________________ તેઓ વિના સંકોચે કહી દે છે “મારા મિત્રો આવે ત્યારે તમારે અંદરની રૂમમાં જ ગોધાઈ રહેવું. જેથી અમારી ઈજ્જતના કાંકરા ના થાય.” (સાંભળીને મા-બાપની શી હાલત થતી હશે તે તો તેઓ જ જાણે) હિતકારી અને લાગણીસભર સાચી સલાહ આપતા મા-બાપને તેઓ સ્પષ્ટ કહી દે છે “અમારે તમારી સલાહની જરૂર નથી. અમે ભણેલા છીએ. આ બળદગાડાનો જમાનો નથી. એકવીસમી સદી છે. અમને અમારી રીતે જીવવા દો, તેમાં દખલ ના કરો, તમે તમારું કામ-ધર્મ ધ્યાન કરો.” અંગ્રેજી કલ્ચરની ગરમીથી પાકેલી નવવધૂઓની રહેણી-કરણી–બોલી ચાલી-વેશ પહેરવેશ-સ્વતંત્રતા-ઉચ્છંખલતા વિ. મા-બાપ માટે કારમી વેદના સ્વરૂપ હોય છે. પણ શું કરે ? બધું જ મુંગે મોઢે સહન કર્યા વગર છૂટકો જ નથી. ફટકડી વહુના લટકા સહેવાના. ફટકા ય સહેવાના, બહુ ખટપટ થતા મા-બાપોને ઘરડાઘરમાં મુકી પધરાવી આવે. ઢળતી સંધ્યાએ પેટે જન્મેલા છોકરા અને વથી ધિક્કારાએલ મા-બાપો ઘરડા ઘરોમાં કેવી આંતર વેદનાની આગમાં શેકાતા હશે ? તે તો તેઓ જ જાણે. તેમનું અંતર ક્યારેક પોકારી ઉઠતું હશે કે “જન્મતાની સાથે આ કપાતરને અનાથ આશ્રમમાં પધરાવી દીધો હોત તો આ દાડા જોવાના ના આવત.” ઘરે ઘરની આ વ્યથા કથા છે. ચાર ચાર છોકરા હોય, સુખી સંપન્ન હોય અને મા-બાપ ઘરડા ઘરોમાં હરાયા ઢોરની જેમ રઝળતા હોય. આ ઉપેક્ષિત વેદના પાછળ કોન્વેન્ટીયા કલ્ચર જ કારણ છે. ત્યાં લવની ભાષા છે, લાગણી નહીં. ત્યાં હોંશીયારી ને ડંફાસ છે, હૈયાભીની સુવાસ નથી. ત્યાં શારીરિક સુખોની જ બોલબાલા છે-સ્નેહતંતુના કોઈ જોડાણ નથી. ત્યાં વાસનાનીજ પ્રબળતા છે, વાત્સલ્ય નામના તત્વને કોઈ સ્થાન નથી. * * * * * ...158...