________________ નવા વરસની નવલી વાત બધા જ પાપો આપણે મજેથી કરીએ છીએ. જલસા, મોજ, મસ્તી તાગડધિન્ના કરતી વખતે પૈસા, આબરૂ, પરલોક કશું જ વિચાર કરતાં નથી. અને જ્યારે દુઃખી થઈએ ત્યારે પ્રભુ કે સંત પાસે આશીર્વાદ મેળવવા દોડાદોડી કરીએ છીએ. બેસતા વર્ષ જેવા મંગલ દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ! મને “આયુષ્ય પ્રદાન કરો. પ્રભુ ! મને “ઐશ્વર્ય પ્રદાન કરો. પ્રભુ! મને “આરોગ્ય' પ્રદાન કરો. બધા “દીર્ધાયુ' ઝંખે છે. દીર્ધાયુ મેળવી શું કરવું છે તે તો ભગવાન જાણે. * એક આળસુએ સંતને કહ્યું - “મારું આયુષ્ય વધે એવું કંઈક કરો.” સંત કહે-સવારે કેટલા વાગે ઉઠે છે ? આળસુ કહે - “૧ર વાગે.” સંત કહે - “હવેથી 9 વાગે ઉઠજે, રોજના ત્રણ કલાક વધુ મળશે, આયુષ્ય લાંબુ થઈ જશે.” આળસુ કહે - “પછી એ ત્રણ કલાક શું કરવાનું ? એના કરતાં ટૂંકૂ આયુષ્ય સારું છે.” દીર્ધાયુ બનીને પણ ઘરેડ મુજબ જીવન જીવવાથી કોઈ જ વિશેષ લાભ નથી. દીર્ધાયુ મળે, પણ સાથે ઐશ્વર્ય ના મળે તો ય ના ચાલે, ભિખારીનો દીર્વાવતાર શું કામનો ?... એટલે ઐશ્વર્યની કામના છે. સારી આબાદી, સારી સમૃદ્ધિ, સારા સન્માન, સારી સત્તા, સારા સ્ટેટસ, સારી કીર્તિ.. આ બધું હોય તો જ જીવવાની કે દીર્ધાયુની સફળતા છે, માટે પ્રભુ ! ઐશ્વર્ય આપ.. આયુષ્ય મળે, ઐશ્વર્ય મળે પણ જો “આરોગ્ય તકલાદી મળે તો? રોગ ભરપુર શરીર હોય તો આયુષ્ય કે ઐશ્વર્યને ધોઈ પીવાના. મીઠાઈઓનો થાળ ભર્યો હોય પણ ડોક્ટરની કડક સૂચના હોય કે લુખ્ખી રોટલીને બાફેલી દાળ જ ખાવાની છે, તો ? આરોગ્ય વિના બધુ નકામુ, આયુષ્ય, ઐશ્વર્ય, અને આરોગ્ય ત્રણ વસ્તુ દરેકને ઈષ્ટ છે, તે માટે જ નવા વર્ષની પ્રભાતે સંતોના આશિષ મેળવવા પડાપડી થતી હોય છે. ...146...