________________ સાધુ તો સાધુ છે. વિશ્વની શ્રેષ્ઠ અજાયબી છે. પવિત્રતાનો મેરૂપુંજ છે. તેમના માટે અસત્ વિકલ્પો કરવા જેવું ગાંડપણ બીજું કોઈ નથી. શાન ઠેકાણે રાખી વિચાર, જીભ ઠેકાણે રાખી બોલ. સદાચાર કે સંયમ પાળવાની આપણી કાયરતાના કારણે સાધુઓને ઉતારી પાડવાની આપણી મનોવૃત્તિ અત્યંત શુદ્ર છે. આપણામાં રહેતી દોષની પ્રબળતા સામી વ્યક્તિના ગુણાભાવની સૂચક બની શકતી નથી. માટે જ નાસ્તિકતા છોડ, સાધુઓની નિંદા કુથલી છોડ, જીવનને થોડું ગુણસભર બનાવવાનો પ્રયત્ન કર. પછી ખ્યાલ આવશે કે ભૌતિક દુનિયાથી ઉપર અધ્યાત્મિક દુનિયાનો આનંદ હજારો ગણો છે. ભોગવિલાસ કરતાં ત્યાગને સંયમમાં સાચી આત્મિક આનંદની લહેર છે. ધન કરતાં ધર્મની તાકાત પ્રચંડ છે. તારી બહેર મારી ગએલી બુદ્ધિને ઠેકાણે લાવવા તારા પિતાના કહેવાથી આ નાટકનું આયોજન કરાયું હતું.” રાજાના અક્ષરે અક્ષર રાજન્ના અંતરમાં કોતરાઈ ગયા, તર્કસંગત માર્મિક વાતો પ્રસંગ જાણવા-માણવા મળતા નાસ્તિકતાનું ઝેર ઉતરી ગયું. સાધુ પ્રત્યે ધિક્કાર તિરસ્કારની ભાવના મરી પરવારી, અપૂર્વ સદ્ભાવનાના બીજ રોપાયા. રાજાજી ! આપ મારી આંખ જ નહીં અંતરને ઉઘાડી દીધું છે. જનમ જનમ આપના ઉપકારનો બદલો નહીં વળી શકે. આપ નિશ્ચિત રહો, આજથી હું અધર્મી મટી ધર્મી બનું છું. નાસ્તિક મટી આસ્તિક બનું છું. સાધુ વેષી મટી સાધુનો પરમભક્ત બનું છું. પિતાજી પણ પુત્રના પરીવર્તનથી રાજી રાજી થઈ ગયા, ખૂણામાં બેસી આંસૂના બે ટીપા પાડી લીધા. પુત્ર કરોડો રૂપિયા કમાઈ ચરણે ધરી દે એના કરતાં હજારો ગણો આનંદ પિતાને પુત્ર ધર્મી બન્યો એનો હતો. ધન્ય પિતા, ધન્ય રાજા, ધન્ય પુત્ર રાજનું. જે કોઈ પિતા બન્યા છે તેઓ જાતને ત્રણ પ્રશ્નો પૂછે, દિકરાની નાસ્તિકતાનું દુઃખ છે ખરું ? ...128...