________________ પરમની સમીપે એક રાજા છે. શિકારાર્થે જંગલ તરફ જઈ રહ્યો છે, નસીબનું પાનુ વકરે છે. સૈનિકો રક્ષકો વિખૂટા પડી જાય છે. ઘોડો થાકી જવાથી પલાણ ઉપરથી રાજાને ફેંકી દે છે, અડાબીડ જંગલમાં વાવાઝોડું ત્રાટકે છે. કોઈ રક્ષક નથી. કોઈ માર્ગદર્શક નથી. એકલી-અટુલો રાજા, આઠ આઠ દિવસથી ભુખ્યોને તરસ્યો, ખાવા અન્નનો દાણો નથી, પીવા પાણીનું ટીપુ નથી. માર્ગની શોધમાં ખાબડખૂબડ રસ્તે ચાલી ચાલીને પગ લાકડા જેવા થઈ ગયા છે. ગળું સુકાય છે. પાણી વગર પ્રાણ ટકવા અશક્ય છે. મનમાં પાણીના મહાસાગરો છલકાય છે. આંખની સામે એક ટીપાના દર્શન પણ દુર્લભ છે. તમામ શક્તિ કામે લગાડી મોતની સામે ઝઝૂમતો આ રાજમાનવ કો'ક તળાવ કે ખાબોચીયાની શોધમાં લથડતે પગે બાજુમાં એક પહાડી શિખર ઉપર ચઢવાનો અંતિમ પ્રયાસ કરે છે. શિખરની ટોચેથી ઉંડી ગએલી આંખે દશે દિશામાં ફેરવે છે. પ્રબળ ઈચ્છા એક જ કે ક્યાંક બે ચાર ગ્લાસ પાણી મળી જાય અને જીવમાં જીવ આવી જાય, પણ કર્મ વિફરે ત્યારે છોતરા કાઢી નાખે છે. ભુખ તરસના ત્રાસથી લથડીયા ખાતા રાજાના પગ ડગમગી જાય છે. બેલેન્સ ગુમાવે છે અને ધડ ધડ ધડ કરતો રાજા વિના પ્રયત્ન શિખરેથી તળેટી આવી જાય છે. શરીર લોહી લુહાણ છે. માથે મોત ભમે છે. બચવાની કોઈ જ આશા નથી, હાથ પગ હલાવવા કે પડખુ ફેરવવા જેટલી પણ શક્તિ હવે બચી નથી, એટલે કોઈ પણ પ્રયત્ન હવે કરવાના નથી, હસતે મોઢે મોતને વહાલું કરવાનું છે. પથ્થરની શીલાને માથુ ટેકવી રાજા મોતની પ્રતિક્ષા કરી રહ્યો છે. મન શાંત છે. વિચારોનું વાવાઝોડુ શમી ગયુ છે. શરીર પણ સ્થિર છેઅખો બંધ છે,