________________ વિરાટમાં અંશાત્મક અસ્તિત્વ સમગ્રતયા ભળી જતા બિંદુ પણ સિંધુ થઈ જાય. વામન પણ વિરાટ થઈ જાય. અણુ પણ અનંત થઈ જાય. ગુણાત્મક વ્યક્તિત્વનો વ્યાપ વધારવો, અશુદ્ધને શુદ્ધ કરવું, અણુને પૂર્ણ કરવું એ જ સાધનાનું કાર્ય છે. હવે મોતનો ભય નથી. હવે અંધકારનો ભય નથી. હવે પરિભ્રમણનો ભય નથી. અપ્રતિમ આનંદવેદન, પ્રતિક્ષણ યથાવસ્થિત વિશ્વસ્વરૂપનું દર્શન, પૂર્ણ જાગૃતિ, શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ, આ છે જ્યોતિના સાક્ષાત્કારનું અંતિમફળ... ચાલો, સાધનાનો દિવો લઈ અંધકાર ઉલેચીએ, જાગૃતિનો કુહાડો લઈ, મૂળ શોધીએ. ધ્યાનનું Waterproof બખ્તર પહેરી, રત્નો મેળવીએ... આ જ જીવન સાર્થક્યની પારાશીશી છે. આ જ ધર્મનો અંતિમ દિવ્ય સંદેશ છે. * * * * * ...14.,