________________ ફાંસી માફ છે. સંપૂર્ણ જીવતદાન છે. પણ મારે તને એટલું જ પૂછવું છે કે આટલી મેદની અને આટલા અવાજ વચ્ચે આવી લાંબી સફર હોવા છતાં એક ટીપું પણ તેલનું નીચે પડ્યું નહીં આનું રહસ્ય શું ?" રાજન્ H આનું એક માત્ર રહસ્ય છે “મોતનો ભય' મોત માથે ભમતું હતું એટલે મન તમામ બાહ્ય પદાર્થોથી પાછું વળી એક તેલના ટીપામાં કેંદ્રિત થઈ ગયું હતું. બીજું કશું દેખાતું ન હતું. સંભળાતું ન હતું. હું આટલી લાંબી અને જોખમી સફર સફળતાપૂર્વક કેવી રીતે ખેડી શક્યો તેની કલ્પના હું પોતે પણ કરી શકતો નથી. હવે મોતનો ભય ગયો છે, તેથી નિશ્ચિત બની ગયો છું. હવે દશ ડગલા પણ આ રીતે ચાલવું શક્ય નથી, કારણ મોત દેખાતું નથી. કોઈ ચિંતા કે ભય નથી માટે જ... મોતના ગભરાટથી જ તદ્દન અશક્ય દેખાતું કાર્ય શક્ય બન્યું છે. હવે મોતનો ભય નથી. આજે કોઈ કરોડ રૂપિયા ઈનામ આપે તો પણ આ કાર્ય શક્ય ના બને.. રાજાએ લાગ જોઈ સોગઠી મારી... “ભલા, તારી તો માન્યતા છે ને કે સાધુપણું પાળવું આજે શક્ય જ નથી. બ્રહ્મચર્ય પાળનારા તો દંભી છે. કુદરતી ઉઠતી વિષય વાસનાને કંટ્રોલ કરી શકાય જ નહીં વિ. વિ.... પણ, તારી આ માન્યતા ગલત છે. એક મોતના દર્શનથી જો તું ફફડી ગયો, એક મોતના ભયથી તું બાહ્યભાવો પ્રતિ આંધળો-બહેરા-મુંગો બની ગયો. એક મોતના ગભરાટથી રાધાવેધની જેમ તેલના એક ટીપા ઉપર તારું ધ્યાન કેંદ્રિત થઈ ગયું. એક મોતની કલ્પનાથી જો તારી તમામ વિષય વાસના મરી પરવારી ગઈ હોય તો... સાધુને પોતાના અનંત મોતના દર્શન થાય છે. કેટલો ફફડાટ હશે તેમને ? અનંત મોતના ભયથી તેઓ પૂર્ણ introverted (અંતર્મુખ), દુનિયાદારીથી બહેરા મુંગા આંધળા કેમ ના બની શકે ? અનંત મરણના ગભરાટથી એકમાત્ર આત્મતત્વ ઉપર તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કેમ ના કરી શકે ? અનંતા મોતની વાસ્તવિક કલ્પનાથી સાધુઓ સુવિશુદ્ધ સંયમ અને બ્રહ્મચર્યની સાધના કરી પોતાની વિષયવાસનાનો ભુક્કો કેમ ના બોલાવી શકે ? ...127...