________________ ન હોય એટલે આચાર માર્ગને જ વગોવવો, એ નર્યો પ્રપંચ છે. મહિનાઓ સુધી ગુફામાં રહેનાર કે વર્ષોના વર્ષો સુધી નિર્મળ ચારિત્ર પાળનાર મહાત્માઓ કહેતા હોય છે કે “હજી અમને ઘણા રાગ દ્વેષ સતાવે છે હજી અમે આત્માથી ઘણા જ દૂર છીએ.” જ્યારે પોતાની જાતને સર્વજ્ઞ માનનારાઓને, ટી.વી. જોતા જોતા, ગૃહસ્થો પાસે નવાંગીપૂજા કરાવતા કરાવતા, કાર કે વિમાની મુસાફરીમાં તાગડધીન્ના કરતા કરતા, રસપૂરીઓની છોળો ઉછાળતા ઉછાળતા, ટેબલ-ખુરશી-લાઈટ-પંખા-એસી તમામ સુવિધાઓ ભોગવી સત્સંગ કરતા કરતા આત્મા દેખાઈ જવાને ?... વર્ષોના પ્રતિક્રમણ કર્યા પછી પણ જોઈએ તેવો પશ્ચાત્તાપ ભાવ કે પાપશુદ્ધિ ઉભી થતી નથી તો આવા એકવીશમી સદીના ધ્યાનયોગીઓને (!) મિચ્છામિ દુક્કડમ્ દેવા માત્રથી પાપશુદ્ધિ થઈ જવાની ? લોક તો ભદ્રિક છે એટલે આવા સુફીયાણી પ્રચાર-પ્રવાહમાં સહજતાથી તણાઈ જવાના. જો વગર ક્રિયાએ-વગર સાધનાએ વગર ઘસારાએ પલાઠીવાળી પદ્માસન લગાડી આંખ બંધ કરવાથી કામ પતી જતું હોય તો પરમાત્મા મહાવીર દેવે પણ તેમજ કર્યું હોત, આચારની કદર તીર્થકરના ગૃહસ્થ જીવનમાં પણ કેવી ઝળહળતી દેખાય છે. તે જોઈએ, માતા-પિતાના સ્વર્ગવાસ બાદ ભ્રાતા નંદિવર્ધનના આગ્રહથી પ્રભુ વીર બે વર્ષ ગૃહવાસમાં રહ્યા, ત્યારે તેમણે ભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “મારા માટે કોઈ પણ આરંભ સમારંભ કરવો નહીં.” બે વર્ષ ગૃહસ્થ જીવનમાં પ્રભુ સાધુ જેવા જ રહ્યા છે, નથી કર્યું સ્નાન, નથી કર્યો સચિત પાણીનો સંઘટ્ટો, પોતાના માટે બનાવેલ આહાર પાણીનો ઉપયોગ કર્યો નથી, કોઈ શરીરના સંસ્કાર કર્યા નથી, સચિત્ત વસ્તુ પણ વાપરી નથી, રાજમહેલ-મુલાયમ શય્યા-નોકર ચાકરોની સેવા-રાજઋદ્ધિખાન-પાન બધું સ્વાધીન હોવા છતાં પરમાત્માએ તેનો ઉપયોગ કર્યો નથી. જુઓ, તીર્થકરનો જીવ હોવા છતાં કેટલું ઉત્કૃષ્ટ આચાર મર્યાદાનું પાલન જીવનમાં જીવતુ જાગતુ છે. દીક્ષા લીધા બાદ પણ સાડા બાર વર્ષ પ્રભુએ ઘોર સાધના કરી. સાડા બાર વર્ષમાં માત્ર 359 પારણા કર્યા, છ મહિનાના, પાંચ મહિનાના, ચાર મહિનાના, બે મહિનાના, એક મહિનાના ઉપવાસો ...167...