------------------------------------------------------------------
________________ મુરખનો સંગ મોતનો રંગ રાજાએ પોતાની રક્ષા માટે એક બોડીગાર્ડ રાખ્યો, તે બહાદુર હોવાની સાથે સમજદાર પણ હતો, રાજાના પ્રગટ અપ્રગટ મનોભાવને પણ જાણી લેતો. ઈશારા ઉપરથી ખાનગી વાતોનો ક્યાસ કાઢી લેતો. રાજાને થયું. આ તો જોખમ કહેવાય. બોડીગાર્ડ બહાદુર જોઈએ, પણ વધુ પડતી સમજદારી કદાચ જોખમી પૂરવાર થાય. બોડીગાર્ડ તો બુદ્ધિનો જડ અને બોડીનો બોલ્ડ જોઈએ. ઘણી તપાસ કરવા છતાં યોગ્ય પાત્ર ના મળ્યું. એકવાર કોઈ એક Well trained વાંદરો રાજા પાસે લાવ્યા. રાજ! આ વાંદરો બહાદુર છે. સાથે આજ્ઞાંકિત છે, જે કહેશો તે કરશે. રાજાને થયું, ઘણા વખતે યોગ્ય પાત્ર મળ્યું. વાંદરાને બોડીગાર્ડ તરીકે રાખી દીધો. અને કહ્યું કે, “મને હેરાન કરે તેને એક મિનિટના વિલંબ વિના પતાવી દેવો.” હાથમાં તલવાર લઈ વાંદરો રાજાની રક્ષા કરવા લાગ્યો. એકવાર રાજા સૂતા છે. માખી તેમના મોઢા ઉપર ગણગણે છે. બે ત્રણવાર ઉડાડવા છતાં પાછી આવીને બેસે છે. વાંદરાને ગુસ્સો આવ્યો. માખી ગળાની ઉપર આવતાની સાથે તેને પતાવી દેવાની બુદ્ધિથી વાંદરાએ તલવાર ઝીંકી રાજાના ગળા ઉપર. માખી તો મરી નહીં, પણ રાજાનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. સમજદાર માણસનો સંગ કદાચ જોખમ નોતરી શકે પણ મુર્ખ માણસનો સંગ તો નિશ્ચિતપણે મોતને નોતરે છે. વધુ બુદ્ધિશાળીને સાથે રાખવામાં ભય સતાવતો હોય છે કે કદાચ આપણાથી આગળ વધી જાય, ક્યારેક બધુ જાણી જતાં વિશ્વાસઘાત કરે, કદાચ આપણનેય દાબમાં રાખે, ક્યારેક બ્લેક મેઈલ કરે. આ ભયથી ઓછા બુદ્ધિવાળાને પ્રીફર કરી આશ્રિત બનાવવામાં વધુ જોખમ છે. બધી રીતે પાયમાલ થવાનો ખતરાભર્યો આ અખતરો છે. આસપાસનું વર્તુળ શિષ્ટ, સમજદાર, હિતેચ્છુ હોય, બુદ્ધિશાળી ગુણવાન અને સાહસી હોય, તો વિકાસ શક્ય બને છે. સર્વક્ષેત્રે હનગુણીનો સંગ હતાશા અને નિષ્ફળતા તરફ જ દોરનારો છે. ...164...
Page #172
--------------------------------------------------------------------------
________________ આપણા મિત્રો અને આપણા વિચારો આપણા જીવનના ઘડવૈયા છે. વિચારની ક્વોલીટી પણ આસપાસના વાતાવરણને આભારી છે એટલે જ પોતાનાથી ડાઉન હોય તેની સોબત વિકાસકાર્યમાં પરોક્ષપણે પણ બાધક બનતી હોય છે. મુર્ખ અને સમજદારની વ્યાખ્યા પણ સમજી લેવાની હોય છે. | મુખે એટલે આપણી હા જી હા કરે, દેખતા દોષ બતાડે નહીં, મરતા હોઈએ તોય બચાવે નહીં. મુર્ખ એટલે જેને આપણી સાથે નહીં આપણી પાસે જે છે તેની સાથે નિસ્બત છે. આવા જીહજુરીયા જ આપણા મોટા દુશ્મન છે, તેમનાથી ચેતતા રહેવાનું છે. સમજદાર એટલે સાચા અર્થમાં આપણા હિતેચ્છુ. જે આપણા આત્માના કલ્યાણને ઝંખે છે, કડવું પણ સત્ય કહેતા સંકોચ રાખતા નથી. તેમને અળખામણા થવાનો ભય નથી, એકાતે હિતકાંક્ષી છે. તપાસી લેવાની જરૂર છે કે આપણી આસપાસ કેવું વર્તુળ સર્જાય છે. નિર્દોષ દેવ અને નિઃસ્વાર્થ ગુરુ જ આપણા સાચા હિતેચ્છુ છે. બાકી બધા સ્વાર્થપ્રેમી જાણવા. અંતે- Don't be afraid of your enemy who attacks you. But be afraid of your fow who flatter you. * * * * * ...165...
Page #173
--------------------------------------------------------------------------
________________ આચાર વિચારની એકરૂપતા જીવન ઉત્થાનનો પાયો છે વિચારની પવિત્રતા અને આચારની શુદ્ધિ આ બે પાયા ઉપર જૈનદર્શનની ઈમારત ઉભી છે. કેટલાક આત્માને આગળ કરી કહે છે “બાહ્ય ક્રિયા તો માત્ર કાયકષ્ટ છે. અર્થહીન છે આવી ક્રિયા અનેકવાર કરી, પણ કોઈ લાભ થયો નહીં.” કષ્ટભીરૂઓ ક્રિયામાર્ગ અને આચારવિધિ બાજુમાં મુકી આત્માની ઊંચી વાતો કરી પોતાની જાતને શ્રેષ્ઠ સાધક માનતા હોય છે. ક્રિયામગ્ન આત્માઓને વેદીયા કે પોતાનાથી હીન માનતા હોય છે. આ એક નર્યો દંભ છે, પોતાની સુખશીલતાને ઢાંકવાના પેતરાઓ છે. પરમાત્માએ દાન ધર્મ બતાવી ધનથી ઘસાવાની વાત કરી છે, શીલ ધર્મ બતાવી કામનાથી ઘસાવાની વાત કરી છે. તપ ધર્મ બતાવી શરીરથી ઘસાવાની વાત કરી છે તો ભાવ ધર્મ બતાવી મનથી ઘસાવાની વાત કરી છે. “જ્યાં ઘસારો છે ત્યાં ધર્મ છે.' આજે કાળ એવો આવ્યો છે કે જાતને ધર્મી બતાવવી છે, પણ તનથી મનથી કે ધનથી ઘસાવું નથી. ખીસાને આંચ ન આવવી જોઈએ, શરીર દુબળું ન થવું જોઈએ. મનને ટેન્શન ના થવું જોઈએ, જેમાં તપ-ત્યાગ કરવાના ના હોય, કોઈ નીતિ નિયમ પાળવાના ના હોય, કોઈ પ્રતિબંધ ના હોય, કોઈ પણ પ્રકારનો ઘસારો ના પહોંચતો હોય, આવો ધર્મ બતાડી લોકોની આંખમાં ધૂળ નાખનારા કહેવાતા દાદાઓ-ભગવાનો-બાપુઓલાઈટના થાંભલાની જેમ ફૂટી નીકળ્યા છે. આમાં પોતાને કશું કરવાનું નથીઆચાર પાળવાના નથી-માત્ર લુખ્ખો ઉપદેશ જ આપવાનો છે. એક રમુજ પ્રસંગ છે. ઈંડા ખાવા હાનીકારક છે. એ વિષય ઉપર છટાદાર બે કલાક પ્રવચન આપ્યા બાદ વક્તા જ્યારે પરસેવો લુછવા ખીસ્સામાંથી રૂમાલ બહાર કાઢવા જાય છે ત્યારે રૂમાલની સાથે એક ઈંડુ પણ બહાર આવીને જમીન ઉપર પડી ફૂટી જાય છે. શ્રોતાઓ તો આ દંભ જોઈ અવાચક થઈ જાય છે. આવી હાલત આજે સર્વત્ર ફાલી ફલી છે. પોતાને આચાર પાળવા ...166...
Page #174
--------------------------------------------------------------------------
________________ ન હોય એટલે આચાર માર્ગને જ વગોવવો, એ નર્યો પ્રપંચ છે. મહિનાઓ સુધી ગુફામાં રહેનાર કે વર્ષોના વર્ષો સુધી નિર્મળ ચારિત્ર પાળનાર મહાત્માઓ કહેતા હોય છે કે “હજી અમને ઘણા રાગ દ્વેષ સતાવે છે હજી અમે આત્માથી ઘણા જ દૂર છીએ.” જ્યારે પોતાની જાતને સર્વજ્ઞ માનનારાઓને, ટી.વી. જોતા જોતા, ગૃહસ્થો પાસે નવાંગીપૂજા કરાવતા કરાવતા, કાર કે વિમાની મુસાફરીમાં તાગડધીન્ના કરતા કરતા, રસપૂરીઓની છોળો ઉછાળતા ઉછાળતા, ટેબલ-ખુરશી-લાઈટ-પંખા-એસી તમામ સુવિધાઓ ભોગવી સત્સંગ કરતા કરતા આત્મા દેખાઈ જવાને ?... વર્ષોના પ્રતિક્રમણ કર્યા પછી પણ જોઈએ તેવો પશ્ચાત્તાપ ભાવ કે પાપશુદ્ધિ ઉભી થતી નથી તો આવા એકવીશમી સદીના ધ્યાનયોગીઓને (!) મિચ્છામિ દુક્કડમ્ દેવા માત્રથી પાપશુદ્ધિ થઈ જવાની ? લોક તો ભદ્રિક છે એટલે આવા સુફીયાણી પ્રચાર-પ્રવાહમાં સહજતાથી તણાઈ જવાના. જો વગર ક્રિયાએ-વગર સાધનાએ વગર ઘસારાએ પલાઠીવાળી પદ્માસન લગાડી આંખ બંધ કરવાથી કામ પતી જતું હોય તો પરમાત્મા મહાવીર દેવે પણ તેમજ કર્યું હોત, આચારની કદર તીર્થકરના ગૃહસ્થ જીવનમાં પણ કેવી ઝળહળતી દેખાય છે. તે જોઈએ, માતા-પિતાના સ્વર્ગવાસ બાદ ભ્રાતા નંદિવર્ધનના આગ્રહથી પ્રભુ વીર બે વર્ષ ગૃહવાસમાં રહ્યા, ત્યારે તેમણે ભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “મારા માટે કોઈ પણ આરંભ સમારંભ કરવો નહીં.” બે વર્ષ ગૃહસ્થ જીવનમાં પ્રભુ સાધુ જેવા જ રહ્યા છે, નથી કર્યું સ્નાન, નથી કર્યો સચિત પાણીનો સંઘટ્ટો, પોતાના માટે બનાવેલ આહાર પાણીનો ઉપયોગ કર્યો નથી, કોઈ શરીરના સંસ્કાર કર્યા નથી, સચિત્ત વસ્તુ પણ વાપરી નથી, રાજમહેલ-મુલાયમ શય્યા-નોકર ચાકરોની સેવા-રાજઋદ્ધિખાન-પાન બધું સ્વાધીન હોવા છતાં પરમાત્માએ તેનો ઉપયોગ કર્યો નથી. જુઓ, તીર્થકરનો જીવ હોવા છતાં કેટલું ઉત્કૃષ્ટ આચાર મર્યાદાનું પાલન જીવનમાં જીવતુ જાગતુ છે. દીક્ષા લીધા બાદ પણ સાડા બાર વર્ષ પ્રભુએ ઘોર સાધના કરી. સાડા બાર વર્ષમાં માત્ર 359 પારણા કર્યા, છ મહિનાના, પાંચ મહિનાના, ચાર મહિનાના, બે મહિનાના, એક મહિનાના ઉપવાસો ...167...
Page #175
--------------------------------------------------------------------------
________________ પ્રભુએ અનેકવાર કર્યા. કર્મ નિર્જરા માટે કાય કષ્ટ આપવા આતાપનાઓ લીધી. વિવિધ આસનોમાં રહ્યા, કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા, પ્રતિમાઓની (સાધુપણાની સાધના વિશેષ) આરાધના કરી. રર૯ છઠ્ઠ કર્યા, બે દિવસ કદી સાથે વાપર્યું નથી, પારણાના દિવસે પણ એકાસનાવત તો ખરૂ જ, એકાસણામાં પણ જાતજાતના અભિગ્રહો પણ ખરા, ચંદનબાળાજીના પ્રસંગમાં પરમાત્માના ઘોર અભિગ્રહના સાક્ષાત્ દર્શન થાય છે. ક્યારેક ઉગ્ર વિહારો, ક્યારેક રાતોની રાતો કાયોત્સર્ગ ધ્યાન, ક્યારેક આતાપના, ક્યારેક આસનો, ક્યારેક ભીક્ષાચર્યા, ક્યારેક તપશ્ચર્યા, ક્યારેક દેવ મનુષ્ય તિર્યંચોના ઉપસર્ગ સહેવા, અવ્વલ કોટીની પરમાત્માની આ સાધના હતી, પ્રભુ અવધિજ્ઞાની હતા, તેઓ સમજતા હતા, પદ્માસન લગાવીને બેસી જવાથી કર્મો તૂટવાના નથી, શરીરને કોહીનૂર હીરાની જેમ સાચવવાથી કે પંપાળવાથી કર્મો જવાના નથી, માત્ર આત્માના ધ્યાનથી કોઈ સિદ્ધિ થવાની નથી. જાત ઘસવી પડશે, શરીર કસવુ પડશે, ઈચ્છાઓને મારવી પડશે, સુખશીથીલપણું છોડવું પડશે, કામનાઓના કંટ્રોલ માટે કડક નીતિ નિયમો પાળવા પડશે. ઈંદ્રિયોને વશ કરવા સંયમની વાડો બાંધવી પડશે. ડનલોપની ગાદીમાં આરામ કરતા કરતા કેવળજ્ઞાન ઝંખનારાઓએ જાણી લેવું જોઈએ કે સાડા બાર વર્ષમાં પ્રભુ પલાઠીવાળીને બેઠા નથી કે સોડ તાણીને ક્યારેય સુતા નથી. સાડા બાર વર્ષમાં પ્રભુજીનો સંકલિત પ્રમાદકાળ (આરામકાળ) માત્ર અંતર્મતનો છે. સવાલ એટલો જ છે કે, કઠીન કર્મો કાપવા કે કેવળજ્ઞાનની સિદ્ધિ મેળવવા તીર્થકરના જીવને પણ જો આટ આટલી સાધના કરવી પડતી હોય તો આપણે કઈ વાડીના મૂળા ? શું આપણે તીર્થકર કરતા પણ હળુકર્મી છીએ ? તેઓ ભારે કર્મી હતા એટલે તેમને સાધનાની જરૂર હતી, આપણને નહીં, એમ ને ? તમામ તીર્થકરોએ જીવન વ્યવહારમાં આચારમાર્ગ અપનાવ્યો છે, ઉપસર્ગો પરિષહ વેક્યા છે તપ-ત્યાગ-અભિગ્રહો આચર્યા છે. પછી જ કેવળજ્ઞાન લીધુ છે. આત્માની લુખ્ખી વાતો કરવાથી નહીં. પોતાની જાતને ...168..
Page #176
--------------------------------------------------------------------------
________________ સર્વજ્ઞ કે સીમંધરસ્વામીના અવતાર માનનારાઓએ એટલું સમજી લેવું જોઈએ કે સીમંધરસ્વામીએ પણ ભોગ સુખને લાત મારી છે. આગારનો ત્યાગ કરી અણગાર બન્યા છે. ચારિત્ર જીવન અંગીકાર કર્યું છે. વ્યવહાર સંયમ પણ અણિશુદ્ધ પાળી રહ્યા છે. શું સીમંધરસ્વામીના કર્મો-પર્યાય-ભવિતવ્યતા એવા હતી કે તેમને સંયમ અંગીકાર કરવું પડે ? અને તેમના અનુયાયીઓના, કર્મો-પર્યાય-ભવિતવ્યતા એવી જ નિર્માણ છે કે તેમને કોઈ પણ જાતની સાધના વગર, ક્રિયા વગર, સંયમ વગર, નીતિ નિયમ વગર, અભિગ્રહો કે ધર્માચારણા વગર જ કેવળજ્ઞાન થઈ જાય !!! એમ ને ? “ટીવી. વિડીયો જુઓ, નાટક સિનેમા જુઓ, હરો, ફરો, તમામ ભૌતિક સુખ સગવડો મજેથી ભોગવો, માત્ર આત્માનું ધ્યાન કરો, બીજું કંઈજ કરવાની જરૂર નથી. કંઈજ છોડવાની જરૂર નથી.” આનાથી વધુ દંભ શો હોઈ શકે ? એમજ હોય તો પછી સમાન ન્યાયે એમ પણ કહેવું જોઈએ કે “પૈસાનું ધ્યાન માત્ર કરો, તેના માટે દોડધામ કરવાની જરૂર નથી, ખોરાકનું માત્ર ધ્યાન કરો, રસોઈ કરવાની કે કોળીયો મોઢામાં નાખવાની જરૂર નથી. પરમાત્મા લોકોત્તર હોવા છતાં તેમનું જીવન વ્યવહાર પ્રધાન હોય છે. રેવતી શ્રાવિકાને ત્યાં વહોરવા જતા સાધુને મહાવીર પ્રભુએ કહેલ, વત્સ ! મારા જ્ઞાનથી હું જોઈ રહ્યો છું. રેવતીએ બે પ્રકારના પાક બનાવ્યા છે, કોળાપાક અને બીજોરા પાક. તેમાં કોળાપાક મને ઉદ્દેશીને મારા માટે બનાવ્યો છો. બીજોરા પાક ઘરને ઉદ્દેશીને બનાવ્યો છે. આપણા માટે બનાવેલ આહાર આધાકર્મી કહેવાય, દોષિત કહેવાય એવો આહાર કહ્યું નહીં. દોષ લાગે, દોષથી કર્મનો બંધ થાય, માટે તેણીએ પોતાના ઘર માટે બનાવેલ બિજોરાપાક લાવી શકાય. જોયું ! ચરમશરીરી લોકોત્તર પરમાત્મા પણ કેવું વ્યવહાર ધર્મનું અણિશુદ્ધ પાલન કરે છે. એજ પરમાત્માના અનુયાયીઓ એજ પરમાત્માના નામે એજ પરમાત્માના વ્યવહાર ધર્મનો લોપ કરનારા બને એ કેટલી દયનીય-શોચનીય બીના કહી શકાય ? જ્ઞાન ક્રમિક હોય કે અક્રમિક ? એક થી ચૌદ ગુણસ્થાનક પરમાત્માએ ...169..
Page #177
--------------------------------------------------------------------------
________________ બતાવ્યા છે એ ક્રમથી જ જીવનો આધ્યાત્મિક વિકાસ શક્ય બને છે. ઉત્થાન પણ ક્રમિક હોય, પતન પણ ક્રમિક જ હોય. બાળમંદિરના ક્રમથી જ ભણવાની શરૂઆત કરાય, પહેલા પહેલુ ધોરણ થાય ને પછી બાળમંદિરમાં બેસે એવો અક્રમવાદ કપોલકલ્પિત પેદાશ જ કહેવાય. પણ, પોતાની સત્તા, પોતાની મહત્તા, પોતાનું અલગ અસ્તિત્વ પ્રસ્થાપિત કરવા કંઈક અક્રમ-ચક્રમ અગડ બગડે તો કરવું જ પડે ને ? નહીં તો નામ કેમ થાય ? પ્રસિદ્ધિ કેમ મળે ? પરમાત્મા મહાવીરદેવના સમયમાં પણ ત્રણસો ત્રેસઠ નવીન મતવાદી હતા, જેમને શાસ્ત્રમાં નિહ્નવ-પાખંડી તરીકે નવાજવામાં આવ્યા છે. તેમણે કઈ નવું કર્યું ન હતું. પરમાત્માના વચનોમાંથી-વાતોમાંથી મનગમતી વાતોને એકાંત જડતાથી પકડી લીધી, અન્ય વાતોનો અસ્વીકાર કર્યો. દહી-દૂધ બનેમાં પગ રાખી પોતાનો અલગ ચોકો ઊભો કર્યો, લોકોની આંખમાં ધૂળ નાખવાના કામ કર્યા, પરમાત્માના સ્યાદ્વાદ્ ગર્ભિત માર્ગને ઉત્થાપી પોતાના ઉન્માર્ગને સન્માર્ગ તરીકે પ્રસ્થાપિત કર્યો. આવા ત્રણસો ત્રેસઠ અસમંજસવાદીઓ હતા. ગુણવિકાસ ક્રમિક હોય, ગુણસ્થાનક વિકાસ ક્રમિક હોય, બાળમંદિરના બાળકો B.A. ના ક્લાસમાં ભણવા જાય તો ?. આચાર વિચારના લેશમાત્ર ઠેકાણા ના હોય, સેવા ભક્તિ દ્વારા ઘસાવાની લેશમાત્ર તૈયારી ના હોય, તપ ત્યાગની વાતો સાંભળવા માત્રથી પરસેવો છૂટી જતો હોય, તેવા સાધના ભીરૂઓ આત્માની ઉંચી ઊંચી વાતો કરવા માત્રથી સર્વજ્ઞતાની નિકટ પહોંચી જવાના ? * માસક્ષમણના તપસ્વી એક બેન આવા જ કોઈક નવીનમતવાદીની માયાજાળમાં લપેટાઈ ગયા, થોડા સમય બાદ તેમના મોઢામાંથી શબ્દો સરતા સાંભળ્યા કે, “માસક્ષમણ કરીને મેં મોટી ભૂલ કરી, આવા તો અનંતા માસક્ષમણ કર્યા, આત્માનું ઠેકાણું ના પડ્યું.” તેમને પુછવામાં આવ્યું, હવે શું કરો છો ? જવાબ મળ્યો, “પ્રતિબંધ ...17..
Page #178
--------------------------------------------------------------------------
________________ વગર ગમે ત્યારે (અડધી રાત્રે પણ !) આહાર-પાણીનો અનાસક્ત ભાવે ઉપભોગ કરી આત્મધ્યાનની મસ્તી માણી રહી છું.” આવા તો કેટલાય બિચારા નિર્દોષ-ભદ્રિક લોકો આ માયાજાળમાં ફસાઈ પરમાત્માના સત્ય માર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યા છે, તેની ઉપર કરૂણા કરીએ એટલી ઓછી છે. કોણ સમજાવે, કે નીતિ નિયમ તો જાનવરોને ના હોય, નીતિ નિયમના કારણે જ માણસ જાનવરથી અલગ તરી આવે છે. બીજુ પરમાત્મા મહાવીર દેવના જીવે પચ્ચીસમાં નંદન ઋષિના ભવમાં એક લાખ વર્ષ ચારિત્ર પાળ્યું હતું. તે દરમ્યાન પ્રભુએ જીવનભર માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા હતા, કુલ અગ્યાર લાખ એંસી હજાર છસો પીસ્તાલીસ માસક્ષમણ પ્રભુએ એક જ ભવમાં કર્યા હતા. અને લખલૂટ કર્મનિર્જરા સાધી હતી. બીજી વાત છે, “ભગવાન” કોને કહેવાય ? “પરમાત્મા' કોને કહેવાય ? “પ્રવર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? શું સીમંધર સ્વામી ભગવાને આ બધી પદવીઓ અર્પણ કરી છે ? શું સીમંધર સ્વામી ભગવાનના દેવતાઓએ આ પદવી દાન કર્યા છે ? કે લોકોની આંખમાં ધૂળ નાખી જાતે જ પદવીધર બની ગયા છે ? પદવીદાતા કોણ ? પદવી લેનારની યોગ્યતા શું છે ? બધુ લોલંલોલ ચાલે છે. ગોશાળો પોતાની જાતને સર્વજ્ઞ માનતો હતો (જો કે, જીવનના અંતિમ કાળે તેણે પોતાના દંભી જીવનનો એકરાર કરી લીધો હતો) જમાલી પોતાની જાતને-પોતાના જ્ઞાનને પ્રભુવીર કરતા શ્રેષ્ઠ માનતા હતા, શું પોતાની જાતે આવા વિશેષણોના પુછડા લગાડી દેવા માત્રથી ભગવાન કે સર્વજ્ઞ થઈ જવાય ? મહોરા બદલવાથી જાત બદલાતી નથી, આવતીકાલે તો શું પણ પછીની મિનિટે શું થવાનું છે ? તેનું ય જ્ઞાન ન હોય ને પોતાની જાતને પ્રગટજ્ઞાની માને, આના જેવું અગ્યારમું આશ્ચર્ય બીજુ શું હોઈ શકે ? ભગવાનની પૂજાનો નિષેધ કરવો, પંચમહાવ્રતધારી શુદ્ધ આચાર સંપન્ન, વિશ્વની અજાયબી સમા, ગુરૂ ભગવંતોની સેવા ભક્તિથી લોકોને વિમુખ .171..
Page #179
--------------------------------------------------------------------------
________________ બનાવી, બધાજ પ્રકારના દુન્વયી-ભૌતિક ભોગસુખની ભરમાળમાં રાચતી પોતાની જાતની અષ્ટપ્રકારી પૂજા, નવાંગી પૂજા કરાવવી, આના જેવો પ્રપંચ બીજો શો હોઈ શકે ? એક બાજુ સીમંધરસ્વામી પાસે પ્રાર્થના કરવાની કે, હે ! સીમંધરસ્વામી ભગવાન ! મારા ઉપર એવી કૃપા વરસાવો કે મારો શરીર-સ્વજનાદિ સાથે ભેદભાવ તુટી જાય, મને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાવ, અલિપ્તભાવ-અનાશક્તભાવ પ્રાપ્ત થાવ, જ્યારે બીજી બાજુ પોતાના જ જન્મોત્સવ ઠાઠમાઠથી ઊજવવાના, આના જેવો વદતો વ્યાઘાત બીજો શો હોઈ શકે ? અભેદભાવની પ્રાપ્તિ માટે દુન્વયી પદાર્થો પ્રત્યે જળહળતો વૈરાગ્યભાવ જરૂરી છે. પોતાની હયાતીમાં પોતાના જ ભક્તો દ્વારા પોતાના જ જન્મોત્સવ ઠાઠમાઠથી ઊજવવામાં રાગભાવ પોષાય કે વૈરાગ્યભાવ ? આમાં તો વૈરાગ્યભાવ પણ લાખો યોજન દૂર રહે છે તો અભેદભાવની તો વાત જ શું કરવી ? હાથીના દાંતની જેમ ચાવવાના જૂદા હોય અને બતાવવાના જૂદા હોય તેવી સ્થિતિ સર્જાય છે. વાતો કરવાની અભેદભાવની અને પ્રવૃત્તિ કરવાની રાગભાવ પોષક. કલ્પસૂત્રમાં દશ અચ્છેરાની વાત આવે છે. અનંતકાળે કો'ક અવસર્પિણીમાં આવા અચ્છેરા સર્જાય છે. દશમાનું એક અચ્છેરૂ છે “અસંયતની પૂજા'' અર્થાત્ પૂજા સયત આત્માઓની જ થાય, અસંયતોની નહી, છતાં દશમા શિતલનાથ ભગવાન અને અગ્યારમાં શ્રેયાંસનાથ ભગવાનના સમયમાં અસંયમીઓની પણ પૂજના થઈ, અને તેની અચ્છેરામાં ગણતરી કરવામાં આવી છે. અસંયતિ પૂજાના અગ્યારમાં આશ્ચર્ય રૂપ” આવા વિશેષણનો અર્થ શું ? કોઈને વિચારવાનો સમય છે ? “અગ્યારમાં આશ્ચર્ય રૂપ” પોતે થયા. તો દશ આશ્ચર્ય માન્ય છે ને? “અસંયતિ પૂજા' તો દશ આશ્ચર્યમાં સમાવિષ્ટ છે, તેને અગ્યારમું આશ્ચર્ય ગણવાની જરૂર શું ? પોતે, પોતાની પૂજાને, આશ્ચર્ય રૂપ, જાહેર કરવી ! એ પણ એક આશ્ચર્ય જ કહેવાય નહી ! ...૧૭ર...
Page #180
--------------------------------------------------------------------------
________________ આશ્ચર્યની વ્યાખ્યા સમજવાનો પ્રયાસ કરાયો છે, કે આડેધડ શબ્દ પ્રયોગ કરાયો છે ? * એકવાર એકભાઈ મને કહે, “દાદા ભગવાન (!) ના એક ભક્ત મારી પાસે આવ્યા, ઔપચારિક વાતો બાદ પુસ્તકોનો થોકડો મને આપ્યો, મને કહે, વાંચજો, વિચારજો, આ પુસ્તક વાંચનથી તમે આત્માની નિકટ પહોંચશો, તમને સત્યનું જ્ઞાન થશે.” મે કહ્યું, હું ચુસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક છું, પરમાત્માનો ભક્ત છું, પંચ મહાવ્રતધારી ગુરૂનો ઉપાસક છું, મારા ભક્તિભાવનો ભુક્કો બોલાવતા અને વ્યવહાર શૂન્ય શુષ્ક ધ્યાન-ળ્યાનની વાતો કરતા આ પુસ્તકની મારે જરાય જરૂર નથી. અમારા ત્યાગ અને ભક્તિ પ્રધાન શુદ્ધ માર્ગનું મને જ્ઞાન છે અને તમારા પોલપોલ માર્ગથી પણ હું પરિચિત છું. મારે આ પુસ્તકો વાંચી સમય બગાડવો નથી, મારા મનને ભ્રમિત કરવું નથી. | આટલું સ્પષ્ટ કહેવા છતા, તે ભાઈનો જડ આગ્રહ ચાલુ જ રહ્યો, એકવાર તો આ પુસ્તક વાંચો, એકવાર તો દષ્ટિપાત કરો, મે સ્પષ્ટ ઈન્કાર કર્યો, છતા તે ભાઈ, પુસ્તકનો થોકડો મારી પાસે પરાણે મુકી રવાના થઈ ગયા.” ગુલાબની સુવાસ માણવા લોકો સામેથી ખેંચાઈને આવે છે, તેને પ્રચારપ્રસારની જરૂર નથી. સાચો માર્ગ હોય, સાચું જ્ઞાન હોય તો લોકો સહજ આકર્ષાય, આવા જડતાસભર બળાત્કારી પ્રચાર-પ્રસાર કરવાની જરૂર શું છે ? નકલી માલને જ વધુ જાહેરાતની જરૂર છે, મુગ્ધ લોકોને બાય બુક ઓર બાય કુક સત્સંગમાં ખેંચી જવાના પ્રયાસો પણ ઘણી જડતા-ઘણા જ બળાત્કાર પૂર્વક કરવામાં આવતા હોય છે, એ કેટલા અંશે ઉચિત છે? “સંપૂર્ણ વ્યવહારજ્ઞાન જેમના નિમિત્તને પામી નિરાવરણ થયા” આનો અર્થ શું ?... “વ્યવહારજ્ઞાન” નો અર્થ ખ્યાલ છે ? સંપૂર્ણ વ્યવહાર જ્ઞાનની નિરાવરણિતાનું શું ફળ મળે ? કેવું પરિણામ આવે, તેનો ખ્યાલ છે ? કે આંખ મીંચીને ઘસીટે રાખ્યું છે ? “ધામધૂમે ધમાધમ ચલી” જેવી સ્થિતિ છે, ટોળાને આંખ હોતી નથી, ...173...
Page #181
--------------------------------------------------------------------------
________________ દૃષ્ટિરાગ હંમેશા આંધળો હોય છે, કોઈ ભક્તને આ વિચારવાની ફુરસદ નથી, વળી, નવાપંથના રચનારાઓની વાતો પણ અંતે જિનદર્શનનો જ એક ભાગ હોય છે, કોઈ નવીન વાત હોતી નથી, પણ પ્રભુની એ વાતોને પોતાના નામે ચઢાવી દેવાય છે. અને યુગદષ્ટ બની જવાય છે. ક્રમ વિજ્ઞાની હોય કે અક્રમ વિજ્ઞાની, કોઈ પણ એમ કહી શકશે ખરા, કે અમે જે કહીએ છીએ તે મારી સ્વતંત્ર વિચારધારા છે ? પ્રભુ વીરના સ્યાદ્વાદ ગર્ભિત માર્ગથી અમારો માર્ગ–અમારી વાતો તદ્દન નિરાળી, તદ્દન ભિન્ન, તદ્દન વિપરિત છે? ના, કોઈ જ કહી શકશે નહીં, કારણ ભગવાનનો માર્ગ રત્નાકર સમાન છે, તે જ શુદ્ધ માર્ગ છે. પૂર્ણ માર્ગ છે, તેમાં શું નથી ? આજકાલના ફટી નિકળેલા માર્ગો તો તેના ખાબોચીયા જેવા છે. હૃદય ચોખ્ખું રાખીને સ્પષ્ટ બેમાંથી એક વાત કરવી જોઈએ, કે આ અમારો મત સ્વતંત્ર છે, પ્રભુએ બતાવેલ માર્ગથી તદ્દન ભિન્ન ન્યારો છે, અમે જ સ્વતંત્ર રૂપે તે સ્થાપ્યો છે. કા, કહેવું જોઈએ, કે અમારો માર્ગ પરમાત્માના માર્ગથી સંગત જ છે, અમે જે કહીએ છીએ, તે પ્રભુના વાડ્મયને અનુસાર જ કહીએ છીએ. ફાવે એટલુ પકડી લેવાનું, તેય પોતાના નામે ચઢાવી દેવાનું, બીજું છોડી દેવાનું. આમ દહીં-દૂધમાં પગ રાખવો ઉચિત નથી. | દોષોનું મિચ્છામિ દુક્કડમ્ દો, ભગવાન્ ! આપ મારામાં બિરાજમાન છો, આપનું સ્વરૂપ એજ મારૂ સ્વરૂપ છે. હું શુદ્ધ આત્મા છું. હું અભેદભાવે આપને નમસ્કાર કરું છું. મારા દોષોને આપની સમક્ષ જાહેર કરું . મારા દોષોનો પસ્તાવો કરું છું. એકરાર કરું છું. મારા દોષોની ક્ષમા યાચું છું. ફરી દોષો ના થાય એવી શક્તિ માટે પ્રાર્થના કરું છું. “ભેદભાવ” ની વાસના દૂર કરવાની પ્રાર્થના કરું છું. અભેદ સ્વરૂપની પ્રાપ્તિ ઝંખુ . આ બધી વાતોમાં નવીન શું છે ? આ બધી વાતો પરમાત્માએ બતાડેલી જ છે, અલગ મત સ્થાપી પોતાના નામે આજ વાતો કરવી, એ પરમાત્માની મોટી આશાતના છે, મફતીયા જસ ખાટવાનો શુદ્ર પ્રયાસ છે. અન્ય અન્ય પંથીઓ દ્વારા જે વાત કરવામાં .174.
Page #182
--------------------------------------------------------------------------
________________ આવે છે એમાં કઈ વાત એવી છે જે પરમાત્માએ ન બતાડી હોય ? બધું જ બતાડ્યું છે પછી તેનો જ સ્વીકાર શા માટે ન કરવો ? એવી કઈ અગવડતા કે આવશ્યકતા ઉભી થઈ કે, નવા નવા મનઘડંત ધર્મમાર્ગના સર્જન કરવા પડે ? પ્રભુ ઋષભદેવના સમયમાં ભરતના પુત્ર મરીચિએ શારીરિક શિથિલતાને વશ થઈ મધ્યમમાર્ગી ધર્મ અપનાવ્યો હતો, નવો વેશ, નવા વિચાર, નવા આચાર, બધું નવું, છતા મરીચિની એ મહાનતા હતી કે જ્યારે કોઈ ધર્મપૃચ્છા કરવા આવે ત્યારે તેઓ સરળતાથી કહેતા, કે “સાચો ધર્મ ઋષભદેવ પાસે છે, સાચા ગુરૂ તો તેમના પંચમહાવ્રતધારી સાધુ જ છે. હું તો શિથિલ છું. મારામા ધર્મ નથી કે સાચુ સાધુપણું પણ નથી, તમારે સત્યધર્મનો ખપ હોય તો ઋષભદેવ પાસે જાવ.” કેટલી સ્પષ્ટ વાત ! કેવો નિર્દભ એકરાર ! કેટલાય જીવોને પ્રતિબોધિત કરી તેમણે ભગવાન પાસે દીક્ષિત બનાવ્યા. કર્મની વિચિત્રતા કે ભવિતવ્યતાને વશ એકવાર તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, દીક્ષા લેવા તૈયાર થએલ કપિલે જ્યારે મરિચિને પૂછ્યું, મહાત્મન્ ! તમારા માર્ગમાં સર્વથા ધર્મ નથી ?" ત્યારે, તેઓ બોલ્યા, વત્સ ! “ધર્મ તો મારી પાસે પણ છે.” શાસ્ત્ર લખે છે, આ વચન મિથ્યા હતું. ઉત્સુત્ર હતું. પોતાનો ધર્મ સગવડીયો હતો, વાસ્તવિક નથી, છતાં કહ્યું, કે મારી પાસે ધર્મ છે. આ ઉત્સુત્ર વચનથી એક કોડાકોડી પ્રમાણ દીર્ઘ સંસાર તેમનો વધી ગયો. પરમાત્માના સ્યાદ્વાદ ગર્ભિત શુદ્ધ અને સાચા માર્ગનો અપલાપ કરી નવા ધર્મને સ્વીકારનારા, તેને જ સત્યધર્મ માનનારાઓએ જરા શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ. અન્યથા મરિચીની જેમ ધર્મના નામે જ સંસાર વધી જાય તો નવાઈ નહી. અંતે मन मेला तन उजला बगला सफेद ही रंग बगला से कौआ भला तन मन एक ही रंग // ...175..
Page #183
--------------------------------------------------------------------------
________________ લાડીના મોહમાં રત્નો ગુમાવનારને હોંશીયાર શું કહેવાય ? ક્ષણિક ભોગાનંદ ખાતર શાશ્વત દિવ્યાનંદનો ત્યાગ આત્મઘાતક છે. એક મજુર છે, ચાલીસ વર્ષથી કાળી મજુરી કરે છે. શરીર હાડપિંજર જેવું થઈ ગયું છે. હવે મોઢા ઉપર જીવનનો થાક દેખાય છે. એકવાર એક સંતજનનો ભેટો થયો, સંતને તેની દશા જોઈ દયા આવી, સંત : તને એક એવો કિમિયો બતાઉ કે જેનાથી તારી ચાલીશ વર્ષની કાળી મજુરીનો અંત આવશે, તારી સાત નહી, સિત્તેર નહી, સાતસો પેઢીનું દળદર ફીટી જશે, પણ તેના માટે થોડુ કષ્ટ વેઠવું પડશે. મજુર : બાપુજી ! દળદર દૂર થતુ હોય તો ગમે તે કષ્ટ વેઠવા તૈયાર છું. સંત : આઠ દિવસ સુધી દિવસ-રાત ચાલીને, ફલાણા ગામમાં જવુ. તે ગામની સીમામાં મોટો પહાડ છે તે ચઢવો. પહાડ ઉપર એક ઝુપડું હશે, ઝુપડા પાસે જઈ ચોંકી કરતા દરબારને મારુ નામ આપજે, તને અંદર જવા દેશે. બહારથી દેખાવ ઝુંપડાનો હશે અંદરથી દેવવિમાન જેવો મહેલ છે, ઢગલાબંધ અમૂલ્ય રત્નો છે, અપ્સરાઓ છે. દિવ્ય ખાન-પાન છે. જોઈએ એટલા રત્નો લેવાની છૂટ છે. શરત એટલી જ છે કે એક વ્યક્તિને એક જ વાર અહીં Entry મળે છે, અને સૂર્યાસ્ત થતાં ઝુપડાનું સટર પડી જાય છે. પછી અંદર રહી ગયેલ વ્યક્તિ ક્યારે પણ બહાર નીકળી શકતી નથી. મજુર તો રાજીનો રેડ થઈ ગયો. એજ ઘડીએ રવાના થયો. પગમાં વેગ છે કારણ રત્નોની ગરમી છે. આશાનું પેટ્રોલ ભરેલુ છે. દિવસ-રાત, ભૂખ-તરસ જોયા વિના ચાલતો જ રહ્યો. ચાલતો જ રહ્યો. આઠ દિવસના અંતે તે ગામની સીમામાં પહોંચ્યો. થોડી હાંશ થઈ, પણ ઊંચો પહાડ જોઈ અંધારા આવી ગયા. સતત પરિશ્રમથી લોથપોથ થયેલા શરીરથી પહાડ કેમ ચઢશે ? એ સવાલ હતો, છતાં હૈયામાં હામ ભરી એક એક ડગલુ આગળ વધતો ગયો. શરીર શ્રમથી ભરેલું છે. હૈયુ આશાથી ભરેલું છે. મહામુશ્કેલીએ ઉપર પહોંચ્યો, ઝુંપડુ જોયુ, આનંદનો પાર ન રહ્યો. દરબારને સંતનો સંદેશો આપ્યો. દરબાર કહે, ખુશીથી અંદર ના લુટાય એટલા રત્નો લુટી લેજે, ...176..
Page #184
--------------------------------------------------------------------------
________________ શરત યાદ રાખજે. રત્નો ભરવા મજૂર મોટી ચાદર લઈ અંદર ગયો. દેવલોક જેવો રાજમહેલ જોઈ મજૂર તો સ્તબ્ધ થઈ ગયો. ચારે બાજુ અબજોની કિંમતના રત્નો ઝગારા મારતા હતા. સ્વાગત માટે દિવ્યાંગનાઓ સ% હતી. ખાનપાનની સ્વાદિષ્ટ વાનગીઓની કોઈ કમીના ન હતી. ચારેકોર ધૂપ દિપ સેંટ અત્તરોની સુવાસથી દિશાઓ મધમધાયમાન હતી. સંગીતની સુરાવલીઓથી વાતાવરણમાં દિવ્યતા પથરાએલી હતી. ભોગવિલાસની સર્વોત્કૃષ્ટ સામગ્રીના ખડકલાઓ જોઈ એક ક્ષણ તો મજૂર ડગાઈ ગયો, અંજાઈ ગયો. આ હું ક્યાં આવી ગયો ? સંતે કેટલો ઉપકાર કર્યો ? હવે વિચારે છે, શું લઉં ને શું ના લઉ ? એક સે બઢકર એક વસ્તુઓ જોવામાં જ સમય પસાર થતો જાય છે. વચ્ચે શરત યાદ આવતા જાતને સંભાળી લે છે, તો પાછો ક્ષણ બે ક્ષણમાં બધુ ભૂલી જાય છે. આમ કરતા પાંચ વાગી ગયા, હવે બધા પ્રલોભનો છોડી મજૂર પોટકા ભરવા લાગ્યો કે, ભરાય ત્યાં સુધી કિંમતી રત્નો ભર્યા. છ વાગ્યાનો સૂર્યાસ્ત છે. 5-45 થઈ ગઈ છે, પોટકા ભરાઈ ગયા છે અને બહાર પણ નિકળી ગયો છે. આનંદની કોઈ અવધી નથી. વિચારે છે, હવે આ રત્નોથી જીવનભર મોજમજા કરીશ. એશઆરામ કરીશ, હવે તો બસ, વગર મહેનતે જલસા જ જલસા છે. પણ, અચાનક કંઈક યાદ આવ્યું. કે સાથે લાવેલ લાકડી તો અંદર જ રહી ગઈ. ચાલીસ વર્ષથી એ લાકડી મારી સાથે છે તેને અહીં મૂકીને કેમ જવાય ? મજૂર લાકડી લેવા અંદર જાય છે. કમભાગ્યે એજ ઘડીએ સૂર્યાસ્ત થઈ જાય છે. સટર પડી જાય છે. રત્નનું પોટલું બહારનુ બહાર જ રહી ગયું. મજૂર અંદર રહી ગયો, ફરી કોઈ કાળે બહાર ના આવી શક્યો. રત્નો તો ગયા. જાન પણ ગયો. લાકડી ખાતર રત્નો અને જાન ગુમાવનાર મજૂર કેટલો અબુજ કહેવાય ? આપણી હાલત આવી કે કદાચ આના કરતા વધુ બદતર છે. અનંતકાળથી આ સંસારમાં ભટકતા આપણે દરેક ભવમાં કાળી મજૂરી કરી. સાંભળતા કે વિચારતા ધ્રુજારી છૂટી જાય એવા દુઃખો, ત્રાસ, યાતનાઓ ભોગવ્યા. પુન્યયોગે કોક પરમસંતનો સમાગમ થયો. તેઓ આપણા દુઃખ ...177...
Page #185
--------------------------------------------------------------------------
________________ જોઈ ત્રાસી ગયા. આપણને કહ્યું, ભલા ! અનંત કાળ આવી કાળી મજૂરી કરી ? આવા જુલ્મો વેક્યા ? મારી પાસે કેમ ના આવ્યો ? કંઈ નહી, જાગ્યા ત્યારથી સવાર, ચાલ, તને રત્નોની ખાણ બતાલ, લુંટાય એટલુ લુંટી લેજે, તારો અનંત ભવિષ્યકાળ લીલોછમ થઈ જશે. જિનશાસન રુપી રાજમહેલ છે. જેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનાં અમૂલ્ય રત્નો ભરેલા છે. * સાધનાનું સંગીત * તપ ત્યાગને વૈરાગ્ય ભાવની મીજબાની * આત્માનુભવની દિવ્ય સુવાસ * સિદ્ધિવધૂની આગતા-સ્વાગતા >> પરમાત્મા ભક્તિના ગુંજનો, લુંટાય એટલું લુંટવાનું છે. શરત છે, એકવાર જ Entry મળે છે. સૂર્યાસ્ત બાદ સટર Close થઈ જાય છે. એટલે, અનંતકાળે એકાદવાર જ જિનશાસનનો અધ્યાત્મિક દિવ્ય મહેલ મળે છે. આયુષ્ય પૂર્ણ થઈ ગયુ પછી ખેલ ખલાસ, અનંતકાળ અંધકારમાં વિતાવવાનો. આયુષ્યપૂર્ણતાનો સૂર્યાસ્ત થયો નથી ત્યાં સુધી ચાન્સ છે. જિનશાસનના મહેલમાં આવ્યા. જ્ઞાન દર્શન-ચારિત્રના રત્નો જોયા. આનંદ પણ થયો પણ ભુલાએલ લાકડી જેવા પાંચ ઇંદ્રિયના વિષયો ફરી યાદ આવ્યા. રત્નો મુકી લાકડી લેવા ગયા. અધ્યાત્મિક આનંદ છોડી ભોગ ન મળી, અને જાન ગયો તે નફામાં. આધ્યાત્મિક આનંદ ગયો. ભોગવિલાસના કુકા પણ ના મળ્યા, અને આયુષ્ય પૂર્ણ થઈ ગયુ, હવે અનંતકાળ અજ્ઞાનના અંધકારમાં જ વિતાવવાનો. દુઃખ ત્રાસ યાતનાઓ જ ભોગવવાના. લાકડી ખાતર રત્નો ગુમાવનાર મજુર જો મુર્ખ છે તો ક્ષણિક ભોગાનંદ ખાતર દિવ્ય આધ્યાત્મિક આનંદ ગુમાવનાર આપણે કેવા ? અંતે - जींदगी चार दिन की चांदनी ये सभी कहते है इस बातका सार हम ही कहा समझते है, दिनरात भौतिक सुखो मे बस हम भटकते है प्रभुके भक्त होकर भी दुःखकी चिता पर जलते है।
Page #186
--------------------------------------------------------------------------
________________ The gate-way of the inner PLEASANT PARK.