________________ સર્વજ્ઞ કે સીમંધરસ્વામીના અવતાર માનનારાઓએ એટલું સમજી લેવું જોઈએ કે સીમંધરસ્વામીએ પણ ભોગ સુખને લાત મારી છે. આગારનો ત્યાગ કરી અણગાર બન્યા છે. ચારિત્ર જીવન અંગીકાર કર્યું છે. વ્યવહાર સંયમ પણ અણિશુદ્ધ પાળી રહ્યા છે. શું સીમંધરસ્વામીના કર્મો-પર્યાય-ભવિતવ્યતા એવા હતી કે તેમને સંયમ અંગીકાર કરવું પડે ? અને તેમના અનુયાયીઓના, કર્મો-પર્યાય-ભવિતવ્યતા એવી જ નિર્માણ છે કે તેમને કોઈ પણ જાતની સાધના વગર, ક્રિયા વગર, સંયમ વગર, નીતિ નિયમ વગર, અભિગ્રહો કે ધર્માચારણા વગર જ કેવળજ્ઞાન થઈ જાય !!! એમ ને ? “ટીવી. વિડીયો જુઓ, નાટક સિનેમા જુઓ, હરો, ફરો, તમામ ભૌતિક સુખ સગવડો મજેથી ભોગવો, માત્ર આત્માનું ધ્યાન કરો, બીજું કંઈજ કરવાની જરૂર નથી. કંઈજ છોડવાની જરૂર નથી.” આનાથી વધુ દંભ શો હોઈ શકે ? એમજ હોય તો પછી સમાન ન્યાયે એમ પણ કહેવું જોઈએ કે “પૈસાનું ધ્યાન માત્ર કરો, તેના માટે દોડધામ કરવાની જરૂર નથી, ખોરાકનું માત્ર ધ્યાન કરો, રસોઈ કરવાની કે કોળીયો મોઢામાં નાખવાની જરૂર નથી. પરમાત્મા લોકોત્તર હોવા છતાં તેમનું જીવન વ્યવહાર પ્રધાન હોય છે. રેવતી શ્રાવિકાને ત્યાં વહોરવા જતા સાધુને મહાવીર પ્રભુએ કહેલ, વત્સ ! મારા જ્ઞાનથી હું જોઈ રહ્યો છું. રેવતીએ બે પ્રકારના પાક બનાવ્યા છે, કોળાપાક અને બીજોરા પાક. તેમાં કોળાપાક મને ઉદ્દેશીને મારા માટે બનાવ્યો છો. બીજોરા પાક ઘરને ઉદ્દેશીને બનાવ્યો છે. આપણા માટે બનાવેલ આહાર આધાકર્મી કહેવાય, દોષિત કહેવાય એવો આહાર કહ્યું નહીં. દોષ લાગે, દોષથી કર્મનો બંધ થાય, માટે તેણીએ પોતાના ઘર માટે બનાવેલ બિજોરાપાક લાવી શકાય. જોયું ! ચરમશરીરી લોકોત્તર પરમાત્મા પણ કેવું વ્યવહાર ધર્મનું અણિશુદ્ધ પાલન કરે છે. એજ પરમાત્માના અનુયાયીઓ એજ પરમાત્માના નામે એજ પરમાત્માના વ્યવહાર ધર્મનો લોપ કરનારા બને એ કેટલી દયનીય-શોચનીય બીના કહી શકાય ? જ્ઞાન ક્રમિક હોય કે અક્રમિક ? એક થી ચૌદ ગુણસ્થાનક પરમાત્માએ ...169..