________________ બુદ્ધિની ભ્રમ કરાવે ભવનું ભ્રમણ જમાલી એટલે મહાવીરપ્રભુના જમાઈ, પ્રભુના હાથે દીક્ષિત થઈ સાધના કરતા પુન્યાત્મા. એકવાર સ્વાથ્ય બગડ્યું, શિષ્યોને કહે, સંથારો પાથરો, સુઈ જવું છે. શિષ્યો સંથારો પાથરે છે. જમાલી કહે - અરે ! જલ્દી કરો, પીડા ઘણી છે, શિષ્ય કહે - સંથારો થઈ ગયો. જમાલી કહે, હજુ તો અડધો જ પથરાયો છે, શિષ્ય કહે, પ્રભુનો સિદ્ધાંત છે. “કડેમાણે કરે” કરાતી ક્રિયા થઈ ગઈ જ કહેવાય.” જમાલીની બુદ્ધિમા ભ્રમ પેદા થયો. તેને થયું, અધુરી ક્રિયાને પૂર્ણ કેમ કહી શકાય ? મહાવીર ભલે સર્વજ્ઞ છે. તેમની બધી વાત સાચી હશે, પણ આ વાત મગજમાં બેસે એવી નથી. ક્રિયા પુરી થયા બાદ જ પૂર્ણ થઈ કહેવાય. બુદ્ધિમાં બગાડો થાય ત્યારે ભગવાનના વચન ઉપર પણ અવિશ્વાસ પેદા થાય. પરમાત્માની વાતો નય સાપેક્ષ હોય છે. નય એટલે એક દિશાનો દ્રષ્ટિકોણ, નય એટલે વસ્તુને એક દ્રષ્ટિથી જોવાનો અભિગમ, નય એટલે એંગલ, આવા નયો અનંતા છે. પરસ્પર સાપેક્ષ રહે તો બધા નો સાચા છે. “કડેમાણે કેડે” એ પણ એક નય છે, એક દ્રષ્ટિકોણ છે. ભાવનગરથી હમણાંજ મુંબઈ રવાના થયેલ વ્યક્તિ માટે પૃચ્છા કરતા એજ જવાબ મળે કે “મુંબઈ ગયો” પછી ભલે ને તે રસ્તામાં જ હોય. પ્રભુના વચનો શ્રદ્ધા ગમ્ય છે. તેમાં બુદ્ધિનું ડહાપણ ડહોળનાર પછડાટ જ ખાય છે. જમાલીએ પરમાત્માની સર્વજ્ઞતા કરતા પોતાની બુદ્ધિને મહાન માની, થાપ ખાઈ ગયા. નિદ્ભવ થઈ ગયા. સાક્ષાત્ પ્રભુ મહાવીર મળવા છતાં આત્માનો ઉદ્ધાર કરવાને બદલે ડૂબી ગયાં. પરમાત્માના વચન ત્રિકાળ અબાધિત છે. સનાતન સત્ય છે, એવું માની પછી બુદ્ધિ પ્રયોગ કરનાર જ્ઞાની છે. ડાહ્યો છે, પણ પરમાત્માના વચન સાચા હશે કે ખોટા ? એ પરીક્ષા કરવા માટે બુદ્ધિ પ્રયોગ કરનાર અજ્ઞાની છે, કેવળજ્ઞાન થયા બાદ વિશ્વના પદાર્થોનું રહસ્યોદ્ઘાટન પ્રભુએ કર્યું છે. પછી તેમાં ગરબડને સ્થાન જ ન હોય. ઘણા સુધારક ક્રાંતિકારીઓ કહે છે, આજના ...95...