________________ આ સમયે સૃષ્ટિના દિવ્ય સંગીતનો કર્ણપ્રિય નાદ સંભળાય છે. મન તે દિશામાં ખેંચાય છે. અરે, આ ઘનઘોર જંગલમાં આ મધુર ધ્વની ક્યાંથી? શેનો શૂર હશે આ ? કુદરતના ઈશારે એક તાલે ગુંજતું આ સંગીતનું ઝરણું આ અજ્ઞાત પ્રદેશમાં ક્યાંથી ? ધ્યાનથી સાંભળતા ખ્યાલ આવ્યો કે નિકટમાં જ કો'ક સરીતા ખળખળ વહી રહી લાગે છે. તેનો જ આ સૂર હોવો જોઈએ. મોતના અંધકારમાં જીવનનું એક આશાકિરણ પ્રકાશિત થયુ. જીવમાં જીવ આવ્યો. શિથિલ શરીરમાં પાણીની આશાએ નવચેતનાનો સંચાર થયો. લથડતે શરીરે તે દિશા ભણી પહોંચ્યો, કલકલ વહેતા નદીના પ્રવાહમાં હાથની પ્યાલીથી પાણી પીધુ. પેટ ભરીને પીધુ. મન ભરીને પીધુ, શરીર સ્કુરાયમાન થયું. નવજીવન મળ્યું. આ સમયે રાજાના મનમાં એક વિચાર સ્કુરાયમાન થયો, “શીતળમધુર જળનો આટલો કુદરતી પ્રવાહ મારી નિકટમાં જ વહેતો હતો અને પાણીના ટીપા ટીપા માટે મેં દશે દિશામાં કેટલા વ્યર્થ વલખા માર્યા ? " કથા જેટલી રોચક છે તેનો સાર એટલો જ બોધક છે. સુખના મહાસાગરો અંતરમાં છલકે છે અને તેના માટે આખી જીંદગી બહારની દુનિયામાં આપણે વ્યર્થ ફાફા મારીએ છીએ. શાંતિના રત્નો અંતરના પેટાળમાં જ ધરબાએલા છે અને તેના માટે વિશ્વના ખૂણેખૂણા ફેંદવાનો ફોગટ પ્રયત્ન આપણે કરીએ છીએ. પ્રસન્નતાનું ઝરણું અંતરના સામિપ્યમાંજ વહી રહ્યું છે અને તેના માટે દૂર-દૂરના ડુંગરો ફેંદવા આપણે મથી રહ્યા છીએ. બધાને જોઈએ છે સુખ શાંતિ અને પ્રસન્નતા, તે માટે આખી જીંદગી હોડમાં મુકી દેવાય છે. લોહીનું બુંદબુંદ સુકાઈ જાય અને હાડકાના કણે કણ ખખડી જાય ત્યાં સુધી કાળી મજુરી કરાય છે. છતા અંતે હાથમાં આવે છે દુઃખ, હતાશા, નિરાશા, અશાંતિ અને અજંપો. ...16.,