________________ આચાર વિચારની એકરૂપતા જીવન ઉત્થાનનો પાયો છે વિચારની પવિત્રતા અને આચારની શુદ્ધિ આ બે પાયા ઉપર જૈનદર્શનની ઈમારત ઉભી છે. કેટલાક આત્માને આગળ કરી કહે છે “બાહ્ય ક્રિયા તો માત્ર કાયકષ્ટ છે. અર્થહીન છે આવી ક્રિયા અનેકવાર કરી, પણ કોઈ લાભ થયો નહીં.” કષ્ટભીરૂઓ ક્રિયામાર્ગ અને આચારવિધિ બાજુમાં મુકી આત્માની ઊંચી વાતો કરી પોતાની જાતને શ્રેષ્ઠ સાધક માનતા હોય છે. ક્રિયામગ્ન આત્માઓને વેદીયા કે પોતાનાથી હીન માનતા હોય છે. આ એક નર્યો દંભ છે, પોતાની સુખશીલતાને ઢાંકવાના પેતરાઓ છે. પરમાત્માએ દાન ધર્મ બતાવી ધનથી ઘસાવાની વાત કરી છે, શીલ ધર્મ બતાવી કામનાથી ઘસાવાની વાત કરી છે. તપ ધર્મ બતાવી શરીરથી ઘસાવાની વાત કરી છે તો ભાવ ધર્મ બતાવી મનથી ઘસાવાની વાત કરી છે. “જ્યાં ઘસારો છે ત્યાં ધર્મ છે.' આજે કાળ એવો આવ્યો છે કે જાતને ધર્મી બતાવવી છે, પણ તનથી મનથી કે ધનથી ઘસાવું નથી. ખીસાને આંચ ન આવવી જોઈએ, શરીર દુબળું ન થવું જોઈએ. મનને ટેન્શન ના થવું જોઈએ, જેમાં તપ-ત્યાગ કરવાના ના હોય, કોઈ નીતિ નિયમ પાળવાના ના હોય, કોઈ પ્રતિબંધ ના હોય, કોઈ પણ પ્રકારનો ઘસારો ના પહોંચતો હોય, આવો ધર્મ બતાડી લોકોની આંખમાં ધૂળ નાખનારા કહેવાતા દાદાઓ-ભગવાનો-બાપુઓલાઈટના થાંભલાની જેમ ફૂટી નીકળ્યા છે. આમાં પોતાને કશું કરવાનું નથીઆચાર પાળવાના નથી-માત્ર લુખ્ખો ઉપદેશ જ આપવાનો છે. એક રમુજ પ્રસંગ છે. ઈંડા ખાવા હાનીકારક છે. એ વિષય ઉપર છટાદાર બે કલાક પ્રવચન આપ્યા બાદ વક્તા જ્યારે પરસેવો લુછવા ખીસ્સામાંથી રૂમાલ બહાર કાઢવા જાય છે ત્યારે રૂમાલની સાથે એક ઈંડુ પણ બહાર આવીને જમીન ઉપર પડી ફૂટી જાય છે. શ્રોતાઓ તો આ દંભ જોઈ અવાચક થઈ જાય છે. આવી હાલત આજે સર્વત્ર ફાલી ફલી છે. પોતાને આચાર પાળવા ...166...