________________ વાતોને "Out of Date" માની ઠેકડી ઉડાવાય છે. શિક્ષણક્ષેત્રે-સ્ત્રીને જાણી જોઈને પ્રાધાન્ય આપી, અધિકારો આપી ડગલેને પગલે તેના શરીરના શોષણો કરી “શીલ' ના ચીંથરે ચીંથરા ઉડાવવામાં આવે છે. શરીર ઢાંકવા નહી પણ પ્રગટ કરવા જ જાણે વસ્ત્ર પરિધાન થાય છે. T.V. ચેનલોના કાતિલ આક્રમણે યુવા પેઢીના નીર-હીર ચૂસી લીધા છે. મનને વિકૃતિઓના કીડાઓથી ખદબદતુ કરી દીધું છે. પણ સબુર, દરેક વસ્તુનો અંત હોય છે. સારા-નરસા અને સાચાખોટાની ભેદરેખા કુદરતના ચોપડે કદાપિ ભુસાતી નથી. ભૌતિકતા અને ભોગવાદની પાછળ ભાન ભુલેલી આજની દુનિયાને એક દિ જરૂર પસ્તાવું પડશે. "Back to Nature" લપડાક ખાધા પછી પાછા આવવું જ પડશે. પૂર્વની સંસ્કૃતિનો સ્વીકાર કરવો જ પડશે. વ્રતનિયમોની મહત્તા માનવી જ પડશે, અન્યથા આ મહાપાપના જાલીમ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. આર્યદેશની પ્રત્યેક સન્નારી “શીલ' ના પાલનમાં દૃઢાગ્રહી બને, ઘરમાં મર્યાદાઓના સુંદર પાલન થાય, મનને વિકૃત કરી જીવનને ખેદાન-મેદાન કરી નાખતા. T.V. કેબલ અને ચેનલોના દુષ્ટ અનિષ્ટોથી દૂર રહે, જેથી સુસંસ્કારીતાની સુવાસ મહેકી ઉઠે. ઉલ્કત વેશને તિલાંજલી આપી આર્યનારીઓની સમાજને ઉચ્ચ આલંબન આપે. આવી શીલવંતી સ્ત્રીના બાળકો પણ શૂરવીર - પરાક્રમી અને સત્ત્વશાળી બની આર્યદેશની - આર્યસંસ્કૃતિની સુરક્ષા કરે.. ઘરઘરમાં અને ઘટઘટમાં મહાસતી સીતા અને અંજનાના દર્શન થાય તો જ દેશની અધ્યાત્મિક ભૌતિક ઉત્ક્રાંતિ સહજ બને. અંતે.... નારી અપૂરવ દિવડી ઘર ઘર કરે ઉજાશ શીલરક્ષા' ના ધારતા કાઢે સત્યાનાશ. * * * * * ...75...