________________ પ્રભુએ અનેકવાર કર્યા. કર્મ નિર્જરા માટે કાય કષ્ટ આપવા આતાપનાઓ લીધી. વિવિધ આસનોમાં રહ્યા, કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા, પ્રતિમાઓની (સાધુપણાની સાધના વિશેષ) આરાધના કરી. રર૯ છઠ્ઠ કર્યા, બે દિવસ કદી સાથે વાપર્યું નથી, પારણાના દિવસે પણ એકાસનાવત તો ખરૂ જ, એકાસણામાં પણ જાતજાતના અભિગ્રહો પણ ખરા, ચંદનબાળાજીના પ્રસંગમાં પરમાત્માના ઘોર અભિગ્રહના સાક્ષાત્ દર્શન થાય છે. ક્યારેક ઉગ્ર વિહારો, ક્યારેક રાતોની રાતો કાયોત્સર્ગ ધ્યાન, ક્યારેક આતાપના, ક્યારેક આસનો, ક્યારેક ભીક્ષાચર્યા, ક્યારેક તપશ્ચર્યા, ક્યારેક દેવ મનુષ્ય તિર્યંચોના ઉપસર્ગ સહેવા, અવ્વલ કોટીની પરમાત્માની આ સાધના હતી, પ્રભુ અવધિજ્ઞાની હતા, તેઓ સમજતા હતા, પદ્માસન લગાવીને બેસી જવાથી કર્મો તૂટવાના નથી, શરીરને કોહીનૂર હીરાની જેમ સાચવવાથી કે પંપાળવાથી કર્મો જવાના નથી, માત્ર આત્માના ધ્યાનથી કોઈ સિદ્ધિ થવાની નથી. જાત ઘસવી પડશે, શરીર કસવુ પડશે, ઈચ્છાઓને મારવી પડશે, સુખશીથીલપણું છોડવું પડશે, કામનાઓના કંટ્રોલ માટે કડક નીતિ નિયમો પાળવા પડશે. ઈંદ્રિયોને વશ કરવા સંયમની વાડો બાંધવી પડશે. ડનલોપની ગાદીમાં આરામ કરતા કરતા કેવળજ્ઞાન ઝંખનારાઓએ જાણી લેવું જોઈએ કે સાડા બાર વર્ષમાં પ્રભુ પલાઠીવાળીને બેઠા નથી કે સોડ તાણીને ક્યારેય સુતા નથી. સાડા બાર વર્ષમાં પ્રભુજીનો સંકલિત પ્રમાદકાળ (આરામકાળ) માત્ર અંતર્મતનો છે. સવાલ એટલો જ છે કે, કઠીન કર્મો કાપવા કે કેવળજ્ઞાનની સિદ્ધિ મેળવવા તીર્થકરના જીવને પણ જો આટ આટલી સાધના કરવી પડતી હોય તો આપણે કઈ વાડીના મૂળા ? શું આપણે તીર્થકર કરતા પણ હળુકર્મી છીએ ? તેઓ ભારે કર્મી હતા એટલે તેમને સાધનાની જરૂર હતી, આપણને નહીં, એમ ને ? તમામ તીર્થકરોએ જીવન વ્યવહારમાં આચારમાર્ગ અપનાવ્યો છે, ઉપસર્ગો પરિષહ વેક્યા છે તપ-ત્યાગ-અભિગ્રહો આચર્યા છે. પછી જ કેવળજ્ઞાન લીધુ છે. આત્માની લુખ્ખી વાતો કરવાથી નહીં. પોતાની જાતને ...168..