________________ * બાવીસ બાવીસ વર્ષનો પતિ વિયોગ થવા છતાં અંજનાએ મનથી પણ શીલવ્રતનો ભંગ ન થવા દીધો. * પેલા ડાકુઓએ પોતાને તાબે થઈ જવાની ધમકી આપી ત્યારે શીલવતના ખંડનની કલ્પનાથી ફફડી ઉઠેલી ચંદનબાળાની માતાએ ત્યાને ત્યાં જીભ કચડીને જીવન ટુંકાવી દીધું. * રૂપ રૂપના અંબાર જેવી મયણાસુંદરીને કોઢરોગથી ખદબદતો પતિ મળ્યો છતાં હસતા હસતા તેને જીવન સોંપી દીધું. * રાજીમતિએ ગીરનારી ગુફાના એકાંત વાતાવરણમાં પોતાના રૂપમાં આસક્ત બનેલા રથનેમિની છેલ્લી કક્ષાની માંગણીઓને ઠુકરાવી દીધી હતી. વિકટ સ્થિતિમાં પણ અડગ રહી “શીલવત' નો ઉચ્ચ આદર્શ પૂરો પાડ્યો હતો, રથનેમિનો પણ ઉદ્ધાર કર્યો હતો. * અરે, એટલું જ નહી, નાના બાળકની હાજરીમાં પોતાના પતિ દ્વારા થએલ આંશીક કામચેષ્ટાથી છેડાએલી એ ચાંપારાજવાળાની માં બાળકના સંસ્કાર ખાતર જીભ કચડીને હોશે હોશે મોતને ભેટી પડી. આવા અગણિત દ્રષ્ટાંતો એ જ બતાવે છે કે સ્ત્રી માટે “શીલ' કેટલું કિંમતી છે ! હા ! શીલવ્રતની સુરક્ષા જેમ કઠણ જરૂર છે (અને તેમાં પણ આ કાળમાં સવિશેષ) તેમ આ વ્રતભંગનાં પરિણામો એટલા જ ભયંકર છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો” આ વ્રતનું પાલન જેમ ઉન્નતિના શિખરે પહોંચાડી દે તેમ વ્રતનું એકાદવાર કરેલું ખંડન પણ રોરવ નરકની ઊંડી ખાઈમાં ધકેલી દે. એકવીસમી સદીના પુટનીક યુગમાં આજે પશ્ચિમના વિલાસી વાવાઝોડાથી આર્યસંસ્કૃતિના વટવૃક્ષના મૂળીયાઓ ખળભળી ગયા છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ માઝા મુકી છે. ઘરના નજરાણા સમી સ્ત્રીને બજારૂ બનાવાઈ રહી છે. શાસ્ત્રીય નિયમો-મર્યાદાઓ બંધનરૂપ લાગે છે. શીલવ્રતની ઉચ્ચતમ ...74...