________________ સાચો શિક્ષિત તે જે આવી પડેલા સંયોગોની સહર્ષ સ્વીકાર કરે પરિસ્થિતિઓ અને સંયોગો કર્યાધિન છે. સંયોગોમાં set થવું સ્વાધિન છે. ભૂલ કરનાર નોકરને કાઢી મૂકીએ એ અદાથી અનિષ્ટ સંયોગોને દૂર કરી શકાતા નથી. ઈચ્છાએ કે અનિચ્છાએ ભાગ્યયોગે મળેલ સંયોગને સ્વીકારે જ છુટકો છે. ઉકળાટ કે આવેશ કરવાથી સંયોગો બદલાતા નથી. ફરીયાદો કરવાથી કે રાડો પાડવાથી પરિસ્થિતિ પલટાતી નથી. હાયહોય કરવાથી સંયોગોમાં કોઈ Change આવતો નથી. હામ અને હિંમતથી જીવનના સંગ્રામમાં ઝઝુમવાનું છે. પ્રસન્નતાપૂર્વક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. હસતા હસતા બધુ મજેથી સહેવાનું છે. આજ જીવનકળાનો હાર્દ છે. સુખ શાંતિનો રહ છે. એક તેર વર્ષનો બાળક સંત પાસે ગયો. સંતને કહે, “કારમી ગરીબાઈમાં કણસું છું, મુસીબતોની સીમા નથી. એક ટાઈમ ચણા ફાંકીને તેના ઉપર ચાર લોટા પાણી પીને પેટનો ખાડો પૂરવો પડે છે. બુદ્ધિ સારી છે. Study કરવાની ખૂબ ઈચ્છા છે. લાચારીથી હાથ લાંબો કરી સ્કુલ ફી ભેગી કરૂ છું. ગાડું હંકારું છું. સ્કુલમાં જઉં છું પણ મન ચોંટતું નથી. વિક્ટ પરિસ્થિતિઓની ઘટમાળ મનમાંથી ખસતી નથી. વિચારો અને ટેન્સનોના જાળા ભેદીને બહાર નીકળી શકાતું નથી. મંદિરમાં જાઉં છું. પરમાત્માને પ્રાર્થના કરૂ . પણ મન ભટકતુ રહે છે. જ્યાં દુઃખ છે ત્યાં મનની સ્થિરતા ટકવી મુશ્કેલ છે. ભાવિની ચિંતાથી ચિત્ત ઘેરાઈ જાય છે. કરોડો માણસોમાં ! મને જ આટલી વિટંબણાઓ ને મુશ્કેલીઓ કેમ ? ગતજન્મમાં મે શું એવા પાપ કર્યા કે મોજ મજા કરવાની આ કોમળ ઉંમરમાં આટલા દુઃખો તુટી પડ્યા? દુઃખની પીડા મને ભણવા તો દેતી નથી, પણ પ્રાર્થના પણ શાંતિથી કરવા દેતી નથી. ...76...